Skip to main content

શ્રી કૃષ્ણને પ્રેમ કરનારા મહાન સ્વાતંત્ર્ય સેનાની મૌલાના હસરત મોહાની.

 


1924માં જ્યારે હસરત મોહનીને અઢી વર્ષ જેલમાં વિતાવ્યા બાદ ત્રીજી વખત મુક્ત કરવામાં આવ્યા ત્યારે ગણેશ શંકર વિદ્યાર્થીએ ''પ્રતાપ'માં લખ્યું હતું: 'હસરત મોહાની એ પવિત્ર વ્યક્તિઓમાંના એક છે જેમણે દેશની આઝાદી માટે લડત આપી હતી,કોમી એકતાની ભાવના વધારાવા માટે, અત્યાચારને નાબૂદ કરવા,દરેક પ્રકારના અન્યાયનો વિરોધ કરવા માટે,આજીવન કષ્ટો અને આફતો સાથે, ઉગ્ર સંઘર્ષ કર્યો.''
18 ઓગસ્ટ 1924 ના રોજ પ્રકાશિત આ હૃદયસ્પર્શી ટિપ્પણીમાં, વિદ્યાર્થીજીએ આગળ લખ્યું, ''આ મુશ્કેલ સમયમાં જ્યારે હિંદુ અને મુસ્લિમો એકબીજાની ગરદન માપવામાં તેમની તાકાત અને પુરુષાર્થ બતાવી રહ્યા છે, મૌલાનાનું આપણી વચ્ચે આવવું, ખૂબ જ શક્ય છે, દેશ માટે ખૂબ જ ફાયદાકારક સિદ્ધ થાય"
તે એ જ હસરત મોહની હતા, જેમણે 'ઇન્કલાબ ઝિંદાબાદ'નું સૂત્ર આપ્યું હતું, જેમણે સૌપ્રથમ દેશમાં સંપૂર્ણ સ્વતંત્રતા ('પૂર્ણ સ્વાધીનતા')ની માંગ ઉઠાવી હતી, જેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપક સભ્ય હતા. 1925માં કાનપુરમાં આયોજિત કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રથમ અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ મોહાનીએ પોતાના વિશે સાચું જ કહ્યું છે:
दरवेशी-ओ-इंक़लाब मसलक है मेरा
सूफ़ी मोमिन हूँ, इश्तिराकी मुस्लिम
માત્ર 22 વર્ષની ઉંમરે, હસરત મોહાનીએ 1903માં અલીગઢથી 'ઉર્દૂ-એ-મુઅલ્લા' મેગેઝિન બહાર પાડવાનું શરૂ કર્યું. પછીના વર્ષે, મોહાનીએ કોંગ્રેસના બોમ્બે અધિવેશનમાં પણ હાજરી આપી હતી. મોહાનીએ 'તઝકીરાત-ઉલ-શુઅરા' અને 'મુસ્તકબીલ' જેવા સામયિકો પ્રકાશિત કર્યા અને 'દીવાન-એ-શેફતા' તેમજ 'ઇન્તખાબ-એ-મીર હસન'નું સંપાદન પણ કર્યું. તેઓ પ્રોગ્રેસિવ તહરીક સાથે પણ સંકળાયેલા હતા અને 1936માં લખનૌમાં આયોજિત પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિએશન(પ્રગતિશીલ લેખક સંઘ) ના પ્રથમ સત્રમાં હાજરી આપી હતી, જેનું આયોજન પ્રેમચંદ દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યાં તેમના ભાષણમાં મોહાનીએ જોર દઈને કહ્યું કે "સ્વાતંત્ર્ય ચળવળ આપણા સાહિત્યમાં પ્રતિબિંબિત થવી જોઈએ. તેણે સમ્રાટો અને જુલમ કરનારા અમીરોનો વિરોધ કરવો જોઈએ. તે કામદારો,ખેડૂતો અને તમામ પીડિત માનવીઓના પક્ષમાં હોવું જોઈએ. આમાં લોકોના સુખ-દુઃખ, તેમની આકાંક્ષાઓ અને ઈચ્છાઓ એવી રીતે વ્યક્ત કરવી જોઈએ કે તેઓ એક થઈને ક્રાંતિકારી સંઘર્ષને સફળ બનાવી શકે."
કવિ તરીકે, હસરત મોહાની 'ચુપકે ચુપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ' સરીખી પ્રખ્યાત ગઝલ માટે જાણીતા છે. તેમની કવિતાનો મોટો ભાગ ભગવાન કૃષ્ણને સમર્પિત છે. પ્રખ્યાત વિદ્વાન સીએમ નઈમે તેમની કવિતાના આ પાસા પર એક મહાન લેખ લખ્યો છે, જેનું શીર્ષક છે "ધ મૌલાના હુ લવ્ડ કૃષ્ણ".
સપ્ટેમ્બર 1923 માં, જ્યારે હસરત મોહાની જન્માષ્ટમીના પ્રસંગે મથુરા જઈ શક્યા ન હતા, ત્યારે તેમણે કૃષ્ણને વિનંતી કરીને લખ્યું:
‘हसरत’ की भी कुबूल हो मथुरा में हाज़िरी
सुनते हैं आशिक़ों पे तुम्हारा करम है आज
બીજા મહિને તેમણે કૃષ્ણ વિશે ફરીથી લખ્યું:
मन तोसे प्रीत लगाई कन्हाई
काहू और की सूरती अब काहे को आई
तन मन धन सब वार के हसरत
मथुरा नगर चली धूनी रमाई
નવેમ્બર 1934માં, હસરત મોહનીએ તેમની બરસાના-નંદગાંવની મુલાકાત પછી લખ્યું-
बरसाना नंदगांव में भी
देख आए हैं जलवा हम किसी का
पैग़ाम-ए-हयात-ए-जावेदाँ था
हर नगमा-ए-कृष्ण बांसुरी का
સૌજન્ય : હેરિટેજ ટાઇમ્સ

----------------------------------------------------------------------------

મૌલાના હસરત મોહાની (1878-1951)

મૌલાના હસરત મોહાની, જેમણે ગાંધીજીની ‘સ્વશાસન’ ની વિભાવનાનો વિરોધ કરતાં અને પ્રેક્ષકોને પ્રભાવિત કરનારી ‘પૂર્ણ સ્વરાજ’ ની જરૂરિયાત પર સ્પષ્ટપણે વાત કરી હતી, તેમનો જન્મ ઉત્તર પ્રદેશના એક નાના શહેર મોહનમાં 1878 માં થયો હતો. તેમનું અસલી નામ સૈયદ ફઝલ-ઉલ-હસન હતું. તેઓ પ્રતિભાશાળી કવિ તરીકે ઓળખાયા. ઉપનામ ‘હસરત’ હેઠળ માત્ર 17 વર્ષના હતા ત્યારે તેમણે ગઝલ લખવાનું શરૂ કર્યું. તેથી તે મૌલાના હસરત મોહાની તરીકે લોકપ્રિય થયા. તેમણે ‘ઉર્દુ-એ-મૌંલાહ’ મેગેઝિનના સંપાદક તરીકે પણ કામ કર્યું. તે અરબિંદો ઘોષ અને બાલ ગંગાધર તિલકના ક્રાંતિકારી વિચારો પ્રત્યે આકર્ષાયા હતા. ભણતર પૂરું કર્યા પછી, તેઓ નોકરીમાં સેવા આપવા માંગતા ન હતા અને તેથી જ તેમણે પત્રકાર બનવાનું પસંદ કર્યું. તેમણે તમામ સ્વરૂપોમાં ગુલામીનો વિરોધ કર્યો અને અંગ્રેજો સામે લડ્યા. તેઓ 1903 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તેમણે બ્રિટિશ શાસકોની ટીકા કરતા ઘણા લેખો લખ્યા; પરિણામે, તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકાયો હતો અને તેમને બ્રિટિશ સરકારે 1909 માં જેલમાં મોકલી દીધા હતા. તેમના પર લાદવામાં આવેલ દંડ ચૂકવવામાં અસમર્થ હતા અને પરિણામે પોલીસે તેમના દ્વારા એકત્રિત કરેલા દુર્લભ પુસ્તકો કબજે કર્યા હતા. રાષ્ટ્રીય આંદોલન દરમિયાન તેમણે પોતાનો મોટાભાગનો સમય જુદી જુદી જેલોમાં વિતાવ્યો હતો. રાષ્ટ્રીય ચળવળના હેતુને સમર્થન આપવા માટે તેમણે તેમની પત્ની નિશતુન્નીસા બેગમ સાથે મળીને પ્રથમ ‘સ્વદેશી સ્ટોર્સ’ શરૂ કર્યું. તેમણે ખિલાફત ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, આ દરમિયાન તેઓ ખિલાફત અને અસહકારી આંદોલનોનો પ્રચાર કરવા માટે ઘણી વખત હૈદરાબાદની મુલાકાતે ગયા હતા. મૌલાના હસરત મોહાનીએ 1921 માં એહમદાબાદમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં ‘પૂર્ણ સ્વરાજ’ માટેનો ઠરાવ આગળ કર્યો. તેમણે અહિંસાની સંપૂર્ણ અરજની ટીકા કરતાં કહ્યું કે તે બધી પરિસ્થિતિઓ માટે યોગ્ય નથી, જેના માટે તેમને મહાત્મા ગાંધીની પ્રશંસા પણ મળી. પાછળથી, મૌલાના હસરત મોહાની સમાજવાદી વિચારધારા તરફ આકર્ષાયા. વર્ષ 1928 માં, તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છોડી દીધી, કારણ કે તે મહાત્મા ગાંધી દ્વારા અપનાવવામાં આવેલી કેટલીક નીતિઓથી ભિન્ન હતી. તેઓ મુસ્લિમ લીગને ટેકો આપી રહ્યા હતા, તેમ છતાં તેમણે રાષ્ટ્રના ભાગલા માટે મુસ્લિમ લીગના વિચારનો વિરોધ કર્યો. મુસ્લિમ લીગના ઉમેદવાર તરીકે 1946 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મૌલાના હસરત મોહાની ચૂંટાયા; પરંતુ હસરત મોહાનીએ દરેક તબક્કે ભારતના ભાગલાનો વિરોધ કર્યો હતો. આઝાદી પછી પણ તેમની સમાજવાદી અને ધર્મનિરપેક્ષ વિચારધારા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અવિરત ચાલુ રહી. મૌલાના મોહાની, જે 1947 પછી પણ ઘણીવાર સંસદ સભ્ય તરીકે ચૂંટાયા, તેમની રીતે લોકોની સેવા કરી. છેલ્લે 13 મે, 1951 ના રોજ મૌલાના હસરત મોહાનીએ લખનઉમાં અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...