પોતાના જીવનમાં સુભાષચંદ્ર બોઝ ઘણા ઊંચા હોદ્દા પર રહ્યા,તેમણે પ્રતિષ્ઠિત ઇન્ડિયન સિવિલ સર્વિસ જોઈન કરી,કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા,ફોરવર્ડ બ્લોકના સંસ્થાપક સદસ્ય રહ્યા,પરંતુ તેમને જે ખ્યાતિ આઝાદ હિંદ ફોજમાં મળી તે ક્યાંય જોવા ન મળી.સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ સુધી પહોંચવા સુધીની ઘણી લાંબી કહાણી છે,જેની શરૂઆત 16 જાન્યુઆરી 1941 થી થાય છે અને પુરી 18 ઓગસ્ટ 1945 માં થાય છે,આ પાંચ વર્ષોમાં સુભાષચંદ્ર બોઝની સાથે એક વ્યક્તિ પડછાયાની જેમ ઊભો રહે છે,અને એ વ્યક્તિ કોઈ બીજું નહીં, આબિદ હસન સાફરાની છે.
કોણ છે આબિદ?
આબિદ હસન સાફરાનીનો જન્મ 11 એપ્રિલ 1911 ના દિવસે હાલના તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં અમીર હસનના ઘરે થયો,જ્યાં તેમને જૈનુલ આબિદીન હસનના નામથી બોલાવવામાં આવ્યા,જેમને પછી આબિદ હસન કહેવામાં આવ્યા.તેમની માતાનું નામ ફરકુલ હાજીયા બેગમ હતું,જે પોતે એક મહિલા સ્વતંત્ર સેનાની હતા.પોતાની માતાની આઝાદીની લડાઈની ભાવનાથી પ્રેરિત થઈને આબિદ હસન સાફરાનીએ દેશની આઝાદીની લડાઈમાં ભાગ લેવાનો નિશ્ચય કર્યો.એમના ઉપર આઝાદીની લડાઈની છાપ એટલી ઊંડી પડી કે તેમણે આઝાદીના આંદોલનમાં ભાગ લેવા માટે પોતાના કોલેજનો અભ્યાસ છોડી દીધો અને 1931 માં સાબરમતી આશ્રમ પહોંચી ગયા,જ્યાં તેમણે થોડોક સમય ગુજાર્યો પછી તેમણે વિચાર્યું કે કેવળ સશસ્ત્ર સંઘર્ષ જ ભારત ની સ્વતંત્રતા અપાવી શકે છે.અને આ પ્રકારે તેમણે ક્રાંતિકારીઓની સાથે કામ કરવાનું શરૂ કરી દીધું.
જેલયાત્રા :
આબિદ હસન સફરાનીએ ક્રાંતિકારી સંઘના એક સદસ્યના રૂપે નાસિક જેલમાં રિફાઇનરીને નષ્ટ કરવાના પ્રયાસમાં ભાગ લીધો.જેના પરિણામ સ્વરૂપ તેમને એક વર્ષ જેલની સજા થઈ.પરંતુ ગાંધી-ઇરવીન કરારના કારણે તેમને સજા પૂરી થવાના પહેલાં જ મુક્ત કરી દીધા હતા.આબિદ હસન સફરાનીએ લગભગ એક દશક સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ગતિવિધિઓમાં ભાગ લીધો.
બોઝ સાથે મુલાકાત :
પછીથી તેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે જર્મની ગયા જ્યાં તેમણે આઝાદ હિન્દ ફોજના નેતા સુભાષચંદ્ર બોઝ સાથે મુલાકાત કરી.આબિદ હસન સફરાનીએ સુભાષચંદ્ર બોઝ સાથે કામ કરવા માટે જર્મનીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી દીધો હતો. પહેલી વખત જર્મનીમાં આબિદ હસનની મુલાકાત સુભાષચંદ્ર બોઝ સાથે એ સમયે થાય છે જ્યારે કલકત્તામાં પોતાના ઘરે નજરકેદ 'બોઝ' વીમા એજન્ટ મુહમ્મદ જિયાઉદ્દીનના રુપે ભત્રીજા શિશિર બોઝની મદદથી દિલ્હી,પેશાવર થઈ કાબુલ પહોંચે છે,જ્યાંથી તેઓ આરર્લેન્ડો મૈજોન્ટા નામના ઈટાલીયન નાગરિક બનીને રશિયાની રાજધાની મોસ્કો થઈને જર્મનીની રાજધાની બર્લિન પહોંચે છે.
