જ્યારે, ગદર પાર્ટીના સ્થાપક લાલા હરદયાળના કહેવા પર, અલ્લામા ઈકબાલે તરન્નુમમાં "સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા" નું પઠન કર્યું.
અલ્લામા ઇકબાલ (મધ્યમાં, નીચેની પંક્તિ) 1910માં સરકારી કોલેજ, લાહોરમાં તેમના વિદ્યાર્થીઓ અને સાથીદારો સાથે.
આ તસવીર 1910ની છે, જેમાં તમે અલ્લામા ઈકબાલને સરકારી કોલેજ લાહોરમાં તેમના સાથીદારો અને શાગીર્દો સાથે જોઈ શકો છો! આ તે સ્થાન છે જ્યાં ગદર પાર્ટીના સ્થાપક અને પ્રિય શિષ્ય લાલા હરદયાળના કહેવાથી ઇકબાલે તરન્નુમમાં તેમની પ્રખ્યાત રચના “સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા”નું પ્રથમવાર પઠન કર્યું હતું.
બન્યું એવું કે નાનપણથી જ ધાર્મિક પરિવારમાં ઉછરેલા લાલા હરદયાળને ભારતની ધરતીમાંથી નીકળેલા દરેક ધર્મ, સંપ્રદાય અને દંતકથાઓમાં ખૂબ જ આસ્થા હતી. તેમને ભારતીય પરંપરાઓ પ્રત્યે ખૂબ લગાવ હતો. કેમ્બ્રિજ મિશન સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી, તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાંથી સંસ્કૃતમાં સ્નાતક થયા. અને આ પછી પંજાબ યુનિવર્સિટી, લાહોરમાંથી સંસ્કૃતમાં M.A. કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, અલ્લામા ઇકબાલ ગવર્નમેન્ટ કોલેજ લાહોરમાં પ્રોફેસર હતા, જેઓ ત્યાં ફિલોસોફી ભણાવતા હતા.
18 માર્ચ 1987ના રોજ, ઈન્ડિયન પોસ્ટે બહાર પાડેલ સ્ટેમ્પ
તે દિવસોમાં, યુવાનોના આનંદ અને મનોરંજન માટે લાહોરમાં માત્ર એક જ ક્લબ હતી, જેનું નામ હતું "યંગ્સમેન ક્રિશ્ચિયન એસોસિએશન" જે 'વાય.એમ.સી.એ' તરીકે પણ જાણીતું હતું; જ્યાં સામાન્ય રીતે બૌદ્ધિકો સમય પસાર કરવા જતા હતા. લાલા હરદયાળનને ક્લબના સેક્રેટરી સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો. વાત હિન્દુસ્તાનના સન્માનની હતી; લાલાજીએ કઈ પણ આજુબાજુ જોયું કે વિચાર્યું નહીં, તરત જ "YMCA" ની સમાંતર "YMIA" એટલે કે 'યંગ્સમેન ઈન્ડિયા એસોસિએશન' ની સ્થાપના કરી નાંખી.
જ્યારે લાલાજીએ તેમના પ્રોફેસર ઈકબાલને આખો મામલો સંભળાવ્યો અને તેમને એસોસિએશનના ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા કરવા કહ્યું, ત્યારે તેઓ તરત જ સંમત થયા. આ સમારોહમાં ઇકબાલે તરન્નુમમાં તેમની પ્રખ્યાત રચના “સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા”નું પઠન કર્યું હતું. આ કદાચ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ સમારોહના અધ્યક્ષે તેમના અધ્યક્ષીય ભાષણની જગ્યાએ કોઈ ગીત ગાયું હોય. ટૂંકી પરંતુ જુસ્સાદાર રચનાએ શ્રોતાઓ પર એટલી ઊંડી અસર કરી કે ઇકબાલે સમારંભની શરૂઆતમાં અને અંતમાં ફરીથી ગીત સંભળાવવું પડ્યું.
