Skip to main content

જળ એ જ જીવન


ભૂગર્ભ જળને ખુબ વાપર્યો.. આખુ ભૂગર્ભનુ પેટ ફોડી નાંખ્યું..ન જળ સંચય,રિચાર્જ કર્યું.. મફતવું આવ્યું એટલું વાપરે જ રાખ્યું.. ભવિષ્યમાં પાણીની ખુબ જ ભયંકર તંગી ઉભી થવાની છે..વરસાદની પરિસ્થિતિ નજર સમક્ષ જ છે.. કાગડોળે રાહ જોઇ બેઠા છીએ..
નહેરો,ડેમો,સરોવર,તળાવો પર આશા રાખીએ છીએ પરંતુ ક્યારેય એ કેમ વિચારતા નથી કે ભૂગર્ભ જળની શું પરિસ્થિતિ છે છેલ્લા બે દાયકામાં ૨૫% ઉપરાંત ભૂગર્ભ જળ ખતમ થઈ ગયું છે જે ખૂબ જ ગંભીર બાબત છે
ભારત ખેતીપ્રધાન દેશ છે એ તો આપણે સહું સારી રીતે જાણીએ જ છીએ પરંતુ આ ખેતી અને પશુપાલન થકી જે સમૃદ્ધી છે એના પાછળનું મુખ્ય કારણ માત્ર અને માત્ર પાણી છે.પશુઓ જે ઘાસચારો ખાય છે અને દૂધ આપે છે અને દર પંદર દિવસે એનો પગાર કેવો સારો લાગે છે ? એ જ રીતે ખેતીની ઉપજના પૈસા આવે એટલે કેવા સરસ લાગે છે !? પણ ક્યારેય એમ વિચારીએ છીએ કે આના પાછળ રહેલ કારણ “પાણી’ ની કેટલી ચિંતા કરીએ છીએ ? કચ્છ અને રાજસ્થાનની પરિસ્થતિ જોઈએ તો પાણીની વિકટ સમસ્યાને કારણે માઈગ્રેટ થવું પડે છે.પોતાની ટકાઉ ખેતી કે જેના પર આપણો વ્યવસાય કે આજીવિકાના સ્ત્રોત નિર્ભર છે એવા 'પાણી' વિશે હવે તો ખુબ જ ગંભીરતાથી વિચારવું પડશે.સરકાર કહી રહી છે એટલે જળ સંચય કરવું જરૂરી છે એ રીતે નહીં પરંતુ આપણો વ્યવસાય,જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ બધું એના પર નિર્ભર છે.સારા જીવન નિર્વાહ માટે જળ સંચય ખુબ જ જરૂરી છે.
છેલ્લા ૨૫-૩૦ વર્ષના અનુભવો જોઈએ તો પાણીના તળ વર્તમાનમાં ખુબ જ ઊંડા જતા રહ્યા છે.પેહલાના સમયમાં તો કુવાઓમાંથી પાણી લેતા.અત્યારે એ કુવાઓ તો ખાલીખમ છે.હવે તો બોર પણ પેહલા ૪૦૦-૫૦૦ ફૂટે હતા એ પણ ૮૦૦-૧૦૦૦ એ પહોચવા આવ્યા.દર વર્ષે પાણીના લેવલ નીચે જઈ રહ્યા છે.દરેક ગામમાં કમસે કમ ૫૦-૧૦૦-૨૦૦-૫૦૦ વસ્તી પ્રમાણે બોર હોય છે.સરેરાશ આઠ કલાક વીજળી આવતી હોય છે.એક બોર એક કલાકમાં એક લાખ લીટર જેવું પાણી કાઢતું હોય છે.તો એક બોર દિવસનું આઠ લાખ લીટર પાણી કાઢે. દા.ત. એક ગામમાં ૧૦૦ બોર હોય તો દિવસનું આઠ કરોડ લીટર પાણી નીકળે.વર્ષનું ૨,૯૨,૦૦૦૦૦૦૦૦ લીટર થાય.આટલું અબજો લીટર પાણી કાઢીએ છીએ તો એટલું ઉમેરીએ છીએ ખરા !?.
