Skip to main content

ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદને યાદ કરતાં


“ખુલ્લી છત પર સાદડી પર શરીર ઊંચકીને એકલો બેઠેલો એક માણસ અમારી રાહ જોઈ રહ્યો હતો. શ્યામ રંગ, કડક શરીર, સરેરાશ ઊંચાઈ કરતાં કંઈક અંશે ટૂંકું; નાની, તીક્ષ્ણ, કાંટાદાર આંખો; ચહેરા પર શીતળાની ફોલ્લીઓ. તે કાકોરી કેસનો ફરાર આરોપી ચંદ્રશેખર આઝાદ હતો." ક્રાંતિકારી શિવ વર્મા આ શબ્દોમાં આઝાદ સાથેની તેમની પ્રથમ મુલાકાતનું વર્ણન કરે છે. આ બેઠક રાધા મોહન ગોકુળના ઘરે થઈ હતી. આ એ જ આઝાદ હતા, જેનું નામ બ્રિટિશ સરકાર અને ઈન્ટેલિજન્સ પોલીસ માટે માથાનો દુખાવો હતું. કારણ કે આખરે આઝાદ પોતાની વાત પર મક્કમ રહ્યા કે "હું જીવતો છું ત્યાં સુધી મારા શરીરને કોઈ સ્પર્શ કરી શકશે નહીં."
પણ આઝાદ માત્ર રિવોલ્વર લઈને ચાલનારા,કસરતી બદન અને ગોળમટોળ ધારદાર મૂછો ધરાવતો ક્રાંતિકારી માત્ર ન હોતા. સ્વયં શિવ વર્માના શબ્દોમાં કહીએ તો, આઝાદ એક નમ્ર, વિનોદી, મિલનસાર માણસ હતા, પણ જ્યારે તક મળે ત્યારે તે ખૂબ જ મક્કમ અને અટલ પણ. આઝાદને વાંચન-લેખનની બાબતમાં મર્યાદાઓ જરૂર હતી, પરંતુ તેઓ હંમેશા ભગતસિંહ, સુખદેવ જેવા ક્રાંતિકારી સાથીઓ પાસેથી કંઈક નવું જાણવા અને શીખવા માટે ઉત્સુક રહેતા.
આઝાદને સમાજવાદમાં ઊંડો રસ હતો, તેથી તે તેમના સાથીદારો સાથે તેને લગતું સાહિત્ય વાંચતા અને પ્રશ્નો પૂછતા. સમાજવાદ સાથે સંકળાયેલી વિભાવનાઓ, જેમ કે શોષણનો અંત, સમતાવાદી અને વર્ગવિહીન સમાજે આઝાદને ઊંડે સુધી પ્રભાવિત કર્યું.




અને તે કારણ વગર શિવ વર્માએ નથી લખ્યું કે "આઝાદ પૂજાની નિર્જીવ મૂર્તિ નથી; તેના બદલે, તે નિશ્ચિત માર્ગ પર મજબૂત પગલાઓ સાથે ચાલતો પથિક છે. એક સૈનિક છે જે મૃત્યુને પોતાની સામે ઊભું જોઈને પણ હસી શકે છે. તેને પડકારી શકે છે, અને સૌથી મોટી વાત, તે એક એવો માણસ છે કે જેનામાં ખાનદાનીનો ઘમંડ મોટો થયો તો પણ રતીભાર સ્પર્શ નથી કરી શક્યો."
શિવ વર્મા સાથેની તે વાતચીતમાં, આઝાદે ઉત્તર ભારતમાં ક્રાંતિકારી ચળવળના પુનઃનિર્માણ માટે જૂના સ્ત્રોતો અને સંપર્કો શોધવા, શસ્ત્રો, સંગઠન અને બંગાળ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો આગ્રહ રાખ્યો હતો. કહેવાની જરૂર નથી કે આઝાદ એક મહાન સંગઠનકર્તા પણ હતા.
ખેડૂતો, આદિવાસીઓ અને મજૂરોના જીવન સાથે ગાઢ સંપર્ક ધરાવતા આઝાદ જ્યારે પણ તેમના વિશે વાત કરતા ત્યારે તેમના અનુભવોથી તે વાત સમૃદ્ધ થતી હતી. કારણ કે અલીરાજપુર રજવાડાના ભાવરા ગામમાં વિતાવેલ બાળપણના દિવસો દરમિયાન આઝાદ આદિવાસીઓની સાથે રહેતા હતા. પંદર વર્ષની નાની ઉંમરે તેઓ ઘર છોડીને બોમ્બે ગયા. જ્યાં તેમણે જહાજના કલરકામ કરતાઓ સાથે થોડા દિવસ રંગકામ કર્યું. અહીં પહેલીવાર કામદારોના રોજિંદા જીવનમાંથી અને તેમની વેદનાઓ સાથેનો અનુભવ આઝાદને થયો હતો.

