ઐતિહાસિક સાક્ષ્યો આપણી સાંસ્કૃતિક પરંપરામાં મહિલાઓને સન્માન આપવાના સાક્ષી છે,પરંતુ આધુનિકતાની આંધળી દોડનું એક કાળું પક્ષ મનને વિચલિત તેમજ માનવીય સંવેદનાઓને તાર-તાર કરી રહ્યું છે.આજે સફળતાના નીત નવીન કિર્તીમાન બનાવવા છતાં મહિલાઓ પ્રત્યે થનારા અપરાધોમાં નિરાશાજનક રૂપથી વૃદ્ધિ થઈ છે.નારીના માતૃત્વને અભિશાપિત કરતા તેની કૂખમાં જ ખતમ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. દહેજ સતામણી,કન્યા ભ્રુણ હત્યા,ઘરેળુ હિંસા, મારપીટ,મહિલા તસ્કરી જેવા અમાનવીય અપરાધો ભારતીય સંસ્કૃતિ પર પ્રશ્ન ચિન્હ લગાવી રહ્યા છે.એ ભારતીય નારીની શક્તિ જ છે કે તે બધી બાધાઓથી લડતી નિરંતર આશાઓના ઉન્મુક્ત આકાશમાં પોતાની પાંખો ફેલાવીને પોતાના અને ઘરવાળાઓના સપનાંને સાકાર કરી રહી છે.
"नारी तुम केवल श्रद्धा हो…… पीयूष स्त्रोत सी बहा करो जीवन के सुंदर समतल मे, ढोल गँवार शुद्र पशु नारी सकल ताडना के अधिकारि", यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता:…….. ", माया महा ठगिनि हम जानी", આપણું સંસ્કૃત તેમજ હિન્દી સાહિત્યે સ્ત્રી સંદર્ભમાં ન જાણે કેટલા આવા જ વિરોધાભાસી અમર કૃતિઓથી ભરેલું પડ્યું છે.આપણા વિચારકોએ નારીના અગણ્ય સ્વરૂપોનું વર્ણન કર્યું છે,પરંતુ આ સમસ્ત સ્વરૂપોમાં તેનું સર્વોપરી સ્વરૂપ પરામ્બા જનનીનું છે.જે સમસ્ત સૃષ્ટિને જન્મ આપે છે.નારીને ઈશ્વરે સર્જનનું વરદાન આપ્યું છે જે પોતાની કૂખના માધ્યમથી ભાવિ પેઢીને જન્મ આપી સૃષ્ટિનું સંચાલન કરે છે.જે પ્રકારે ધરતીમાતા પોતાના ભીતર બીજનું અંકુરણ કરે છે, વિધાતાએ નારીજાતિને જન્મ આપવાનું જૈવિક અધિકાર પ્રદાન કરી આ ધરતી ઉપર સ્વયંને માઁ ના સાકાર રૂપમાં સ્થાપિત કરી છે.
નારીની અગર સંક્ષેપમાં પરિભાષિત કરવી હોય તો તેને ડોક્ટર જયશંકર પ્રસાદની અમર ઉક્તિના માધ્યમથી સરળતા તેમજ સહજતાથી પરિભાષિત કરી શકાય છે. તે શ્રદ્ધા છે, સંસ્કાર છે તેમજ શક્તિ છે (Women is devotion, culture & Strength).
