Skip to main content

ભારતના છઠ્ઠા વડા પ્રધાન મોરારજી દેસાઈ

 ભારતના છઠ્ઠા વડા પ્રધાન મોરારજી દેસાઈની જન્મજયંતિ ૨૯ ફેબ્રુઆરી છે જે ૨૦૨૪ (લીપ યીર) માં આવશે તો આજે ૨૮ ફેબ્રુઆરીએ એમને શ્રધ્ધાંજલી તો આપી જ શકાય.. તેઓ ભારતના પ્રથમ બિનકોંગ્રેસી વડા પ્રધાન હતા. જોકે તેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા. મોરારજી દેસાઈ ૧૯૭૭થી ૧૯૭૯ સુધી ભારતનાં વડાપ્રધાન રહ્યા હતા. તેઓ પહેલા એવા ભારતીય છે જેમને ભારત અને પાકિસ્તાનનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન અને નિશાન-એ-પાકિસ્તાનથી નવાજવામાં આવ્યા હતા.નિવૃત્તિ બાદ તેઓ મુંબઈમાં રહેવા લાગ્યા હતા ત્યારે ૧૦ એપ્રિલ ૧૯૯૫ના દિવસે ૯૯ વર્ષની વયે તેમનું નિધન થયું હતું.


તત્કાલીન મુંબઇ રાજ્યના સુરત જિલ્લામાં વલસાડથી ત્રણ માઈલના અંતરે આવેલા ભદેલી ગામમાં સને ૧૮૯૮ના ફેબ્રુઆરી માસની ર૯મી તારીખે તેમનો જન્મ થયો હતો. તેમના પિતા રણછોડજી નાગરજી દેસાઈ મધ્યમ વર્ગના હતા. તેમની સાધનસંપત્તિ સાધારણ હતી, છતાં સમાજમાં તેમની પ્રતિષ્ઠા વળી ઊંચી હતી. એક શિક્ષક તથા સ્વાતંત્ર્યપ્રિય અને ચારિત્ર્યશુદ્ધ વ્યક્તિ તરીકે સમાજમાં સૌ કોઈ તેમના પ્રત્યે ઊંડો આદર ધરાવતા હતા. મોરારજી તેમના પ્રથમ સંતાન હતા. તેમને અંબેલાલ,નાનુભાઈ અને છોટુભાઈ નામના ત્રણ ભાઈઓ અને કીંકીબેન નામનાં એક બહેન હતાં.
કટોકટી પછી યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં. જનતા મોરચાના ઉમેદવારોની જીત થતાં સંસદમાં તેમની બહુમતી પુરવાર થઈ.શ્રીમતી ગાંધીને ચૂંટણીમાં સરિયામ નિષ્ફળતા મળી. ઘટનાચક્ર ફરતું ફરતું એવા સ્થળે અટક્યું કે, જનતા મોરચો સત્તા પર આવ્યો અને સર્વશક્તિશાળી ઇદિરા ગાંધીનું તેજ વિલાઈ ગયું! ચૂંટાયેલા સંસદસભ્યોએ પોતાના નેતા તરીકે મોરારજીભાઇને સર્વાનુમતે પસંદ કર્યા, અને ત્યારે ભારતના ઈતિહાસમાં એક મહાન પરિવર્તનનું પ્રકરણ લખાયું ! ભારતના વડાપ્રધાનનો તાજ ૮૧ વર્ષની ઉમરે પહોંચેલા મોરારજીભાઈના શિર પર ચઢાવવામાં આવ્યો.
વિશ્વના છેલ્લા સો વર્ષના ઇતિહાસમાં ૮૧ વર્ષની ઉમરે વડાપ્રધાન બનવાનું સદભાગ્ય એક માત્ર ભારતના આ મહામાનવ મોરારજીભાઈને પ્રાપ્ત થયું, જેની નોંધ ગ્રિનિસ બુકમાં પણ થઈ !
