Skip to main content

નેહરુ અને પટેલ


એવો આરોપ છે કે નેહરુ પટેલને નફરત કરતા હતા, જ્યારે પટેલના બલિદાનથી નેહરુ વડાપ્રધાન બન્યા હતા.આ એક લાંબા ષડયંત્રનો માત્ર એક ભાગ છે જેથી કરીને આપણે તેમના મૂળ વિચારોને ભૂતકાળના ખાડામાં નાખી દઈએ અને દેશમાં સાંપ્રદાયિક શક્તિઓનું કાયમી શાસન બની જાય.લાંબા સામાજિક જીવનમાં યોગદાન આપનાર બે વિચારસરણીવાળા લોકો વચ્ચે સ્વસ્થ વૈચારિક તફાવત તો રહેતા જ હોય છે. અને કેમ ન હોય? દરેક વ્યક્તિ પોતપોતાની રીતે વિચારતો હોય છે, અને રસ્તા નિકાળવાના પ્રયાસો કરતા હોય આ સ્વભાવ સમાજ અને શાસન બંને માટે સારું જ હોય છે. આનાથી સમાજમાં લોકશાહી પણ વધે છે.
મહાત્મા ગાંધીએ વડા પ્રધાન માટે નેહરુને ખૂબ જ સમજી વિચારીને પસંદ કર્યા હતા, તેના 2 મુખ્ય કારણો હતા
1) પ્રથમ કે પટેલ વૃદ્ધ થઈ ગયા હતા અને અસ્વસ્થ રહેતા હતા.
2) અને બીજું, નેહરુ પાસે એ વિઝન હતું કે નવા રાષ્ટ્રને જટિલ વૈશ્વિક પરિસ્થિતિમાં પોતાનું સ્થાન બનાવવાની જરૂર છે.
અને દુનિયાએ પાછળથી જોયું કે આ કારણો પણ સાચા સાબિત થયા.
નેહરુ અને પટેલ બંને હંમેશા દેશના હિતને ધ્યાનમાં રાખીને કામ કરતા હતા.બંને મુદ્દાઓ પર એકબીજાની સલાહ લેતા હતા..'પટેલે એકવાર લખ્યું હતું કે 'લોકો માટે એ કલ્પના કરવી પણ મુશ્કેલ હશે કે જ્યારે આપણે એકબીજાથી દૂર થવું પડે છે...'...અને આપણે સમસ્યાઓ ઉકેલવા માટે એકબીજાની સલાહ લેવાની સ્થિતિમાં ન હોઈએ, ત્યારે આપણ બંને એકબીજાની કેટલી ખોટ વર્તાય છે.'
હરિભાઉ ઉપાધ્યાયે તેમના સંસ્મરણો 'સરદાર પટેલઃ એ કોન્ટ્રાસ્ટ વીથ નેહરુ'માં લખ્યું છે કે 'જો બંનેમાંથી કોઈની નીતિની કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા ટીકા કરવામાં આવતી, ત્યારે બંને એકબીજાના બચાવમાં તે ટીકાને લઈને ઊતરી આવતા. બંને એકબીજા માટે ઢાલનું કામ કરતા હતા.
બંનેના સંબંધો કેવા હતા અને તે કેટલા મહત્વપૂર્ણ હતા તે અંગે મોટા પત્રકાર એ.એસ. આયંગર, તેમના પુસ્તક 'ઓલ થ્રુ ધ ગાંધીયન એરા (નેહરુ અને પટેલ)' પ્રકરણમાં લખે છે કે 'આ દેશ માટે નસીબની વાત છે કે આપણી પાસે નેહરુ અને પટેલના રુપમાં બે વ્યક્તિત્વો છે જે એકબીજાના પૂરક ગુણો ધરાવે છે.'