આજથી ૩૫-૪૦ વર્ષ પેહલાં કુવાનું કે ઉપરના તળનું પાણી પીવાતું જેના કારણે પાણીજન્ય રોગો પણ નહીવત થતા,આજે ૫૦ વર્ષની ઉંમર થાય તો હાડકાના દુખાવા,ઘુંટણના દુખાવા,પથરીના કેસો વધુ જોવા મળે છે.ક્યાંક નવજાત બાળકો ખોડ-ખાંપણ વાળા જન્મે છે.આનું કારણ સમજવા જેવું છે,વધુ પાક લેવા માટે યુરીયા રસાયણિક ખાતરનો બેફામ ઉપયોગ.આવી કંપનીઓએ પણ માજા મૂકી છે.વીઘે ચાર-ચાર થેલીઓ નાખતા હોય છે.એ ખાતરના ઝેરી તત્વો જમીનમાં જાય પછી રોગો થવાના જ થવાના !!! પંજાબની કેન્સર ટ્રેન આનું ઉદાહરણ છે.
ખર્ચની દ્રષ્ટીએ જોઈએ તો એક કોલમ પાઈપ ઉતારવાનો ટોટલ ખર્ચો ૧૨૦૦૦ જેવો થાય.સરેરાશ ખર્ચ ખુબ ઉંચો આવતો હોય છે અને રીચાર્જનો ખર્ચ ખુબ જ નીચો આવે છે અને અન્ય આરોગ્યને લગતા ફાયદા તો ખરા જ.આ બાબતે જે પણ ખેડૂતો સંચય માટે તૈય્યાર થતા હોય તો વ્યક્તિગત નહી પરંતુ સામુહિક રીતે તૈય્યાર થઇ માલ સમાન લાવે તો હજી ખર્ચ ઓછો આવવાની શક્યતા છે.તો દરેક ગામ-શહેરમાં જાગૃત નાગરિકો અને નાગરિક સમાજ સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન, વોટરશેડ ડેવલોપમેન્ટ અને જળ સંચય માટે યોગ્ય તૈયારીઓ શરૂ કરી દેવી એ દેશના હિતમાં છે.
--------
Save Water.. Save Earth..
આપણી અસલી બેંક રિઝર્વ બેંક નથી પરંતુ અસલી બેંક તો જમીનના પેટાળમાં રહેલું પાણી છે.જે દિવસે પાણી જ નહીં હોય તો ખેડૂત ન તો પેદા કરી શકશે, ન તો સૌને ભોજન મળશે.આજે આપણે 72% ભૂગર્ભ જળને તો વાપરી નાખ્યું છે કારણ કે આપણે સંવેદનશીલ નથી, સમજદાર નથી. આપણું સૌથી વધારે પાણી સૂર્યને કારણે ઉડી જાય છે, તો તેના માટે તો પાણીને જમીનમાં ઉતારી દેવામાં આવે તો આપણે પાણી ને બચાવી શકીએ છીએ.
