"નરકમાં સૌથી ગરમ સ્થાનો એવા લોકો માટે આરક્ષિત છે જેઓ મહાન નૈતિક સંકટના સમયમાં તેમની તટસ્થતા જાળવી રાખે છે."
- દાન્તે, "ધ ડિવાઇન કોમેડી," ભાગ 1, "ઇન્ફર્નો"
કવિ
જન્મઃ 1265 A. D
અવસાન: સપ્ટેમ્બર 14, 1321
જન્મ: ફ્લોરેન્સ, ઇટાલી
56 વર્ષની વયે અવસાન થયું
દુઆરાન્તે દેગલી અલિગીરી, જે દાન્તે તરીકે પ્રખ્યાત છે, તે ઈટાલિયન કવિ હતા જેઓ 13મી સદીના અંતમાં અને 14મી સદીની શરૂઆતમાં સક્રિય હતા. દાન્તેને ઇટાલીમાં અસ્તિત્વ ધરાવનાર કદાચ સૌથી મહાન કવિ તરીકે ગણવામાં આવે છે અને તેમની રચનાઓ હજુ પણ ઇટાલીમાં વ્યાપકપણે વાંચવામાં આવે છે. તેમને 'ડિવાઇન કૉમેડી' લખવાનો શ્રેય આપવામાં આવે છે જે ઇટાલિયનમાં અત્યાર સુધી રચાયેલી કદાચ સૌથી મહત્વપૂર્ણ સાહિત્યિક કૃતિ તરીકે ગણવામાં આવે છે. ‘ડિવાઇન કોમેડી’નો અસંખ્ય ભાષાઓમાં અનુવાદ થયો છે અને તેની ગણના વિશ્વ સાહિત્યના રત્નોમાં થાય છે. ઇટાલિયન ભાષાના ઈતિહાસમાં દાન્તે કદાચ સૌથી મોટી વ્યક્તિ છે કારણ કે યુરોપમાં જ્યારે લેટિન પ્રબળ ભાષા હતી તે સમયે તેમણે તેમના કામ દ્વારા ભાષાને સૌપ્રથમ આકાર આપ્યો હતો. બોકાસીયો અને પેટ્રાર્ક જેવા મહાન ઇટાલિયન લેખકો તેમના કાર્યથી ખૂબ જ પ્રભાવિત હતા અને તેમના જીવનકાળમાં તેમણે બનાવેલી સાહિત્યિક કૃતિઓમાં તેમનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. દાન્તે 13મી સદીના ઇટાલીમાં ડોલ્સે સ્ટિલ નોવો સાહિત્યિક ચળવળના સૌથી દૃશ્યમાન સભ્ય પણ હતા, જે પ્રેમ પર આધારિત સાહિત્યમાં પ્રગટ થયા હતા. પછીના મધ્ય યુગના શ્રેષ્ઠ દિમાગમાંથી કેટલાક પસંદગીના અવતરણો છે જેમણે ભાષાના ભાવિને આકાર આપ્યો.
દુનિયામાં આજે પણ પ્રેમ ગાથાઓ એટલી જ પ્રચલિત અને જન સમુદાયમાં પ્રચલિત છે, જેટલી સેંકડો હજારો વર્ષ પહેલાં હતી. નળ-દમયંતી, લૈલા-મજનુ, હીર-રાંઝા, સોહની-મહિવાલ, રોમીયો-ઝુલિયટ, લોરિક-ચંદા વગેરે વગેરે. આવી જ એક અદ્રશ્ય,અદ્ભુત - અદ્વિતીય પ્રેમગાથા છે દાંતેનું "મહાકાવ્ય-ડિવાઇન કોમેડી".
દાંતે તેની પ્રેમિકા વિએટ્રીસને આખા જીવનમાં માત્ર ત્રણ વાર જ જોવે છે. એકવાર 9 વર્ષની નાની વયે, બોલ્યા કશું નહીં, બસ એકીટસે જોઈ રહ્યા એકબીજાની સામે. બીજીવાર નવ વર્ષ પછી 18 વર્ષની વયે મળ્યા, ત્યારે અત્યંત શ્રદ્ધાભાવથી નમસ્કાર કર્યા. પ્રેમની ઘનઘોર અનુભૂતિ છતાં શબ્દોનું આદાનપ્રદાન નહીં, બસ મૌન અભિવ્યક્તિ. પ્રેમના ઉત્તુંગ શિખર પર દાંતે પોતાની સાથે વિએટ્રીસને મેળવતો અનુભવતો,પરંતુ મોઢા પર એક શબ્દ ન બોલતો. વિએટ્રીસ પણ એની મહાનતાને, તેની પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિને જાણતી હોય એમ સ્વિકાર કરતી,પરંતુ તેણીને એ આભાસ પણ ન હતો કે ઈટલીનો મહાનતમ કવિ એના પ્રેમનો ઉપાસક છે.
વિએટ્રીસના વિવાહ અન્યત્ર થઈ ગયા. દાંતે જરાપણ વિચલિત થયા વિના સાહિત્ય સાધનામાં ડૂબી ગયો. વિએટ્રીસ પ્રત્યેનો પ્રેમ જ એની પ્રેરણા રહી. વિએટ્રીસનું લગ્ન જીવન થોડાક સમયનું રહ્યું. 35 વર્ષ ની નાની ઉંમરે તેણીનું મૃત્યુ થયું. આમ આકસ્મિક મૃત્યુ પર દાંતેએ લખ્યું કે મારી જીવનની ખુશીઓ જતી રહી. હું સુનો નહીં પરંતુ શૂન્ય થઈ ગયો. નિરાશ, નિરાનંદ, ભગ્ન હૃદય એવી દુખી અવસ્થામાં દાંતેએ લખી નાંખ્યું વિશ્વ પ્રસિદ્ધ મહાકાવ્ય "ડિવાઇન કોમેડી".
આ મહાકાવ્યના નાયક - નાયિકા બીજું કોઈ નહીં, સ્વયં દાંતે અને એની પ્રેયસી વિએટ્રીસ છે. પવિત્રતાના પ્રતિમાન પ્રેમી યુગલને હાર્દિક શ્રદ્ધાંજલિ..
Comments
Post a Comment