કવિ પ્રદીપનો જન્મ ૬ ફેબ્રુઆરી ૧૯૧૫ના દિવસે મધ્યપ્રદેશના નાના શહેરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો.તેમનું વાસ્તવિક નામ રામચંદ્ર નારાયણ દ્વિવેદી હતું.તેમને નાનપણથી જ હિન્દી કવિતાઓ લખવામાં રસ હતો.પ્રદીપે ૧૯૩૯માં લખનઉ વિશ્વવિદ્યાલયથી સ્નાતક સુધીનો અભ્યાસ કરવા ઉપરાંત શિક્ષક બનવાનો પ્રયત્ન કર્યો હતો.
સંજોગોવસાત રામચંદ્ર દ્વિવેદી (કવિ પ્રદીપ)ને એક કવિ સંમેલનમાં જવાનો અવસર મળ્યો,જેમના માટે તેમને બોમ્બે આવવું પડ્યું.ત્યાં તેમનો પરિચય બોમ્બે ટોકિઝમાં નોકરી કરનારા એક વ્યક્તિ સાથે થયો.
તેઓ રામચંદ્ર દ્વિવેદીની કવિતા પાઠથી પ્રભાવિત થયા, તો તેમને એમના વિશે હિમાંશુ રાયને વાત કરી,તેના પછી હિમાંશુ રાયે તેમને આમંત્રણ મોકલ્યું.તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે ૨૦૦ રૂપિયા પ્રતિમાસની નોકરી આપી.કવિ પ્રદીપે આ વાત પોતે બીબીસીના એક સાક્ષાત્કારમાં કહી હતી.હિમાંશુ રાયે પ્રસ્તાવ મૂક્યો હતો કે રામચંદ્ર દ્વિવેદી તેમનું નામ બદલી લે,તેમણે કહ્યું કે આ લાંબુ નામ છે.ત્યારથી રામચંદ્ર દ્વિવેદીએ તેમનું નામ પ્રદિપ રાખી લીધું
પ્રદીપ થી કવિ પ્રદીપ બનવા સુધીની કહાણી :
આ પણ એક રોચક વાત છે.એ દિવસોમાં અભિનેતા પ્રદીપકુમાર પણ ઘણા પ્રસિદ્ધ હતા.હવે ફિલ્મ નગરીમાં બે પ્રદીપ થઈ ગયા હતા.એક કવિ અને બીજા અભિનેતા.બંનેના નામ પ્રદિપ હોવાથી ટપાલી એમને ટપાલ આપવામાં ભૂલ કરી દેતો હતો.પત્ર એકબીજાને અદલાબદલી થઈ પહોંચી જતા હતા.મોટી દ્વિધા ઉત્પન્ન થઈ ગઈ હતી.આ દ્વિધાને દુર કરવા માટે હવે પ્રદીપ તેમનું નામ કવિ પ્રદીપ લખવા લાગ્યા હતા.એ પત્રો હવે સાચી જગ્યાએ પહોંચતા હતા.આ વાતની પુષ્ટિ કરતાં માધુરીના પૂર્વ સંપાદક અરવિંદકુમાર કહે છે સ્ટુડિયોમાં બે પ્રદીપ હતા એક અભિનેતા બીજા કવિ.તેમના પત્રો એક બીજામાં વેચાઇ જતા હતા.બસ પ્રદીપજીના નામની પહેલાં કવિ લગાવવામાં આવ્યું.૧૯૪૩માં કિસ્મત ફિલ્મનું ગીત ખૂબ પ્રસિદ્ધ થયું હતું
'આજ હિમાલયથી ચોટી સે ફિર હમને લલકારા હૈ,
દૂર હટો.. દૂર હટો એ દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ.'
પ્રદીપના આ ગીતથી કોણ ભારતવાસી પરિચિત નહીં હોય..!!!
