Skip to main content

રામધારી સિંહ 'દિનકર': કવિ જે સત્તાની નજીક રહીને પણ ક્યારેય જનતાથી દૂર ન થયા

 


समर शेष है नहीं पाप का भागी केवल व्याध

जो तटस्थ हैं समय लिखेगा उनके भी अपराध
રામધારી સિંહ 'દિનકર': કવિ જે સત્તાની નજીક રહીને પણ ક્યારેય જનતાથી દૂર ન થયા
રામધારી સિંહ 'દિનકર' હિન્દીના એવા કેટલાક કવિઓમાંના એક છે જેમની પંક્તિઓનો ઉપયોગ ખેડૂતો અને મજૂરોએ પણ કહેવતની જેમ કર્યો હતો.
રામધારી સિંહ 'દિનકર' (23 સપ્ટેમ્બર 1908 - 24 એપ્રિલ 1974) માત્ર તેમના સમયના જ નહીં, પરંતુ હિન્દીના એવા કવિ છે, જેઓ જીવનભર થોડા ભલે જ રહ્યા હોય,છતાં તેમના લેખન માટે ક્યારેય વિવાદાસ્પદ બન્યા નથી. તેઓ એવા કવિ હતા જે એક જ સમયે શિક્ષિત, અભણ અને ઓછા ભણેલા લોકો માટે ખૂબ જ પ્રિય બની ગયા હતા. તેઓ હિન્દી સિવાયની ભાષા બોલનારાઓમાં પણ એટલા જ લોકપ્રિય હતા. પુરસ્કારોનો ધમધમાટ પણ તેમના પર થતો રહ્યો, તેમના ખાતામાં ઘણા મોટા પુરસ્કારો હતા - સાહિત્ય અકાદમી પુરસ્કાર, પદ્મ વિભૂષણ, ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પોતે જ તેની સાક્ષી આપે છે. આમ છતાં તે જમીન સાથે જોડાયેલા લોકોના મનને એ જ રીતે સ્પર્શતા રહ્યા.
હિન્દી સાહિત્યના ઈતિહાસમાં એવા બહુ ઓછા લેખકો બન્યા છે જેઓ સત્તાની નજીક હોય અને જનતામાં પણ એટલા જ લોકપ્રિય હોય. જેઓ જનકવિ પણ હોય, સાથે સાથે રાષ્ટ્રીય કવિ પણ. દિનકરનું વ્યક્તિત્વ પોતાની અંદર આ સંઘર્ષોને ખૂબ જ સરળતાથી સંભાળી રહ્યું હતું. જો ભૂષણ જેવા શૌર્ય રસના કવિ બેઠા હતા, તો મૈથિલીશરણ ગુપ્તા જેવા લોકોની દુર્દશા પર લખવા અને રડવાવાળા એક રાષ્ટ્રકવિ પણ. જો કે દિનકર છાયાવાદ પછી તરતના જ કવિ હતા, પરંતુ આત્માથી તેઓ હંમેશા દ્વિવેદી યુગના કવિ રહ્યા.
દિનકર અને હરિવંશરાય બચ્ચન બંને સમકાલીન હતા. સમકાલીન લોકોમાં ઈર્ષ્યા અને સ્પર્ધા કોઈના માટે છુપાયેલી વાત નથી. પરંતુ દિનકર એવા કવિ હતા જે તેમના સમકાલીન લોકોમાં પણ એટલા જ લોકપ્રિય હતા. જ્યારે દિનકરને 'ઉર્વશી' માટે જ્ઞાનપીઠ મળ્યું ત્યારે એક જ્વલંત વાચકે બચ્ચનજીને પત્ર લખીને પૂછ્યું - 'શું આ યોગ્ય નિર્ણય હતો. દિનકરને મળેલા આ પુરસ્કાર વિશે બચ્ચનજી શું માને છે?' આના પર બચ્ચનજીએ જવાબ આપ્યો, 'દિનકરજીને ગદ્ય, પદ્ય, ભાષા અને હિન્દીની સેવા માટે અલગથી એક નહીં પણ ચાર જ્ઞાનપીઠ મળવા જોઈતા હતા.'
