ઉત્તર પ્રદેશ વિધાનસભાના સૌથી વૃદ્ધ ધારાસભ્ય 85 વર્ષીય આલમબદી આઝમી, સમાજવાદી પાર્ટી (SP)ની ટિકિટ પર આઝમગઢ જિલ્લાની તેમની નિઝામાબાદ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે.
ચૂંટણીઓમાં નેતાઓ પાણીની જેમ પૈસા ખર્ચે છે, જ્યારે એક ધારાસભ્ય એવા છે કે જેઓ પોતાના પોસ્ટર બેનર પણ છપાતા નથી. આલમ બદીએ ધારાસભ્ય રહેતાં મંત્રી પદને પણ ફગાવી દીધેલ. તેઓ પ્રચાર માટે કામદારો રાખતા નથી, તેઓ પગપાળા પ્રચાર કરે છે. તેઓ માને છે કે રાજકારણમાં જોડાવું એ જનતાની સેવા છે, મૌજ-મજાનું સાધન નથી.
નિઝામાબાદ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આલમ બદીએ 2017માં એક ઈંટર્વ્યુંમાં કહ્યું હતું કે હું જે રૂમમાં રહું છું ત્યાં જ રહીશ. હું લાલ બત્તી નહીં લઉં. જ્યારે મને પદની ઓફર મળી ત્યારે મેં કહ્યું હતું કે હું મંત્રી બન્યા પછી જે રીતે જીવીશ તેનાથી અન્ય મંત્રીઓને ઘણી મુશ્કેલીઓ થશે, જેથી મંત્રીપદ ઠુકરાવી દીધું હતું.
ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલા આલમ બદી પાસે કામદારોનું ટોળું નથી. ન તો ફેસબુક પર કે ન તો ટ્વિટર પર. ચૂંટણી હોય કે ન હોય તેઓ સવારથી સાંજ સુધી લોકોની વચ્ચે રહે છે. મોટાભાગે પગપાળા ચાલે છે. ખર્ચનો હિસાબ રાખે છે. આલમ તેમના ઘરે આવનારને દૂધ વગરની ચા આપે છે. છ પુત્રો છે પણ પિતાની ધારાસભામાંથી કોઈને ફાયદો નથી.
આલમબદી 1996 થી આઝમગઢની નિઝામાબાદ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને ચાર વખત જીત્યા (2007 ને બાદ કરતાં).
Comments
Post a Comment