સરોજિની નાયડુ: એક કવિયત્રી, દેશભક્ત અને નારીવાદી મહિલા :
'ભારત કોકિલા' સરોજિની નાયડુ ખૂબ જ મહેનતુ મહિલા હતા. પછી ભલે તે કવિતાઓ દ્વારા સામાજિક દુષણો પર પ્રકાશ પાડવાની હોય અને મહિલાઓને મતાધિકાર અપાવવાનો હોય અથવા સવિનય અસહકાર ચળવળમાં મોખરે રહીને અંગ્રેજોના લાઠીચાર્જનો સામનો કરવાની હિંમત રાખી, સ્વતંત્રતા ,ન્યાય અને સશક્તિકરણના માટે સંઘર્ષ કરવાની હોય,કોઈ પણ બાબતમાં તેણી પીછેહઠ કરનારી મહિલા ન હતી.
એક બેહતર દુનિયા માટે લડવાની હિંમત તેમનામાં કુટીકુટીને ભરેલી હતી, જેના કારણે તેમણે દેશના ઘણા મોટા નેતાઓના દિલ જીતી લીધા હતા. આનું પરિણામ એ આવ્યું કે 16 વર્ષની ઉંમરે હૈદરાબાદના નિઝામે તેમને વિદેશમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી, તો મહાત્મા ગાંધી તેમને તેમના સૌથી નજીકના અને વફાદાર સાથી ગણતા હતા.
બ્રિટિશ રાજથી ભારતની આઝાદીના ઐતિહાસિક સંઘર્ષમાં તેમના અમૂલ્ય યોગદાન તેમના શબ્દો અને કાર્યો દ્વારા દેશના લોકોને સશક્તિકરણ કરવામાં તેમની ભૂમિકાને ધ્યાનમાં રાખીને નાયડુને તત્કાલીન સંયુક્ત પ્રાંતના પ્રથમ મહિલા ગવર્નર બનાવવામાં આવ્યા હતા,આ ઉપરાંત તેઓ કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરનાર પ્રથમ ભારતીય મહિલા પણ હતા.
એક કવયિત્રી :
નાયડુએ ભાવનાત્મક કવિતાની પહેલ કરી. માત્ર 12 વર્ષની ઉંમરે, નાયડુએ ફારસી ભાષામાં 'મેહર મુનીર' કવિતા લખી અને તેમના પિતાને બતાવી. તે આ કવિતાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેની એક નકલ હૈદરાબાદના નિઝામને મોકલી. નિઝામે નાયડુને ઈંગ્લેન્ડની કિંગ્સ કોલેજ અને પછી કેમ્બ્રિજમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપી.
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે નાયડુને ધાર્મિક કવિતાઓનો શોખ હતો, પરંતુ જ્યારે તે થોડી મોટી થઈ અને જીવનના કેટલાક વધુ ખાટા અને મીઠા અનુભવો મેળવ્યા, ત્યારે તેમની કવિતાઓ સામાન્ય બનવા લાગી અને લોકોને તેમના તરફ આકર્ષવા લાગી.
તેમની કેટલીક શ્રેષ્ઠ કવિતાઓ 'સોલ્સ પ્રેયર', 'લાઇફ', 'ટુ ઇન્ડિયા' અને 'ઇન્ડિયન વીવર્સ' છે અને આ કવિતાઓમાં તેમણે ઊંડા વાક્યો દ્વારા જીવન, સ્વતંત્રતા અને પ્રેમનો સાચો અર્થ વ્યક્ત કર્યો છે.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં નાયડુનું યોગદાન:
નાયડુ જ્યારે કેમ્બ્રિજથી ભારત પરત ફર્યા ત્યારે તે સમયે ભારત આઝાદીની લડાઈમાં સંપૂર્ણપણે તપી રહ્યું હતું. તેણીએ પોતાને આ આગમાં ભેળવી દીધા, જેના પછી તેણી ઝડપથી લોકો માટે એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા.
વિ. એસ.નારાવને તેમના પુસ્તક 'સરોજિની નાયડુ: હર લાઈફ, વર્ક એન્ડ પોએટ્રી'માં ઉલ્લેખ કર્યો છે કે 1905માં જ્યારે લોર્ડ કર્ઝને સૌપ્રથમ બંગાળના વિભાજનની જાહેરાત કરી ત્યારે યુવાન નાયડુએ ગોપાલકૃષ્ણ ગોખલે જેવી મહાન હસ્તીઓ સાથે કૂચ કરતાં તેણી વિરોધમાં સૌથી મોખરે હતા.