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતને આઝાદ કરાવવાને લઈને સશસ્ત્ર સંઘર્ષ માટે સમર્થન મેળવવા જર્મની ગયેલા બોઝ ત્યાં ભારતીય યુદ્ધકેદીઓ અને અન્ય ભારતીયોને મળ્યા અને તેમને પોતાની લડાઈમાં સામેલ થવાની અપીલ કરી.આબિદ હસન પણ સુભાષચંદ્ર બોઝને મળ્યા અને તેમની દેશભક્તિ અને બલિદાનની ભાવનાથી પ્રેરિત થઈને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી તેમની સાથે કામ કરવાની વાત કહી.પુસ્તક 'લીજેન્ડોટ્સ ઓફ હૈદરાબાદ' માં પૂર્વ નૌકરશાહ નરેન્દ્ર લુથર લખે છે : 'નેતાજીએ હસન ઉપર ટોણું મારતાં કહ્યું કે જો તે આ રીતે નાની બાબતોને લઇને ચિંતિત છે તો મોટા ઉદ્દેશો માટે કામ નહીં કરી શકે.આ સાંભળી હસને તેનો અભ્યાસ છોડી દીધો અને નેતાજીના સચિવ અને દુભાષિયા બની ગયા.'
બોઝને મળ્યું 'નેતાજી' નું બિરુદ :
સુભાષચંદ્ર બોઝને 'નેતાજી' બોલાવવા વિશે લેખક સૈયદ નસીર અહેમદ તેમના પુસ્તક ઈમ્મોર્ટલ્સમાં લખે છે : જર્મનીમાં જ આબિદ હસને શુભાષચંદ્ર બોઝ માટે પહેલી વાર 'નેતાજી' શબ્દનો ઉપયોગ કર્યો,પછીથી સુભાષચંદ્ર બોઝ પૂરા દેશમાં આબિદ હસન દ્વારા આપવામાં આવેલ લોકપ્રિય શબ્દ 'નેતાજી' ના નામથી મશહૂર થયા.
'જય હિન્દ' નું સૂત્ર આપ્યું :
લેખક નસીર અહમદ અનુસાર હસન પછી ઇન્ડિયન નેશનલ આર્મીમાં મેજર બની ગયા અને તેમણે 'જય હિંદ' નુ સૂત્ર પણ આપ્યું.'જય હિન્દ' ના સૂત્રનો ઉલ્લેખ કરતાં નરેન્દ્ર લુથર લખે છે : 'નેતાજી તેમની ફોજ અને આઝાદ હિંદુસ્તાન માટે એક હિન્દુસ્તાની અભીભાવન સંદેશ ઈચ્છતા હતા.ઘણી સારી સલાહો મળી.હસને પહેલા 'હેલ્લો' શબ્દ આપ્યો,એના પર નેતાજીએ તેમને ઠપકો આપ્યો પછી તેમણે 'જય હિન્દ' નો નારો આપ્યો, જે નેતાજીને પસંદ આવ્યો અને આ રીતે 'જય હિન્દ' આઈએનએ અને ક્રાંતિકારી ભારતીયોના અભિવાદનનું આધિકારીક રૂપ બની ગયું.બાદમાં તેને દેશના આધિકારિક નારા તરીકે અપનાવવામાં આવ્યું.' સુભાષચંદ્ર બોઝની જીવની 'બ્રધર્સ અગેન્સ્ટ ધ રાજ' લખનાર લિયોનાર્ડ અબ્રાહમ ગોરડૌન અનુસાર પણ 'જય હિન્દ' નું સૂત્ર આબિદ હસને જ આપ્યો હતો.
બોઝના અંગત સજીવ સચિવ :
આબિદ હસન સફરાની નેતાજી સુભાષચંદ્ર બોઝના કેટલા નજીક હતા એનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો,કે આબિદે 1942 થી લગભગ બે વર્ષ માટે નેતાજીના સચિવના રુપમાં કામ કર્યું અને દુનિયાભરમાં તેમના માટે ઘણી મોટી યાત્રાઓ કરી.
