આ પોસ્ટ ખાસ 19 થી 24 વર્ષના યુવાનો માટે છે. આ જ ઉમર ભગત સિંહની સામાજિક સક્રિયતાની હતી. આ ઉંમરના છોકરાઓ ખૂબ જ સુંદર લાગે છે. આપણે બધા આપણી આ ઉંમરને ખૂબ મીસ કરીએ છીએ.
તો યુવાનો, તમને ભગતસિંહનો આ ફોટો ગમે છે? મૂછો અને ટોપી! તેમનો ચહેરો કેટલો મજબૂત છે ને ! તેમની આંખોમાં જુઓ,કેટલા નિર્ભય છે. ચહેરા પર જુઓ, કેટલી ઓજસ્વીતા છે!
તમારી ભીતર પણ એકદમ નિડરતા હોવી જોઈએ.ભીતરથી નિડર રહેશો, તો તમારા ચહેરા અને વાણીમાં તેજ આપોઆપ આવશે.
નિર્ભયતાનો અર્થ નિરંકુશતા, અવિચારી અને હિંસક નથી,એ વાત હંમેશા ધ્યાનમાં રાખજો.નિરંકુશતા એ લુચ્ચાઓનું કામ છે, બેદરકારી એ મૂર્ખોનું કામ છે અને હિંસા એ કાયર અને નમાલાઓનું કામ છે. ભગતસિંહ હિંસક ન હતા. આને સમજો અને યાદ રાખજો.
ભગતસિંહની સીધી ગરદન જુઓ, તે બતાવે છે કે તેમની 'રીઢની હડ્ડી' હાજર હતી, સલામત અને એકદમ સીધી હતી.
તમે 'રીઢની હડ્ડી' નો અર્થ સમજો છો ને? તમારી કરોડરજ્જુને સુરક્ષિત અને સીધી રાખવી ખૂબ જ જરૂરી છે. તમારી જુવાન ઉંમરમાં તો ખાસ કરીને. અને હંમેશા બચેલી રહી, તો સમજી લેજો કે તમે પણ ભગતસિંહ જ નીકળ્યા.
યુવાનો, હું માનીને ચાલી રહ્યો છું કે તમને વાંચતાં આવડે છે અને વાંચવું ગમે પણ છે.તમે ભગતસિંહના ફોટાને જ લગાવતા-જોતા ન રહેતા. તેમના દ્વારા લખાયેલ અધિકૃત-પ્રમાણિક સાહિત્ય પણ વાંચજો.
ભગતસિંહને બરાબર વાંચ્યા વિના તમે અસલી ભગતસિંહને ક્યારેય જાણી શકશો નહીં.ખોટા નકલી ભગતસિંહના જયજયકાર કરતા રહી જશો. જયકારા કોઇના પણ ન લગાવો. તેમને વાંચો અને વાંચીને તમારી જાતે ખુદ જાણો.યોગ્ય લાગે તો તે જ રીતે વર્તન પણ કરો.
અમે સમજી શકીએ છીએ કે અત્યારે તમે સિલેબસના પુસ્તકો, પરીક્ષાઓ અને કારકિર્દી-રોજગાર વગેરેના દબાણમાં હશો. તે થશે જ. મિત્રતા, ફેશન અને મનોરંજનનું દબાણ પણ રહેશે. તે આ ઉંમરે પણ અમારા પર પણ હતું. પરંતુ આ દબાણો વચ્ચે પણ નિરાશ ન થતા.
ભગતસિંહ ક્યારેય નિરાશ નથી થતો. ભગતસિંહ વ્યક્તિ નહીં, એક પ્રવૃત્તિ છે. ભગતસિંહ લડે છે. તમે 'લડવું' સમજો છો ને? આ લડાઈ, સંઘર્ષ વગરની, લાકડીઓ અને બંદૂકો વિના થાય છે. પરંતુ હોય છે ખૂબ અસરકારક.
તમારે લડવું પડશે કોઈ વ્યક્તિ પાસેથી નહીં, પરંતુ સદીઓથી જડાયેલી રૂઢિઓથી, જડતાઓથી, અન્યાયથી, શોષણથી,જુઠથી.
ધન, સત્તા, લોભ, ભોગવિલાસ, અહંકાર અને શસ્ત્રોની ગુલામી, તમારે તેમની સામે લડવું પડશે. તે મુશ્કેલ છે, પરંતુ તમારે લડવું પડશે. કોઈ સાથે ન આવે તો પણ તમારે એકલા જ લડવું પડશે.
યાદ રાખો, આ અન્યાય, ગુલામી, શોષણ,જુઠ અને જડતા સર્વત્ર છે. તેથી જો તમે એકલા લડવા જશો તો પણ તમને તમારા સુખદેવ, રાજગુરુ, બટુકેશ્વર, બિસ્મિલ અને આઝાદ પણ ચોક્કસ મળી જ જશે.
હા, જોશની સાથે હોશ પણ કાયમ રાખજો. પક્ષો, સરકારો, સંસ્થાઓ અને કંપનીઓ તમને કંઈપણ સુંઘાડી કરીને મદહોશ અને બેહોશ બનાવવા તૈયાર જ છે. આમાંના ઝેરને ઓળખવું મહત્વપૂર્ણ છે. કમ સે કમ તેમની પાસેથી જો છટકી પણ ગયા,તો પણ પોતાને ભગતસિંહ માની લેજો.
જુઓ ને, આપણે પોતે તો પૂરા ભગત સિંહ નથી બની શક્યા, પરંતુ તમને કહી રહ્યા છે કે ભગત સિંહ બની જાઓ. વાસ્તવમાં, જો નમ્રતાથી સત્ય કહેવાની શક્તિ બચી રહી, તો તમે પોતાને ભગતસિંહ જ સમજજો.સર્વસ્વ ગુમાવવાની કિંમત પર પણ આ આઝાદી બચાવી રાખજો.
ભગતની આ તસવીર ફરી એકવાર જોજો. તેમની આંખોમાં કરુણા જોજો. તેમની ભ્રમરો અને કપાળ પરની હળવાશ જોજો. તેમની સીધી ટ્ટાર ગરદનમાં સચ્ચાઈની હિંમત જોજો.
નાક પરથી પ્રતિબિંબિત થતો આત્મવિશ્વાસ જોજો. તેમના હોઠ પર તરવરતા સુંદર બારીક સ્મિતમાં માનવીય ભાઈચારો જોજો. તેમની ટોપી અને શર્ટમાં આધુનિકતા અને પરંપરાનો સમન્વય જોજો.
આ બધું જોજો. ફરી ફરીને અચૂક જોજો. ભગતની આ તસવીર પણ જાણે કે એ જ કહી રહી છે - 'શૌક-એ-દીદાર અગર હૈ તો નજર પૈદા કર.'
તમારો પોતાનો જ,
અવ્યક્ત લેખક
Comments
Post a Comment