Skip to main content

મૌલાના હબીબ ઉર રહેમાન લુધિયાનવી, કેપ્ટન અબ્બાસ અલી, આસફ અલી અને નસીમ ચંગેજી

ભગતસિંહ સાથે ઘણા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા, જેમના નામથી કદાચ દરેક પરિચિત હશે, પરંતુ મૌલાના હબીબ ઉર રહેમાન લુધિયાનવી, કેપ્ટન અબ્બાસ અલી, આસફ અલી અને નસીમ ચંગેજી વિશે અને ભગતસિંહના જીવનમાં તેમની શું ભૂમિકા હતી તેના વિશે પણ આજના યુવાનોએ વાંચવું અને જાણવું જોઈએ.

હબીબ ઉર રહેમાન લુધિયાનવી :
------------------------
મૌલાના હબીબ ઉર રહેમાન લુધિયાનવી, જેમણે ભગતસિંહના પરિવારના સભ્યોને મુશ્કેલ સમયમાં આશ્રય આપ્યો હતો.
3 જુલાઈ, 1892ના રોજ પંજાબના લુધિયાણામાં જન્મેલા રઈસ-ઉલ-અહરાર મૌલાના હબીબ-ઉર-રહેમાન લુધિયાનવી, ભારતની આઝાદીના ઉત્સાહી નેતા, 'ઈસ્લામ ખતરામાં છે' ના નારા પાછળ છુપાયેલા સ્વાર્થને ઉજાગર કર્યો હતો. તેઓ લુધિયાણાના પ્રખ્યાત મુજાહિદ-એ-આઝાદી મૌલાના શાહ અબ્દુલ કાદિર લુધિયાનવીના પૌત્ર, જેમણે 1857માં અંગ્રેજો સામે ફતવો આપ્યો હતો.


ભગતસિંહે 1929 માં સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા પછી, લોકો બ્રિટિશ દમનથી ડરતા હોવાથી તેમના પરિવારના સભ્યોને આશ્રય આપવા માટે કોઈ આગળ ન આવ્યું. ત્યારે મૌલાના હબીબ ઉર રહેમાન લુધિયાનવીએ ભગતસિંહના પરિવારના સભ્યોને એક મહિના માટે આશ્રય આપ્યો. આ સાથે તેમણે પોતાના ઘરે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પણ મહેમાન નવાઝી કરી હતી.
મૌલાના હબીબ ઉર રહેમાન લુધિયાનવી સાહેબની એક જૂની વાત તાજેતરના સમયમાં બંધબેસે છે: 1929 માં, જ્યારે બ્રિટિશ અધિકારીઓએ લુધિયાણાના ઘાસ મંડી ચોક ખાતે હિંદુઓ અને મુસ્લિમો માટે અલગ-અલગ પાણીના વાસણોનો ઉપયોગ કર્યો, ત્યારે તે હિંદુઓ, મુસ્લિમો અને શીખ કાર્યકરોની મદદથી, મૌલાનાએ તેને સમાપ્ત કર્યું, અને 'સબકા પાની એક હૈ' લખી બેનર જેવું લગાવ્યું,જેના માટે તેમને જેલમાં મોકલવામાં આવ્યા. તેમણે 1931માં લગભગ ત્રણસો બ્રિટિશ અધિકારીઓ અને પોલીસની હાજરીમાં શાહી જામા મસ્જિદ પાસે ભારતીય ધ્વજ ફરકાવ્યો, જેના માટે તેમની ધરપકડ કરવામાં આવી.
મૌલાના હબીબ-ઉર-રહેમાન લુધિયાનવીએ ભારતની આઝાદી માટે શિમલા, મૈનવાલી, ધર્મશાલા, મુલતાન, લુધિયાણા સહિત દેશની વિવિધ જેલોમાં લગભગ 14 વર્ષ વિતાવ્યા.
બેરિસ્ટર આસફ અલી - સરદાર ભગતસિંહના વકીલ :
-----------------------------------------
આસફ અલી સ્વતંત્રતા સંગ્રામના નેતાઓમાંના એક હતા. ગાંધીજી સાથે ખૂબ જ નજીકના સંબંધ હતા, તેમના કહેવા પર દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા અને જીત્યા.