સાહસિક યાત્રા પર ગયા :
હિટલરથી મુલાકાત પછી 8 ફેબ્રુઆરી 1943 ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ જર્મનીના કીલ બંદરે તેઓ તેમના એકમાત્ર હિન્દુસ્તાની સાથી આબિદ હસન સફરાની સાથે એક જર્મન સબમરીન(U-180) માં સવાર થઈ પૂર્વ એશિયા તરફ નીકળે છે.જ્યાંથી જર્મન સબમરીન (U-180) તેમને હિંદ મહાસાગરમાં મેડાગાસ્કરના કિનારા સુધી લઇ જાય છે.ત્યાંથી તે બંને 21 એપ્રિલ 1943 ના રોજ નજીકમાં જ ઊભેલી જાપાની સબમરીન (I-29) સુધી તરાપાના સહારે પહોંચે છે.દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કોઈપણ બે દેશોની નૌસેનાઓની સબમરીન દ્વારા નાગરિકોની આ એકમાત્ર અદલા-બદલી થઇ હતી.આ જાપાની સબમરીન (I-29) તેમને સુમાત્રા(ઇન્ડોનેશિયા) ના પેનાંગ બંદરગાહ સુધી પહોંચાડીને આવી.પછી ત્યાંથી સુભાષચંદ્ર બોઝ આબિદ હસનની સાથે 16 મે 1943ના દિવસે જાપાનની રાજધાની ટોક્યો પહોંચે છે.પછી નેતાજીએ આબિદ હસનને ભારતીય રાષ્ટ્રીય સેનાના ગાંધી બ્રિગેડના કમાન્ડર તરીકે નિયુક્ત કર્યા.બર્મા(મ્યાંમાર) થી ભારતની સીમા પાર સુધીના મોરચામાં હિસ્સો લીધો.આઈએનએ ત્યારે ઇમ્ફાલ સુધી પહોંચી ગઈ હતી.આપૂર્તિ અને હથિયારોની કમીના કારણે તેને પાછું હઠવું પડયું હતું.
હિન્દુઓના સન્માનમાં બદલ્યું નામ :
ફોજમાં ઝંડાના રંગને લઈને તનાતની હતી,જ્યાં હિન્દુ સિપાઈ ભગવો(જફરાની) કલર ઇચ્છતા હતા ત્યાં મુસલમાન સિપાઈ લીલા રંગની માંગ કરી રહ્યા હતા. છેલ્લે હિન્દુ સિપાઈઓએ તેમની માંગ પાછી લઈ લીધી, જેની અસર આબિદ ખૂબ જ થઈ,તેમની ધાર્મિક લાગણીઓની કદર કરતાં જૈનુલ આબેદીન અને આબિદ હસન કહેવાવાળા અજીમ શખ્સે તેના નામની આગળ હિન્દુઓના પવિત્ર ધાર્મિક રંગ ભગવો જેને 'સૈફરાન' કહે છે લગાવી દીધું અને તેમની મૃત્યુ સુધી આબિદ હસન 'સાફરાની' કહેવાયા.
રાષ્ટ્રીય ગીત લખ્યું :
ઉર્દુ અને ફારસી ઉપર સારી એવી પકડ રાખવાવાળા આબિદ હસન સાફરાનીએ 1943 માં આઝાદ હિંદ સરકાર માટે કોમી ગીત "શુભ સુખ ચેન કી બરખા બરસે, ભારત ભાગ હૈ જાગા,પંજાબ,સિંધ,ગુજરાત,મરાઠા, દ્રાવિડ ઉત્કલ બંગા" આઝાદ હિંદ રેડીયોના મુમતાજ હુસેનની મદદથી લખ્યું,જેને કેપ્ટન રામાસિંહે કમ્પોઝ કર્યું હતું,આ રવિન્દ્રનાથ ટાગોરના 'જન ગણ મન' પર જ આધારિત હતું.
બોઝની આખરી વિદાય :
સુભાષચંદ્ર બોઝે 17 ઓગસ્ટ 1945 ના રોજ કર્નલ રાજા હબીબ ઉર રહેમાનની સાથે સિંગાપુરથી ઉડાન ભરી.એરપોર્ટ ઉપર નેતાજીને છોડવા આબિદ હસન સફરાની અને બોઝના સચિવ એસ.એ.ઐયરના ત્રણ લોકો વધુ ગયા હતા.આબિદ હસન પણ નેતાજીની સાથે જવા ઇચ્છતા હતા પરંતુ જગ્યા નહીં હોવાને કારણે નેતાજી.હબીબ ઉર રહેમાનને તેમની સાથે લઈ ગયા. એના પછી તેમની સાથે શું થયું,ખબર નહીં.કહેવામાં આવે છે કે 18 ઓગસ્ટ 1945 સુભાષ બોઝનું વિમાન ઇંધણ લેવા માટે તાઈપે હવાઈ અડ્ડા પર રોકાયું હતું.
