Skip to main content

ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતિ.

 


"સુધારકની શસ્ત્રાગારમાં કારણ અને નૈતિકતા એ બે સૌથી શક્તિશાળી શસ્ત્રો છે."
"આપણે આપણા પોતાના પગ ઉપર ઊભા રહેવું જોઈએ અને આપણા અધિકારો માટે શક્ય તેટલી શ્રેષ્ઠ લડત આપવી જોઈએ.આંદોલનો ચલાવો અને તમારા સમુદાયને સંગઠિત કરો. સંઘર્ષ દ્વારા શક્તિ અને પ્રતિષ્ઠા તમારી પાસે આવશે".
બાબાસાહેબના શબ્દો જેટલા એ વખતે સુસંગત હતા તેટલા જ આજે પણ સુસંગત છે ! બાબાસાહેબનું સામાજિક ન્યાય અને સમાનતાની દિશામાં માટેનું પ્રદાન અપ્રતિમ છે.ચાલો આપણે એવા માણસની મહેનત અને બલિદાનનું સન્માન કરીએ જેમણે ભારતને તેનું બંધારણ આપ્યું…જેના આમુખમાં જ એક શ્રેષ્ઠ નાગરિક બનવા માટે,દરેક ભારતવાસીને બંધારણનુ અમલ કરી દેશ માટે ગૌરવ અનુભવવા માટે સંકલ્પ છે.
બંધારણનું આમુખ
અમે ભારતના લોકો પ્રતિજ્ઞા કરીએ છીએ કે ભારત એક
સાર્વભોમ,બિનસાંપ્રદાયિક,સમાજવાદી,
લોકશાહી પ્રજાસત્તાક રાજય બને અને
તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય
ન્યાય મળે.વિચારો,વાણી,ધર્મ અને
ઉપાસનાની સ્વતંત્રતા રહે.વ્યક્તિને દરજજાની અને
તકની સમાનતા રહે.વ્યક્તિના ગૌરવ અને
રાષ્ટ્ની એકાત્મકતા અને અખંડીતાતા જળવાઈ રહે તે માટે ભાઈચારો કેળવવાનો દઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં ૨૬ નવેમ્બર,૧૯૪૯ના રોજ આ સંવિધાન અપનાવી,તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છે.
ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું સમતાપૂર્ણ, માનવીય, વિજ્ઞાનલક્ષી, તર્કબદ્ધ, વિવેકબદ્ધ, ન્યાયપૂર્ણ ભારતનું નિર્માણ કરવામાં અને સેંકડો વર્ષોથી દબાયેલા, કચડાયેલા વંચિતોનું પુનુરુત્થાન કરવામાં અનન્ય યોગદાન છે.જેના વિશે સવિશેષ પ્રકાશ નાખવાને બદલે આજકાલ બાબાસાહેબની સાથે ઘણા સત્પુરુષોના સાહિત્ય,લખાણ અને પુસ્તકોના સંદર્ભે કહેવાતા રાગ દરબારીઓ,એવોર્ડ વાંચ્છુ લેખકો અને કટાર લેખકો વૈમનસ્ય ફેલાવવના બદ ઈરાદાથી અડધા-અધૂરા જ્ઞાન,આધાર પુરાવા વગરના લખાણો થકી પ્રોપગેન્ડા-ફેશન પણ ચાલાવી રહ્યા છે તો વાચક વર્ગે પોતાની પરિપક્વતા અને વિવેકબુદ્ધિથી એવા બિલાડીના ટોપની જેમ ફૂટી નિકળેલા,જજ બની ફરતા લખાણકારોથી ચેતવાની સાથે એમને સમજવાની જરૂર છે.જોકે વાચક વર્ગ હોશિયાર અને સમજદાર હોય છે,તોય જાગતા નર સદા સુખી..
આજે બીજી એક વસ્તુ માર્ક કરજો.લીબરલ કહેવાતી, દરરોજ પોસ્ટુ કરતી ભણેલી-ગણેલી,સમજદાર વ્યક્તિઓની પોસ્ટોમાં ક્યાંય બાબા સાહેબ આંબેડકરની જ્યંતિ વિશેના લખાણો દેખાય તો કહેજો.. આમ તો બાબા સાહેબના આપેલા બંધારણ પ્રમાણે દરેક સ્વતંત્ર છે લખવા, ના લખવા બાબતે એટલે આક્ષેપ નહી પરંતુ સૂચન તરીકે માત્ર,આપણો દેશ ભારત જે બંધારણ મુજબ ચાલી રહ્યો છે એના ઘડવૈયા અને મહામાનવ છે બાબા સાહેબ એ કેવી રીતે ભૂલી જવાતું હશે..!!!! શું કામનું ભણતર,વિદ્વત્તા,કહેવાતી સમજ.. જો આપણે આવા સત્પુરુષો પ્રત્યે માન,આદર અને સમ્માનના બે શબ્દો પણ ન લખી શકીએ..!!!!
મતભેદ હોઈ શકે અને હોવા જ જોઈએ પરંતુ મનભેદ એક ભારતીય તરીકે ક્યારેય ન હોવા જોઈએ અને મનભેદ તો આપણા સત્પુરુષો ય ન હોતા રાખતા..મતલબ સાફ થાય છે કે આજે પણ આપણા સમાજોમાં હજીયે હુંસાતુંસી,ઊંચનીચ અને આભડછેટ પ્રવર્તી રહી છે..
બાબા સાહેબ આંબેડકરે ૧૯૨૦માં મૂકનાયક - મરાઠી પાક્ષિક શરૂ કર્યું હતું. જે જમીની હકીકતથી વાકેફ કરનાર હતું કારણ કે તે જ્ઞાતિ અને અસ્પૃશ્યતા પરના સામાજિક-રાજકીય દૂષણોમાં ફેરફાર લાવનારુ હતું. મૂકનાયકે દલિતો દ્વારા ભારપૂર્વક દાવા કરવાની નવી રાજનીતિના સુકાની તરીકે મદદ કરી હતી !
બાબાસાહેબ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી "ડોક્ટર ઓલ સાયન્સ" નામની ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરનાર વિશ્વના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે. ઘણા બાકી વિદ્યાર્થીઓએ પ્રયત્ન કર્યા હતા,પરંતુ સફળ થયા ન હતા.
મારા પોતાના વિચારો વ્યક્ત કરું તો “બધા ખરાબ નથી હોતા પરંતુ દરેક ધર્મ,જાતી અને વર્ગોમાં બે ચાર ટકા નુસંસ,અસામાજિક તત્વો હોય જ છે જેમના કારણે આખા ધર્મ,જાતી અને વર્ગને ખોટી અવધારણાઓ,ઉભા કરાયેલા ભય યા વિકૃત માનસિકતા થકી ખોટું ચિતરવામાં આવતો હોય છે.આ બે ચાર ટકા બાકીના ૯૫% ટકા પર હાવી થઇ ધ્રુવીકરણની રાજનીતિમાં આરામથી સફળ થઇ જતા હોય છે. “
બાબાસાહેબ માત્ર દલિતોના એકલા નેતા નથી એ મારા પણ નેતા છે તમારા પણ ને દેશના પણ નેતા છે અને આખા વિશ્વના નેતા છે.માનવમૂલ્યોનું જતન અને સમાનતાની શીખ પણ એમણે જ આપેલ છે.એવું જરૂરી નથી કે તે માત્ર દલિત જ હોય પણ શોષિત,પીડિત કે તકલીફમાં હોય એ દરેક વ્યક્તિ અને સમાજના મસીહા છે.એમનું આ વ્યક્તિત્વ પ્રેરણા અને આશાનું કિરણ બની ઇન્સાનિયતના દીવડા જગમગાવવાનું કામ કરેલ છે.ને એ તમામ લોકો બાબાસાહેબના અનુયાયીઓ છે.
મને વ્યક્તિગત રીતે બાબાસાહેબમાંથી ખુબ જ પ્રેરણા મળી છે અને એ પ્રેરણા થકી એમના ઉચ્ચ અને ઉત્કૃષ્ઠ વિચારોને લોકો સુધી પહોચાડવા માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યો છું.આપને જયારે જીવનમાં ક્યારેય કોઈ તકલીફ યા કઠણાઈ યા હિંમત હારી જાઓ ત્યારે એકાદવાર બાબા સાહેબના સંઘર્ષપૂર્ણ જીવનને યાદ કરજો.એમના સંઘર્ષ આગળ આપણી તકલીફો તો કશુય નથી.એ જ એવા વ્યક્તિ હતા કે જીવનમાં ગમે તેવા કષ્ઠ આવ્યા પણ હિંમત ન હોતા હાર્યા.બાબા સાહેબના સંઘર્ષમય જીવનને જાણી લેનારને ક્યારેય કોઈ તકલીફ નડતી નથી અને બધી જ સમસ્યાઓનું નિરાકરણની સાથે નાગરિકને નીડર બનાવે છે.બાબાસાહેબની એક બીજી ખાસિયત બીજાઓ માટે મતલબ સમસ્ત દેશવાસીઓ માટે ખુબ જ પ્રેમ હતો.બધા જ લોકો માટે ખુબ જ સંવેદનશીલ, લાગણી અને હુંફ રાખતા.જેની ગેરસમજો અમુક સમાજમાં પ્રવર્તે છે.
અતિ મહત્વની વાત એમના અભ્યાસની કે જેઓ ઇંગ્લેન્ડ સ્કુલ ઓફ સાયન્સ અને અમેરિકામાં કોલમ્બિયા યુનીવર્સીટીમાં અભ્યાસ કરેલ.જેમની યુનીવર્સીટી ના ઈતિહાસમાં બાબા સાહેબ જેવો હોશિયાર વિદ્વાન વિદ્યાર્થી આજ સુધી આવ્યો નથી જેને લઈને કોલમ્બિયા યુનીવર્સીટીએ એની એન્ટ્રીમાં જ બાબાસાહેબની પ્રતિમા મુકેલ છે ને ત્યાં લખ્યું છે ‘The Symbol Of Knowledge”.અને આપણા દેશમાં જન્મજયંતી કે કોઈ ઉત્સવમાં ફૂલહાર કરશે.બેનરમાં પણ હવે નવો ટ્રેન્ડ આયો જે સત્પુરુષ વ્યક્તિની ઉજવણી કરતા હોય એમના ફોટા સાથે એમનો પણ ફોટો લગાવશે જાણે એ પણ પોતે મોટા સત્પુરુષ હોય.ભાઈ સત્પુરુષો જાતે પોતાના ફોટા ના લગાવે એ તો એમના પ્રેમી અનુયાયીઓ જ લગાવે માટે પોતાના ફોટાઓ લગાવી પોતાની સાથે સાથે તમારી પાર્ટી સંસ્થાનું અપમાન કરી સત્પુરુષોને શું કરવા અપવિત્ર કરો છો!!?? અભ્યાસ કરી ઉચ્ચ ડીગ્રીઓ હાસિલ કરી બાબાસાહેબ જયારે દેશમાં પાછા ફરે છે તો એજ છુઆછૂત નોકરીઓમાં,અધિકારી હોવા છતાં ફાઈલ પણ દુર ઉભા રહી આપતા આ બધું જોઈ જર્મની જર્મન ભાષા શીખવા જવાનું માંડીવાળી આ ઉચ્ચ્નીચના ભેદભાવની સમાજ વ્યવસ્થાને જડમૂળમાંથી નાબુદ કરવાનો નિર્ધાર કરેલ.જે બાળપણમાં ભોગવેલ શાળાએ,એમને પાણી પીવડાવનાર માત્ર પટાવાળો અધ્ધર હાથે પીવડાવતો,જે દિવસે એ ગેરહાજર હોય તો આખો દિવસ તરસ્યા રેહવું પડતું.ક્લાસમાં ભૂલથી ખોટી જગ્યાએ થઈને આવે રૂમમાં જ્યાં બીજા વર્ણના બાળકોના ટીફીન પડ્યા હોય તો એ ટીફીન બીજે ખસેડવાના અવાજ એમના કાનમાં ગુંજતા.ચાર ચાર બાળકોને ગુમાવનાર ,જયારે છેલ્લા બાળકના મૃત્યુ વખતે દફનવિધિ માટે એ બાળકને ઢાંકવા કાપડના પૈસા ના હોતા ત્યારે એમની પત્નીની એકમાત્ર સાડીને ફાડીને એ કપડાનું કફન બનાવ્યું હશે,ખાલી વિચારો કે કેવી પરિસ્થિતિ હશે !?
આવી સમાજ વ્યવસ્થામાં જીવનાર આટ આટલા દુખો,તકલીફો વેઠનાર રતી માત્ર વિચલિત થયા વગર સર્વસામાન્ય સમાજના સ્વીકૃત નેતા ન હોવા છતાં એમને દેશને સર્વોપરી રાખી ભારતીય બંધારણ બનાવ્યું.શું એ ધારત તો દલિતો માટે વિશેષ એમને અનુરૂપ બંધારણ ન બનાવી શક્યા હોત ? અનામતની વાતો કરનાર દેશવાસીઓને એક જ વાત કેહવા માંગું છું કે સરકારી અને પ્રાઇવેટ સેક્ટરની તુલના કરીએ તો સરકારી ૧૦% છે અને પ્રાઇવેટ ૯૦% સેક્ટર છે.તો કેમ પ્રાઈવેટ સેક્ટરમાં અનામત નથી આપવામાં આવતું ? ને મેડીકલ એન્જીયરીંગમાં પાસ ક્લાસ લાખો કરોડો ખર્ચી એનઆરઆઈ ને ઘણા બીજા કવોટામાં પૈસાથી એડમીશન લઇ ડોક્ટર એન્જીનીયર બની શકે છે એ ચાલે.!!! સરકારી નોકરીયોના યુપીએસસી થી લઈને રાજ્ય સરકારોની કમીશન અને બીજી અન્ય પોસ્ટોમાં સિલેક્ટ થયેલા એસસી/એસટી વિદ્યાર્થીઓના મેરીટ જોવાનો પ્રયત્ન કરજો ખબર પડશે જનરલ અને ટોપર કરે છે.માટે એક તો ૧૦% સરકારી નોકરીયો ને એમાંય અનામત અનામત કરી લોકોને ભરમાવી ધ્રુવીકરણની રાજનીતિ સમજવાની જરૂર છે.