'એ મેરે વતન કે લોગો જરા આંખ મે ભરલો પાની'
આ દેશભક્તિ ગીત કવિ પ્રદીપે રચ્યું હતું.જે ૧૯૬૨ના ચીન આક્રમણ વખતે માર્યા ગયેલા ભારતીય સૈનિકોને સમર્પિત હતું.જ્યારે ૨૬ જાન્યુઆરી ૧૯૬૩ ના દિવસે આ ગીત સ્વર-સમ્રાટી લતા મંગેશકરે ગાયું તો ત્યાં ઉપસ્થિત બધા લોકોની આંખો નમ થઇ ગઇ હતી. ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી સ્વ.પંડિત જવાહરલાલ નેહરુ પણ પોતાને રોકી શક્યા ન હતા અને તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
કવિ પ્રદીપ જેમણે પોતાના લખેલા ડઝનો ગીત ખુદે ગાયા
હિન્દી કવિતા અને હિન્દી સિનેમામાં પણ દેશભક્તિ અને માનવીય મૂલ્યોની અલખ જગાવાળા ગીતકારોમાં કવિ સ્વ.પ્રદીપ ઉર્ફે રામચંદ્ર નારાયણજી દ્વિવેદીનો ખૂબ ઉંચો દરજ્જો રહ્યો છે.તેઓ તેમના સમયમાં હિન્દી કવિતા અને કવિ સંમેલનોનું અજોડ વ્યક્તિત્વ રહ્યું છે.તેમની લોકપ્રિયતાએ સિનેમાના લોકોનું ધ્યાન તેમની તરફ આકર્ષિત કર્યું.સિનેમામાં તેમની ઓળખ ૧૯૪૩માં ફિલ્મ 'કિસ્મત' થી બની,જેનું ગીત 'દૂર હટો એ દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ' થી થઈ.આ ગીતના માટે તત્કાલીન બ્રિટિશ સરકારે તેમની ધરપકડના આદેશ આપ્યા હતા, જેના કારણે પ્રદીપને લાંબા સમય સુધી ભૂગર્ભમાં જવું પડ્યું હતું.
તેના પછીના પાંચ-દસકામાં પ્રદીપે ઈકોતેર(૭૧) ફિલ્મો માટે સેંકડો ગીતો લખ્યા જેમાં કેટલાક ખૂબ જ લોકપ્રિય ગીતો છે. :
- એ મેરે વતન કે લોગો જરા આંખ મે ભરલો પાની
- ચલ રે નૌજવાન
- હમ લાયે હે તુફાન સે કશ્તી નિકાલ કે
- દૂર હટો એ દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ
- સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ
- આઓ બચ્ચો તુમ્હે દિખાએ ઝાંકી હિન્દુસ્તાન કી
- દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન
- બિગુલ બઝ રહા આઝાદી કા
- આજ કે ઇસ ઇન્સાન કો યે ક્યા હો ગયા
- ઉપર ગગન વિશાલ
- ચલો ચલે માં સપનો કે ગાંવ મે
- તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા
- અંધેરે મેં જો બેઠે હૈ જરા ઉન પર નજર ડાલો
- દુસરોં કા દુખડા દૂર કરને વાલે
- ઇન્સાન કા ઇન્સાન સે હો ભાઈચારા યહી પૈગામ હમારા
- સૂરજ રે જલતે રેહના
- મુખડા દેખ લે પ્રાણી જરા દર્પણ મે
- તેરે દ્વાર ખડા ભગવાન
- પિંજરે કે પંછી રે તેરા દર્દ ન જાને કોય
પોતાના અલગ મિજાજ અને અંદાજના કારણે સિનેમામાં તેમણે અલગ મુકામ બનાવ્યું હતું.પોતાના લખેલા ડઝનો ગીત તેમણે ખુદ ગાયા હતા.ગાયકીનો તેમનો અંદાજ પણ સૌથી અલગ હતો.તેમનું લખેલ અને લતાજી દ્વારા ગવાયેલું ગીત 'એ મેરે વતન કે લોગો જરા આંખ મે ભરલો પાની' એ રાષ્ટ્રગીત જેવો રુતબો હાંસલ કર્યો છે. સીનેમામાં અપ્રતિમ યોગદાન માટે ૧૯૯૮માં ભારત સરકારે તેમને સિનેમાનો સર્વોચ્ચ સન્માન 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ' થી નવાજ્યા હતા. અજે સ્વ.પ્રદીપજીની જયંતિ ૬ ફેબ્રુઆરી પર તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ..
દુખની વાત એ છે કે મધુ પાલના લખેલા લેખ "કવિ પ્રદીપના ગીતના પૈસા કોણ લઈ રહ્યું છે?" માં કવિ પ્રદીપની પુત્રી મિતુલ કહે છે કે તેના પિતાને આખી જિંદગી એક અફસોસ રહ્યો હતો.તેણી કહે છે, "પપ્પાએ 'એ મેરે વતન કે લોગોં' ગીત સૈનિકોની વિધવાઓના ઉદ્ધાર માટે દાનમાં આપ્યું હતું, એટલે કે આ ગીત માટે તેમને જે પણ રોયલ્ટી મળશે, તે વિધવાઓને મળશે. કંપનીએ કોઈ જવાબ આપ્યો ન હતો."તેઓ પૂછતા રહ્યા કે તે ગીત દર ૧૫મી ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીએ ગવાય છે, પરંતુ તેની કમાણી તે જવાનોની વિધવાઓ સુધી કેમ પહોંચતી નથી? આ પૈસા કોણ લઈ રહ્યું છે, લડાઈ આજે પણ ચાલુ છે."
સૌજન્ય : વેબ દુનિયા, ધ્રુવ ગુપ્ત (આઈપીએસ), મધુ પાલ
Comments
Post a Comment