જૈમિની રોય, જેમણે વિશ્વના નકશા પર ભારતીય લોક અને આદિવાસી કળાઓને ઓળખ આપી.
જૈમિની રોયે પરંપરાગત દક્ષિણ એશિયાઈ લોક કળાને આધુનિક સ્વરૂપમાં રજૂ કરી. રોયનો જન્મ 11 એપ્રિલ 1887માં થયો હતો. કોલકાતાની ગવર્નમેન્ટ સ્કૂલ ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરતી વખતે તેમણે કળાના ક્ષેત્રમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સદીના મધ્યમાં તેમણે લંડન અને ન્યૂયોર્કમાં તેમની વિશિષ્ટ કળાનું પ્રદર્શન કર્યું.
તેમની શરૂઆતની કૃતિઓમાં 'પ્લોમેન', 'એટ સનમેટ પ્રેયર', 'વેન ગો' અને 'સેલ્ફ પોટ્રેટ વિથ વેન ડાયક બિયર્ડ'નો સમાવેશ થાય છે.
ભારતની નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ અનુસાર, તેઓ બ્રિટિશ એકેડેમિક સ્ટાઈલ ઓફ પેઈન્ટીંગમાંથી તાલીમ મેળવ્યા બાદ એક કુશળ ચિત્રકાર તરીકે પ્રખ્યાત થયા, પરંતુ બાદમાં તેમણે પશ્ચિમી શૈલી છોડીને પૂર્વ એશિયાઈ લોક કળા અને હસ્તકળા પરંપરાઓને મહત્વ આપ્યું.
1938 માં, કોલકાતામાં 'બ્રિટિશ ઇન્ડિયા સ્ટ્રીટ' પર તેમની કલાનું પ્રદર્શન પ્રથમ વખત મૂકવામાં આવ્યું હતું. 1940ના દાયકામાં તેઓ બંગાળી મધ્યમ વર્ગ અને યુરોપિયન સમુદાયમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. 1946માં લંડનમાં તેમની કલાનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને ત્યારબાદ 1953માં ન્યૂયોર્ક શહેરમાં પણ તેમની કલા પ્રદર્શિત કરવામાં આવી હતી. 1954માં ભારત સાકરે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા.
તેમની કલાને ઘણા આંતરરાષ્ટ્રીય મંચોમાં વ્યાપકપણે પ્રદર્શિત કરવામાં આવી છે, અને તેમની કૃતિઓ લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ જેવા ઘણા ખાનગી અને જાહેર સંગ્રહોમાં જોઈ શકાય છે.
જૈમિની રોય 1920 ના દાયકાના અંત સુધીમાં તેમના વતન બાંકુરા, પશ્ચિમ બંગાળમાં લોક કળાના ક્ષેત્રમાં એક પ્રેરણા બન્યા હતા. તેમણે સામાન્ય ગ્રામીણ લોકો, મહાકાવ્યોના દ્રશ્યો અને પ્રાણીઓ વગેરેના ચિત્રો બનાવ્યા. ગૂગલે કહ્યું કે "તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને તેમના કાર્યને ભારતની રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ગણવામાં આવે છે," ગૂગલે જણાવ્યું હતું. રોયે 24 એપ્રિલ 1972ના રોજ 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
પુરસ્કાર અને સન્માન :
- 1934 માં, તેમને પેઇન્ટિંગ 'બાળકને પૂલ પાર કરવા મદદ કરતી માતા' માટે વાઈસરોયનો સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
- 1954માં ભારત સરકારે તેમને 'પદ્મ ભૂષણ'થી સન્માનિત કર્યા.
- 1955માં તેમને લલિત કલા અકાદમીના પ્રથમ ફેલો બનાવવામાં આવ્યા હતા.
- 1976 માં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, સંસ્કૃતિ મંત્રાલય અને ભારત સરકારે તેમના કાર્યોને મૂલ્યવાન જાહેર કર્યા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જૈમિની રોયથી ખુબ પ્રભાવિત હતા, તેઓ સ્વયં રોયને મળવા માટે ગયા હતા. ગાંધીજીએ તેમને 'રાષ્ટ્રવાદી કળાકાર' નુ બિરુદ આપ્યું.
Comments
Post a Comment