सारे जहाँ से अच्छा हिन्दोसिताँ हमारा
हम बुलबुलें हैं इसकी यह गुलसिताँ हमारा
ग़ुर्बत में हों अगर हम, रहता है दिल वतन में
समझो वहीं हमें भी दिल हो जहाँ हमारा
परबत वह सबसे ऊँचा, हम्साया आसमाँ का
वह संतरी हमारा, वह पासबाँ हमारा
गोदी में खेलती हैं इसकी हज़ारों नदियाँ
गुल्शन है जिनके दम से रश्क-ए-जनाँ हमारा
ऐ आब-ए-रूद-ए-गंगा! वह दिन हैं याद तुझको?
उतरा तिरे किनारे जब कारवाँ हमारा
मज़हब नहीं सिखाता आपस में बैर रखना
हिंदी हैं हम, वतन है हिन्दोसिताँ हमारा
यूनान-ओ-मिस्र-ओ-रूमा सब मिट गए जहाँ से
अब तक मगर है बाक़ी नाम-ओ-निशाँ हमारा
कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी
सदियों रहा है दुश्मन दौर-ए-ज़माँ हमारा
इक़बाल! कोई महरम अपना नहीं जहाँ में
मालूम क्या किसी को दर्द-ए-निहाँ हमारा!
આ રચના સૌપ્રથમ 16 ઓગસ્ટ 1904ના રોજ મૌલાના શરારના સાપ્તાહિક મેગેઝિન "ઇત્તેહાદ" માં આ ટિપ્પણી સાથે પ્રકાશિત કરવામાં આવ્યું હતું , "એક ક્લબની સ્થાપના કરવામાં આવી છે, જેનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય ભારતના તમામ સમુદાયો વચ્ચે સંવાદિતાને પ્રોત્સાહન આપવાનું છે જેથી બધા લોકો સર્વસંમતિ સાથે દેશના વિકાસ અને કલ્યાણ પ્રત્યે આકર્ષાય.આ સમારોહમાં પંજાબના સુપ્રસિદ્ધ અને નરમ મનના કવિ શેખ મુહમ્મદ ઈકબાલે એક ટૂંકી અને જુસ્સાદાર કવિતાનું પઠન કર્યું હતું, જે રચનાએ શ્રોતાઓના દિલ જીતી લીધા હતા અને બધાની વિનંતી પર સમારંભની શરૂઆતમાં અને અંતમાં ફરીથી તેનું પઠન પણ કરવામાં આવ્યું હતું. આ કવિતા એકતાના હેતુમાં સફળ રહી હોવાથી, અમે અમારા જૂના મિત્ર અને મૌલવી મુહમ્મદ ઇકબાલનો આભાર માનીને તેને 'ઇત્તેહાદ'માં પ્રકાશિત કરી રહ્યા છીએ...”
15 ઓગસ્ટ, 1947 ના રોજ, જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે ઇકબાલનું ગીત “સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા” મધ્યરાત્રિના બરાબર 12 વાગ્યે સમૂહમાં ગવાયું હતું. સ્વતંત્રતાની 25મી વર્ષગાંઠ પર, માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેની ધૂન તૈયાર કરી. સિતારવાદક પંડિત રવિશંકર દ્વારા 1950ના દાયકામાં તેને સુર-બદ્ધ કરવામાં આવ્યું. જ્યારે ઈન્દિરા ગાંધીએ ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માને પૂછ્યું કે અવકાશમાંથી ભારત કેવું દેખાય છે, ત્યારે શર્માએ આ ગીતની પ્રથમ પંક્તિ કહી હતી.
અલ્લામા ઈકબાલનું 21 એપ્રિલ 1938ના રોજ અવસાન થયું. તેમના મૃત્યુ પછી દિલ્હીના ‘જૌહર’ પત્રિકાના ઈકબાલ વિશેષ અંકમાં ‘મહાત્મા ગાંધી’નો એક લેખ પ્રકાશિત થયો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે, ડૉ. ઈકબાલ મર્હુમ વિશે શું લખું, પણ હું એટલું કહી શકું છું કે જ્યારે તેમની પ્રખ્યાત નઝ્મ મેં "હિન્દુસ્તાં હમારા" વાંચી તો મારું હૃદય ભરાઈ આવ્યું અને આ ગીત મેં પુણેની જેલમાં સેંકડો વાર ગાયું હશે.
સૌજન્ય : હેરિટેજ ટાઇમ્સ
Comments
Post a Comment