તેમના સમકાલીન લેખકોમાંના એક રામવૃક્ષ બેનીપુરી માનતા હતા કે - 'દિનકરે દેશની ક્રાંતિકારી ચળવળોને પોતાનો અવાજ બખૂબી આપ્યો હતો.' નામવર સિંહના મતે - 'દિનકર તેમના યુગનો વાસ્તવિક સૂર્ય હતો.' વાસ્તવિક અને મધ્યમ વર્ગનો સમાજને પોતાના લખાણોના કેન્દ્રમાં લઈને ચાલતા લેખક રાજેન્દ્ર યાદવ કહેતા હતા - 'હું કિશોરાવસ્થાથી જ દિનકરજીની રચનાઓથી ખૂબ પ્રભાવિત રહ્યો. રાજેન્દ્ર યાદવ દિનકરથી કેટલી હદે પ્રભાવિત હતા તે આ ઘટના પરથી સમજી શકાય છે. દિનકરની પ્રસિદ્ધ પંક્તિઓ છે - 'સેનાની કરો પ્રયાણ અભય,સારા ઈતિહાસ તુમ્હારા હૈ /અબ નખત નિશા કે સોતે હૈ,સારા આકાશ તુમ્હારા હૈ'. જ્યારે રાજેન્દ્રજીએ તેમની નવલકથા 'પ્રેત બોલતે હૈં' ફરીથી લખવાનું નક્કી કર્યું ત્યારે તેનું શીર્ષક દિનકરની આ પંક્તિઓ પરથી લેવામાં આવ્યું હતું. શીર્ષક હતું - 'સારા આકાશ'
દિનકરના શબ્દોની એવી શક્તિ હતી કે તેઓ કહેવતો અને લોકવાર્તાઓની જેમ લોકોમાં પ્રચલિત થયા. એવા ખેડૂતો અને મજૂરો પણ છે જેઓ તેમને તેમના શબ્દોમાં ટાંકે છે. જ્યારે આનું એક કારણ ખેડૂતોના ઘરેથી આવવું હતું, તો બીજું સરળ ભાષાનો ખૂબ જ અસરકારક રીતે ઉપયોગ કરવાનું હતું. ત્રીજી તેમની વકતૃત્વ શૈલી હતી જેણે તેમને લોકપ્રિય બનાવ્યા હતા. 1933 માં, જ્યારે તેમણે કવિ સંમેલન (બિહાર હિન્દી કવિ સંમેલન) - મચ્છર કરડવાથી જાગી જવાના કારણ આગલી રાત્રે લખેલી કવિતા 'મેરે નગપતિ, મેરે વિશાલ' વાંચી, ત્યારે શ્રોતાઓ તેમને વારંવાર સાંભળવા માટે પાગલ થઈ ગયા. સામાન્ય લોકોની વિનંતી પર તેમણે આ કવિતાનું ચાર વખત પઠન પણ કર્યું.