રાજેન્દ્ર સિંહે 11800 ચેકડેમ બનાવ્યા, 2,00,000 કુવા રિચાર્જ કર્યા તે પણ કોઇપણ જાતની સરકારની મદદ વગર.સગા સંબંધીઓ દ્વારા પ્રત્યક્ષ અનુભવ દ્વારા પાણીને બચાવવાનું કામ કર્યું.માણસને જેમ તાવ આવે છે તેમ ધરતીને પણ તાવ આવે છે. આપણે સૌ બંધ,તળાવ, ચેકડેમ બનાવી પાણીનો બચાવીશું તો ધરતીનું સ્વાસ્થ્ય સુધરશે.તો જ ધરતી લીલીછમ બનશે. આજે પાણીનો વેપાર થાય છે એટલે કંપનીઓને ફાયદો અને આપણને અન્યાય થાય છે.તેની સામે તેમણે પાંચ વર્ષ પહેલાં દક્ષિણ કોરિયાથી એક યાત્રા શરૂ કરી હતી તે અવિરત ચાલુ છે. ખેડૂતો સમજી લે કે જળ વ્યવસ્થાપન પોતાના હાથમાં નહીં રાખે તો આ ધરતી ઉપર જીવી શકશે નહીં.સરકાર કંપનીઓને પાણીના માલિક બનાવવા માંગે છે તેને આપણે સમજવાની જરૂર છે.તેમણે 36 વર્ષમાં 12 સુકાઈ ગયેલી નદીઓ રાજસ્થાનમાં 9 ,મહારાષ્ટ્રમાં 2 અને કર્ણાટકમાં 1 નદીને પુનર્જીવિત કરવામાં સફળતા હાંસલ કરી છે. તેનું મૂળ કારણ crop પેટર્નને rain પેટર્નની સાથે જોડીને ડિસ્ચાર્જને ઓછું કરી નાખ્યું.પરિણામે પાણી ઉપર આવશે.આપણે રીચાર્જ અને ડિસ્ચાર્જ નું સંતુલન જાળવી રાખવું જોઈએ.તમે જેને જાણો તેને પોતાના અનુભવથી અનુભૂતિમાં પરિવર્તિત કરો તો તેમાંથી ક્રિએટીવિટી,ઇનોવેશન અને ક્રિએશન એક સાથે થાય છે. સૌને પાણીદાર બની રહેવા Water is climate,Climate is Water અંગેની સમજ જરૂરી છે.
પાણીનો માનવ સાથેનો સંબંધ લોહીનો સંબંધ રહ્યો છે. પાણીની બાબતે આપણી પ્રજા ભારે સંવેદનશીલ છે. જ્યાં સુધી આપણે આપણા કુદરતી સ્ત્રોતોને સમજીને સન્માન કરીશું અને યોગ્ય ઉપયોગ કરીશું તો આપણે પાણીની બાબતે સમૃદ્ધ રહી શકીશું.
- રાજેન્દ્ર સિંહ (જળ સખા)
___________________
તળાવના સમૃદ્ધ લોકવારસાનો નાશ કરીને આપણે જળસંચય અભિયાનો ચલાવીએ છીએ
અનુપમ મિશ્રનું ‘આજ ભી ખરે હૈં તાલાબ' પુસ્તક ભારતનાં તળાવો વિશેની સુંદર હાથપોથી જેવું છે: ‘પુરાને તાલાબ કભી સાફ કરવાએ નહીં, ઔર નયેં તો કભી બને હી નહીં. સાદ તાલાબોં મેં નહીં, નયે સમાજકે માથે મેં ભર ગઈ હૈ !’
પર્યાવરણ અને જળસંચયના ગાંધીમાર્ગી અભ્યાસી અનુપમ મિશ્ર (૧૯૪૮-૨૦૧૬) ‘આજ ભી ખરે હૈ તાલાબ' પુસ્તકની શરૂઆતમાં લખે છે : ‘આ સદીના આરંભ સુધી આ દેશમાં કંઈ અગિયારથી બાર લાખ તળાવો આસો મહિનાના પહેલા દિવસથી ભાદરવાના છેલ્લા દિવસ સુધીમાં ભરાઈ જતાં અને પછીના જેઠ મહિના સુધી વરુણ દેવતાની પ્રસાદી વહેંચતાં રહેતાં.' પુસ્તકના છેલ્લા આઠમા પ્રકરણમાં તે કહે છે : ‘ઉપેક્ષા કી આંધી મેં કઈ તાલાબ ફિર ભી ખડે હૈ. દેશ ભર મેં કોઈ આઠ સે દસ લાખ તાલાબ આજ ભી ભર રહે હૈ ઔર વરુણ દેવતા કા પ્રસાદ સુપાત્રોં કે સાથ સાથ કુપાત્રોં મેં ભી બાંટ રહે હૈ.'
