सबसे खतरनाक वह दिशा होती है
जिसमें आत्मा का सूरज डूब जाए
और उसकी मुर्दा धूप का टुकड़ा
आपके जिस्म के पूरब में चुभ जाए
हम लड़ेंगे साथी, उदास मौसम के लिए
हम लड़ेंगे साथी, ग़ुलाम इच्छाओं के लिए
23 માર્ચ 1988 ના દિવસે જ્યારે ખાલિસ્તાની આતંકવાદીઓએ યુવા તેમજ ક્રાંતિકારી કવિ પાશની કાયરતાપૂર્ણ હત્યા દ્વારા પાશનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ખાલીસ્તાનીઓને એ વાતનું ગુમાન ન હતું કે આ હત્યા તેને સૌથી વધુ નુકસાન કરવા વાળી હતી.હત્યાની પહેલાં જો પાશનો અવાજ તેની કવિતા તેમજ અન્ય લેખનોના માધ્યમથી પંજાબ યા પંજાબી ભાષી સમાજ સુધી સીમિત હતી,તો હત્યાના થોડાક મહિનાઓની અંદર પાશની અવાજ સમગ્ર દેશમાં તેમના કાવ્યના માધ્યમથી ફેલાઈ ગઈ અને આ અવાજ એટલો સશક્ત સાબિત થયો કે 1989માં હિન્દીમાં તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ 'બીચ કા રસ્તા નહિ હોતા' ના પ્રકાશનથી મળેલી હિન્દી પાઠકોમાં તેમની લોકપ્રિયતા ન માત્ર અત્યાર સુધી બરકરાર છે,બલ્કે આ લોકપ્રિયતા ખૂબ જ વધી છે તથા પાશની હિન્દી પાઠકો દ્વારા પંજાબી ભાષી કવિથી પણ વધુ હિન્દી ભાષાના પોતાના કવિના રૂપમાં અપનાવ્યા છે તેમજ તેમની કવિતાને નિરાલા,મુક્તિ બોધ,નાગાર્જુન તેમજ ધૂમિલ વગેરેની પરંપરામાં સ્થિત કરવામાં આવી છે.'બીચ કા રસ્તા નહિ હોતા' ની ઉપરાંત પાશની કવિતાના હિન્દીમાં છપાયેલા અન્ય સંસ્કરણોને પણ સ્વીકૃતિ મળેલી છે.
1993 માં હિન્દીમાં પાશનું બીજું કાવ્ય સંસ્કરણ 'સમય ઓ ભાઈ સમય' ના પ્રકાશનથી લગભગ પૂરું પાશ કાવ્ય હિન્દી પાઠકો સુધી પહોંચી ગયું હતું,પરંતુ પાશની સમગ્ર કવિતાનો બીંબ બની શક્યો ન હતો.આ વચ્ચે પાશની થોડીક અન્ય કવિતાઓ પણ સામે આવી ગઈ તેમજ 'પાશ મેમોરિયલ આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટે' પણ પંજાબીમાં 'સંપૂર્ણ પાશ કાવ્ય' વર્ષ 2000માં પ્રકાશિત કરી દીધું. હિન્દીમાં પાશની પંજાબી લોક પરંપરાની કેટલીક રચનાઓ જેવી કે બોલીઓ,દોહા વગેરેને પ્રસ્તુત કરવામાં આવ્યા ન હતા.પરંતુ હવે 'પાશ કવિતા સમગ્ર' માં આ થોડી રચનાઓનું ભાવાર્થ પણ સામેલ કરવામાં આવ્યો છે.
'પાશ કવિતા સમગ્ર' માં 'બીચ કા રસ્તા નહિ હોતા' માં પ્રો. નામવરસિંહની ભૂમિકા 'પંજાબી કા લોર્કા', જેણે ભારતીય કાવ્યના સંદર્ભમાં પાશની ઓળખ એક વિશિષ્ટ ભારતીય કવિના રૂપમાં સ્થાપિત કરવા માટે તેમની ભૂમિકા નિભાવી.
સ્પેનના જનકવિ લોર્કાની હત્યા વિશે કહેવામાં આવે છે કે જ્યારે તેમની અમર કવિતા 'એક બુલફાઈટર કી મોત પર શોક ગીત' નું ટેપ જનરલ ફ્રેંકોને સંભળાવવામાં આવ્યું તો જનરલે આદેશ આપ્યો હતો કે આ અવાજ બંધ થવી જોઈએ.આ ઘટના લગભગ પચાસ વર્ષ પહેલાંની છે. પાશના રૂપમાં પંજાબને પણ એક લુર્કા મળ્યો હતો જેની આવાજ ખાલિસ્તાની ઝનૂને બંધ કરી દીધી અને તે પણ સંયોગથી એ સમયે 36 વર્ષના જવાન હતા. શું પાશના હત્યારાઓએ પણ લોર્કાની કોઈ કવિતા વાંચી હતી? તેમજ 'સમય ઓ ભાઈ સમય' ની કવિ કેદારનાથ સિંહની ભૂમિકા પણ સામેલ છે.સાથે પાશની કાવ્ય યાત્રા અને જીવનયાત્રાનું સંપાદક દ્વારા આપેલ પરિચય પણ સંકલિત છે.
સૌજન્ય : સંપૂર્ણ કવિતાએ (પાશ)
Comments
Post a Comment