સ્નાતક પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી તેણી પિતા સરદાર વલ્લભભાઈ પટેલની સાથે રહેવા લાગ્યા,પરંતુ પિતા અને પુત્રી વચ્ચે કોઈ પ્રકારનો સંવાદ થતો ન હતો.૧૯૨૩-૨૪માં બ્રિટિશ સરકારે ક્ષેત્રીય લોકો પર ભારે કર લગાવી દીધો,તેમની ભૂમિ તેમજ પશુઓને કબજે કરી લીધા.અંગ્રેજોએના આ દમનકારી રવૈયાથી ક્રોધિત થઈને હજારો મહિલાઓએ મણીબેન પટેલના નેતૃત્વમાં બહાર નીકળીને આંદોલન કર્યું.તેણીએ મહાત્મા ગાંધીથી મુલાકાત કરી.ગાંધીજી,સરદાર પટેલ તેમજ અન્ય નેતાઓની સભામાં ભાગ લેવા લાગ્યાં તથા તેમણે 'કર મત ચૂકવો' અભિયાનને શક્તિશાળી સમર્થન પ્રદાન કર્યું.
૧૯૨૮માં બારડોલીના ખેડૂતોને આ જ પ્રકારની યાતનાઓમાંથી નિકળવું પડ્યું.મહાત્મા ગાંધીએ જનતાને સંગઠિત કર્યા તથા કર બંધી અભિયાનની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલને સોંપી દીધી. તેમણે આ કાર્યને ખૂબ જ મોટા સાહસ અને કુશળતા પૂર્વક પૂર્ણ કર્યું.તેમની આ યોગ્યતાથી પ્રભાવિત થઈ મહાત્મા ગાંધીજીએ તેમને 'સરદાર'ની ઉપાધિ પ્રદાન કરી.
જો કે આરંભમાં મહિલાઓએ બહાર નીકળવામાં સંકોચ બતાવ્યો,પરંતુ મણીબેનના સંકલ્પ આગળ બાળિકાઓ, દુર્બળ અને અશક્ત તેમજ બીમાર મહિલાઓ પણ સાથ આપવા ઊભી થઈ.તેમના હૃદય પરિવર્તનનો શ્રેય મણીબેન પટેલને જાય છે.આ મહિલાઓએ સરકાર દ્વારા જોર જબરીથી જપ્ત કરેલી જમીન પર તંબુ ગાડી લીધા તથા ઝૂંપડીઓ ઊભી કરી લીધી.તેમણે વીરતા પૂર્વક પોલીસનો પણ સામનો કર્યો. ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહની સફળતા પછી મણીબેન પટેલને ઘણીવાર જેલની યાત્રા કરવી પડી.તેણી ૧૯૩૦, ૧૯૩૨-૩૪, ૧૯૩૮-૩૯,૧૯૪૦ તથા ૧૯૪૨-૪૫માં જેલ ગયા.તેના પહેલાં ૧૯૨૭માં તેમણે કૈરા જિલ્લા પૂર રાહત કાર્યમાં સરાહનીય યોગદાન આપ્યું હતું.
તેણી ૧૯૫૧થી કોંગ્રેસમાં સંમિલિત થયા તથા વિભિન્ન પદો પર રહેતા સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો તથા ઘણી રચનાત્મક,સંગઠનાત્મક કાર્યોનું નેતૃત્વ કર્યું.તેણી અનેક સંસ્થાઓના ઉત્તરદાયિત્વપૂર્ણ પદો પર રહ્યા તથા તેનું કુશળતા પૂર્વક સંચાલન કર્યું.તેણી આજીવન ગાંધીવાદી વિચારધારા નામ પ્રબળ સમર્થક હતા.૧૯૫૨-૫૭ તથા ૧૯૫૭-૬૨ સુધી તેણી લોકસભાના સદસ્ય રહ્યા. ગાંધી રચનાત્મક આંદોલન સંબંધિત તેમના ઘણા પ્રકાશ પણ છે, જેમાં 'બાપુના પત્રો', 'સરદારની શીખ', 'દેશી રાજ' વગેરે. ૧૯૯૦ માં તેણીનું નિધન થઈ ગયું.દેશના સ્વતંત્રતા આંદોલન તેમજ નવનિર્માણમાં તેણીનું મહત્વપૂર્ણ યોગદાન છે.દેશવાસીઓ તેણીના યોગદાનને લાંબા સમય સુધી યાદ કરતા રહેશે.
Comments
Post a Comment