આધુનિક શિક્ષણ અને એન્જિનિયરિંગથી બહુ પહેલાં લાખો તળાવો બાંધીને જાળવી જાણનારા સમાજના કુદરત માટેનાં આદર અને માનવજીવન માટેની આસ્થાનું, તેની બુદ્ધિમત્તા અને સહકારનું આ લેખકે આ પુસ્તકમાં ડગલે ને પગલે ગૌરવ કર્યું છે. માટીની મહેક ધરાવતી ભાષામાં લખાયેલા એકેક વાક્યમાં ભારતીય સમાજમાં તળાવ નામની ઘટના વિશેના જ્ઞાન અને લાગણી સમાયેલાં છે. જો કે અંગ્રેજ રાજના સમયથી કહેવાતા ભણેલા શહેરી સમાજને કારણે તળાવ-સંસ્કૃિતની થયેલી ઉપેક્ષા અને બેહાલી પણ અનેક જ્ગ્યાએ વ્યક્ત થાય છે.
લગભગ આખા દેશના તળાવોના અભ્યાસ કરીને ૧૯૯૨માં બહુ જ સહજ-સુંદર ભાષામાં લખેલાં સચિત્ર પુસ્તકમાં અનુપમ મિશ્રએ પોતાનું નામ એક જ વાર અને જલદી ન જડે તેવી રીતે મૂક્યું છે. દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાને પ્રસિદ્ધ કરેલા આ પુસ્તક માટે લેખકે કૉપીરાઇટ રાખ્યા નથી એટલે તે ઘણી સંસ્થાઓએ છાપ્યું છે અને તેની અઢી લાખ નકલો લોકોએ વસાવી છે. તે ફ્રી ડાઉનલોડ થાય છે. તેનો ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં તેમ જ અંગ્રેજી અને ફ્રેન્ચમાં અનુવાદ થયો છે.
‘પાલ કે કિનારે રખા ઇતિહાસ' એવાં પહેલાં પ્રકરણમાં મિશ્રજી એક લોકકથાને આધારે તળાવો બનાવવા પાછળનો સમાજનો હેતુ જણાવે છે : ‘અચ્છે અચ્છે કામ કરતે જાના, તાલાબ બનાતે જાના.' આ દેશે પાંચમી સદીથી ૧,૪૦૦ વર્ષ અગણિત તળાવ બનાવ્યાં. તે બનાવનારા સમાજના બધા વર્ગના અસંખ્ય સ્ત્રી-પુરુષોનાં મનમાં બધી વખતે એમ હતું કે ‘આપણા ભાગે આવેલું પાણીનું દરેક ટીપું એકઠું કરી લેવું અને સંકટ સમયે આસપાસના વિસ્તારમાં એને વહેંચી દેવું. વરુણ દેવતાના પ્રસાદને ગામ પોતાના ખોબામાં ભરી લેતું.' લેખક ભૂતકાળના તળાવના કેટલાક આંકડા પણ આપે છે. મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં પાંચ હજાર તળાવ, મદ્રાસ પ્રેસિડેન્સિમાં ત્રેપન હજાર, મૈસૂર જિલ્લામાં ઓગણચાળીસ હજાર અને દિલ્હીમાં એક તબક્કે સાડા ત્રણસો. રાજસ્થાનમાં તો તળાવ ગણવાને બદલે ગામ ગણીને એને બે કે ત્રણ વડે ગુણવાનું સહેલું પડે !
રાજસ્થાનના જેસલમેર, બાડમેર અને બિકાનેર જિલ્લા દેશના સહુથી વધુ ગરમી અને સૌથી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આવે છે. ત્યાંના તમામ ગામોમાં બારે મહિના પાણી આપનાર તળાવ-વ્યવસ્થા વિશે અનુપમજી ‘મૃગતૃષ્ણા ઝુઠલાતે તાલાબ' પ્રકરણમાં વિસ્તારથી લખે છે. અહીંના લોકો, પાણીની અછતને કુદરતના અભિશાપ તરીકે નહીં પણ એક લીલા ગણીને તેમાં એક કુશળ ખેલાડી તરીકે જોડાયા. ગડસીસર (ગડીસર) તળાવ ૬૬૮ વર્ષ જૂનું છે, પણ જીવે છે. તેને બનાવવામાં રાજાએ લોકો સાથે ખભે ખભા મિલાવ્યા હતા. તેનું પ્રવેશદ્વાર દૂર સિંધ પ્રાંતમાં રહેનારી ટીલો નામની ગણિકાએ બનાવડાવ્યું છે. આજે ગડસીસર(ગડીસર)ના ‘આગૌર' એટલે કે જલાગમ વિસ્તારમાં સેનાના વાયુદળનું વિમાનઘર છે ! બચેલા હિસ્સામાંથી પનિહારીઓ ઉપરાંત ટૅન્કરો પણ ડીઝલ પંપથી પાણી ખેંચીને લઈ જાય છે !