થોડા વર્ષો પછી, બિપિન ચંદ્રએ તેમના પુસ્તક 'ઇન્ડિયાઝ સ્ટ્રગલ ફોર ઇન્ડિપેન્ડન્સ: 1857–1947'માં લખ્યું કે તે મહાત્મા ગાંધીથી પરિચિત થયા , અહિંસા અને અસહકાર ચળવળમાં તેમના અનુયાયી બન્યા.
પ્રિન્સ ઑફ વેલ્સની ભારતની મુલાકાત દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા ત્યારે નાયડુ કોંગ્રેસના પ્રતિનિધિ હતા અને તેમને હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા અને હિન્દુ-મુસ્લિમ એકતાને વધારવા લોકોને પ્રોત્સાહિત કરવા કહેવામાં આવ્યું હતું.
ચંદ્રા કહે છે કે 1924 માં, નાયડુ દક્ષિણ આફ્રિકા ગયા અને ઐતિહાસિક વિરોધી બિલની સમીક્ષા કરવા પૂર્વ આફ્રિકન કોંગ્રેસના સત્રની અધ્યક્ષતા કરી. 1925માં તેમને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 1930 માં, જ્યારે ગાંધીએ દાંડી કૂચ સાથે સવિનય અસહકાર ચળવળ શરૂ કરી, ત્યારે નાયડુ હંમેશની જેમ લોકોનું નેતૃત્વ કરી રહ્યા હતા.
પાછળથી, જ્યારે ગાંધીની ધરપકડ કરવામાં આવી ત્યારે નાયડુએ ચળવળને નિયંત્રિત કરવામાં મદદ કરી. આ આંદોલન પછી અને ભારત છોડો આંદોલન દરમિયાન પોલીસ દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે, દર વખતે તેણીને મુક્ત કરવામાં આવી હતી અને કેન્દ્રમાં પાછા ફરી અને ખુલ્લેઆમ નેતૃત્વ કર્યું હતું.
મહિલા સશક્તિકરણમાં તેમની ભૂમિકા:
સરોજિની નાયડુના જણાવ્યા અનુસાર, સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલાઓના સશક્તિકરણ માટે તેઓ સૌથી આગળ હતા. નારાવાનના અહેવાલ મુજબ, 1917માં, નાયડુએ એની બેસન્ટ સાથે જોડાણ કર્યું, જે ભારતીય સ્વતંત્રતા ચળવળના સૌથી પ્રખ્યાત નામોમાંના એક હતા અને જેમણે 'વુમેન્સ ઈન્ડિયા એસોસિએશન'ની સ્થાપના કરી હતી-ની સાથે મળીને કામ કર્યું.
આ તે સમય હતો જ્યારે મહિલાઓના મતાધિકારની માન્યતા માટેની તેમની લડાઈ શરૂ થઈ હતી અને તે જ વર્ષે તેણીએ તેના અમલીકરણ માટે તત્કાલિન વિદેશ પ્રધાન એડવિન મોન્ટેગૂ સાથે મુલાકાત કરવા માટે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.
1918 માં, નાયડુએ બોમ્બેમાં કોંગ્રેસની બેઠક દરમિયાન મહિલાઓના મતાધિકારના મહત્વ વિશે મહત્વની વાત કરી હતી. 1919 માં, તેમણે હોમ-રૂલ લીગ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું, જેમાં તેઓ અને બેસન્ટ સાથે હતા. આ ચળવળને બાળ ગંગાધર તિલક જેવા લોકોનું સમર્થન પણ મળ્યું. નારાવાન પોતાના પુસ્તકમાં લખે છે કે નાયડુએ ઈંગ્લેન્ડની મુલાકાત લીધી હતી અને ત્યાં પણ મહિલાઓને મતદાનનો અધિકાર અપાવવાની વાત કરી હતી.
મહિલા શિક્ષણ અને તેમના અધિકારો માટે જાગૃતિ અભિયાન અને ઝુંબેશના ભાગ રૂપે, તેણીએ દેશના તમામ ભાગોમાં વ્યાપક પ્રવાસ કર્યો.
નાયડુ આ દેશ અને આ દેશની મહિલાઓને વસાહતી ભારતની સરહદોની અંદર અને બહાર સ્વતંત્રતા માટે લડવામાં મદદ કરવાના મિશન પર હતા.
- સંજના રે
સૌજન્ય : ધ ક્વિન્ટ
Comments
Post a Comment