Skip to main content

1st May : Labour Day..આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ



કોઈ મજૂરનો પસીનો સુકાય એના પેહલાં એનુ મેહનતાણુ ચુકવી દો...
~ મુહંમદ પયંગબર
ખર્ચા અને જોખમો શક્ય હોય ત્યાં સુધી પ્રજાને માથે નાખવો અને નફો ખીસામાં સેરવી લેવો એ પ્રવર્તમાન રાજ્ય આધારિત મૂડીવાદના પાયાનો સિદ્ધાંત છે.
~ નોમ ચોમ્સ્કી
પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર
—-------------------------------
વ્યયવસાયીક આરોગ્ય અને સલામતી માટે કામ કરતી ગુજરાત રાજ્યની એક અગત્યની સંસ્થા એટલે 'પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર', જેની સ્થાપના 1992 માં કરવામાં આવી.
કામને સ્થળે થતા અકસ્માતો અને વ્યવસાયીક રોગો એ જાહેર આરોગ્યનું એક અગત્યનું અંગ છે. અકસ્માતો અને વ્યવસાયીક રોગોનો ભોગ બની આપણા દેશમાં લાખો કામદારો મૃત્યુ પામે છે. અથવા અપંગ બની કુટુંબ અને સમાજ ઉપર ભાર બને છે. કામ કરવાની ઉંમરમાં મૃત્યુ પામતા અથવા અપંગ બનતા લોકોને કારણે આર્થીક ઉત્પાદન ઉપર ઊંડી અસર પડે છે. દેશનું કુલ ઘરેલું ઉત્પાદન ઘટે છે. આ તેમજ કામદારોના જીવનના વિવિધ પાસાં અંગે સમાજમાં જાગૃતી કેળવી એનો ભોગ બનતા કામદારોની સંખ્યામાં ઘટાડો કરવો,સંશોધનો કરીને એ માટેના ઉપાયો સુચવવા, કામદારોને સલામતી માટે તાલીમ આપવી,જેવા વીવીધ હેતુઓ માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
મજદૂરોને લગતા કાયદાઓ, એમની સુરક્ષા અને સલામતી વિશે આપની સંસ્થામાં તાલીમ કાર્યકમો, લેકચર, પ્રદર્શનો તેમજ અન્ય કાર્યકમો માટે 'પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર',વડોદરાનો સંપક કરી શકો છો.
સંસ્થાની પ્રવૃત્તિઓ :પ્રદર્શનો, પ્રકાશનો, સંશોધન, સીલીકોસીસ અટકાવો ઝુંબેશ,નીદાન કેમ્પ, તબીબી અને કાનુની સલાહ લેકચર, તાલીમ, સેમીનાર, ચર્ચા.
સંસ્થાના પ્રકાશનો અને વિચારપત્રો મંગાવી વાંચીએ જેથી કામદારોની વાસ્તવિક પરિસ્થિતિઓથી વાકેફ થવાય. એમને હૂંફ, સાથ-સહકાની જરૂર છે.
ગુજરાતમાં કામદારો-મજૂરોની પરિસ્થિતિ,એમની તકલીફો અંગેનો અભ્યાસ અને વિશ્લેષણ થકી એમના અવાજને વાચા આપતા આદરણીય Jagdish Patel (પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર,વડોદરા) ના અથાગ પ્રયત્નોને સલામ…
ઓક્યુપેશનલ એન્ડ એન્વાયર્નમેન્ટલ
હેલ્થ નેટવર્ક ઇન્ડીયા (OEHNI) :
------------------------------
“ ઓહની ”એ વ્યવસાયીક રોગોથી પીડાતા કામદારો,કામદા૨ સંગઠનો, સ્વૈચ્છીક સંગઠનો અને શ્રમજીવીઓ સાથે કામ ક૨તી અન્ય સંસ્થાઓનું નેટવર્ક છે. ૨૦૦૪માં મુંબઇ ખાતે યોજાયલે વર્લ્ડ
સોશીયલ ફોરમના અધીવેશન દ૨મિયાન આ નેટવર્કની સ્થાપનાનો વિચા૨ વહેતો મુકાયો હતો અને તેના
૫૨ ચર્ચા શરૃ થઇ હતી. અંતે ૨૦૦૬માં દીલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ગોષ્ઠીમાં તેની સ્થાપના કરવામાં આવી. માહિતી, શીક્ષણ અને હિમાયત જેવા પ્રયાસો દ્વારા કામને સ્થળે સલામતી અને આરોગ્ય ધોરણોમાં સુધારો કરવો એ તેનું ધ્યેય છે.
“ ઓહની “એ ભારતીય કાર્યસ્થળને વધુ આરોગ્યપ્રદ અને સલામત બનાવવા તાકતું વિશિષ્ટ મંડળ છે. દેશમાં વ્યવસાયિક આરોગ્ય અને સલામતી પ્રત્યેની ઘો૨ ઉપેક્ષાને કાશણે એક સંયુક્ત સંઘ બનાવવાની જરૂર હતી.ભાજરતના જુદા જુદા ભાગોમાં વ્ય.આરોગ્ય અને સલામતી અધીકારો માટે ચાલી રહેલ જુદી જુદી ચળવળોને સાથે લાવી એક સંયુકત મજબુત ચળવળ ઉભી ક૨વા એ સૌને જોડવાનું કામ કરે છે અને કામદારોને માટે વધુ સારા સલામતી અને આરોગ્યની સ્થિતિની માંગણી ફરે છે.મંડળના સભ્યોને એ સમાન મંચ પુરો પાડે છે.
વ્યવસાયિક આરોગ્ય અંગેની માગણીઓ :
--------------------------------------
-વિશ્વ મજુર સંગઠન (આઈ.એલ.ઓ)નો ઠરાવનં. ૧૫૫ સ્વિકારો.
- ૨૦૦૯ની કામને સથળે સલામતી, આરોગ્ય અને પર્યાવરણ માટેની નિતિનો અમલ કરો.
- મજૂર કાયદાઓના અમલીકરણમાં કામદારો, કામદાર સંગઠનો અને સામાજિક સંગઠનોનૅ ભેળવો, એમનો સહકાર મેળવો અને તેમને કાનુની અધીકાર આપો.
- કેન્દ્ર અનૅ રાજયોના મજુર ખાતામાં ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરો.
- તમામ પ્રકારના એર્સ્બેસ્ટોસના ઉત્પાદન, વેચાણ વપરાશ, આયાત-નિકાસ અનૅ ખાણકામ પર પ્રતીબંધ મૂકો.
કાયદા :
——-
કા૨ખાનાનો કાયદો, ૧૯૪૮, મકાન અને અન્ય બાંધકામ કામદારોનૉ કાયદો,ખાણનો કાયદો, બંદર કામદારોનો કાયદો વીગેેરે.
કારખાનાનો કાયદો અથવા ફેક્ટરી એક્ટ ૧૦ કે તેથી વધુ કામદારો હૉય તેવા ઉત્પાદન એકમને લાગુ પડે છે.કામને સ્થળે સલામતી અને આરોગ્ય અંગે તેમાં વીસ્તૃત જોગવાઇ કરવામાં આવી છે. કાયદાની જોગવાઇ ઉપરાંત રાજ્ય દ્વારા કાયદાના અનુસંધાનમાં નિયમો ઘડવામાં આવે છે તેનું પણ પાલન કરવાનું હોય છે.
કાયદાની મુખ્ય જોગવાઇઓ કારખાનામાં સૌ વાંચી શકે તેવી જગ્યાએ પ્રદર્શીત કરવાના હોય છે.આ અંગે વધુ માહીતી મેળવવા તમારા વીસ્તારના કારખાના નિરીક્ષક્નો અથવા કામદાર સંઘનો અથવા સ્વૈચ્છિક સંસ્થાનો સંપર્ક કરી શકૉ છો.
એજ રીતે મકાન અને અન્ય બાંધકામ કામદારોનો કાયદો, ખાણ કાયદો અને બંદર કામદારોનો કાયદો જે તે ઉધોગના કામદારોમાં કામને સ્થળે સલામતી અને આરોગ્યના રક્ષણ માટે બનાવાયા છે.

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...