જો કે તળાવોની આવી દુર્દશા વિશે આખું પ્રકરણ પુસ્તકના આખરમાં છે. અંગ્રેજોએ આવીને તેમની માન્યતા મુજબ આ દેશમાંના જ્ઞાનને દસ્તાવેજોમાં શોધવાની કોશિશ કરી જેની કોઈ પદ્ધતિ આપણે ત્યાં ન હતી. એટલે તેમણે માની લીધું કે જ્ઞાન છે જ નહીં. એમણે એમની પદ્ધતિએ પાણીનું કામ શરૂ કર્યું. તળાવ બનાવનારા ‘અભ્યસ્ત હાથ' હવે ‘અકુશળ કારીગર' બન્યા, ગુણીજન હવે તાલીમ વિનાના અણઘડ માણસો લાગવા માંડ્યા. તળાવોની વ્યવસ્થા કોઠાસૂઝવાળા ગામલોકો પાસેથી અંગ્રેજ સરકારના હાથમાં જતી રહી. મૈસૂર રાજ્યનાં ૩૯,૦૦૦ તળાવોની અંગ્રેજોએ કરેલી દુર્દશા અનેક કિસ્સાઓમાંથી એક છે.
આપણને આઝાદી અપાવનારાઓએ નાશ પામતી તળાવસમૃદ્ધિ તરફ ધ્યાન જ ન આપ્યું. કસબા અને શહેરો, પી.ડ્બ્લ્યુ.ડી. અને વૉટર વર્ક્સ, પાઈપલાઇન અને નળ આવ્યા. ઇન્દોરનાં જે બિલાવલી તળાવનાં પાણીમાં ફ્લાઇન્ગ ક્લબનું વિમાન પડ્યું તેનો કાટમાળ શોધવામાં તકલીફ પડી હતી, તે ‘એક સૂકું મેદાન બન્યું'. તેની નજીક આવેલાં દેવાસમાં એક જમાનામાં સંખ્યાબંધ તળાવ હતા, જેની પર એટલું બધું બાંધકામ થયું કે ૧૯૯૦ ના એપ્રિલમાં અહીં રેલવેથી પાણી લાવવું પડ્યું. લાખા વણઝારાએ છસોએક વર્ષ પહેલાં મધ્ય પ્રદેશમાં બંધાવેલાં સાગર તળાવ પર ચાર શિક્ષણ સંસ્થાઓ બની, અગિયાર સંશોધન ગ્રંથો લખાયા, અને તળાવની મુશ્કેલીઓ વધી જ રહી છે ! આ બધા વચ્ચે આજે આઠ-દસ લાખ તળાવ ઊભાં છે. મિશ્રજી લખે છે : ‘કઈ તરફ સે તૂટે સમાજમેં તાલાબોં કી સ્મૃિત અભી ભી શેષ હૈ.'
જો કે આપણી સ્મૃિતમાંથી ભૂંસાઈ ગયા છે તળાવ બનાવનારા લોકો : ‘સૈંકડોં, હજારો તાલાબ શૂન્ય મેં સે પ્રકટ નહીં હુએ થે. લેકીન ઉન્હેં બનાનેવાલે લોગ આજ શૂન્ય બના દિએ ગએ હૈ.' એમના વિશે અનુપમજી તેમના વિશે ‘સંસાર સાગર કે નાયક' નામનું આખું પ્રકરણ લખે છે. તેમાં તેઓ તળાવો બનાવનારા અનેક રાજ્યોના એંશીથી વધુ સમૂદાયોની તેમના કામ સાથે નોંધ લે છે.તેમાં સલાટ, ભીલ, ગોંડ, માળી, કોળી, સંથાલ, મુસહર જેવા થોડાક પરિચિત શબ્દો મળે; જ્યારે ગજધર, સિરભાવ, થવઈ, પથરોટ, બુલઈ, મુરહા, ડાંઢી જેવા સાવ અજાણ્યા હોય. જસમા ઓડણ તે ‘ઓડ' સમૂહની અને લાખાજીતે વણજારા કોમ. બધાંનો માટી સાથેનો પાકો નાતો લેખક હૃદયસ્પર્શી રીતે સમજાવે છે. ‘સહસ્રનામ' પ્રકરણમાં લેખક તળાવ માટેનાં નેવું જેટલાં શબ્દો તેના પ્રદેશ અને વ્યુત્પત્તિ મૂજબ સમજાવે છે.
