ભારતીય બંધારણના રચયિતા અને ભારતના પહેલા કાયદામંત્રી ડોક્ટર ભીમ રાવ આંબેડકરે તેમના જીવનમાં ડગલેને પગલે પડકારોનો સામનો કર્યો,પરંતુ તેઓ ક્યારે અટક્યા નહીં.આ સંઘર્ષમય સફરમાં ઘણા બધા લોકોએ તેમને સાથ આપ્યો.કયારેક તેમને શાળાના એક શિક્ષકે તેમનાથી પ્રભાવિત થઈને તેમનું ઉપનામ આપી દીધું,તો વડોદરાના રાજવી ગાયકવાડે તેમને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડ મોકલી દીધા હતા.
આ બધા લોકો વચ્ચે એક બીજું નામ હતું, જેના ઉલ્લેખ વગર બાબાસાહેબની સફળતાની કહાણી અધૂરી છે.તે નામ છે રમાબાઈ આંબેડકર.
રમાભાઇ ભીમરાવ આંબેડકર બાબાસાહેબના પત્ની હતા. આજે પણ લોકો તેમને 'માતો શ્રી' રમાબાઈના નામથી જાણે છે.7 ફેબ્રુઆરી 1898 ના દિવસે જન્મેલા રમાબાઈના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી સારી ન હતી.બાળપણમાં જ તેમના માતા-પિતાનું અવસાન થઈ ગયું હતું.એવામાં તેમના મામાએ તેમની સાથે બધા ભાઈ બહેનોને ઉછર્યા.
1906માં નવ વર્ષની ઉંમરમાં તેમના લગ્ન બોમ્બે(હવે મુંબઈ) ના બાયકુલા માર્કેટમાં 14 વર્ષીય ભીમરાવથી થયા.રમાબાઈને ભીમરાવ પ્રેમથી 'રામૂ' કહી બોલાવતા હતા અને તેણી તેમને 'સાહેબ' કહીને બોલાવતા હતા. લગ્ન પછી તરત જ રમાને સમજમાં આવી ગયું હતું કે વંચિત વર્ગોના ઉત્થાન જ બાબાસાહેબના જીવનનું લક્ષ્ય છે.અને એ ત્યારે જ સંભવ હતું, જ્યારે તે ખુદ એટલા શિક્ષિત થાય કે પૂરા દેશમાં શિક્ષણની મસાલ જલાવી શકે.
બાબાસાહેબના આ સંઘર્ષમાં રમાબાઈએ તેમના છેલ્લા શ્વાસ સુધી એમનો સાથ આપ્યો.બાબાસાહેબે પણ પોતાના જીવનમાં રમાબાઈના યોગદાનને ખૂબ જ મહત્વપૂર્ણ માન્યો છે.તેમણે પોતાના પુસ્તક 'થોટ્સ ઓન પાકિસ્તા' ને રમાબાઈને સમર્પિત કરતા લખ્યું કે, તેમને મામુલી ભીમા થી ડો.આંબેડકર બનવાનો શ્રેય રમાભાઈને જાય છે.
હરેક પરિસ્થિતિમાં રમાબાઇ બાબાસાહેબને સાથ આપતા રહ્યા.બાબાસાહેબ વર્ષો સુધી પોતાના શિક્ષણ માટે બહાર રહ્યા અને એ સમયમાં લોકોની વાતો સાંભળતાંની સાથે પણ રમાબાઈએ ઘર સંભાળી રાખ્યું, ક્યારેક તેઓ ઘેર ઘેર જઈને ઉપલા વેચતાં,તો ઘણીવાર બીજાના ઘરોમાં કામ કરતા હતા.તેઓ દરેક નાનું મોટું કામ કરી આજીવિકા મેળવતા હતા અને સાથે જ બાબાસાહેબના શિક્ષણના ખર્ચ માટે પણ મદદ કરતા રહ્યા.
જીવનની જદ્દોજહદમાં તેમના અને બાબાસાહેબના પાંચ બાળકોમાંથી માત્ર યશવંત જ જીવિત રહ્યો,પરંતુ તો પણ રમાબાઈએ હિંમત હારી નહીં, બલ્કે તે ખુદ બાબાસાહેબનું મનોબળ વધારતા રહ્યા.બાબાસાહેબના અને આ દેશના લોકોના પ્રત્યે જે સમર્પણ રમાબાઈનું હતું,તેને જોતાં ઘણા લેખકોએ તેમને 'ત્યાગવંતી રમાઈ' નું નામ આપ્યું.
આજે બાબાસાહેબ આંબેડકરની જેમ જ તેમના જીવન પર પણ નાટક ફિલ્મ વગેરે બને છે.તેમના નામ પર દેશની ઘણી સંસ્થાઓના નામ પણ રાખવામાં આવ્યા છે. એમના પર ‘रमाई,’ ‘त्यागवंती रमामाऊली,’ અને ‘प्रिय रामू’ જેવા શિર્ષકોથી પુસ્તકો લખાયા છે.પુરા 29 વર્ષ સુધી બાબાસાહેબનો સાથ નિભાવ્યા પછી 1935માં 27મી મેના દિવસે એક લાંબી બિમારીના કારણે રમાબાઈનું નિધન થઈ ગયું.
એક કહેવત છે કે એક સફળ અને કામિયાબ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને માતો શ્રી રમાભાઇએ આ કહેવતને સાચી સાબિત કરી બતાવી હતી.
- નિશા ડાંગર
સૌજન્ય : ધી બેટર ઇન્ડિયા
Comments
Post a Comment