-------------------------------------
શ્રમિકોમાં ભારે અસંતોષ ફેલાઈ રહ્યો હતો.1937-38માં બિહારમાં 11 શ્રમિક હડતાળો થઈ. 1938-39 માં સંખ્યા વધી ગઈ.આ શ્રમિકોને કોઈ સાંભળવાવાળું ન હતું. પ્રોફેસર અબ્દુલ બારી તેમનો અવાજ બન્યા અને તેમણે તેમના નેતૃત્વમાં એક શ્રમિક સંઘ સ્થાપિત કર્યું. બારી સાહેબના નેતૃત્વવાળા સંગઠનોમાં ટાટા વર્કર્સ યુનિયન સૌથી પ્રમુખ હતું ડિસેમ્બર 1938 માં બિહટા ખાંડ મીલના ક્ષેત્રમાં એક સભા થઈ.જેમાં પ્રોફેસર અબ્દુલ બારી અને રામવૃક્ષ બેનીપુરીએ ભાષણ આપ્યું અને એક શ્રમિક સંઘની સ્થાપના કરવામાં આવી. શ્રમિક સંઘ તરફથી માલિકોને 20 ડિસેમ્બર સુધી તેમની માંગ પુરી નહીં કરવામાં આવે તો હડતાળ કરવાની ધમકી આપવામાં આવી.વસ્તુતઃ બિહટા ખાંડ મીલ અને થોડી અન્ય મીલોમાં ડિસેમ્બર અંત સુધી હડતાળો શરૂ થઈ, પરંતુ થોડાક દિવસોમાં સમાપ્ત થઈ ગઈ.
રાજેન્દ્ર પ્રસાદ તેમની આત્મકથામાં લખે છે કે - 'પ્રોફેસર અબ્દુલ બારી ત્યાં સુભાષચંદ્ર બોઝની મદદ કરી રહ્યા હતા.મેં પણ, મારા સુબામાં હોવાને કારણે અને મજદુરોની માંગોને ન્યાયયુક્ત સમજીને,આ હડતાળનું સમર્થન કર્યું.એના પછી તેને ચલાવવાનો શરૂઆતનો બધો જ ભાર પ્રોફેસર અબ્દુલ બારી અને મારા ઉપર આવી ગયું.
1938 ના જૂન મહિનામાં બંગાળ અને બિહારની છ પ્રમુખ કંપનીઓને ગંભીર શ્રમિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.સૈનિક હડતાળ પર ચાલ્યા ગયા.અને આ બધું અબ્દુલ બારીના નેજા હેઠળ થઈ રહ્યું હતું.એક અખબારના રિપોર્ટ મુજબ 'મેનેક હોમી', જે વર્ષોથી જમશેદપુરના નિર્વિવાદ રૂપથી શ્રમિક 'બોસ' માનવામાં આવતા રહ્યા,ને ગણિત પ્રોફેસર અબ્દુલ બારીની સામે આત્મસમર્પણ કરવું પડ્યું.
તેના પહેલાં 1929માં પ્રોફેસર અબ્દુલ બારી જમશેદપુર ના 'તીનપ્લેટ સ્ટ્રાઈક' માં કેબલ વર્કર્સની સાથે ઉભા નજર આવ્યા.અને સાફ શબ્દોમાં કહ્યું કે સ્થાનીય સરકારે ગતિરોધ ખતમ કરવા માટે જલ્દી સમાધાન બોર્ડ નિયુક્ત કરવું જોઈએ.જો સરકાર આવું નથી કરતી તો તે આ મામલો બિહાર પ્રાંતીય કોંગ્રેસ કમિટીના વર્કિંગ કમિટી સામે સમક્ષ મુકશે.
કહેવાય છે કે 1929 ના શ્રમિક હડતાળથી ગાંધીજી ઘણા નિરાશ હતા. એવામાં સુભાષચંદ્ર બોઝ,રાજેન્દ્ર પ્રસાદ,નેહરુ અને પ્રોફેસર અબ્દુલ બારી એ પ્રયાસમાં લાગેલા હતા કે ગાંધીજીનો એક પ્રવાસ અહીં થઈ જાય.
પોતાની જ સરકારની વિરુદ્ધ ઉભા રહ્યા પ્રોફેસર:
-----------------------------------------------------------
શ્રમિકોની બાબતમાં પ્રોફેસર અબ્દુલ બારી પોતાની ખુદની જ સરકારને કોસવામાં પણ ક્યારે પાછા નથી રહ્યા.તેમનું માનવું હતું કે કૃષિ સુધારાની સાથે સરકારના પક્ષપાત અને શ્રમના સવાલો ઉપર ધ્યાન આપવામાં નિષ્ફળતાને કારણે બિહારમાં એક ગંભીર સમસ્યા પેદા થઈ છે. ખુદ કોંગ્રેસના લોકોની ગતિવિધિઓ માટે ધન્યવાદ, જે શ્રમિકોના ગેર-જવાબદાર ઉપસાવવામાં મંત્રાલયને વિકલાંગ કરી રહ્યા છે. કૃષિ સંકટથી બહાર આવવા માટે શ્રમ સમસ્યા પર બોલી લગાવવામાં આવી રહી છે.