વડાપ્રધાન તરીકે મોરારજીભાઈએ અદા કરેલી સેવાઓ દેશ અને દુનિયામાં ઉત્તમોત્તમ પૂરવાર થવા પામી. તેમના સિદ્ધાંતો,આદર્શો અને વહીવટી અભિગમોનો જોટો જડે એમ નથી. છતાં તેમનો પક્ષ (જનતા મોરચો) અનેક પક્ષોનો શંભુમેળો હોઈ બહુ ટૂંકા સમય બાદ તેમાં મતમતાંતર, જૂથવાદ અને વિતંડાવાદ પ્રવેશ્યાં. તે બધાં પરિબળોને, રાજી રાખવાં, એક તાંતણે બાંધી રાખવાં અને સરકાર ચલાવવી એ મોરારજીભાઈ જેવા સક્ષમ મુસદ્દી માટે પણ અઘરું સાબિત થયું ! માંહેમાંહેના ઊંડા મતભેદો,ઇર્ષા, પક્ષપક્ષી અને ખેચાખેંચીને કારણે એક દિવસ એવો ઊગ્યો ક મોરારજીભાઇએ વડાપ્રધાન તરીકે પોતાનું રાજીનામું ધરી દીધું અને રાજકીય સંન્યાસ લઈ લીધો.!
આમ તો મોરારજીભાઈ માત્ર અઢી વર્ષ વડાપ્રધાન રહ્યા, પણ એ અઢી વર્ષને દેશનો સામાન્ય માણસ આજે પણ યાદ કરે છે. એ ટૂંકા સમય ગાળામાં આઝાદી પછી, કદાચ પ્રથમવાર એક વ્યવહારુ અર્થનીતિ અને ભાવનીતિ અમલમાં મૂકાઈ હતી. સમગ્ર દેશમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવો સ્થિર રહ્યા હતા. તેમના શાસન દરમિયાન વર્ષોથી ચાલી આવતી અનાજની ઝોનબંધી હટાવી લેવામાં આવી હતી. પરિણામે ઘઉ, ચોખા અને ખાંડના ભાવો નીચી સપાટીએ આવી ગયા. ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના લોકોએ અનાજનાં રેશનકાર્ડ કબાટમાં મૂકી દીધાં હતાં.મોરારજીભાઈએ કદી સમાજવાદ કે “ગરીબી હટાવો' "સબકા સાથ સબકા વિકાસ" જેવાં લોભામણા સૂત્રો આપ્યાં નહોતાં.
તજજ્ઞોનું માનવું છે કે, જો ઇન્દિરા ગાંધીને બદલે મોરારજીભાઈ ત્યારે વડાપ્રધાન થયા હોત તો આજે આપણે અપનાવેલી ઉદારીકરણ અને વૈશ્વીકરણની અર્થનીતિઓ ૧૯૭૦માં અમલી બની શકી હોત, અને તેનાં મીઠાં ફળ આજે આપણે. ચાખી રહ્યા હોત. વળી, મોરારજીભાઈ ત્યારે વડાપ્રધાન થયા હોત તો બૅન્કોનું રાષ્ટ્રીયકરણ થયું ન હોત અને આજે બેન્કોની જંગી ખોટ દેશને સહેવી પડત નહિ.
મોરારજીભાઈની શાસનનીતિના કેન્દ્રમાં હતી 'નખશીખ
વ્યવહારુતા.' તેઓ પ્રત્યેક સમસ્યાને તેની વાસ્તવિક ભૂમિકાએથી તપાસતા હતા. તેમની વિદેશનીતિ અર્થ પૂર્ણ અને નોંધપાત્ર રહી હતી. રાજકારણમાં મોરારજીભાઈએ કદીએ આટાપાટા ખલ્યા નહોતા. અંગત મહત્વાકાંક્ષાથી પ્રેરાઈને તેમણે કયારેય પક્ષની શિસ્ત તોડી, રાજકારણમાં માફિયા કે ગૂંડા તત્ત્વોને મદદ કરી નહોતી. મતની લાલચે કદી કોમવાદી તત્વોને પંપાળ્યાં નહતા.
