આ અલૌકિક પાર્શ્વગાયિકામાં ગાયન પ્રતિભાની ખોજ ગુલામ હૈદરે કરી તથા તેઓ લતાજીને બોમ્બે ટાંકીજ લઈને આવ્યા.ઉસ્તાદ બડે ગુલામ અલી ખાંએ જ્યારે તેમને ગાતાં સાંભળ્યા,તો તેમણે લતાજીને 'ત્રણ મિનિટની જાદુગરણી' કહ્યા.આ પ્રકારે ૧૩ વર્ષની ઉંમરથી આરંભ થયેલ તેમના સંગીતનું સફર આજે પણ આપણા કાનમાં ગુંજી રહ્યું છે.
લતાજીએ હિન્દી,ઉર્દૂ,પંજાબી,બંગાળી,મરાઠી,ગુજરાતી, તમિલ,તેલુગુ,કન્નડ,આસામી,ઉડિયા,નેપાળી,ભોજપુરી, કોંકણી વગેરે ભાષાઓમાં ગીત ગાયા.ભાષા તેમના સંગીતના સફરમાં ક્યારેય બાધા બની નહીં.લતાજીએ પ્રેમિકા, ગૃહિણી, પતિવ્રતા, પરણેલી, અભણ, અલ્હડ,સુસંસ્કૃત,વેશ્યા,વિરહિણી,વીરાંગના,સાધ્વી,માતા,બહેન, બેટી,વિધવા,નોકરાણી,અધ્યાપિકા,રાણી,પટરાણી વગેરે જેવા નારીના બધા હાવભાવ-લાગણીઓને તેમના કંઠથી સજાવ્યા હતા.વિદાય,વિવાહ,સગાઈ,મિલન,જુદાઇ, પ્રથમ મિલન,વિરહ વગેરે બધા અવસરો માટે લતાજીએ મધુર ગીતો ગાયા છે.
તેમણે લગભગ બધા જ વિખ્યાત સંગીત નિર્દેશકોના નિર્દેશનમાં ગીત ગાયા છે તથા કિશોરકુમાર,મુકેશ, મુહમ્મદ રફી,આશા ભોંસલે વગેરે ગાયકો સાથે મળીને ગીત ગાયા છે.શકીલ બદાયુની,કમાલ અમરોહી,નીરજ સુલતાનપુરી જેવા ગીતકારોના ગીતોને સ્વર આપ્યું.તેમને લોકપ્રિય બનાવ્યા.તેમના ગીતો પાકિસ્તાન,નેપાળ, બાંગ્લાદેશ,શ્રીલંકા,અમેરિકા ઇંગ્લેન્ડ તથા અફઘાનિસ્તાન સહિત પુરા વિશ્વમાં ગવાય છે. લતાજીએ બધા ભારતીય પર્વોના અવસર માટે ગીતો ગાયા છે.
લંડનના રોયલ આલ્બર્ટ હોલે તેમના આવાજને કોમ્પ્યુટરની મદદથી તપાસવામાં આવ્યો તથા સંસારમાં સર્વ શ્રેષ્ઠ જાહેર કર્યું.૧૯૭૪માં આ હોલમાં પ્રદર્શન કરનારા તે પહેલા ભારતીય મહિલા હતા.એક સમારોહમાં જ્યારે તેમણે નેહરુજીની સામે 'એ મેરે વતન કે લોગો,જરા આંખ મે ભરલો પાની' ગીત ગાયું, તો નેહરુજીની આંખોમાં આંસુ આવી પડ્યા.તેમણે લતાજીને કહ્યું 'બેટી તે મને રોવડાવી દીધો'.
લતાજીએ વિવાહ કર્યા ન હતા.તેમણે મધુબાલા થી માધુરી દીક્ષિત સુધી ગીતો ગાયા.તેમણે ૫૦,૦૦૦ ઉપરાંત ગીતો ગાયા.તેમને અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા છે તથા સાત ફિલ્મફેર,ચાર નશનલ ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયા છે.તેમની સંગીત સાધના માટે ૧૯૬૫મા તેમને 'પદ્મશ્રી' થી સન્માનિત કરવામાં આવ્યા.૧૯૯૯માં તેમને મહારાષ્ટ્ર ભૂષણ સન્માન પ્રદાન કરવામાં આવ્યું.મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપેલ આ સન્માનમાં પાંચ લાખ રૂપિયા તથા માન-પત્ર આપવામાં આવ્યું હતું. ૧૯૮૮માં તેમને ભારત સરકાર દ્વારા 'પદ્મભૂષણ' થી અલંકૃત કરવામાં આવ્યા તથા માર્ચ ૧૯૯૯માં 'પદ્મ વિભૂષણ' પ્રદાન કરવામાં આવ્યું. આમ તેમને અલગ-અલગ કુલ ૮૧ પુરસ્કારોથી સન્માનિત કરાયા.