બાદમાં, તેઓ બનારસ આવ્યા અને શિવવિનાયક મિશ્રાની મદદથી એક સંસ્કૃત શાળામાં પ્રવેશ લીધો. અસહકાર ચળવળ દરમિયાન ધરણામાં ભાગ લેવા બદલ સજા તરીકે ચાબુકની માર ખાવા અને મેજિસ્ટ્રેટ સમક્ષ કોર્ટમાં પોતાનું નામ મુક્ત જાહેર કરનાર આ ક્રાંતિકારીના જીવનમાં હજુ ઘણી તકો આવવાની બાકી હતી.
1922 માં, આઝાદ કાશી વિદ્યાપીઠમાં દાખલ થયા અને અહીં જ તેઓ મન્મથનાથ ગુપ્તા અને પ્રણવેશ ચેટરજીને મળ્યા અને ક્રાંતિકારી ચળવળમાં જોડાઈ ગયા. હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી વિશે, આઝાદે એકવાર તેમના ક્રાંતિકારી સાથીઓને કહ્યું હતું કે "અમારું દળ આદર્શ ક્રાંતિકારીઓનું દળ છે, દેશભક્તોનું દળ છે, હત્યારાઓનું નહીં."
અને જેમ કે શિવ વર્મા પણ લખે છે, “એ સાચું છે કે અમે લોકો સશસ્ત્ર ક્રાંતિના માર્ગ પર હતા. પરંતુ એ ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય માનવજાત માટે સુખ અને શાંતિનું વાતાવરણ ઊભું કરવાનો હતો. અમે માનવ જીવનથી ઊંડે સુધી મોહિત હતા. અમે લોકોના નહીં પણ વ્યવસ્થાના વિરોધમાં હતા. વ્યક્તિઓ સાથે અમારો મુકાબલો એ હદ સુધી હતો કે તેઓ અસમાનતા પર આધારિત તે સમયની સામાજિક-રાજકીય વ્યવસ્થાના પ્રતિનિધિ બનીને આવતા હતા."
આઝાદને હંમેશા HSRA ના તમામ સભ્યો અને તેમના પરિવારો માટે હંમેશા ઊંડી ચિંતા રેહતી. ક્રાંતિકારી ભગવાનદાસ માહૌર અને સદાશિવરાવ મલકાપુરકર, જેમને તેઓ 'ભગવાન' અને 'સદ્દુ' કહેતા હતા, તેઓ તેમના નજીકના સાથી હતા. બહુ ઓછા લોકો જાણે છે કે આ મહાન ક્રાંતિકારી સંગીત પ્રેમી પણ હતા. શિવ વર્માના જણાવ્યા અનુસાર, આઝાદે ઘણીવાર ભગવાનદાસ માહૌર અને વિજય કુમાર સિન્હાને ગીત સંભળાવવા માટે વિનંતી કરતા.
ક્રાંતિકારી આઝાદ વિશે વધુ જાણવા માટે વાંચો: ક્રાંતિકારી શિવ વર્માનું પુસ્તક “संस्मृतियाँ” (NBT), માલવિંદર જીત સિંહ વઢૈચનું “ચંદ્રશેખર આઝાદ વિવેકશીલ ક્રાંતિકારી” (રાજકમલ પબ્લિકેશન્સ); વિશ્વનાથ વૈશમ્પાયન દ્વારા લિખિત પુસ્તક "અમર શહીદ ચંદ્રશેખર આઝાદ"
- શુભનીત કૌશિક
સૌજન્ય : હેરિટેજ ટાઇમ્સ

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...