લંડન ગયા ત્યારે અલગ દેશ માંગનાર ફીઝો જેવા નેતાને
મળવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. રશિયાના બ્રેઝનેવ જેવા સામ્યવાદી નેતાએ પાકિસ્તાન ૫૨ હૂમલો કરવાની ભારતને ઉશ્કેરણી કરી ત્યારે વિવેકથી તેમને ના પાડી દીધી.
આમ, મોરારજીભાઇનું ટૂંકુ છતાં અસરકારક વડાપ્રધાનપદું અનેક રીતે સફળ અને અસરકારક નીવડ્યું હતું.
વડાપ્રધાનપદનો ત્યાગ કયાં પછી મોરારજીભાઈઅએ
રાજકારણમાંથી સન્યાસ લઈ લીધો. એક સંન્યાસીને શોભે તેવી તેમની દિનચર્યા રહી. પ્રાતઃકાળે ચાર વાગ્યે અચૂક શૈયાત્યાગ કરીને ટૂંકી પ્રાર્થના કરતા. અડધો ગ્લાસ ગાયનું દૂધ અને અડધી ચમચી મધ લેતા. શૌચાદિ કિયાઓથી પરવારી ધ્યાન, પ્રાર્થનામાં બેસતા. પોતાના ખંડમાં પંદર-વીસ મિનિટ ચાલતા. થોડાંક છાપાંની માત્ર હેડલાઇન્સ જોઈ લેતા. ૯-૩૦ થી ૧૦-૦૦ દરમિયાન બપોરનું, ભોજન લેવાનું, જેમાં અડધો ગ્લાસ દૂધ, ફળો, ખજૂરની ત્રણ-ચાર પેશીઓ, થોડું પનીર અને મીઠાઈના એકાદ ટુકડાનો સમાવેશ થતો. ત્યારબાદ આરામ કરતા, પણ ઊંઘી જતા નથી. ઊઠીને નાળિયેરના પાણીનો એક ગ્લાસ લેતા.બપોરનાં છાપાં જોઈ જતાં. કદી રેડિયો કે ટી.વી. સાંભળતા કે જોતા નહીં. બપોર પછી ૪-૦૦ થી ૫-૦૦ દરમિયાન મુલાકાતીઓને મળતા. દરમિયાન અડધો ગ્લાસ દૂધ લેતા. સાંજના ૬-૩૦ થી ૬-૪૫ દરમિયાન વાળું કરતા, જેમાં દૂધ અને બાફેલા શાકભાજી માત્ર લેતા. થોડો આરામ કરી પ્રભુપ્રાર્થના,ઘરમાં ફરવા જેવી હળવી પ્રવૃત્તિ કરતા. રાત્રે ૯-૦૦ થી ૧૦-૦૦માં સૂઈ જતા. તેમની આ પ્રવૃત્તિઓમાં સહાયભૂત થવા માટે સવારના નવથી રાત્રિના નવ સુધી એક વોર્ડબોય રહેતો. આમ તો તેઓ જાતે જ તેમનાં કપડાં બદલતા ખરા, પણ બાથરૂમ સુધી જવા આવવામાં તથા ન્હાવામાં કોઈની મદદ જોઈતી ખરી. એક વર્ષ પહેલાં તો તેઓ જાતે જ હજામત કરી શકતા હતા. પોતાના વાળ સુદ્ધાં તેઓ જાતે કાપી લેતા. હા, તેમના પુત્ર કાન્તિલાલ સતત તેમના સાન્નિધ્યમાં રહીને તેમને હૂંફ આપતા રેહતા.
સૌજન્ય : માનવરત્ન મોરારજી દેસાઈ

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...