ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કાયમી જોડાણ ધરાવતું પંજાબનું ગામ ખટકર કલાન, ભગતસિંહ સાથે તેમના પૂર્વજોના સ્થાન તરીકે હંમેશ માટે સંકળાયેલું રહેશે. પરંતુ સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહ આ ગામમાં જન્મ્યા ન હતા અને ક્યારેય ત્યાં રહ્યા ન હતા. ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907ના રોજ લાયલપુર જિલ્લાના બંગા ગામમાં થયો હતો, જે હાલ પાકિસ્તાન પંજાબના ફૈસલાબાદમાં છે. તેમણે તેમના દાદા અર્જણ સિંહ સાથે ખટકર કલાનની ઘણીવાર મુલાકાત લીધી હતી પરંતુ તેઓ ત્યાં રહ્યા ન હતા.
આ ગામ ગયા અઠવાડિયે હેડલાઇન્સમાં હતું જ્યારે પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને ત્યાં હજારો લોકોની હાજરીમાં શપથ લીધા હતા. “અર્જણ સિંહ તેમના પૌત્રો ભગત સિંહ અને જગત સિંહ કે જેઓ 1916 અથવા 1917 માં ફ્લૂને કારણે મૃત્યુ પામ્યા હતા, તેમને દર ઉનાળામાં ખટકર કલાન પૈતૃક ઘરે લાવતા હતા. મારા પરિવારના દરેક જણ આ વિશે જાણતા હતા," તેમના લુધિયાણા સ્થિત ભત્રીજા જગમોહન સિંહે પીટીઆઈને કહેલ..
“મેં ખટકર કલાનમાં ભગતસિંહની ઉંમરના લોકોનો ઈન્ટરવ્યુ લીધો હતો જેમણે પણ તેની ચકાસણી કરી હતી. તેથી હા, આ એક પુષ્ટિ થયેલ હકીકત છે કે ભગતસિંહ ઘણી વખત ગામની મુલાકાતે આવ્યા હતા,” 77 વર્ષીય વૃદ્ધે કહ્યું. ઈતિહાસકાર ચમન લાલ, જેમણે ભગત સિંહ પર અનેક પુસ્તકો લખ્યા છે, ઉમેર્યું કે સ્વાતંત્ર્ય સેનાનીએ ગામની મુલાકાત લીધી હશે. પરંતુ તેમના જીવનના કોઈપણ તબક્કે ત્યાં રહેતા ન હતા.
ભગત સિંહ માત્ર 23 વર્ષના હતા જ્યારે તેમને 23 માર્ચ, 1931ના રોજ સુખદેવ થાપર અને શિવ રામહરી રાજગુરુ સાથે બ્રિટિશ પોલીસ અધિકારી જ્હોન સોન્ડર્સની હત્યા કેસમાં ફાંસી આપવામાં આવી હતી (જેને લાહોર ષડયંત્ર કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે).તેમણે તેમના ગામની શાળામાં ધોરણ 5 સુધી અભ્યાસ કર્યો હતો. , જે પછી તેમના પિતાએ તેમને લાહોરની દયાનંદ એંગ્લો વૈદિક (DAV) હાઈસ્કૂલમાં દાખલ કરાવ્યા હતા.
ખટકર કલાન સાથે પરિવારના જોડાણને શોધી કાઢતા, લાલે જણાવ્યું હતું કે 1900 ના દાયકાની શરૂઆતમાં અંગ્રેજોએ બે નવા બનાવેલા જિલ્લાઓ - મોન્ટગોમરી (હાલ પાકિસ્તાનમાં સાહિવાલ) અને લાયલપુરમાં પરિવારોને જમીન ફાળવ્યા પછી પરિવાર ગામથી લાયલપુર સ્થળાંતર થયો હતો. દાયકાઓ પછી,1947 વિભાજન દરમિયાન, પરિવાર તેમના ખટકર કલાન ઘરે પાછો ફર્યો. જ્યારે ભગતસિંહના પિતા કિશન સિંહનું 1951માં અવસાન થયું, ત્યારે તેમની માતા વિદ્યાવતી, જેઓ અંત સુધી એ જુના પૈતૃક ઘરમાં રહેતા હતા, તેમનું 1975માં અવસાન થયું.
