મારા જીવનની સૌથી મોટી ઘટના મારો જન્મ હતો.હું પંજાબના એક અજ્ઞાત ગામ 'સમરાળા' માં પેદા થયો. જો કોઈને મારી જન્મ-તિથિમાં રસ હોઈ શકે છે તો તે મારી મા હતી,જે હવે જીવિત નથી.બીજી ઘટના 1931માં થઈ જ્યારે મેં પંજાબ યુનિવર્સિટીથી દસમાની પરીક્ષા સતત ત્રણ વર્ષ ફેલ થયા પછી પાસ કરી.ત્રીજી ઘટના હતી જ્યારે મેં 1939માં લગ્ન કર્યા, પરંતુ આ ઘટના દુર્ઘટના ન હતી અને આજે પણ નથી. અને બીજી ઘણી બધી ઘટનાઓ થઇ પરંતુ એમાં મને નહીં પરંતુ બીજાઓને કષ્ટ પહોંચ્યા.ઉદાહરણ તરીકે મારુ કલમ ઉઠાવવું એક બહુજ મોટી ઘટના હતી જેનાથી શિષ્ટ લેખકોને પણ દુઃખ થયું અને શિષ્ઠ પાઠકોને પણ.
મેં થોડાક વર્ષો મુંબઈમાં ગુજાર્યા અને ફિલ્મી વાર્તાઓ લખી.આજકાલ લાહોરમાં છું અને ફિલ્મી નથી.સાધારણ વાર્તાઓ લખી રહ્યો છું. લગભગ બે ડઝન વાર્તા-સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેના નામ ગણાવીને તમને પરેશાન કરવા નથી માંગતો.મારુ વર્તમાન સરનામું પણ એ માટે નથી લખી રહ્યો કેમકે હું પોતે પણ પરેશાન નથી થવા માંગતો.
આ સંક્ષિપ્ત પરિચય મંટોએ એ સમયે પ્રકાશ પંડિતને લખીને મોકલ્યો હતો જ્યારે 1954માં ઉર્દૂની સર્વ શ્રેષ્ઠ વાર્તાઓની તેઓ પસંદગી કરી રહ્યા હતા.હવે તો સાચે મંટોના નિવાસ્થાનનો કોઈ જ પત્તો નથી, કેમકે આ જ્વલન વાર્તાકારનું 1955 અકાળે દેહાંત થઈ ગયું હતું.
મંટો ઉર્દૂના એકમાત્ર એવા વાર્તાકાર લેખક હતા જેમની રચનાઓ જેટલી પસંદ કરવામાં આવે છે એટલી જ નાપસંદ પણ.અને એમાં કોઈ જ શંકાને સ્થાન નથી કે તેમને ગાળો આપવા વાળા લોકો જ સૌથી વધારે તેમને વાંચે છે.તાબડતોડ ગાળો ખાવા, અને 'કાલી સલવાર', 'ઠંડા ગોસ્ત' વગેરે અશ્લીલ રચનાઓના કારણે વારંવાર અદાલતના કઠેરામાં ઘસીટી જવા પર પણ તે બરાબર એ વાતાવરણ અને અન્ય પાત્રોના સંબંધમાં વાર્તાઓ લખતા રહ્યા, જેને સભ્ય લોકો ધૃણાની દ્રષ્ટિથી જુએ છે, અને પોતાના સમાજમાં કોઈ સ્થાન આપવા તૈયાર નથી. એ સાચું છે કે જીવન વિશે મંટોનું દ્રષ્ટિકોણ કંઈક અસ્પષ્ટ અને એક સીમા સુધી નિરાશાવાદી છે.સ્વસ્થ પાત્રોની જગ્યાએ તેમણે લગભગ અસ્વસ્થ પાત્રોને જ તેમનો વિષય બનાવ્યો છે.અને તેમના યુગના તેઓ ખુબજ મોટા નિંદક હતા. પરંતુ ,માનવ-મનોવિજ્ઞાનને સમજવા અને પછી એના પ્રકાશમાં બનાવટ અને જૂઠનો પર્દાફાશ કરવાની જે ક્ષમતા મંટોને પ્રાપ્ત હતી તે નિ:સંદેહ કોઈ અન્ય ઉર્દૂ લેખકને પ્રાપ્ત નથી.
જ્યાં સુધી કલાત્મક પ્રૌઢતાનો સંબંધ છે, મારા વિચારમાં ઉર્દૂના આધુનિક યુગના કોઈ વાર્તાલેખક મંટો સુધી પહોંચતો નથી.આપણે તેમના સિદ્ધાંતોથી મતભેદ હોઈ શકે છે. આપણે એ કહી શકીએ છીએ કે કોઈ કલાકૃતિ તે સમય સુધી મહાન નથી થઈ શકતી જ્યાં સુધી કે કલાત્મક પ્રૌઢતાની સાથે સાથે તેમાં રચનાત્મક પાસું ન હોય. પરંતુ તેમની લેખની ઉપર આંગળી રાખીને પણ એ નથી કહી શકતા કે કલાની દ્રષ્ટિથી તેમાં કોઈ જોલ છે યા એ કે લેખક તેમના સિદ્ધાંતો અને માન્યતાઓને પ્રત્યે નિષ્કપટ નથી.
- પ્રકાશ પંડિત
--------------------------------------------------------------------------------------------------------------------
સઆદત હસન મંટો (મે 11,1912 - જાન્યુઆરી 18,1955)
ભારત-વિભાજનની પૃષ્ઠભૂમિમાં લખાયેલ 'ટોબા ટેક સિંહ' લેખક મંટોની સૌથી મશહુર વાર્તા છે.મે 11,1912 ના દિવસે જન્મેલા સઆદત હસન મંટોનું સાહિત્યિક યાત્રા અંગ્રેજી,ફ્રેન્ચ અને રશિયન લેખકોની રચનાઓના અનુવાદથી આરંભ થઈ.શરૂઆતના લેખનમાં મંટો સમાજવાદી અને ડાબેરી સોચથી પ્રભાવિત નજર આવે છે.પરંતુ દેશના વિભાજને તેમને ખૂબ જ ઊંડો અને અમિટ ઘાવ આપ્યો,જેના પડછાયો તેમની અનેક વાર્તાઓમાં મળે છે.જેમ એ દિવસોના પાગલપણું,ક્રૂરતા અને દહેશતને દર્શાવાયા છે.કેટલીય વાર તેમની લખેલી વાર્તાઓ પર અશ્લીલતાના આરોપ લગાવવામાં આવ્યા 1947માં વિભાજન પછી,મંટો પાકિસ્તાનમાં જઈને વસ્યા.પરંતુ, ત્યાં તેમને મુંબઇ જેવું બૌદ્ધિક વાતાવરણ અને દોસ્તો ન મળ્યા અને તેઓ એકલપણુ અને શરાબના અંધારામાં ડૂબવા લાગ્યા અને 1955માં મૂત્રપિંડની બીમારીના કારણે તેમનું અવસાન થયું.
"જો તમને મારી વાર્તાઓ અશ્લીલ યા ગંદી લાગે છે,તો જે સમાજમાં તમે રહો છો તે અશ્લીલ અને ગંદો છે. મારી વાર્તાઓ તો કેવળ સત્ય દર્શાવે છે…."
મંટો વારંવાર આવું કહેતા હતા જ્યારે તેમના પર અશ્લીલતાના આક્ષેપ લાગતા.બેબાક સત્ય લખનાર મંટો ઘણા એવા મુદ્દા ઉપર પણ લખતા જેને એ સમયના સમાજમાં બંધ દરવાજા ના પાછળ દબાવીને,છુપાવીને રાખવામાં આવતા હતા.સત્ય સામે લાવવાની સાથે વાર્તા કહેવાની એમની બેમિશાલ અદા અને ઉર્દુ જબાન પર બેજોડ પકડે સહાદત હસન મંટોને વાર્તાના બેતાજ બાદશાહ બનાવી દીધા.માત્ર 43 વરસની જિંદગીમાં તેમણે 200થી વધુ વાર્તાઓ,એક નવલકથા,3 નિબંધ સંગ્રહ અને અનેક નાટકો,રેડિયો અને ફિલ્મ પટકથાઓ લખી.ફ્રેન્ચ અને રશિયન લેખકોથી પ્રભાવિત ડાબેરી સોચ ધરાવતા મંટોના લેખનમાં સચ્ચાઈને એવી રીતે રજૂ કરવાની તાકાત છે જે લાંબા અરસા સુધી પાઠકના દિલોદિમાગ પર તેમની પકડ બનાવી રાખે છે.2012માં પૂરા હિન્દુસ્તાનમાં મનાવવામાં આવેલી મંટોની જન્મ શતાબ્દી એ વાતનું સબૂત છે કે મંટો આજે પણ તેમના પાઠકો અને પ્રશંસકો માટે જીવંત છે.
Comments
Post a Comment