આઝાદી પૂર્વેના આ વિદ્રોહી કવિ અને આઝાદી પછીના આ રાષ્ટ્રીય કવિએ દેશમાં નવજીવન, શૌર્ય અને પુરુષાર્થના સંચાર માટે 'પરશુરામ' અને 'કર્ણ' જેવા ઉપેક્ષિત પાત્રો પસંદ કર્યા હતા, વીરતા અને પુરુષાર્થ જેમનો પોતાનો નીજી સ્વભાવ હતો. તેમની 'કુરુક્ષેત્ર' પણ બીજા વિશ્વયુદ્ધના સંદર્ભમાં મહાભારતની કથાને કેન્દ્રમાં લઈને લખાઈ હતી. કુરુક્ષેત્ર કહે છે કે-કોઈને યુદ્ધ નથી જોઈતું, પરંતુ જ્યારે લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ત્યારે લડવું એ છેલ્લો વિકલ્પ છે. બ્રિટિશ સરકારની નોકરી હોવા છતાં તેમનું વલણ હંમેશા એમના શાસન વિરુદ્ધ રહ્યું. સરકારને પણ એવું લાગવા લાગ્યું હતું કે તેઓ સરકાર વિરોધી છે. આનું ઉદાહરણ ચાર વર્ષના ગાળામાં તેમની 22 બદલીઓ અને તેમની વારંવાર હાજરી છે. જ્યારે તેમને 'હુંકાર' માટે પૂછવામાં આવ્યું કે તેમણે લખવાની પરવાનગી કેમ લીધી નથી, તો તેમનો સ્પષ્ટ જવાબ હતો - 'મારું ભવિષ્ય આ નોકરીમાં નથી, સાહિત્યમાં છે અને મને લાગે છે કે હું પરવાનગી લઈને લખવા કરતાં બેહતર એ સમજીશ કે હું લખવાનું છોડી દઉં'.
વાસ્તવમાં દિનકરની મુખ્ય ચિંતા જનતા માટે હતી, તેમના દુ:ખ-દર્દ, તેમની વેદના લખવાથી હતી,તેમનું દુઃખ અને વ્યથા તેમને દરેક પરિસ્થિતિમાં ઉત્તેજિત કરતા રહ્યા.આઝાદી પછીના તેમના શાસનકાળ દરમિયાન પણ.જ્યારે તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા ત્યારે સંસદમાં જતા પહેલા નહેરુજીએ તેમને એક કવિતા સંભળાવવા કહ્યું. નિર્ભિક દિનકર તે સમયે પણ પોતાની વાત કહેવામાં ચૂક્યા ન હતા. 'ભારત કા રેશમી નગર' એ જ કવિતા હતી જે દિલ્હી અને રાજનેતાઓને કેન્દ્રમાં રાખીને લખવામાં આવી હતી, જેમાં આ શાસનકાળમાં પણ ખેડૂતો, મજૂરો અને સામાન્ય લોકોની દુર્દશાની વાત કરવામાં આવી હતી.
દિનકર એવા પ્રથમ લેખક હતા જેઓ તેમના લેખનના સૌથી મોટા વિવેચક હતા. તેઓ સમયાંતરે તેમના લખાણોની સમીક્ષા અને તપાસ કરતા હતા. આ જ કારણ છે કે સમયાંતરે તેમની શૈલીમાં બદલાવ આવતા રહ્યા. જો કોઈ લેખક પરિવર્તનજીવી નથી, તો તે મરેલો લેખક હોય છે. દિનકરને જોઈને આ હકીકત વધુ સ્પષ્ટ થાય છે. શરૂઆતના ઓજસ્વી કવિ 'ઉર્વશી'ના સર્જક બિલકુલ લાગતા નથી અને 'ઉર્વશી'ના સર્જક 'હારે કો હરિનામ'ના કવિ નથી લાગતા.
જ્યારે દિનકરનું 'સંસ્કૃતિ કે ચાર અધ્યાય' દેશને લગતા સંક્ષિપ્ત લેખોનો સંગ્રહ છે, ત્યારે તેમણે બાળકો માટે કેટલીક અદ્ભુત સુંદર કવિતાઓ પણ લખી છે. 'ચાંદ કા કુર્તા', 'સૂરજ કી શાદી', 'ચૂહે કી દિલ્હી યાત્રા' આવી જ કેટલીક મનોરંજક અને પ્રેરણાદાયી બાળ કવિતાઓ છે. તેમના સમકાલીન ભાગ્યે જ કોઈ હશે જેમણે આ લગાવ સાથે બાળ રચનાઓ પણ લખી હોય - 'સૂર્ય લગ્ન કરશે તો દસ પાંચ પુત્રો જન્મશે / વિચારો તો એ પુત્રોની ગરમી કોણ સહન કરશે / સારું છે કે સૂર્ય કુંવારો છે, વંશહીન એકલવાયો છે/ આ પ્રચંડના લગ્ન એ સંસાર ખાતર એક જમેલો છે.’ આ પંક્તિઓ પરથી સાબિત થાય છે કે આ લેખકના કાર્યક્ષેત્રની બહાર કોઈ નહોતું, તેમને ચિંતા અને લગાવ હતું,તો કોઈ એકની સાથે નહીં, પરંતુ બધા સાથે.
