Skip to main content

મહાદેવીના જવાહરભાઈ


મહાદેવી વર્મા દ્વારા લખાયેલા રેખાચિત્ર અને સંસ્મરણો ભારતીય સાહિત્યનો વારસો છે. તેમની પાસે જવાહરલાલ નેહરુ વિશે એક એવું સંસ્મરણ પણ છે, જેનું શીર્ષક છે: 'જવાહરભાઈ'. મહાદેવી નેહરુ સાથેની તેમની પ્રથમ મુલાકાત વિશે લખે છે કે તે સમયે તે અલ્હાબાદમાં ક્રાસ્થવેટ ગર્લ્સ કોલેજમાં ધોરણ 7 ની વિદ્યાર્થીની હતી. એક દિવસ તેણીને આચાર્ય કુમારી તુલાસકર સાથે આનંદ ભવન જવાનો મોકો મળ્યો અને તેણી શાળાના ગણવેશમાં જ બિસ્તરા લઈ તેની શિક્ષિકા સાથે આનંદ ભવન જવા રવાના થઈ. નેહરુ સાથેની આ પ્રથમ મુલાકાતમાં, મહાદેવી તેમના મનમાં પડેલી ઊંડી છાપ વિશે લખે છે કે 'તેમની દ્રષ્ટિમાં સ્વપ્નિલ વિશેષતા હતી. સામે ઊભેલી વ્યક્તિને લાગ્યું કે જાણે એ આંખો તેની બહાર કંઈક જોઈ રહી છે.'
જ્યારે તેણી તેની શિક્ષિકા સાથે આનંદ ભવનથી પરત ફરવા લાગી ત્યારે તેણી બેગ ભૂલીને બહાર આવી ગઈ. નેહરુ મહાદેવીનો થેલો બહાર લાવ્યા અને તેમને પૂછ્યું, 'આ પુસ્તકો તમારા છે?' જ્યારે મહાદેવીએ સ્વિકાર કરતાં માથું હલાવ્યું ત્યારે નેહરુએ ઠપકો આપ્યો અને કહ્યું - 'શું હાસ્યાસ્પદ વાત છે! પુસ્તકો ફેંકતા ફરી રહ્યા છો. વાંચતા શું ધૂળ હશો?'
મહાદેવી લખે છે કે 'શું હાસ્યાસ્પદ વાત છે' વાળો ઠપકો તેમને નેહરુ દ્વારા પછી પણ ઘણી વખત
સાંભળવા મળ્યો હતો. એક મોટર અકસ્માતમાં મહાદેવીનો પગ ભાંગી ગયો, નેહરુએ કહ્યું 'કેટલી હાસ્યાસ્પદ વાત છે, તમે તમારો પગ જ ભાંગી નાખ્યો.' જ્યારે મહાદેવી ઘણા મહિનાઓ સુધી અસ્વસ્થ રહ્યા ત્યારે નેહરુએ કહ્યું હતું કે 'શું હાસ્યાસ્પદ વાત છે, તમે વારંવાર બીમાર પડો છો.' મહાદેવી લખે છે કે તેણીએ ત્યારથી નહેરુને સેંકડો વખત જોયા હતા, પરંતુ 'કોઈપણ સંજોગોમાં તેમના માનવીય રૂપમાં કોઈ ફરક જોવા મળ્યો નહીં.'
તેમણે વડાપ્રધાન તરીકે નેહરુની મુલાકાતનો રસપ્રદ અહેવાલ આપ્યો છે. બન્યું એવું કે લેખકોના કોપીરાઈટ સંબંધિત મુદ્દા અંગે મૌલાના આઝાદ સાથે વાત કરવા મહાદેવીને દિલ્હી જવું પડ્યું. તેમણે નેહરુને મળવાનું પણ નક્કી કર્યું, પરંતુ મહાદેવીએ આ મુલાકાતનો સમય અગાઉથી નક્કી કર્યો ન હતો. જ્યારે તેણી નેહરુને મળવા તીન મૂર્તિ પહોંચ્યા, ત્યારે તેમના અંગત સચિવે કહ્યું કે પૂર્વ-નિર્ધારિત સમય વિના તેમને મળવું શક્ય નથી, અને 'અહીં તો લોકો 10-10 દિવસ રાહ જોઈ પડ્યા રહે છે'.
વાત મહાદેવીને ચુભી ગઈ, તેણીએ વળતો જવાબ આપ્યો, 'તે વડાપ્રધાનની વ્યસ્તતાનો પુરાવો હોઈ શકે છે, પરંતુ જેઓ 10-10 દિવસ પડ્યા રહે છે, તેમની નવરાઈનો ચોક્કસ પુરાવો છે.તમે જાઓ અને તેમને જાણ કરો કે મહાદેવી પ્રયાગથી આવ્યા છે અને તેમણે આજે જ પાછા ફરવાનું છે. તેમને મળવાની રાહ જોવામાં તેણી જીવનના કિંમતી 10 દિવસ ગુમાવી શકે તેવી સ્થિતિમાં નથી.’ પછી તો શું ! જવાહરલાલ પોતે બહાર આવ્યા અને મહાદેવીને પોતાની સાથે અંદર લઈ ગયા અને કહ્યું, 'અહી બેસો, મને અલ્હાબાદની સ્થિતિ કહો. તને કોણે શું કહ્યું? 'એના પછી મને જીદનું યાદ રહ્યું કે ન ફરિયાદ કરવાનું.પોતે વ્યસ્ત હોવા છતાં બીજાના આત્મવિશ્વાસ અને સુવિધાની ચિંતા કરવાનું તેઓ ભાગ્યે જ ભૂલતા હતા.'
એક રસપ્રદ ઘટના ભોજનના આમંત્રણ સાથે પણ જોડાયેલી છે, જે કદાચ વર્તમાન સમયમાં વધુ સુસંગત છે. એકવાર મહાદેવી અને મૈથિલીશરણ ગુપ્ત નેહરુને મળવા ગયા. નેહરુએ બંનેને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું. જ્યારે તેમને ખબર પડી કે મહાદેવી મૈથિલીશરણ ગુપ્તની જેમ શાકાહારી છે, ત્યારે નહેરુએ મહાદેવીને મજાકમાં કહ્યું, 'શું તમે હજુ પણ ઘાસપાત ખાઓ છો'. મૈથિલીશરણજીએ જવાબ આપ્યો, 'તમે બધાએ અમારા માટે શું બાકી રાખ્યું છે.' પછી નેહરુએ શાકાહારી ભોજન તૈયાર કરવાની વ્યવસ્થા કરી. રાત્રિભોજનમાં શાકાહારી અને માંસાહારી બંને વ્યવસ્થા હતી. નેહરુએ મહાદેવીની થાળી પોતાની પાસે રાખી અને તેમને આત્મીયતાથી કહ્યું, 'તમે જે નથી ખાતા, તે બીજાને ખાતા જોઈને નાક ન ચડાવો,બરાબર!'
મહાદેવી આ અનોખા સંસ્મરણના અંતે લખે છે: 'આજે તેઓ તેમના સ્વપ્નદ્રષ્ટિ સાથે અદ્રશ્ય થઈ ગયા છે, તેમણે સ્વપ્નદ્રષ્ટા હોવાની કિંમત ચૂકવી છે અને દેશે એક સ્વપ્નદ્રષ્ટા મેળવવાનો.'
[સંદર્ભ: મહાદેવી સાહિત્ય સમગ્ર,ખંડ-2.]

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...