બેરિસ્ટર આસફ અલી સરદાર ભગત સિંહના કેસ સહિત અનેક સ્વતંત્રતા સેનાનીઓના કેસ લડ્યા હતા.
લાલ કિલ્લા ટ્રાયલ તરીકે ઓળખાતો આ પ્રખ્યાત મુકદ્દમો, જેમાં મેજર જનરલ શાહનવાઝ હુસૈન, કર્નલ ગુરુ બખ્શ સિંહ ધિલ્લોન અને આઝાદ હિંદ ફોજના કર્નલ પ્રેમ સેહગલ પર મુકદ્દમો ચાલ્યો હતો. બચાવ પક્ષ વતી સર તેજ બહાદુર સપ્રુના નેતૃત્વમાં વકીલોની એક ટીમ બનાવવામાં આવી હતી જેમાં પંડિત જવાહરલાલ નેહરુ અને બેરિસ્ટર આસફ અલી સભ્ય હતા.
આ ઉપરાંત, કરાચી કોર્ટ ટ્રાયલમાં જે કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ પ્રખ્યાત કેસ હતો, તેમાં પણ બેરિસ્ટર આસફ અલી બચાવ પક્ષના વકીલ હતા.
આમ જ્યારે અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દરરોજ જેલમાં જતા હતા, ત્યારે આસફ અલી આગળ આવ્યા અને તેમને બહાર કાઢવા માટે તેમની કાનૂની લડાઈઓ લડી.
જવાહરલાલ નેહરુની આગેવાની હેઠળની સર્વપક્ષીય સરકારમાં બેરિસ્ટર આસફ અલીને 1946માં રેલવે અને પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા હતા.
આઝાદી પછી, તેમને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં ભારતના પ્રથમ રાજદૂત બનાવવામાં આવ્યા અને અમેરિકા સિવાય અન્ય ઘણા દેશોમાં ભારતીય રાજદૂત તરીકે કામ કર્યું.
કેપ્ટન અબ્બાસ અલી :
---------------------------
આઝાદ હિંદ ફોજના કેપ્ટન અબ્બાસ અલી બાળપણથી જ ભગતસિંહની ક્રાંતિકારી વિચારધારાથી ખૂબ પ્રભાવિત હતા. ભગતસિંહના પ્રભાવ હેઠળ જ અલી હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે ભગતસિંહ દ્વારા રચાયેલી નૌજવાન ભારત સભામાં જોડાયા હતા.આ પછી અલીના ઘણા મિત્રો પણ નૌજવાન ભારત સભામાં જોડાયા. આ પછી તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણવા ગયા જ્યાં તેમની મુલાકાત કુંવર અશરફ મુહમ્મદ સાથે થઈ. આ સાથે અલી ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશનમાં જોડાઈ ગયા. પછી, વર્ષ 1939 માં, અલી બ્રિટિશ આર્મીમાં જોડાયા અને બીજા વિશ્વ યુદ્ધમાં, સંયુક્ત ભારતની સાથે, તે દક્ષિણપૂર્વ એશિયાના ઘણા સ્થળોએ પણ પોસ્ટ કરવામાં આવ્યા.