બીજીવાર ઉડાન ભરતાંની સાથે એક જોરથી અવાજ સંભળાયો હતો.બોઝની સાથે જઈ રહેલા તેમના સાથી કર્નલ હબીબ ઉર રહેમાનને લાગ્યું હતું કે ક્યાંક દુશ્મનની વિમાનભેદી તોપનો ગોળો તો એમના વિમાન સાથે ટકરાયું તો નથી ને,પછીથી ખબર પડી હતી કે વિમાનના એન્જિનનું એક પ્રોપેલર તૂટી ગયો હતો.વિમાન જમીનથી ટકરાયું હતું અને હબીબની આંખોની સામે અંધારું છવાઈ ગયું હતું.જ્યારે તેમને ભાન આવ્યું તો તેમણે જોયું કે વિમાનના પાછળના બહાર નીકળવાનો રસ્તો પુરેપુરુ સામાનથી રોકાયેલ છે અને આગળના હિસ્સામાં આગ લગી લાગેલી છે.હબીબે સુભાષબાબુને અવાજ આપી હતી, "આગળથી નીકળો નેતાજી"
અંતિમ સમયમાં પણ બોઝે કર્યા આબિદ ને યાદ :
પછી હબીબને યાદ કર્યા હતા જ્યારે વિમાન તૂટી પડ્યો હતો ત્યારે નેતાજીની ખાખી વર્દી પેટ્રોલથી પલાળીને ભરાઈ ગઈ હતી.જ્યારે તેઓએ આગથી ઘેરાયેલા દરવાજાથી નીકળવાની કોશિશ કરી તો તેમના શરીરમાં આગ લાગી ગઈ હતી.આગ બુઝાવવાના પ્રયાસમાં હબીબના હાથ પણ ખરાબ રીતે બળી ગયા હતા. એ બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.પછીના છ કલાકો સુધી નેતાજીને ક્યારેક ભાન આવતું તો ક્યારેક બેભાન અવસ્થામાં ચાલ્યા જતા.એ હાલતમાં તેમણે આબિદ હસન સફરાનીને બોલાવ્યા હતા.
ત્યારે હબીબ ઉર રહેમાને કહ્યું "આબિદ નથી સાહેબ હું છું હબીબ" ત્યારે સુભાષચંદ્ર બોઝે લડખડાતી અવાજમાં હબીબને કહ્યું હતું કે તેમનો અંત આવી રહ્યો છે. હિન્દુસ્તાન જઈને લોકોને કહો કે આઝાદીની લડાઇ ચાલુ રાખે.હિન્દુસ્તાન જરૂર આઝાદ થશે,તેને કોઈ ગુલામ બનાવી નથી રાખી શકતું.એ જ રાતે લગભગ નવ વાગે નેતાજીએ અંતિમ શ્વાસ લીધા હતા.કર્નલ હબીબ ઉર રહેમાન અનુસાર તેમના અંતિમ સમયમાં પણ નેતાજી સુભાષચંદ્ર બોઝે આબિદ હસન સફરાનીને યાદ કર્યા હતા.
લાલ કિલ્લામાં ટ્રાયલ :
બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર પછી આબિદ હસનને અંગ્રેજોએ ભારતીય રાષ્ટ્રીય સેનાના બીજા કમાન્ડરોની સાથે ધરપકડ કરી જેલમાં નાખી દીધા હતા.
બોઝના પરિવારથી નજીકપણું :
નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા અરબિંદો બોઝના લગ્ન આબિદ હસન સફરાનીની ભત્રીજીથી થયા જેનું નામ સુરૈયા હસન હતું.તે આબિદના મોટાભાઈ બદરુલ હસનની દિકરી હતી,જે ખુદ સ્વતંત્રતા સેનાની હતા અને ગાંધીજીના ખુબ જ નજીક હતા.
આઝાદી પછી :
જ્યારે 1947 માં ભારતને આઝાદી મળી તો આબિદ હસન પંડિત જવાહરલાલ નેહરુના અનુરોધ પર વિદેશ મામલાના મંત્રાલયમાં સામેલ થઇ ગયા.તેમણે પેકિંગ(હવે બેઇજિંગ) અને કાહિરામાં પહેલા સચિવના રુપમાં કામ કર્યું. તેમણે દમિશ્ક,બગદાદ અને ડેનમાર્કમાં કોન્સલ જનરલના રૂપમાં પણ કામ કર્યું.સૈયદ આબિદ હસન સફરાની,સેવાનિવૃત્તિ પછી તેમના શહેર હૈદરાબાદ પાછા ફર્યા, જ્યાં તેમણે 5 એપ્રિલ 1984 ના રોજ 73 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા.
- Md Umar Ashraf
Comments
Post a Comment