ખટકર કલાન ઘર, જે આજે એક સંરક્ષિત સ્મારક તરીકે ઊભું છે, તે ભગત સિંહના પરદાદા સરદાર ફતેહ સિંહ દ્વારા 1858 માં બનાવવામાં આવ્યું હતું. તેને 1982 માં 'પંજાબ પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ' (1964) હેઠળ સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. તેઓને જમીન ફાળવવામાં આવ્યા બાદ પરિવાર લાયલપુર સ્થળાંતર થયો, ચમન લાલે સમજાવ્યું,કે જેઓ દિલ્હીમાં ભગત સિંહ આર્કાઇવ અને રિસોર્સ સેન્ટરના માનદ સલાહકાર પણ છે.
“બ્રિટિશરોએ નહેરો ખોદી હતી અને આ બે જિલ્લાઓ (લાયલપુર અને મોન્ટગોમરી)ની જમીન ખૂબ જ ફળદ્રુપ હતી. ભગત સિંહનો પરિવાર - આખા પંજાબના ઘણા પરિવારોની જેમ - તેમને જમીન ફાળવ્યા પછી સ્થળાંતર થઈ ગયું. તેમને લાયલપુરમાં 'ચક નંબર 105' ખાતે જમીન મળી હતી," લાલે પીટીઆઈને કહ્યું. ખટકર ખલાનનું નામ કેવી રીતે પડ્યું તેની પાછળની વાર્તા પણ સદીઓ પહેલાની રસપ્રદ છે.
તેની શરૂઆત ભગત સિંહના પૂર્વજથી થઈ હતી, જેઓ તેમના પરિવારના એક સભ્યની રાખનું વિસર્જન કરવા માટે અમૃતસરના નરલીમાં તેમના ઘરેથી હરિદ્વાર ગયા હતા, લાલે જણાવ્યું. આ 15મી સદીના અંતમાં શીખ ધર્મ અસ્તિત્વમાં આવ્યો તે પહેલાંનો સમય હતો. પૂર્વજ - કોઈ નામ નથી - 'ગઢ કલાન' (ગઢ ગામ) પાર કરી રહ્યા હતા અને એક સ્થાનિક સામંતના ઘરે એક રાત વિતાવી હતી. છોકરાથી પ્રભાવિત થઈને જાગીરદારે તેની એકમાત્ર પુત્રીના લગ્ન તેની સાથે નક્કી કર્યા અને દહેજમાં ગામ આપ્યું.
“…તેથી જ્યારે લગ્ન નક્કી થયા ત્યારે એક જ શરત હતી: છોકરાએ તેમની સાથે રહેવું પડશે. તે સંમત થયો. અને આ રીતે ગઢ કલાન, જે એક અર્થમાં તેમનો પારિવારિક કિલ્લો હતો, તે 'ખાટ (પંજાબીમાં દહેજ) ગઢ કલાન' બની ગયું." પાછળથી, લોકો ગામને 'ખટકર કલાન' કહેવા લાગ્યા," લાલે ઉમેર્યું, ભગત સિંહના કાકા અજીત સિંહની આત્મકથા “બરીડ અલાઈવ” માં ઉલ્લેખ જોવા મળે છે. વાત પછી ભગત સિંહના પરદાદા ફતેહ સિંહ તરફ આગળ વધે છે.
1840ના દાયકામાં, ફતેહ સિંહની અંગ્રેજો સામેની અવગણનાના પરિણામે - તેઓ એંગ્લો-શીખ યુદ્ધમાં મહારાજા રણજિત સિંહની સેના હેઠળ બ્રિટિશરો સામે લડ્યા હતા - તેમની મોટાભાગની જમીન અને મિલકત બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા 1857 'સિપાહી વિદ્રોહ' વખતે કબજે કરવામાં આવી હતી. જ્યારે પંજાબના તત્કાલિન ગવર્નર જ્હોન લોરેન્સે ફતેહ સિંહને બળવાખોરો સામે જપ્ત કરાયેલી મિલકત અને અન્ય પુરસ્કારોના બદલામાં મદદ માટે હાકલ કરી હતી - તેમણે આ ઓફરનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
"ફતેહ સિંહ માટે તે તેમના જીવનની કસોટી હતી અને તેમણે અહીં ગુરુ ગોવિંદ સિંહના ઉપદેશોનો ઉલ્લેખ કર્યો: 'જ્યાં પણ લોકો તેમના અધિકારો માટે લડે છે, તેમની સાથે ઊભા રહેવાની તમારી ફરજ છે'. આ રીતે તેણે પોતાનો સિદ્ધાંત પસંદ કર્યા, મિલકત નહીં," પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (PAU) માં કમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા તરીકે નિવૃત્ત થયેલા જગમોહન સિંહે જણાવ્યું હતું.
સૌજન્ય : ફાયનાન્સીયલ એકસપ્રેસ
Comments
Post a Comment