સ્ત્રી અને પુરુષ સમાજના બે મજબૂત આધારસ્તંભ, જેમનું અસ્તિત્વ એકબીજાનું પૂરક છે. તે સહભાગી છે, સહચર છે.ઇતિહાસ સાક્ષી છે કે નારીને પ્રાચીન કાળથી લઈને આજ સુધી ડગલે ને પગલે માં,બહેન,પુત્રી,પત્ની તેમજ સખીના રુપમાં સમાજને આગળ વધારતા રહેવામાં સકારાત્મક ભૂમિકા નિભાવી છે.મહિલાઓ શિક્ષણ,સ્વાસ્થ્ય,સાહિત્ય,ચિકિત્સા,રાજનીતિ,ખેલકૂદ, વૈજ્ઞાનિક શોધ,અમલદારશાહી તેમજ અન્ય આર્થિક મોરચાઓ પર સફળતાના નિત નવા પ્રતિમાનો બનાવતી જઇ રહી છે.સાગરની અતળ ઊંડાણોથી લઈને પર્વતના ઊંચા શિખરો તેમજ અંતરિક્ષની રહસ્યમયી સ્તરોને ભેદવામાં તેણે પુરુષોની સાથે સંતુલન સ્થાપિત કરવાનું કાર્ય કર્યું છે અને નિરંતર કરી રહી છે.નારીનું વ્યક્તિત્વ આશ્ચર્યજનક રૂપથી વિરોધાભાસી છે. એક બાજુ તે હીરાની જેમ કઠોર છે,જેને કોઈ પણ પરિસ્થિતિમાં નષ્ટ નથી કરી શકાતું,તો બીજી બાજુ તેનું માતૃત્વ તેને માખણની જેમ મુલાયમ બનાવે છે. તે દ્રઢ નિશ્ચયી છે, તેનામાં કંઇક કરી બતાવવાની ચાહત છે.તેનુ સાહસ અનુકરણીય અને ધૈર્ય અતુલનીય છે. આપણો ઈતિહાસ સ્ત્રીઓની વિદ્વત્તા,વીરતા તેમજ પરાક્રમોના ઉદાહરણોથી ભર્યું પડ્યું છે જે પ્રશંસનીય છે.
થોડાક પ્રસંગો છોડી દઈએ,તો આપણી સંસ્કૃતિની પરંપરા સ્ત્રી જાતિને આદર આપે છે,પરંતુ જ્યારે આજની પરિસ્થિતિઓને જોઈએ છીએ તો મન વિચલિત થઈ ઊઠે છે.આજે સ્ત્રીઓ જ્યાં વિભિન્ન ક્ષેત્રોમાં પુરુષોથી ખભેથી ખભો મિલાવી આગળ વધી રહી છે,ત્યાં જ મહિલાઓ પ્રત્યે અપરાધોમાં અપ્રત્યક્ષ રૂપથી વૃદ્ધિ થઈ રહી છે.નારીને કોખમાં જ મારી નાંખવાનું ષડયંત્ર રચવામાં આવે છે. દહેજ સતામણી, કન્યા ભૃણ હત્યા,ઘરાઉ હિંસા,યૌન શોષણ,મહિલા તસ્કરી જેવા અપરાધોથી સભ્ય સમાજ છલકાઈ રહ્યું છે. સ્ત્રીઓના પ્રત્યે થવાવાળા અપરાધો પર નિયંત્રણ પ્રત્યે એડ્મિનિસ્ટ્રેટીવ સ્તરે તેમજ સામાજિક સંગઠનો દ્વારા નિરંતર પ્રયાસ ચાલુ છે.
આપણી સરકારો માને છે કે સુરક્ષા,સમૃદ્ધિ તેમજ ખુશહાલી હર મહિલાનો અધિકાર છે.સરકાર તેમની વિભિન્ન કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી મહિલાઓની સમાજમાં પ્રતિષ્ઠા વધારવા, આર્થિક રૂપથી તેમને મજબૂત કરવા તેમજ તેમના પ્રત્યે થઈ રહેલી હિંસા અને અત્યાચારો પર રોકથામ હેતુ પૂર્ણત: કટિબદ્ધ છે,પરંતુ એ વિચારણીય છે તેમજ દુઃખદ છે કે એના પછી પણ સ્ત્રી જાતિ પ્રત્યે થનારા અપરાધોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે.તેને કાર્ય સ્થળો, તેમજ ખેતરોમાં, જાહેર ચોરે ચપાટે લજ્જિત કરવામાં આવે છે.પુરુષનો તે કયો એવો બર્બર અને અમાનુષી ચહેરો છે, જેનાથી નાની-નાની બાલિકાઓનું યૌન શોષણ કરે છે.આ તો આપણી સંસ્કૃતિ ન હતી.નારીના પ્રત્યે થનારા આ જઘન્ય અપરાધ ન કેવળ તેની ગરિમાને નષ્ટ કરે છે પરંતુ એના સ્ત્રીત્વને જ સંકટમાં નાખી રહ્યા છે. જન્મ આપવાનો પ્રકૃતિ પ્રદત્ત વરદાન તેના માટે અભિશાપ બનતું જઈ રહ્યું છે.આજે નારીઓની સુરક્ષાની સાથે સાથે તેમની ગરિમાને પણ બનાવી રાખવું આવશ્યક છે. તેના માટે ઇતિહાસ,સમાજ,રાજનીતિ,અર્થ,શિક્ષણ, રોજગાર જેવા વિભિન્ન વિષય ઉપર ઊંડા મનોમંથનની આવશ્યકતા છે.અહીં આપણે મહિલાઓથી પણ આહવાન કરીએ છીએ કે તે સમાજમાં વિચરણ કરી રહ્યા આવા થોડાક નરભક્ષી ચહેરાઓથી મુકાબલા મુકાબલો કરવા માટે તેમની અંદરની શક્તિને ઓળખે.
