ભગત સિંહના સાંપ્રદાયિકતા પરના વિચારની જાણકારી ઘણા ઓછા લોકોને હશે કે તેઓ સાંપ્રદાયિકતાને એટલી જ ખરાબ માનતા હતા,જેટલું સામ્રાજ્યવાદને.તેમણે પોતે કહ્યું છે કે "સાંપ્રદાયિકતા સમાજની એટલી જ દુશ્મન છે, જેટલું સામ્રાજ્યવાદ."
ભગતસિંહ માનતા હતા કે ધર્મ એક વ્યક્તિગત વસ્તુ છે, અતિશય વ્યક્તિગત ; તેને કોઈ પણ હાલમાં સાર્વજનિક કરવી જોઈએ નહીં.
ભગતસિંહ વગેરેએ જે 'નૌજવાન ભારત સભા' ની રચના કરી,તેમાં પણ એક નિયમ પસાર કરવામાં આવ્યો હતો કે આનો કોઈ પણ સભ્ય કોઇ પણ સ્વરૂપે કોઈ પણ સાંપ્રદાયિક જૂથથી કોઈપણ રીતે સંબંધ નહીં રાખે, કેમ કે એ વખતે નવજુવાન ધાર્મિક-સાંપ્રદાયિક નેતાઓથી,જે દેશની આઝાદીના દુશ્મન અંગ્રેજોના હાથોમાં રમી રહ્યા હતા,ખૂબ ચિડાયેલા હતા. ક્રાંતિકારીઓના વિચારો હતા કે સાંપ્રદાયિક નેતા જ સાંપ્રદાયિક દંગા કરાવે છે, અને આપણી આઝાદીની લહેરના વિકાસના રસ્તામાં બાધાઓ નાખે છે તથા કઠણાઈઓ પેદા કરે છે.
નૌજવાન ભારત સભામાં સર્વ સંમતિથી આ પ્રસ્તાવ ભગતસિંહની આગેવાનીમાં પાસ થયો કે કોઈ પણ ધાર્મિક સંગઠનથી જોડાયેલા નવજુવાનને આમાં લઈ શકાતો નથી,કેમ કે ધર્મ વ્યક્તિનો અંગત મામલો છે, અને સાંપ્રદાયિકતા આપણી દુશ્મન છે અને તેનો હર હાલમાં વિરોધ થવો જોઈએ.
૧૯૧૯ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી સાંપ્રદાયિક દંગાઓનો બ્રિટિશ સરકારે ખૂબ પ્રચાર પ્રસાર શરૂ કર્યો. તેની અસર હેઠળ ૧૯૨૪માં કોહાટમાં ખૂબ જ અમાનવીય ઢંગથી હિન્દુ-મુસ્લિમ દંગા થયા. તેના પછી રાષ્ટ્રીય રાજનીતિક ચેતનામાં સાંપ્રદાયિક દંગા પર લાંબી ચર્ચાઓ ચાલી. તેને સમાપ્ત કરવાની જરૂર તો સૌએ મહેસૂસ કરી,કોંગ્રેસી નેતાઓએ તો હિન્દુ-મુસ્લિમ નેતાઓમાં સમાધાન પત્રો લખાવીને દંગાઓ રોકવા માટે પ્રયત્નો પણ કર્યા.
આવા અવસર પર ભગતસિંહે પોતાના વિચારો મૂક્યા - ભારતવર્ષની દશા આ વખતે ખૂબ જ દયનીય છે.એક ધર્મનો અનુયાયી બીજા ધર્મના અનુયાયીઓના જાની દુશ્મન છે.હવે તો એક ધર્મનું હોવું જ બીજા ધર્મનું કટ્ટર દુશ્મન હોવું છે.જો આ વાત નો હાલ ભરોસો ન હોય તો, લાહોરના તાજા દંગા જ જોઈ લો.કેવી રીતે મુસલમાનોએ નિર્દોષ શીખો-હિન્દુઓને માર્યા છે અને કેવા પ્રકારે શીખો-હિંદુઓએ પણ કોઈ કસર છોડી નથી. આ માર-કાટ એ માટે નથી કરવામાં આવી કે ફલાણો આદમી દોષી છે,પરંતુ એ માટે કે ફલાણો આદમી હિન્દુ છે યા શીખ યા મુસલમાન છે.બસ, કોઈ પણ વ્યક્તિનું શીખ યા હિન્દુ હોવું મુસલમાનો દ્વારા મારવા માટે કાફી હતું અને એ જ રીતે કોઈ વ્યક્તિનું મુસલમાન હોવું જ શીખ-હિન્દુ માટે જાન લેવા માટે પર્યાપ્ત તર્ક હતું.જ્યારે સ્થિતિ આવી થાય તો હિન્દુસ્તાનનો ઉપરવાળો જ માલિક છે.
આવી સ્થિતિમાં હિન્દુસ્તાનનું ભવિષ્ય ખૂબ જ અંધકારમય નજર આવે છે.આ 'ધર્મો' એ હિન્દુસ્તાનનો બેડો ગર્ક કરી દીધો છે.અને હજી ખબર નથી કે આ ધાર્મિક દંગાઓ ભારતવર્ષનો પીછો ક્યારે છોડશે?.આ દંગાઓએ સંસારની નજરોમાં ભારતને બદનામ કરી દીધું છે.અને આપણે જોયું છે કે આ અંધવિશ્વાસના વહેણમાં બધા જ વહી જાય છે.કોઈ બિરલા જે હિંદુ,મુસલમાન યા શીખ હોય છે,જે પોતાનું દિમાગ ઠંડું રાખે છે,બાકી ડંડા - લાકડીઓ,તલવાર-છુરા હાથમાં પકડી લે છે અને અંદરો-અંદર માથા ફોડી-ફોડી મરી જાય છે.બાકી બચેલા થોડા તો ફાંસી પર ચડી જાય છે અને થોડાક જેલોમાં ફેંકી દેવામાં આવે છે.આટલું રક્તપાત થવા પર 'ધર્મજનો' પર અંગ્રેજી સરકાર દ્વારા ડંડાઓ વરસે છે અને પછી તેમના દિમાગનો કીડો ઠેકાણે આવી જાય છે.