લતા મંગેશકરને ૧૯૯૦માં 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ' પ્રદાન કરવામાં આવ્યું.૧૯૯૬માં 'રાજીવ ગાંધી સદભાવના પુરસ્કાર' પ્રદાન કરવામાં આવ્યું.૧૯૯૭માં પશ્ચિમ બંગાળ સરકારે તેમને 'દિશારી' પુરસ્કારથી સન્માનિત કર્યા તથા એ જ વર્ષે તેમને પ્રથમ "આદિત્ય બિરલા કલા શિખર પુરસ્કાર" થી સન્માનિત કરવામાં આવ્યા.
લતા મંગેશકરે તેમના જીવનના સંસ્મરણોને પુસ્તકનું સ્વરૂપ આપ્યું છે જે "फुले वेचिता" (ફુલેવર વીણતાં- વીણતાં) નામથી મરાઠી ભાષામાં પ્રકાશિત છે.આ તેમનું પહેલું પુસ્તક છે.આ પુસ્તક વર્ષ ૧૯૯૭માં વિશેષ ચર્ચિત પુસ્તક રહ્યું.તેમના ગીતોના કીર્તિમાનનું ઉલ્લેખ, "'ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ" માં કરવામાં આવ્યું છે.૨૯ ડિસેમ્બર ૨૦૦૦ ના રોજ તેમના પિતા સ્વ.દિનાનાથ મંગેશકરની જન્મ શતાબ્દી પૂરી થવાના અંતિમ દિવસે ગોવામાં ચતુરંગ ફાઉન્ડેશન તરફથી લતાજીને 'જીવન ગૌરવ' લાઈફ ટાઈમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.આ પુરસ્કાર તેમને તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ પ્રદાન કર્યું હતું.
લતા મંગેશકર પાછલી અડધી શતાબ્દીથી પણ વધુ સમયથી દરેક નાની-મોટી નાયિકાને સ્વર પ્રદાન કરતા રહ્યા.રાજસ્થાની ભાષા સિવાય તેમણે બધી જ પંદર પ્રમુખ ભાષાઓમાં ગીત ગાયા છે.
સરસ્વતીનું સાક્ષાત સ્વરૂપ સ્વર સામગ્રી લત્તા મંગેશકરને સંગીત સાધના માટે ભારત સરકારે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે 'ભારત રત્ન' થી અલંકૃત કર્યા.તે એ વખતે ભારત રત્ન પ્રાપ્ત કરનારા દેશના પાંચમા મહિલા હતા. લતાજી છ વર્ષ સુધી રાજ્યસભાનાં સદસ્ય રહ્યા તથા ૧૬ ફેબ્રુઆરી ૨૦૦૬ ના દિવસે રાજ્યસભામાંથી ની સેવાનિવૃત્ત થયા.
દેશના ખૂણે-ખૂણામાં દરેક આયુ વર્ગ તેમજ ક્ષેત્રના લોકો પર તેમના સુરોનું સમ્મોહનનો જાદુ છવાયેલો છે.જ્યાં સુધી સંગીત પ્રેમી આ દુનિયામાં છે,ત્યાં સુધી તે લતાજીના સંગીત સાધનાનું સન્માન કરતા રહેશે.
આ પ્રકારે લતા મંગેશકર ભારતીય સંગીતમાં એક અનુપમ અનુકરણીય વ્યક્તિત્વ છે,જેમના યોગદાનને અમરતા પ્રાપ્ત થઈ ચૂકી છે. દિવ્ય આત્માને હાર્દિક શ્રદ્ધાંજલિ
સૌજન્ય : भारतीय गौरवशाली महिलाएं (માધવાનંદ સારસ્વત)
Comments
Post a Comment