આજના વર્તમાન સમયમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચેના સંબંધોની જે હાલત છે એ દેશમાં સૌથી મોટી સમસ્યા છે.આજે દેશની હરેક મહિલાના આગળ શરમથી માથું ઝૂકી જાય છે કે આ લોકો જે બહાદુરીથી આ સમાજમાં રહે છે દુખદ છે.આપણા અપરાધી પ્રકારની સમાજ વ્યવસ્થામાં રહે છે તે ખરેખર કલ્પના બહારની વાત છે કે જ્યાં ચારેબાજુ માતા,બહેનો અને દિકરીઓ પર માત્ર હુમલા જ થતા હોય ત્યાં સહજ રીતે રહે પણ છે હસે પણ છે અને બોલે પણ છે અને વાત પણ કરે છે.એનાથી વિશેષ દુનિયા નો આઠમો અજુબો શું હોઈ શકે આ કેવી રીતે સંભવ હોઈ શકે !!!?? મહિલાઓ ચોવીસ કલાક આવા ભય,ત્રાસ અને અત્યાચારના વાતાવરણમાં રહે છે અને ખુશીથી જીવે પણ છે,તો ખરો નોબલ પુરસ્કાર તો તમને મળવો જોઈએ.આવા વાતાવરણમાં જો બદલાવ લાવવા માંગતા હોવ તો દરેક માતા,બહેન,દીકરીએ બહાર નીકળવું પડશે.પુરુષો દ્વારા થતા હરેક કાર્યક્રમો, આયોજનો,કેમ્પેન પણ તમે ખુદ ચલાવવા પડશે.પુરુષો દ્વારા થતા તમામ કામકાજ કે પ્રવૃત્તિઓ તમે જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી સમાનતા કે સમકક્ષની વાત જ અશક્ય છે.હંમેશા બીજા ક્રમે જ રહેશે.આ પુરૂષપ્રધાન સમાજ વ્યવસ્થામાં પોતાની રીતે દરેક મહિલા જાતે ખુબ વિચારે અને આગળ વધે. એક છોકરીને અપમાનિત કરવા,એનો મિસયુઝ કરવા છોકરો કેટલી હદે નીચે ઊતરી જાય છે એ દરેક પુરુષે પણ વિચારવું રહ્યું,તે એમ માનીને ચાલતો હોય છે કે છોકરીને નીચે દેખાડશે પણ ક્યારેય એને એ નહીં વિચાર્યું હોય કે તે ખુદ કેટલો નીચે ઉતરી ગયો છે. આ બધા પ્રશ્નોને લઈને મહિલાઓ ખુદ બહાર નીકળે કેમ્પેન અને કાર્યક્રમો થકી પુરુષોને આ બાબતોને લઈને પ્રશ્નો પૂછે આવા સંબંધો કેળવવાથી જ સાચા સમાજની વ્યવસ્થા સર્જાશે.શાળા-કોલેજો સંસ્થાઓ સમાજોમાં જઈ એમને પૂછવામાં આવે કે આ જઘન્ય અપરાધી માનસિકતા બાબતે તમે શું કહેવા માગો છો? આ બધુ માતાઓ,દિકરીઓ અને બહેનોએ જ કરવું પડશે તો જ સામાજિક સમસ્યાઓનું નિર્મૂલન શક્ય બનશે.
Comments
Post a Comment