નમક સત્યાગ્રહ દરમિયાન કસ્તુરબા (જમણી બાજુ) સાથી સમર્થક કમલાદેવી ચટ્ટોપાધ્યાય (મધ્યમાં) સાથે.
દાંડીયાત્રાની તૈયારીઓ કસ્તુરબા (બા) ગાંધી પણ કરી રહ્યા હતા.તેમના કુટુંબની ત્રણ પેઢીઓએ આ કૂચમાં ભાગ લીધો - પતિ,પુત્ર મણિલાલ અને પૌત્ર કાંતિ, જે 19 વર્ષના હતા.તેઓ કૂચના શક્તિશાળી પ્રતીકવાદથી પ્રેરિત હતા, પરંતુ કુદરતી રીતે તેમના પરિવાર માટે ચિંતિત હતા. ગાંધીએ સ્વયંસેવકોને સ્પષ્ટ કરી દીધું હતું કે : “તમારે મરવા માટે તૈયાર રહેવું જોઇએ. બ્રિટીશ બંદૂકોનો ઉપયોગ કરી શકે છે પરંતુ તમારે પાછો હુમલો કરવો નહીં."
બા ૧૨ માર્ચના રોજ સવારે 4 વાગ્યા પહેલાં જાગી ગયા હતા,જે દિવસે કૂચની શરૂઆત થઈ.ઝડપથી પોશાક પહેર્યો. તે દિવસે બા એ ઘણું કરવાનું હતું.પત્રકારો અને ફોટોગ્રાફરોના ટોળાથી પણ વાકેફ હતા જેમણે આશ્રમની બહાર રાતોરાત પડાવ કર્યો હતો. બાએ ત્યાં ચક્કર લગાવ્યા, દરેકને વહેલી પ્રાર્થના માટે જગાડયા, અને યાત્રીઓને તેમની સાથે લઈ જતા ખોરાકની તૈયારીઓની પણ દેખરેખ રાખતા.
જેમ જેમ તેઓ ભેગા થયા,યાત્રીઓની પત્નીઓ,જેમને મૂકીને જઈ રહ્યા હતા,એમનામાં મિશ્રિત લાગણીઓ હતી. સુશીલા, મણીલાલનાં પત્ની,તેમના પતિને અલવિદા કહેતી વખતે આંખો આંસુથી ભરાઈ ગઈ, અને બાને દોડીને બાથ ભીડી લીધી હતી.લગભગ દરેક સ્ત્રી આંસુમાં ડૂબી ગઈ હતી,જેને વિદાય આપી રહ્યા હતા એ પુરુષોનું તેઓ નસીબ જાણતા ન હતા.
ત્યારબાદ બા તેમના જીવનચરિત્રો અનુસાર- તેમના પૌત્ર અરુણ અને તેમની પત્ની સુનંદા - જેમણે ભારતમાં પ્રકાશિત તેમના પુસ્તક, ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ કસ્તુરબા : મહાત્મા ગાંધીના પત્ની :
“‘આપણા માણસો લડવૈયા છે, ’કસ્તુરબાએ જાહેર કર્યું. ‘અમે યોદ્ધાઓ’ પત્નીઓ છીએ. આપણે માણસોને હિંમત આપવી જોઈએ. જો આપણે બહાદુર હોઈશું, તો તેઓ બહાદુર બનશે. ’બા એક લાંબા શબ્દહીન ક્ષણ માટે પતિની આંખોમાં નજર કરી ઊભા રહ્યાં. તેમના ડાબા હાથમાં એક નાનકડી પિત્તળની થાળી હતી, જે ઘી અને સિંદૂરના મિશ્રણથી ભરેલી હતી, જે તેમણે વહેલી સવારે તૈયાર કરી હતી. ધીરે ધીરે, તેણીએ તેમના જમણા હાથની વચલી આંગળીને વાટકીમાં નાંખી, પછી બાપુના કપાળ પર કુમકુમ તિલક કર્યું….
પ્રયાણ થતી મુસાફરી માટે સદનસીબની માંગણી અને તેમના સલામત પરત ફરવા માટે પ્રાર્થના થાય છે.
“બા કાળજીપૂર્વક દરેક યાત્રીને કુમકુમ તિલક કરતાં આગળ વધે છે.જેમ જેમ તેઓ જેની આગળથી પસાર થતા જાય છે, એમ દરેક માણસના ચહેરા પર એક અમૂલ્ય વિદાયની ભેટ મળી હોય એવી લાગણી અનુભવાય છે. "
સાભાર : ગાંધી એક સચિત્ર જીવની - પ્રમોદ કપૂર
Comments
Post a Comment