'ઉર્વશી' ની શૈલી દિનકરના લખાણથી એટલી અલગ હતી કે તે પોતે જ જાણવા પર આશ્ચર્ય પામતા હતા. એના લખાવા સુધીમાં તે ખૂબ જ અસ્વસ્થ રહેવા લાગ્યા હતા. ડોકટરોએ તેમને લખવાની બિલકુલ ના પાડી દીધી હતી. તેનું મુખ્ય કારણ બેહોશી આવવી હતી. જ્યારે તે બેહોશ થઈ જાય ત્યારે તેમની વિનંતી પર ડોકટરોએ તેમને થોડું મધ ચાટવાની છૂટ આપી હતી, તેનાથી બેભાન થવાની અસર ઓછી થઈ જશે. પરંતુ વારંવાર આ લખવું તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી હતું. દિનકરજીના કહેવા પ્રમાણે, તેમણે આ આખું પુસ્તક એક જ અર્ધ ઊંઘમાં લખ્યું હતું. અને તે ક્યારે અને કેવી રીતે લખાયું, જાણે કે તેની પોતાની સમજની બહારની વાત હોય. આ અજાયબી દિનકરજીની આ પંક્તિઓમાં જોઈ શકાય છે - मैं घोर चिन्तना में धंसकर, पहुंचा भाषा के उस तट पर / था जहां काव्य यह धरा हुआ / सब लिखा लिखाया पड़ा हुआ / बस झेल गहन गोते का सुख / ले आया इसे जगत सम्मुख.
ઉર્વશી એ પ્રેમ, વાસના અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સમન્વય છે. આ પુરુરવા અને ઉર્વશીની વાર્તા છે જે મહાભારતના શાંતિ પર્વમાંથી લેવામાં આવી હતી. આમાં, માનવ હોવાને દેવદૂત અને ભગવાનથી ઉપર મૂકવામાં આવ્યું હતું. આ સમય સુધીમાં દિનકરના જીવનમાં આધ્યાત્મિકતા પણ પ્રવેશવા લાગી હતી. તેમણે મહર્ષિ રમણ અને અરવિંદ આશ્રમના ચક્કર લગાવવાનું શરૂ કર્યું. આધ્યાત્મિકતા પણ તેમના જીવનમાં અચાનક પ્રવેશી ન હતી. વિશ્વ જીતનાર દિનકર હકીકતમાં પોતાના અંગત મોરચે સતત હારતો રહ્યો હતો. તેમને પત્ની સાથે વૈચારિક મતભેદ હતો. આનું મુખ્ય કારણ 13 વર્ષની નાની ઉંમરે થયેલા લગ્ન હતા (જો કે તેમણે આ સંબંધને જીવનભર જાળવી રાખ્યો હતો). પછી દીકરીઓ, પૌત્રીઓના લગ્નની ચિંતા, મોટા પુત્રનું અકાળે મૃત્યુ, જેને તેમણે ઘરનો મોટાભાગનો બોજ ઉઠાવીને લેખન-લેખકીય યાત્રાઓ માટે તૈયાર કર્યો હતો, આ બધા દુખો તેમને આધ્યાત્મિકતા તરફ ધકેલતા રહ્યા.
દુઃખ અને મુસીબતોના પહાડો વચ્ચે તેમનો હુંકાર અને શક્તિ હવે ક્યાંક ખોવાઈ જવા લાગી હતી. તેમના સમયનો આ સૂર્ય હવે આકાશમાં અસ્ત થવાનો હતો. 'હારે કો હરિનામ'નો એ પરાજય, દ્વિધા અને સંઘર્ષથી ભરેલો અવાજ ક્યાંયથી જણાય નહીં કે આ અવાજે એક સમયે લોકોના આક્રોશને હૂંકાર ભરી અવાજ આપ્યો હતો અને તેમાં નવી શક્તિનો સંચાર કર્યો હતો.
જો કે, જીવનનો અનુભવ અને વાસ્તવિકતા અહીં પણ છે અને આ કવિતાઓ જીવનની ખૂબ નજીકની છે. ઓજસ્વી દિનકર જીવનમાં રુમાની અને સ્વચ્છ દિલના હતા, જેનું ઉદાહરણ માત્ર 'રસવંતી', 'ઉર્વશી' જ નહીં, પણ તે તમામ મહિલાઓ છે, જેમનો ઉલ્લેખ તેમની ડાયરીમાં ક,ખ, ગ ના નામે ઉલ્લેખનીય છે. આ તેમની પ્રામાણિકતા જ હતી કે ડાયરીના પ્રકાશન સમયે તેમણે તેને હટાવી ન હતી, બલ્કે તેઓ ઈચ્છતા હતા કે અહીં મહિલાઓના સાચા નામો આપવામાં આવે, પરંતુ તેમના કેટલાક લેખક મિત્રોના સૂચનથી આ નામોને ક,ખ,ગ નું સ્વરૂપ આપવું પડ્યું. તેઓ માનતા હતા કે 'આપણે અને તમે એક જ હોડીમાં સવાર હોઈએ ત્યારે શરમ અને સંકોચ કેવી?'
સૌજન્ય : સ્ક્રોલ
અનુવાદ : હિદાયત પરમાર
--------
क्षमा शोभती उस भुजंग को
जिसके पास गरल हो
उसको क्या जो दंतहीन
विषरहित, विनीत, सरल हो।
--------
छलपूर्ण प्रशंसा से उपयोगी आलोचना श्रेष्ठ है।
--------
अग्निस्फुलिंग रज का, बुझ ढेर हो रहा है,
है रो रही जवानी, अन्धेर हो रहा है।
--------
हुंकारों से महलों की नींव उखड़ जाती
सांसों के बल से ताज हवा में उड़ता है
जनता की रोके राह, समय में ताव कहाँ
वह जिधर चाहती, काल उधर ही मुड़ता है
--------
शासन के यंत्रों पर रक्खो आँख कड़ी,
छिपे अगर हों दोष, उन्हें खोलते चलो
प्रजातंत्र का क्षीर प्रजा की वाणी है,
जो कुछ हो बोलना, अभय बोलते चलो
--------
रेगिस्तान में दौड़ती हुयी सन्ततियाँ
थकने वाली हैं
वे फिर पीपल की छाया में
लौट आएँगी
आदमी अत्यधिक सुखों के लोभ से ग्रस्त है
यही लोभ उसे मारेगा
मनुष्य और किसी से नहीं,
अपने आविष्कार से हारेगा
--------
यह मनुज, जो ज्ञान का आगार
यह मनुज, जो सृष्टि का श्रृंगार
छद्म इसकी कल्पना, पाखण्ड इसका ज्ञान
यह मनुष्य, मनुष्यता का घोरतम अपमान
----
जिनमें बाकी ईमान, अभी
वे भटक रहे वीरानों में,
दे रहे सत्य की जाँच
आखिरी दमतक रेगिस्तानों में
ज्ञानी वह जो हर कदम धरे
बचकर तप की चिनगारी से,
जिनको मस्तक का मोह नहीं,
उनकी गिनती नादानों मे
--------
साहित्य सपनों को रूप तथा संदेशों को अमरत्व प्रदान करता है!

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...