મહિલાઓના અધિકાર માટે ‘હિંદુ કોડ બીલ’ ને લઈને બાબા સાહેબે કાનુન મંત્રીમાંથી રાજીનામું આપી દીધું હતું .જમીન સુધારણા,ઉદ્યોગો સ્થાપવા,યુપીએસસી કમીશન,રીઝર્વ બેંક સ્થાપનાનો વિચાર એ નિર્ણય બાબા સાહેબનો હતો.રાજનીતિક ચેતના,લોકોના દુખ દર્દ અને અધિકારો એ જ એમની ઓળખ છે.હજી થોડું વધારે જીવી શક્યા હોત અને દેશને સમય આપી શક્યા હોત તો દેશ અત્યારે વિકસીતોની હરોળમાં હોત .
આજના પરિપેક્ષ્યમાં જોઈએ તો બાબા સાહેબને જાણવા સમજવામાં લોકો થાપ ખાઈ ગયા છે અને એક વિચાર હોવા છતાં દરેકના બાબા સાહેબ અલગ અલગ થઇ ગયા છે દુખની વાત છે.આજે કેટ કેટલા સામાજિક રાજકીય નેતાઓ નીકળે છે કેટ કેટલા સંગઠનો છે પણ શોષિત વંચિતોને ન્યાય અપાવવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે.NCRB ( નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો) ના આંકડા પ્રમાણે ૨૦૧૪-૧૬ ની તુલનાએ વર્તમાન વર્ષોમાં SC/ST ઉપર અત્યાચારોનું પ્રમાણ ૧૨૪% વધ્યા હતા.
એસસી, એસટીઓ સામે અત્યાચાર 2019 માં 7.3% અને 26.5% વધ્યો.નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સામેના ગુનાઓમાં 2019ના વર્ષની સરખામણીમાં 2020 માં અનુક્રમે 9.4 ટકા અને 9.3 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
જાહેર કાર્યક્રમો ,જુદા જુદા સમાજોની એકતાના નામે ચુંટણીના નામે દેખાવો ને તૈય્યારીઓ થતી જોતા આવ્યા છીએ.યુવા નેતાઓમાં મીડિયા કોને વધારે સ્પેસ આપે છે ને કોને નથી આપતી એ માર્ક કરવાની જરૂર છે.આ બધું રાજનીતિક આયોજનબદ્ધ કરવામાં આવતું હોય છે ને જેમાં આપણ પ્રજા આરામથી સહેલાઈથી ફસાઈ પણ જઈએ છીએ ને એ કેહવાતા આપણા પોતાના જ નેતા આપણો ઉપયોગ કરી લેતા હોય છે.પણ આપણે હજી સુધી એમને ઓળખી નથી શક્યા કે સમજી નથી શક્યા..!!!!
Ambedkar's India,The Untouchables, Riddles in Hinduism,Who Were the Shudras?,The Buddha & His Dhamma, Castes in India,The Problem of the Rupee, Waiting for a Visa,Philosophy of Hinduism, Federation Versus Freedom, Annihilation of Caste જેવા અને અન્ય કેટલાય બાબા સાહેબે લખેલ પુસ્તકો વાંચો.બાબા સાહેબના તમામ પુસ્તકો પીડીએફ અને ઇપબ ફોરમેટમાં આપેલ લીંક પરથી મળી જશે. https://t.co/hYwOS7FrEO એ બધાને સમજો જાણો અને એમને બતાવેલ રાહ પર ચાલવાનો પ્રણ લઈએ.એમણે જ કહેલ કે શિક્ષિત,સંગઠિત બનો અને સંઘર્ષ કરો.એ મોટા અર્થશાસ્ત્રી હતા.એમના આપણે અનુયાયીઓ તરીકે કેટલું અર્થશાસ્ત્ર જાણીએ ને સમજીએ છીએ ? ન જાણવા ને સમજવાના કારણે દર વર્ષે સંસદમાં અને વિધાનસભામાં બેસી બજેટના નામે જે પીરસવામાં આવે છે એને સમજીએ.માટે શિક્ષિત બનો.જન્મજયંતીની ઉજવણીની સાથે સાથે બાબા સાહેબના વિચારોનું મહોત્સવ બને એ રીતે ઉજવીએ.એમના વિચારોને જેટલા અમલમાં લાવશો તો જ સાચા અનુયાયીઓ બની શકશો..
ભારતીયો માટે ગૌરવની ક્ષણ એ છે કે બ્રિટિશ કોલંબિયા બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિને સમાનતા દિવસ તરીકે ઉજવશે.

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...