જે લોકો અંધભક્તિમાં ડૂબેલા રહીને નેહરુને રાષ્ટ્રવિરોધી કહે છે, પણ પટેલની પૂજા કરે છે, તેઓએ 14/9/49 ના રોજ નહેરુ પર પટેલે લખેલ આ અંશ અવશ્ય વાંચવું જોઈએ. પટેલે લખ્યું છે કે 'આ મારા કરતાં વધુ સારી રીતે કોઈ સમજી શકે નહીં. તેઓ કેટલી મહેનત કરે છે. આપણા અસ્તિત્વના આ બે મુશ્કેલ વર્ષોમાં દેશ માટે કેટલું કામ કર્યું છે. દેશ પ્રત્યેની તેમની વિશાળ જવાબદારીઓ અને તેમની ચિંતાઓને કારણે મેં તેમને આ બે વર્ષમાં ઝડપથી વૃદ્ધ થતા જોયા છે.'
આ અમારા નહીં પણ સરદાર પટેલના શબ્દો છે.
નેહરુ પણ ઘણી જગ્યાએ પટેલ વિશે સુંદર ઉલ્લેખ કરે છે.
તેમની આત્મકથામાં એક વિવાદનો જવાબ આપતા તેમણે લખ્યું કે 'કદાચ આખા ભારતમાં સરદાર પટેલ જેવા ગાંધીજીના સાચા ભક્ત કોઈ નહીં હોય. તેઓ નીતિ અને તેમના વ્યક્તિત્વ પ્રત્યે ખૂબ જ નિષ્ઠા ધરાવે છે.તેઓ તેમના કામમાં ગમે તેટલા અઘરા અને મજબુત હોય, તેમને ગાંધીજીના આદર્શો, તેમની નીતિ અને તેમના વ્યક્તિત્વ પ્રત્યે અપાર નિષ્ઠા છે.
આઝાદીના 3 વર્ષ પછી પટેલનું અવસાન થયું. નેહરુને ખૂબ દુઃખ થયું. તેમણે કહ્યું, 'સરદારનું જીવન એક મહાન ગાથા છે જેનાથી આપણે બધા પરિચિત છીએ અને આખો દેશ તે જાણે છે. ઈતિહાસ તેમને ઘણા પાનામાં નોંધશે અને તેમને રાષ્ટ્ર નિર્માતા કહેશે. ઈતિહાસ તેમને નવા ભારતના એકીકરણ કરનાર તરીકે ઓળખાવશે.
તેમણે વધુમાં કહ્યું કે 'તે એક મજબૂત કિલ્લા જેવા હતા જેમણે કટોકટીના સમયમાં આપણા બધાના નબળા અને ડગમગતા હૃદયમાં બહાદુરીની ભાવના જગાડી હતી.'
આ તમામ તથ્યો સ્પષ્ટ કરે છે કે આખરે તેમનો સંબંધ કેવો હતો.તેમના સંબંધોના સંદર્ભમાં, ન્યૂયોર્ક ટાઈમ્સના રોબર્ટ ટ્રમ્બુલે એપ્રિલ 1948માં એક લાંબો નિબંધ લખ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે આ બંનેનો સ્વભાવ અલગ છે, પરંતુ 'તેમના મતભેદોને વધુ પડતા નાટકીય રીતે રીતે રજૂ કરવામાં આવે છે'
સરદાર પટેલ અને નેહરુ વચ્ચે આવા સહાનુભૂતિભર્યા સંબંધો હતા, મતભેદો હતા, પણ સમાજના કયા ભાગમાં નથી હોતા? કયા પરિવાર કે મિત્રતામાં કોઈ મતભેદ નથી? પરંતુ આજે આપણે તેને કેવી રીતે જોઈ રહ્યા છીએ? આજે આપણું પ્રમાણ નાનું થઈ રહ્યું છે આપણે ડહાપણ વેચી માર્યુ છે.
આજે આપણે એ શક્તિઓને સમર્થન આપી રહ્યા છીએ જેઓ રાષ્ટ્રનું વિભાજન, માનવતાનો ક્ષય ઈચ્છે છે.અને પછી આપણે પણ આ વિભાજકોના દૃષ્ટિકોણથી ઇતિહાસને જોવાનું શરૂ કરીએ છીએ.વિચારો જ ટકે છે અને આ વિભાજન શક્તિઓ આવા વિચારો ફેલાવતા ડરે છે.સમજો અને સમજાવો.
સૌજન્ય : હિંદ યુવા પ્રતિષ્ઠાન

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...