1951માં એક સરસ દિવસ, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શોમેન રાજ કપૂરે જબ દિલ હી ટૂટ ગયા ફેમ ગીતકાર મજરૂહ સુલતાનપુરી (અસરાર ઉલ હસન ખાન) નો સંપર્ક કર્યો અને તેમને 'દુનિયા બનાને વાલે ક્યા તેરે મન મે સમાઈ' શબ્દો સાથે ગીત લખવા કહ્યું.અને તેમને મહેનતાણું તરીકે રૂ. 1,000 ચૂકવ્યા. ચૂકવવામાં આવેલી રકમ પ્રચલિત દર કરતા લગભગ ચાર ગણી હતી અને ગીત કોઈપણ ફિલ્મ માટે નહોતું. રાજ કપૂરે કવિતા માટે આટલી મોટી કિંમત કેમ ચૂકવી? મજરૂહે યાદ કર્યું કે તે સમયે તેમની પત્નીને ગર્ભાવસ્થામાં હતી,બાળકની ચિંતા કરતી હતી અને પોતે પોલીસથી ફરાર ફરતા હતા. મજરૂહને તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડ્યા વિના તેમને મદદ કરવાની રાજ કપૂરની આ રીત હતી.
ભારતીય ફિલ્મોના શ્રેષ્ઠ ગીતકારોમાંના એક મજરૂહ પોલીસથી કેમ ફરાર હતા?
તેમનો ગુનો હડતાળ દરમિયાન કામદારોના અધિકારો માટે ઉભા હતા. મુંબઈ (તે સમયે બોમ્બે)માં મજૂર સંઘના મંચ પરથી એક રેલીમાં મજરૂહે એક કવિતા સંભળાવી:
अमन का झंडा है धरती पे
किसने कहा लहराने न पाए
ये भी कोई हिटलर का है चेला,
मार ले साथी, जाने न पाए!
कोमनवेल्थ का दास हैं नेहरू
मार ले साथी जाने न पाए!
(આપણા શાંતિના ધ્વજ સાથે આવી અસ્વસ્થતા! શું તે હિટલરનો કોઈ આશ્રિત છે કે કોમનવેલ્થનો માત્ર ગુલામ છે? તે નેહરુ છે, મારા મિત્રો. તેને કોલર પકડી લો, જેથી તે દૂર ન જાય.)
આ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની ટીકા કરવા સમાન હતું અને તેમની સામે ધરપકડનું વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. મજરૂહ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. તેમની પત્ની ફિરદૌસ ગર્ભવતી હતી અને તેને પૈસાની સખત જરૂર હતી. રાજ કપૂર તેમના બચાવમાં આવ્યા.
ફૈઝ અહમદ ફૈઝ અને સજ્જાદ ઝહીરની ધરપકડના વિરોધમાં યોજાયેલી જાહેર સભામાં જો તેઓ કવિતા સંભળાવવા ન ગયા હોત તો મજરૂહની ધરપકડ થઈ ન હોત. સ્ટેજ પરથી તેમની ધરપકડ કરવામાં આવી, માફી માંગવા માટે કહેવામાં આવ્યું, જે તેમણે કર્યું નહીં અને એક વર્ષ માટે આર્થર રોડ જેલમાં બંધ રહ્યા. તેમને બે વર્ષની સજા કરવામાં આવી હતી પરંતુ એક વર્ષ બાદ 1952ની સામાન્ય ચૂંટણી પહેલા તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
- સાકીબ સલીમ
સૌજન્ય : આવાઝ ધ વોઈસ
Comments
Post a Comment