Skip to main content

શહીદ સુખદેવ થાપર: વતન કી રાહ પે વતન કે નૌજવાં શહીદ હો !

 


15 મેના રોજ મહાન ક્રાંતિકારી શહીદ સુખદેવ થાપરનો જન્મ થયો હતો.
શહીદ સુખદેવ થાપર ભારતના એવા કેટલાક ક્રાંતિકારીઓમાંના એક હતા જેમણે ખૂબ જ નાની ઉંમરે દેશ માટે શહીદી વહોરી હતી. ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદના નિકટ સહયોગી સુખદેવ થાપરના વ્યક્તિત્વમાં ભગતસિંહની જેમ તીવ્ર લાગણીશીલતા અને ઊંડી વિચારધારાઓનો અદ્ભુત સમન્વય હતો. ચહેરા - મોહરાથી જેટલા સરળ, વ્યવહારમાં જેટલા નમ્ર, તેટલા જ મક્કમ અને વિચારોમાં શિસ્તબદ્ધ. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન નૌજવાન ભારત સભા અને હિંદુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન આર્મી - બે મુખ્ય ક્રાંતિકારી સંગઠનોના સ્થાપક સભ્યોમાંના એક હોવાનું તેમને ગૌરવ છે. તે સમય દરમિયાન દેશમાં ચાલી રહેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે તેઓ કુશળ વ્યૂહરચનાકાર હતા.
લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લેવા માટે તેણે સોન્ડર્સની હત્યામાં ભગત સિંહ અને રાજગુરુને સાથ આપ્યો. કેદીઓ સાથે અમાનવીય વર્તનના વિરોધમાં તેઓ 1929 માં રાજકીય કેદીઓની વિશાળ હડતાળનો ભાગ હતા. તેમને ગાંધીજીની અહિંસક નીતિ પર વિશ્વાસ નહોતો. ગાંધી-ઇરવીન કરારના સંદર્ભમાં, જેલમાંથી ગાંધીજીને લખેલો તેમનો પત્ર એવો ઐતિહાસિક દસ્તાવેજ છે જેણે તે સમયગાળાના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો હતો.
તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કારણે બ્રિટિશ સરકારે 23 માર્ચ, 1931ના રોજ લાહોર સેન્ટ્રલ જેલમાં 23 વર્ષની વયે ભગત સિંહ અને રાજગુરુની સાથે સુખદેવને ફાંસી પર લટકાવી દીધા હતા. શહીદ સુખદેવ થાપરને તેમની જન્મજયંતિ (15 મે) પર વિનમ્ર શ્રદ્ધાંજલિ, મહાત્મા ગાંધીને તેમના ઐતિહાસિક પત્રના અંશ સાથે, જે ગાંધીજીને લખેલા તેમના ઐતિહાસિક પત્રના અંશ ગાંધીજીએ તેમના બલિદાનના એક મહિના પછી 'યંગ ઈન્ડિયા' માં પ્રકાશિત કર્યા હતા !
''તમે સમાધાન પછી તમારું સવિનય અસહકાર આંદોલન પાછું ખેંચ્યું છે અને પરિણામે તમારા બધા કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ ક્રાંતિકારી કેદીઓનું શું થયું? 1915થી જેલમાં રહેલા ગદર પાર્ટીના ડઝનબંધ ક્રાંતિકારીઓ હજુ પણ ત્યાં સડી રહ્યા છે. તેમ છતાં તમામે તેમની સજા પૂરી કરી છે. માર્શલ લો હેઠળના કેદીઓ હજુ પણ જીવંત દફનાવવામાં આવેલી પરિસ્થિતિમાં પડ્યા છે. બબ્બર અકાલીઓનું પણ એવા જ હાલ છે. દેવગઢ, કાકોરી, મહુઆ બજાર અને લાહોર ષડયંત્ર કેસના કેદીઓ પણ અન્ય કેદીઓની સાથે જેલમાં બંધ છે. એક ડઝનથી વધુ કેદીઓ ખરખેર ફાંસીની રાહ જોઈ રહ્યા છે. આ બધાનું શું થયું?… લાગણીના આધારે આવી અપીલો કરવી, જેનાથી તેમનામાં હતોત્સાહ ફેલાય, એ તદ્દન ગેરવાજબી અને ક્રાંતિ વિરોધી કામ છે. આ તો ક્રાંતિકારીઓને કચડી નાખવામાં સરકારને સીધી મદદ કરવા જેવું હશે."
- ધ્રુવ ગુપ્ત
(લેખક ભૂતપૂર્વ IPS છે.)
સૌજન્ય : હેરિટેજ ટાઇમ્સ
જ્યારે ભગતસિંહ, સુખદેવ અને તેમના સાથીઓને એક મેદાનમાં કેટલાક અંગ્રેજો સાથે ઘર્ષણ થયું, ત્યારે ભગતના જૂથમાંથી અવાજ આવ્યો, સુખદેવ 'આ દેશની તો ખબર નથી,પરંતુ આ મેદાનને આજે જ આઝાદ કરાવીશું, જ્યારે અંગ્રેજો અને અમે ભારતીયો સામ સામે હતા, ત્યારે અમારી હિંમત જોઈ અંગ્રેજો પીછેહઠ કરી ગયા, તો એક જણે કહ્યું કે તેઓ તો માર ખાધા વિના જ પાછા ફર્યા, સુખદેવ - ઓયે તેઓ પાછા કેવી રીતે ન ફરતા ? ઈરાદો અને મુકદ્દરોનું કદ પણ એમણે જોઈ લીધું છે, ભગત- આ વાતની રાહ જોઈ રહ્યો છું દોસ્ત, જે દિવસે આખો દેશ એકસાથે ઉભો થશે ત્યારે આ લોકો આ જ રીતે પાછા ફરશે... (ધી લેજન્ડ ઓફ ભગત સિંહ)
આજે પણ આપણે ભારતીયો દરેક પ્રકારના ભેદભાવને નાબૂદ કરીને એક થઈને ઉભા રહીશું તો દુનિયા આપણી મુઠ્ઠીમાં હશે..... જ્યાં એકતા ત્યાં જ સફળતા !
ઈન્કિલાબ ઝિંદાબાદ.. સામ્રાજ્યવાદ મુર્દાબાદ..

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...