23 એપ્રિલ 1968ના રોજ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાને દુનિયાને અલવિદા કહ્યું હતું.
બડે ગુલામ અલી ખાનનો દેખાવ જોઈને, કોઈ પણ તેમને પહેલી નજરે એક કુસ્તીબાજ માની લેશે,ગાયક તો બિલકુલ નહીં. જ્યારે તેઓ ગાય ત્યારે તે ખૂબ જ ઉત્સાહથી ગાતા. કોઈ હડબડી કે ઉતાવળ નહીં. ગાવાનું શરૂ કર્યું તો કલાકો સુધી ગાતા જ જતા. એકવાર તેમને પંડિત નેહરુનો ફોન આવ્યો. પંડિતજી ઇચ્છતા હતા કે તેઓ માત્ર એક કલાક તેમની સાથે બેસીને તેમની ગાયકીથી તેમને પ્રભાવિત કરે. પંડિત નેહરુ તેમની સાથે માત્ર એક કલાક વિતાવવા માંગતા હતા, જે બડે ગુલામ અલી ખાન માટે યોગ્ય નહોતું. તેઓ ઈચ્છતા હતા કે પંડિતજી તેમની સાથે બેસીને કલાકો સુધી તેમની ગાયકી સાંભળે. બડે ગુલામ અલી ખાને પંડિત નેહરુની આ ઓફરને નમ્રતાપૂર્વક નકારી કાઢી હતી અને કહ્યું હતું કે એક કલાક તો માત્ર તેમના ગળાને ગરમ થવા જોઈએ છે.
બડે ગુલામ અલી ખાને પોતાની કારકિર્દીની શરૂઆત સારંગી વગાડીને કરી હતી. બાદમાં તેમણે તેમના પિતા અલી બક્ષ અને કાકા કાલે ખાન પાસેથી ગાવાનું શીખ્યા. તેમણે 1919માં લાહોરમાં પ્રથમ પ્રદર્શન કર્યું હતું. આ પછી તેમણે કોલકાતા અને અલ્હાબાદમાં પણ પોતાનું ગાયન કર્યું. આ સંગીત સંમેલનોએ તેમને ખૂબ જ ખ્યાતિ અપાવી. બડે ગુલામ અલી ખાને ઠુમરીને ખાસ વર્તુળમાંથી હટાવીને તેને વ્યાપક વિસ્તાર પ્રદાન કર્યું. ઠુમરી તેમના કોમળ અને મધુર અવાજથી ધન્ય થઈ ગઈ હતી. એ જમાનામાં ફિલ્મોમાં ગાવાનું સારું નહોતું મનાતું. જ્યારે કે.આસિફ તેમની પાસે મુગલ-એ-આઝમ ફિલ્મમાં ગાવાની ઓફર લઈને પહોંચ્યા ત્યારે બડે ગુલામ અલી ખાને તેમની પાસેથી એક ગીત માટે 25,000 રૂપિયાની માંગણી કરી. તે દિવસોમાં 25,000/- ની રકમ બહુ મોટી રકમ હતી. લતા અને રફીને એક ગીત માટે માત્ર 500/- મળતા હતા. આશ્ચર્યજનક બાબત ત્યારે બની જ્યારે કે.આસિફે રાજીખુશીથી તેમની ઓફર સ્વીકારી લીધી. બડે ગુલામ અલી ખાને મુગલ-એ-આઝમ માટે બે ગીતો ગાયાં. પ્રેમ જોગન બન કે" અને "શુભ દિન આયો રાજ દુલારા".
બડે ગુલામ અલી ખાનનો જન્મ 02 એપ્રિલ 1902ના રોજ લાહોર પાસેના કસૂર ગામમાં થયો હતો. તેમનું જીવન લાહોર, મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં ફરતાં પસાર થયું. તેમના પિતા કાશ્મીરના શાહી દરબારના ગાયક હતા. તેમની ગાયકી કાશ્મીર ઘરાનાનું હોવાનું કહેવાય છે. પાછળથી, જ્યારે તેમનો આખો પરિવાર પટિયાલા ગયો, ત્યારે તેમનો પરિવાર પટિયાલા ઘરાના તરીકે ઓળખાવા લાગ્યો. બડે ગુલામ અલી ખાને ગાયેલું ભજન "રાધે શ્યામ બોલ" મહાત્મા ગાંધીને ખૂબ પ્રિય હતું.
બડે ગુલામ અલી ખાન 1947માં ભારતના ભાગલા વખતે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા, પરંતુ ત્યાં તેમનું મન ન લાગ્યું. તેમણે ભારત પાછા આવવું પડ્યું. મુહમ્મદ અલી ઝીણાએ તેમને રોકવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ બડે ગુલામ અલી ખાન માટે પાકિસ્તાન પારકુ બની ગયું હતું.
આજના તેજસ્વી ગઝલ ગાયક ગુલામ અલી પણ બડે ગુલામ અલી ખાનના શિષ્ય હતા. બડે ગુલામ અલી ખાનને ગાયન ક્ષેત્રે પોતાનું સર્વસ્વ આપવા બદલ 1962માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ભારત સરકારે તેમના નામની ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. આજના દિવસે (23 એપ્રિલ) 1968 ના રોજ, આ અલબેલો ગાયક ચિરાનીન્દ્રમાં સૂઈ ગયો.
- એસ. ડી. ઓઝા
Via #Heritagetimes
Comments
Post a Comment