"જ્યાં સુધી જોવામાં આવ્યું છે,આ દંગાઓ પાછળ સાંપ્રદાયિક નેતાઓ અને અખબારોનો હાથ છે.આ સમયે હિન્દુસ્તાનના સાંપ્રદાયિક નેતાઓએ એવું નેતૃત્વ કર્યું છે કે ચુપકીદી ભલી.એ જ નેતાઓ જેમણે ભારતને સ્વતંત્ર કરાવવાનો બીડું પોતાના માથા પર ઉપાડેલ હતું અને જે 'સ્વરાજ-સ્વરાજ' ની બડાઈ મારતા થાકતા ન હતા,તે જ પોતાના માથા યા તો સંતાડેલા ચૂપચાપ બેઠા છે અથવા આ જ ધર્માંધતાના વહેણમાં વહી જઈ રહ્યા છે. માથા સંતાડીને બેસનારાઓની સંખ્યા પણ શું ઓછી છે? પરંતુ આવા નેતાઓ જે સાંપ્રદાયિક આંદોલનમાં જઈને ભળી ચૂક્યા છે, આમ તો જમીન ખોદવાથી સેંકડો મળી આવે છે.જે નેતાઓ હૃદયથી સૌનું ભલું ઈચ્છે છે,એવા ખૂબ જ ઓછા છે અને સાંપ્રદાયિકતાની એવો પ્રબળ પૂર આવેલો છે કે તેઓ પણ તેને રોકી શકતા નથી.એવું લાગે છે કે ભારતમાં નેતૃત્વનું દેવાળું ફુંકાઈ ગયું છે.
"બીજા સજ્જન જે સાંપ્રદાયિક દંગાને ભડકાવવામાં વિશેષ ભાગ લેતા રહે છે,તે અખબારવાળાઓ છે."
"પત્રકારિતાનો વ્યવસાય જે એક વખતે ખૂબ જ ઊંચો સમજવામાં આવતો હતો,આજે ખૂબ જ ગંદુ થઈ ગયું છે.આ લોકો એક-બીજાની વિરુદ્ધ મોટા-મોટા શીર્ષકો આપી લોકોની ભાવનાઓ ભડકાવે છે અને પરસ્પર ભોડા-ભીટકાવે છે.એક-બે જગ્યાએ જ નહીં, કેટલીયે જગ્યાઓ પર એટલે જ દંગાઓ થાય છે કે સ્થાનિક અખબારોએ ખૂબ જ ઉત્તેજનાપૂર્ણ લેખો લખ્યા છે.એવા લેખક, જેમનું દિલોદિમાગ આવા દિવસોમાં પણ શાંત રહ્યું હોય,ખૂબ જ ઓછા છે.
"અખબારોનું કર્તવ્ય શિક્ષણ આપવું,લોકોમાંથી સંકીર્ણતા નીકાળવી,સાંપ્રદાયિક ભાવનાઓ દૂર કરવી, પરસ્પર મેળ-મિલાપ વધારવું અને ભારતની સામાન્ય રાષ્ટ્રીયતા બનાવવી હતી,પરંતુ એમણે તેમનું મુખ્ય કર્તવ્ય અજ્ઞાનતા ફેલાવવી, સંકીર્ણતાનો પ્રચાર કરવો,સાંપ્રદાયિક બનાવવું, લડાઈ-ઝઘડા કરાવવા અને ભારતની રાષ્ટ્રીયતાને નષ્ટ કરવા બનાવી લીધું છે.આ જ કારણ છે કે ભારતવર્ષની વર્તમાન દશા પર વિચાર કરી આંખોથી લોહીના આંસુ વહેવા લાગે છે, અને દિલમાં સવાલ ઉઠે છે કે 'ભારતનું શું થશે? '
"આ ખુશીના સમાચાર અમારા કાને પડ્યા છે કે ભારતના નવયુવકો હવે એવા ધર્મોથી,જે પરસ્પર લડાવવા તેમજ ધૃણા કરવાનું શીખવે છે,તંગ આવી હાથ ધોઈ રહ્યા છે,ઔર એમનામાં એટલું ખુલ્લાપણું આવી ગયું છે કે તે ભારતના લોકોને ધર્મના નજરથી,હિન્દુ-મુસલમાન યા શીખના સ્વરૂપે નહીં, પરંતુ બધાને પહેલા માણસ સમજે છે, પછી ભારતવાસી.ભારતના યુવકોમાં આ વિચારોના પેદા થવાથી માલુમ થાય છે કે ભારતનું ભવિષ્ય સોનેરી છે અને ભારતવાસીઓને આ દંગા વગેરેને જોઈને ગભરાવવું જોઈએ નહીં, બલ્કે તૈયાર થઈને યત્ન કરવો જોઈએ કે આવું વાતાવરણ બને, જેથી દંગાઓ જ ન થાય.
- સુજાતા ( ગાંધી ઔર ભગતસિંહ પુસ્તકમાંથી)
Comments
Post a Comment