મેલવિલે ડી મેલો, તેમના ઊંડા બેરીટોન સાથે, ઓલ ઈન્ડિયા રેડિયો (એઆઈઆર) પ્રસારણને કારણે તેમના સમયના લીજેન્ડ હતા. AIR માટે કામ કરતાં, ડી મેલોની ગાંધીજીના અંતિમ સંસ્કારની સાત કલાકની કોમેન્ટ્રી જેઓ તે દિવસે સાંભળી હતી તેમના મનમાં કોતરાઈ ગઈ. તેમના એ દિવસના સંસ્મરણોમાંથી એક ટૂંકોસાર :
“તે અગ્નિસંસ્કારની સવાર હતી. બાપુના દર્શન કરવા હું 6 વાગે બિરલા હાઉસ પહોંચ્યો... ત્યાં મહાન મહાત્મા મૃત્યુશય્યા પર બિરાજમાન હતા, તેમની સુંદર પહોળી છાતી ખુલ્લી હતી. જ્યારે મેં ગોળીઓના ઘા જોયા ત્યારે હું ધ્રૂજી ગયો - નફરત અને ગાંડપણના ઘેરા અપશુકન. અને પછી મેં તેમનો ચહેરો જોયો. એ કેવો અદ્ભુત ચહેરો હતો!
“તે અંતિમ સંસ્કાર દરમિયાન મારી રેડિયો-વાન ધીમે ધીમે ક્વીન્સવેથી રાજઘાટ તરફ જતી હતી. અમારી પાછળ, ધીમે ધીમે ટ્રેલર ખસતું હતું કે જેના પર મહાત્મા ગાંધીનું શરીર હતું, જે લોકોની નજર સામે હતું. શરીરની આસપાસ, આરસની આકૃતિઓ જેવા, પંડિત નેહરુ, સરદાર પટેલ, દેવદાસ ગાંધી, સરદાર બલદેવ સિંહ, આચાર્ય કૃપાલાની અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ઊભા હતા. લાખો લોકો માર્ગ પર લાઇન લગાવે છે-લાખો લોકોએ તેમના પ્રિય ભજનો ગાયા-લાખો લોકોએ તેમના નામની બૂમો પાડી-અને બધા રડ્યા-ક્યાંય મને સૂકી આંખ દેખાઈ નહીં.… શરીર પર ગુલાબની પાંખડીઓ અને માળા વરસાવ્યા.
“અંતિમ સંસ્કાર માટે લોકો પહોંચે તેની પાંચ મિનિટ પહેલાં હું રાજઘાટ પર પહોંચી ગયો હતો… ભીડથી ઉપર જવા માટે હું વાનની છત પર ચડી ગયો હતો.… પછી કૉર્ટેજ આવી પહોંચ્યો, અને લાખો લોકોમાંથી ભારે આક્રંદ ઊઠ્યો જેમણે પોતાને સજ્જડ રીતે જકડી રાખ્યા હતા.… ચંદનના ઢગલામાંથી પ્રથમ જ્વાળાઓ આકાશ તરફ કૂદી પડતાં જ સૂર્ય ઢંકાઈ ગયો.આગળ વધતાં ટોળામાંથી એક મોટો આક્રંદ ઊઠ્યો. જાણે રાજઘાટ પર તોફાન તૂટી પડ્યું હોય.
સૌજન્ય : 'ગાંધી' (પ્રમોદ કપૂર)
Comments
Post a Comment