‘નીંવ સે શિખર તક' અને ‘સાગર કે આગર' પ્રકરણો અનુક્રમે તળાવ બનાવવાની રીત અને તળાવના જુદા જુદા અંગો વિશેનાં છે. આવાં ટેકનિકલ પાસાં પર અનુપમજીએ લખ્યું છે તેટલી વાચનીય રીતે ભાગ્યે જ વાંચવા મળે. ‘સાફ માથે કા સમાજ' નામનું પ્રકરણ તળાવોની ચોખ્ખાઈ અને જાળવણી માટે રચાયેલી આખી એક શાણપણભરી સિસ્ટમનું વિવરણ કરે છે. તેમાં તળાવને કાંઠે મોટાં ઝાડ ઊગાડવાનું અને તળાવમાંથી ‘સાદ' એટલે કે ‘ગારો' કાઢીને તેનો ઉપયોગી રીતે નિકાલ કરવાનું બહુ મહત્ત્વનું હતું. ‘સાફ માથાનો એ વખતનો સમાજ સાદને સમસ્યા નહીં પ્રસાદ ગણતો'. આજે આપણે તળાવ સાફ કરવાની ઝુંબેશો હાથ ધરી રહ્યા છીએ. અનુપમ મિશ્ર લખે છે : ‘પુરાને તાલાબ કભી સાફ કરવાએ નહીં, ઔર નએં તો કભી બને હી નહીં. સાદ તાલાબોં મેં નહીં, નએ સમાજકે માથે મેં ભર ગઈ હૈ !'
સંજય શ્રીપદ ભાવે
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય” 25 મે 2018
__________________
નિતી આયોગ ૨૦૧૯ :
- 2020 સુધી ભારતના 21 મોટા શહેરોમાં ભૂગર્ભજળ ખતમ થઈ જશે જેમકે બેંગ્લોર,હૈદરાબાદ,ચેન્નઈ અને અન્ય મોટા શહેરો,મતલબ 18 મહિના જ બાકી છે.
- ૨૦૩૦ સુધી ૪૦% ભારતની વસ્તી માટે પીવાનું પાણી નહીં મળે.
યુ. એન. :
2,027 સુધી યુનાઇટેડ નેશન અનુસાર ભારતની વસ્તી ચીનને પાછળ મૂકી દેશે મતલબ આપણે નંબર વન પર હોઈશું.
- ૨૦૩૦ સુધી ભારતની પાણીની માંગ બે ગણી થઈ જશે.
- વર્લ્ડ બેન્ક અનુસાર પાણીની અછતના કારણે ભારતની જીડીપીને ૨૦૫૦ સુધી ૬% નું નુકસાન થશે.
(સરકારનું સપનું છે કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરી દઈશું પણ શું આવી પરિસ્થિતિમાં એ શક્ય છે !?)
- 2022 સુધી ખેડૂતોની બમણી આવક કરવા માટે 60 અરબ ડોલર કૃષિ પેદાશો નિર્યાત કરી શકાશે!!?
નીતિ આયોગના 2018 રિપોર્ટ પ્રમાણે :
- ઇતિહાસમાં આટલી બધી પાણીની વિકટ સમસ્યા ભારતે ક્યારેય ભોગવી નથી.
- 60 કરોડ લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત છે.
- દર વર્ષે સ્વચ્છ પાણીના અભાવે બે લાખ લોકોના મૃત્યુ થાય છે.
- 2017 માં વર્ષમાં મહારાષ્ટ્રમાં ૧૨ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...