પ્રોફેસર અબ્દુલ બારી નું ભાષણ કોંગ્રેસ સરકાર પર હિંસક હુમલાની રૂપમાં ચિન્હિત કરવામાં આવે છે.એટલું જ નહીં જમશેદપુરમાં પોતાના ભાષણમાં પ્રોફેસર બારી કહે છે કે તેઓ ભલે બિહાર સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય ,પરંતુ કાર્યકર્તાઓ તેમજ શ્રમિકો માટે તેઓ બધું જ કરશે અને તેમને પોલીસ સુરક્ષા અપાવી તેમની સુરક્ષા કરશે.1938 માં અબ્દુલ બારી દ્વારા આપવામાં આવેલા ભાષણ આપણે કોંગ્રેસની અંદરના રાજનીતિક સંઘર્ષોની સાથે-સાથે પ્રચલિત કટ્ટરપંથી રાષ્ટ્રવાદી વિમર્શનો પણ અહેસાસ કરાવે છે.ખાસ કરીને 20 ઓક્ટોબર 1938 છાતાબાદ અને 20 નવેમ્બર 1938 મદનાડીહમાં આપવામાં આવેલ ભાષણ તેનો અહેસાસ જરૂર કરાવે છે.
શ્રમિકોની લડાઈમાં કંપની માલિકોને હંમેશા અબ્દુલ બારીના સામે ઝૂકવું પડ્યું.5 નવેમ્બર 1938 ની એક ખબર મુજબ અબ્દુલ બારી સાહેબના કારણે જમશેદપુરમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીના લગભગ 7000 કર્મચારી ભવિષ્યમાં વિભાગીય ઉત્પાદન બોનસ ના હકદાર થશે.અબ્દુલ બારી અને કંપની તરફથી એ.આર. દલાલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષની હાજરીમાં આના પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં બંને આના પર સહમત થયા.અબ્દુલ બારીએ એસોસિયેટ પ્રેસને આપવામાં આવેલા એક સાક્ષાત્કારમાં કહ્યું કે ટાટાના પ્રબંધને વિભાગીય ઉત્પાદન બોનસ વિશે ચૂકવણા અટકાવવા બાબતને રજૂ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.જેના દ્વારા એક શ્રમિકની મજૂરી જેટલી ઓછી થશે, બોનસની રાશી એટલી જ વધુ થશે.વિભાગીય ઉત્પાદન બોનસ હવે પહેલાથી પ્રાપ્ત 3000 સિવાય લગભગ 8000 શ્રમિકો વચ્ચે વહેંચણી કરવામાં આવશે.
20 જુલાઈ 1939 રાંચીમાં જમશેદપુરના શ્રમિકોની સમસ્યા પર 'લેબર ઇન્કવાયરી કમિટી' ની એક બેઠક થઈ, જેમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીના ડાયરેક્ટર એ. આર. દલાલ અને તેમની કંપનીના જનરલ મેનેજર જે. જે. ગાંધી, બિહારના પ્રીમિયર શ્રીકૃષ્ણ સિંહ, ફાઈનાન્સ તેમજ શ્રમિક મંત્રી અનુગ્રહ નારાયણ સિંહ અને લેબર ઇન્કવાયરી કમિટીના ચેરમેન ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સામેલ થયા. આ બેઠકમાં પ્રોફેસર અબ્દુલ બારી સરકારની જગ્યાએ શ્રમિકો તરફથી તેમની વાત મૂકી રહ્યા હતા, જો કે અબ્દુલ બારી ખુદ સરકારમાં સામેલ હતા.કહી દઈએ કે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની કંપનીએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને જે શરતો પ્રસ્તુત કરી હતી તે શરતો પ્રોફેસર અબ્દુલ બારીને સ્વીકારી હતી નહીં.
કોંગ્રેસમાં હોવા છતાં પણ પ્રોફેસર અબ્દુલ બારી હંમેશા તેમની પાર્ટી તરફથી ઊભા રહેવાની જગ્યાએ શ્રમિકોની સાથે ઉભા નજર આવ્યા. પ્રોફેસર અબ્દુલ બારીએ ડો. રાજેન્દ્ર પ્રસાદ અને પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા વિવાદની મધ્યસ્થતા પર પણ સવાલ ઉભા કર્યા. એટલું જ નહીં જ્યારે 1 ઓગસ્ટ 1939 ટાટા લેબર યુનિયનના મેમોરેન્ડમની તપાસ માટે રાજેન્દ્ર પ્રસાદ અને પંડિત જવાહરલાલ નેહરુ જમશેદપુર પહોંચ્યા. અહીં પણ પ્રોફેસર અબ્દુલ બારી લેબર યુનિયન તરફથી ઊભા નજર આવ્યા.
આ રીતે પ્રોફેસર અબ્દુલ બારી કામની બાબતમાં તેમની જ સરકાર ઉપર સવાલ ઉભા કરવામાં ક્યારેય પાછા પડતા નહીં. બજેટને લઈને એસેમ્બલીમાં ચાલી રહેલી ચર્ચામાં અબ્દુલ બારીએ ખુદની સરકાર પર ઘણા સવાલો ઉભા કર્યા હતા.અબ્દુલ બારીએ સવાલો કર્યા હતા કે મફત અનિવાર્ય પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અને નવી બિલ્ડીંગ પરિયોજનાઓને લાગુ કરવામાં સરકારે કેમ પાછી પાની કરી રહી છે.? અબ્દુલ બારીએ ટિપ્પણી કરી કે સરકાર પરિયોજનાઓ અને નિશ્ચિત યોજનાઓ માટે પાછલા વર્ષોના બજેટમાં પ્રદાન કરેલી મોટી રકમનો ઉપયોગ કરવામાં વિફળ રહી છે.
- પ્રોફેસર અબ્દુલ બારી પુસ્તક ( Afroz Alam Sahil )
Comments
Post a Comment