એમના જ પત્રનો એક અંશ :
પ્રિય મિત્રો!
બાળપણથી જ હું ક્રાંતિકારી વિચારધારા સાથે જોડાયેલો છું. 1931માં જ્યારે હું પાંચમી જમાતનો વિદ્યાર્થી હતો ત્યારે 23 માર્ચે બ્રિટિશ સરકારે શહીદ આઝમ ભગતસિંહને લાહોરમાં ફાંસી આપી હતી. સરદારની ફાંસીના ત્રીજા દિવસે મારા શહેર ખુર્જામાં તેના વિરોધમાં એક સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મેં પણ ભાગ લીધો હતો. અમે ગાતા હતા બા-આવાઝે બુલંદ…
भगत सिंह तुम्हें फिर से आना पड़ेगा
हुकूमत को जलवा दिखाना पड़ेगा
ऐ .दरिया -ए -गंगा तू खामोश हो जा
ऐ दरिया-ए-सतलज तू स्याहपोश हो जा
भगत सिंह तुम्हें फिर भी आना पड़ेगा
हुकूमत को जलवा दिखाना पड़ेगा ……….
નસીમ મીર્ઝા ચંગેજી :
---------------------------
જ્યારે ભગતસિંહ સંસદમાં બોમ્બ ધડાકો કરવા દિલ્હી આવ્યા ત્યારે ક્રાંતિકારી નસીમ મિર્ઝા ચંગેઝીએ તેમને પોતાના ઘરમાં રાખ્યા હતા અને અંગ્રેજોની નજરથી પણ બચાવ્યા હતા.
ભગતસિંહ તેમની સાથે બ્રાહ્મણ બનીને રહેતા હતા. ભગતસિંહના ભોજનનું સંચાલન ચંગેજીના જ પાડોશમાં રહેતા એક વેપારીના ઘરેથી થતું હતું.
રોજ ભગતસિંહ સંસદના જુદા જુદા માર્ગો જોતા અને ક્યારે અને કેવી રીતે વિસ્ફોટ કરવો તેની તૈયારી કરતા.
ભગત સિંહનું વર્ણન કરતાં ચંગેજી કહે છે કે તેમણે બીજા ઘણા ક્રાંતિકારીઓને જોયા અને તેમની સાથે કામ પણ કર્યું, પરંતુ દેશની આઝાદી માટે જે જુસ્સો ભગતમાં હતો તે કોઈનામાં નહોતો જોયો.


થોડા દિવસો સુધી સતત તૈયારી કર્યા બાદ ભગતસિંહે ચંગેજીને કહ્યું કે તેમને સંસદમાં પ્રવેશવાનો રસ્તો મળી ગયો છે અને તે ટૂંક સમયમાં જ ત્યાં વિસ્ફોટ કરશે.
સાથે જ ભગતે એમ પણ કહ્યું કે તેમનો ઈરાદો કોઈનો જીવ લેવાનો નથી, તેથી તે માત્ર વિસ્ફોટ કરશે, પરંતુ તેનાથી કોઈ મૃત્યુ પામશે નહીં.
ભગતસિંહે બટુકેશ્વર દત્ત સાથે મળીને સંસદમાં બોમ્બ ફેંક્યો. ભગતસિંહને યાદ કરીને ચંગેજીની આંખો આંસુઓથી ભરાઈ આવે છે, તેઓ કહે છે કે આઝાદ ભારતનું સપનું જે ભગતસિંહે જોયું હતું તે આજે પણ પૂરું થયું નથી.
આજે પણ ઘણી સમસ્યાઓ એવી જ છે જેવી આઝાદી પહેલા હતી. આઝાદી પહેલા દેશને જેટલી જરૂર હતી તેનાથી વધુ ભગતસિંહની જરૂરિયાત આજના સમયમાં છે.
ભગતસિંહ ઈચ્છતા હતા કે દેશના તમામ લોકો જાતિ, ધર્મના ભેદભાવથી ઉપર ઊઠીને એકસાથે સાથે રહે. તેમનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે બધા સાથે મળીને આ દિશામાં કામ કરીશું.
સૌજન્ય : હેરિટેજ ટાઇમ્સ,ખુર્શીદ એહમદ,યોગેશ પરીક(યંગીસ્તાન), આઈનેક્સ્ટ લાઈવ

Comments

Popular posts from this blog

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવી રહ

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને