"આઝાદીનો મતલબ થાય છે કે લોકો જે નથી સાંભળવા માંગતા તેને સંભળાવવાનો અધિકાર ! "
- જોર્જ ઓર્વેલ
ઇતિહાસ જે રસ્તાઓથી નીકળી આગળ ચાલે છે,વધે છે એ રસ્તાઓને જાણવા-ઓળખવા અને સંસારને એનાથી પરિચિત કરાવવું એક જરૂરી ઐતિહાસીક જવાબદારી છે.પરંતુ, આ છે ખૂબ જ ઝીણવટભર્યું કામ. જે એની ઝીણવટને નથી ઓળખી શકતા,તે રાજનીતિની ગલીઓમાં ઢોલ વગાડતા રહી જાય છે ; જે એની ઝીણવટને સમજી અને સમજાવી શકે છે તે જોર્જ ઓરવેલ (1903-1950) બની જાય છે ; અને લખી જાય છે 'એનિમલ ફાર્મ'(1945) અને '1984' (1949). આ બંને પુસ્તકોએ માનવ સમાજની જેટલી સેવા કરી છે એટલી ખૂબ જ ઓછા પુસ્તકોએ કરી છે.આ બંને પુસ્તકો અમર થઈ ગયા છે.
1917 માં થયેલ રશિયન ક્રાંતિએ પણ માનવ સમાજની એટલી જ સેવા કરી છે કે એની ગાથા પણ અમર થઈ ગઈ છે.વિનોબાએ જેમને 'મહામુનિ' કહ્યા તે કાલ માર્કસનું ચિંતન અને જયપ્રકાશે જેને 'મહાનાયક' કહ્યા તે વ્લાદિમીર ઈલિચ લેનિન ના અસામાન્ય નેતૃત્વથી સ્વેચ્છાચારી જારશાહીનો અંત થયો અને 1922માં સોવિયેત સંઘ અસ્તિત્વમાં આવ્યું. 1917 પછી દુનિયાની સોચ અને સામાજિક ચર્ચાની ભાષા એટલી હદે બદલાઈ ગઈ કે એવી પહેલા ક્યારેય બદલાઈ નહોતી.પરંતુ આ સ્વર્ણિમ આકાશ જલ્દીથી એની ચમક ખોવા લાગ્યું.રોજા લક્ઝમબર્ગ (1871-1919),લિયોન ટ્રોટ્સ્કી(1879-1940) જેવાઓએ ચમક ખોઈ રહેલ ક્રાંતિની આ પીડાને જોઈ અને દુનિયાને ચેતવણી પણ આપી.ટ્રોટ્સ્કીએ પતનશીલ મજદૂર ક્રાંતીની વિરુદ્ધ લેનિનને ચેતવણી અને સ્ટાલિનનોનો તો સીધો મુકાબલો જ કર્યો હતો.સ્ટાલિને સત્તા મેળવતાં જ સ્ટાલિને સત્તા મેળવતાં જ ટ્રોટ્સ્કીને દેશનિકાલ આપી દીધું અને અંતત: ભાડાના હત્યારા મોકલી,મેક્સિકોમાં તેની હત્યા કરાવી દીધી.અંદરો અંદર ખૂની ખેલમાં આ અસામાન્ય ક્રાંતિ એ વખતે ફસાઈ તે આજ સુધી તેમાંથી સ્વસ્થ થઈ શક્યા નથી.
સામ્યવાદ અને સામ્યવાદી ક્રાંતિથી જયપ્રકાશનો મોહભંગ પણ આ ગાળામાં થયો અને જ્યોર્જ ઓરવેલ નો પણ.જયપ્રકાશ ખૂબ જ લાંબુ અને રોમાંચક વિચારયાત્રાની તરફ ફરીથી 'ભલાઈની પ્રેરણા' શીર્ષક હેઠળ એ ઐતિહાસિક નિબંધ લખ્યું જેણે દુનિયાના વામપંથી ખેમામાં ઊંડી હલચલ મચાવી દીધી,તો ગાંધી વિચારને પણ સમૃદ્ધ કર્યું.
જોર્જ ઓર્વેલે પણ વિચારોની લાંબી યાત્રા કરી.1922 થી 1927 સુધી તે ઇન્ડિયન ઈમ્પિરિયલ પોલીસમાં અધિકારી બનીને બર્માના મોરચા પર રહ્યા.1936-37માં સ્પેન યુદ્ધમાં તે બજાપ્તા ફૌજી બનીને લડ્યા ગયા અને ત્યાં સુધી એક ગોળી એમના ગળાને ચીરીને નીકળી ગઈ. તેનાથી ફૌજી જીવન સમાપ્ત થયું.ઘાયલ ઓરવેલ હવે એક નવી લડાઈમાં કૂદી પડ્યા - વિચારો ની લડાઈ.તેમણે ટ્રોટ્સ્કીની ધારાને સમર્થન આપ્યું.આ રશિયન ક્રાંતિનો સ્ટાલિન યુગ હતો.અગર જો ઓરવેલ સ્પેનથી ભાગી નીકળવામાં અને ઇંગ્લેન્ડ પહોંચવામાં સફળ ન થયા હોત તો તેમના જીવન પર પણ બની આવત.ઇંગ્લેન્ડમાં થોડો સમય બીબીસીમાં રહ્યા,થોડો સમય પત્રકારિતા-સંપાદન કર્યું.અને પછી એમનું પહેલું પુસ્તક આવ્યુ - 'એનિમલ ફાર્મ'.તે એક એવી કથાવસ્તુ હતી જેને અદ્ભુત ઝીણવટથી ઓર્વેલે વણેલું હતું જેથી તે સંસારને બતાવી શકે જુના મનમાંથી નવો સંસાર નથી બનાવી શકાતો,કે નથી ટકાવી શકાતું.ઓર્વેલ કલ્પના કરે છે કે જાનવરોનું એક વાડો છે જે તેમના મનુષ્ય માલિકી નિર્જીવ થઈ બળવો કરે છે અને મનુષ્યની ગુલામીમાંથી છુટકારો મેળવી લે છે.હવે તેમના મનની દુનિયા રચવા માટે પૂરુ આકાશ તેમની સામે ખુલ્લુ છે.તેમના ગુરુ મેજરે ક્રાંતિનું સપનું તો વણી આપ્યું હતું,હવે ભરવાનો હતો એમાં રંગ.તે ભયાઈ પણ ગયો પરંતુ બધા રંગ બેરંગ થતા ગયા અને તેમનું 'એનિમલ ફાર્મ' એક શોકાંતિકા બનીને રહી ગયું.ઓરવેલે આ નવલકથામાં તેમના આદર્શ ટ્રોટ્સ્કીને પણ સામેલ કર્યા અને એમને નામ આપ્યું 'સ્નોબોલ',જેની કથા 'ગોલુ'ના નામથી વાંચી શકાય છે.
'એનિમલ ફાર્મ' અને '1984' - બંને પુસ્તકોનું સંયુક્ત વેચાણ આજદિન સુધી એટલું બધું થયું છે કે જેટલું વીસમી સદીમાં કોઈપણ એક લેખકના બે પુસ્તકોનું નથી થયું.2008માં પ્રખ્યાત અખબાર 'ધ ટાઈમ્સ' એ 1945 થી 2008 ની વચ્ચે સૌથી શ્રેષ્ઠ અંગ્રેજ લેખકોની સૂચીમાં ઓર્વેલને બીજા ક્રમે રાખ્યો હતો.
૦૦૦
ગાંધી માર્ગનો આ પૂરો અંક તે જ 'એનિમલ ફાર્મ'ને લઈને આવ્યો છે.એ માટે નહીં કે આ કોઈ શ્રેષ્ઠ લેખકની કૃતિ છે,પરંતુ એ માટે કે 'એનિમલ ફાર્મ' દુનિયાભરના પરિવર્તનવાદીઓનું પાઠ્યપુસ્તકનો દરજ્જો મેળવી ચૂક્યું છે.એટલું જ નહીં,આ ગાંધીને સમજવામાં આપણને મદદ કરે છે.ગાંધી વારંવાર એક જ વાત આપણને સમજાવતાં કહે છે કે સાધ્ય કેટલું પણ સારું હોય,મહત્વપૂર્ણ એ છે કે તમારું સાધન પણ તેટલું જ સારું હોય.કાળા સાધનોની કાળી છાયા ચમકદાર ઉપલબ્ધિને પણ કાળી કરી નાખે છે.'હિન્દ સ્વરાજય'(1909) માં તે તેમના પાઠકો પર ટિપ્પણી કરતાં કહે છે કે તમારે સિંહ તો જોઈએ,પરંતુ સિંહનો સ્વભાવ નથી જોયતો.તેઓ પૂછે છે : સિંહના સ્વભાવ વગર સિંહ હોય છે શું?
આખા સંસારમાં,બધા પ્રચલિત વાદો-પદ્ધતિઓની પાસે સત્તાનું એક જ મોડલ છે.ક્રાંતિકારી જ્યારે જૂની વ્યવસ્થા તોડીને તેમના સપનાંની નવી દુનિયા બનાવવા નીકળે છે ત્યારે તેની પાસે પણ ઈંટ-ગારો તો તે જ હોય છે જે તેને વારસામાં મળ્યું છે.એટલા માટે વિનાયક બનાવવા માંગે છે,બની જાય છે વાંદરો ! ગાંધી જોર આપીને કહે છે કે મન:સ્થિતિ બદલો,પરિસ્થિતિ જાતે જ બદલાઈ જશે.આજનો સમાજશાસ્ત્રી જેને 'પૈરાડાઈમ શીફ્ટ' (બદલાવ) કહે છે ગાંધી તેને જુના અળસિયામાંથી નીકળવું કહે છે.આપણો પોતાનો દેશ એનું એક યોગ્ય ઉદાહરણ છે.આઝાદીની લડાઇની અપૂર્વ રણનીતિ અને રચનાત્મક કાર્યક્રમોનું અકલ્પનીય તંત્ર ગાંધીએ એ રીતે ઊભું કર્યું હતું કે દુનિયાને લાગવા માંડ્યું હતું કે ભારતથી,પૂર્વથી જ કોઈ નવો સંદેશ,કોઈ નવો રસ્તો મળશે.પરંતુ મળી 3 ગોળીઓ જેણે ગાંધી વ્યક્તિને જ નથી માર્યો, સંભાવનાઓના પુરા સંસારને વિખેરી નાખ્યો.
30 જાન્યુઆરી 1948 પછી જેણે રચવાનું હતું એ સંભાવનાઓના આધારે નવું ભારત,એ બધાની પાસે મોડલ તો એ જ હતું જે અંગ્રેજ છોડીને ગયા હતા.તેથી બદલાયા લોકો અને એમની ચામડીનો રંગ.ગાંધી છૂટી ગયા તો છૂટતા જ ચાલ્યા ગયા.
એવું ત્યારે પણ બન્યું જ્યારે રશિયામાં સામ્યવાદી ક્રાંતિ પછી સામ્ય પર આધારિત સમાજ બનાવવાના પડકારો આવ્યા.લેનિને થોડા હાથ-પગ માર્યા જરૂર પરંતુ સ્થિતિઓ હાથમાંથી નીકળતી ગઈ અને અંતત: પૂંજીવાદી પ્રતિમાનોથી સમતાની ક્રાંતિએ દમ તોડી દીધો.
ઓર્વેલના 'જનાવરપુરા' માં પણ એવું જ થયું.
ક્રાંતિના હર નવા પ્રયાસ સાથે એવું જ થઈ શકે છે.
ગાંધીએ આપણા માટે વિરાસત છોડી છે : ક્રાંતિ પ્રત્યે સતત જાગરૂકતા અને આપણા પ્રત્યે ઊંડી,કઠોર ઈમાનદારી.
૦૦૦
'એનિમલ ફાર્મ' નું હિન્દી અનુવાદ પહેલાં પણ થઇ ચૂકયું છે પરંતુ આજે જરૂરી એ હતું કે 'ઓર્વેલ' ના 'એનિમલ ફાર્મ' ને 'જનાવરપુરા' બનાવવામાં આવે.ઓર્વેલ ભારતીય હોતા તો જે કરતા એ કામ 'પ્રેરણાજી' એ અસામાન્ય કુશળતાથી કરેલું છે.આ ભાષાંતર નથી, રૂપાંતર છે.પાઠકોને યાદ હશે, આપણે 'પ્રેરણાજી' ની આ પ્રતિભા જેમ્સ ડગલસની 'અનસ્પીકેબલ' ની પ્રસ્તુતિમાં પણ જોઈ ચૂક્યા છીએ.પ્રેરણણાજી સ્વયં ગાંધી વિચારથી પ્રતિબદ્ધ જ નથી,પરંતુ ગાંધીની દિશા સમજવા તેમજ તેને યુવા-મનો સુધી પહોચાડવાની કોશિશમાં સતત લાગેલા રહે છે.તે આધુનિક અર્થશાસ્ત્રમાં દખલ રાખે છે અને ગાંધીને તેના પર પણ અજમાવતાં રહે છે.
૦૦૦
એનિમલ ફાર્મ એક ક્લાસિક છે ; સામ્યવાદ પર એક ઐતિહાસિક ટિપ્પણી છે.આજે સામ્યવાદ દુનિયાના કુલ પાંચ દેશોમાં બચી રહ્યું છે અને ત્યાં પણ બીજું કંઈ પણ હોય સામ્યવાદ તો નથી જ.તો પછી આ પુસ્તક પ્રાસંગિક કેમ છે? આજનો નવજુવાન ભલે સામ્યવાદની પરિકલ્પનાથી અજાણ છે પરંતુ તેને પણ એ સાફ દેખાય છે કે હરેક જગ્યાએ એક 'રાજા' છે જે કોઈ 'મુંગેરીલાલ' અને 'ગોલુ' નો ડર બતાવી પુરા 'જનાવરપુરા' ને પોતાના કાબુમાં રાખે છે.જ્યારે પણ 'રાજા' નો કોઈ મોટો ગોટાળો સામે આવે છે, જનાવરપુરામાં પણ યુદ્ધ થઇ જાય છે જેથી ભોળા જાનવરોનું ધ્યાન ભટકી જાય અને દુશ્મનના ડરથી તે બધા 'રાજા' ના કાબુમાં રહે.એમની તકલીફોને કોઈ મોટા ઉદ્દેશના અવાજ હેઠળ દબાવી દેવામાં આવે છે.આજે 75 વર્ષ પછી પણ આ પુસ્તક સામ્યવાદને જ નહીં,દુનિયાભરની તાનાશાહીઓને આવરી લે છે.જે તાનાશાહીની વૃત્તિઓને નથી ઓળખી શકતા તે અભિશપ્ત થઈ પોતાના 'જનાવરપુરા' માં પુરાઈ જાય છે.આ સચ્ચાઈના કારણે તેનું રૂપાંતર કર્યા વગર હું રહી શકી નહીં.
- પ્રેરણા
સૌજન્ય : ગાંધી-માર્ગ (માર્ચ - એપ્રિલ 2021)
નોધ : આદરણીય શરીફાબેન વિજળીવાળાની યુટ્યુબ ચેનલ પર 'એનિમલ ફાર્મ' ગુજરાતીમાં બે ભાગમાં સરળ રીતે સમજાવેલ છે.
ભાગ ૧. https://youtu.be/Jqw1-xes0WI
ભાગ ૨. https://youtu.be/6pbg4QtLYI0
Comments
Post a Comment