આખી જિંદગી અલગ અલગ રાજીકીય મોરચા ઉપર ડટી રહેલા ભારતીય રાજનીતિનું ભુલાયેલું એક નામ એટલે 'ગુલઝારીલાલ નંદા'.તેમની દીર્ઘ રાજકીય યાત્રામાં તે બે વાર કાર્યકારી પ્રધાનમંત્રી બન્યા.પહેલી વખત 1964માં દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના નિધન પછી અને બીજી વખત 1966માં પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના નિધન પછી. સંયોગથી બંને વખત માત્ર 13 - 13 દિવસ આ પદ ઉપર રહ્યા પછી દેશને પૂર્ણકાલીન પ્રધાનમંત્રી મળી ગયા.બંને વખત તેઓ દેશના ગૃહ મંત્રી હતા.
4 જુલાઈ 1898 ના દિવસે ગુલઝારીલાલ નંદાનો જન્મ ગુજરાંવાલા (હાલમાં પાકિસ્તાન) ના બડોકી ગોસાઈ કસબામો થયો હતો.સ્નાનકોત્તર ડિગ્રી પાસ કર્યા પછી નેશનલ કોલેજ મુંબઈમાં ભણાવવા લાગ્યા.1921માં તેમની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઈ.ગાંધીના આગ્રહ પર નંદાએ ગુજરાતમાં વસવાટ કરવાનો નિર્ણય લીધો.
ગાંધીજીથી પ્રભાવિત થઈ નંદા અસહયોગ આંદોલનમાં સામેલ થયા અને ટ્રેડ યુનિયનો મતલબ મજદૂર આંદોલનો માટે કામ કરવા લાગ્યા. 1922માં તેઓ નેશનલ ટેક્સટાઇલ એસોસિએશનના સચિવ બન્યા અને 'મજૂર મહાજન' નામની સંસ્થાની સ્થાપના કરી. જેમ કે નામથી જ સ્પષ્ટ છે, 'મજુર મહાજન' મજદૂરો મુખ્ય રૂપથી ટેક્સટાઇલ મિલના કામદારો માટે સ્થાપિત કરવામાં આવી હતી. 1946 થી 1948 સુધી તેઓ હિન્દુસ્તાન મજદૂર સેવા સંઘના સચિવ પણ રહ્યા.
1937 થી 1939 સુધી નંદા બોમ્બે ગવર્મેન્ટમાં શ્રમ તેમજ ગૃહ નિર્માણ મંત્રી રહ્યા.મજદૂર સંઘોમાં તેમની ઊંડી રૂચી હોવાને કારણે તેમણે મે 1947 માં ઇન્ડિયન ટ્રેડ યુનિયન કોંગ્રેસના આયોજનમાં મહત્વની ભૂમિકા નિભાવી. બાદમાં તેમણે ભારત સેવક સમાજ તેમજ ભારત સાધુ સમાજ જેવા સંગઠનોની પણ સ્થાપના કરી. નંદાની અમૂલ્ય સેવાઓને જોતાં પહેલા 1950 પછી 1952માં તેમને યોજના આયોગના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા.
1952 થી 1964 સુધી નંદા જવાહરલાલ નેહરૂની કેબિનેટમાં સામેલ રહ્યા. આ દરમિયાન તેમની પાસે ઘણા મુખ્ય મંત્રાલયોની જવાબદારી રહી. 27 મે 1964 ના રોજ નેહરુનું દેહાવસાન થઈ ગયું અને ગુલઝારીલાલ નંદા કાર્યકારી પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા.તે પદ પર 11 જુને લાલ બહાદુર શાસ્ત્રીના પ્રધાનમંત્રી પદની શપથ લેવા સુધી બન્યા રહ્યા.
તત્કાલીન રાજકારણમાં નંદાનું મહત્વ તેમજ તેમનું રાજનીતિક કદ એનાથી જ માલૂમ થાય છે કે શાસ્ત્રીના મંત્રીમંડળમાં તેઓ ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા હતા. શાસ્ત્રીએ પણ 11 જાન્યુઆરી 1966 ના રોજ જ્યારે તાસકંદમાં હંમેશા માટે આંખો બંધ કરી દીધી તો નંદા એકવાર ફરી કાર્યકારી પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા. પછી ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી બન્યા અને દેશની બાગડોર તેમના હાથમાં આવી.નંદાને તેણીએ પણ તેમના મંત્રીમંડળમાં સામેલ રાખ્યા હતા.
સમયની સાથે રાજકારણના બદલાતા રંગોથી નંદા ખુશ ન હતા. તેથી 1971 માં જ્યારે ઇન્દિરા એ લોકસભા ચુંટણીમાં ભારે બહુમતી પ્રાપ્ત કરી,તો નંદા એ કહેતાં રાજકારણથી સંન્યાસ લઈ લીધો કે તે સમયની રાજનીતિ તેમને રાસ આવતી નથી.તેઓ એક સિદ્ધાંતવાદી ઇન્સાન હતા અને પૂરી જિંદગી તેમને નિસ્વાર્થ સેવા કરી. રાજકારણને અલવિદા કર્યા પછી નંદા પૂર્ણ રીતે સમાજ તેમજ ધર્મની સેવામાં લાગી ગયા. પછીના વર્ષોમાં 'નવજીવન સંઘ' અને 'માનવ ધર્મ મિશન' ના બેનર હેઠળ સેવા કાર્યકર્તા રહ્યા.આ બંને સંગઠનો પણ તેમને જ સ્થાપિત કર્યા હતા.
સિદ્ધાંતવાદી,ઈમાનદાર તેમજ નિસ્વાર્થ ભાવથી સેવા કાર્ય કરનારા નંદાએ તેમનું પૂરું જીવન ખૂબ જ સાદગીથી ગુજાર્યો.પરિસ્થિતિઓ એવી બની ગઈ કે રાજકારણમાંથી સન્યાસ લીધા પછી તેમની પાસે આજીવિકાનું કોઈ સાધન ન હતું. એવામાં સન્માનપૂર્વક જીવન જીવવા માટે તેમણે ખૂબ સખત સંઘર્ષ કરવો પડ્યો.દિલ્હીના કનોટ પ્લેસ બસ સ્ટોપ ઉપર તેમણે વારંવાર સરકારી બસની રાહ જોતા દેખાતા હતા. જ્યાંથી બસ પકડીને તેઓ નવી દિલ્હીના ફ્રેન્ડ્સ કોલોની સ્થિત તેમના ભાડાના મકાનમાં જતા હતા.ખૂબ જ દુઃખની વાત એ હતી કે સમય પર ભાડું ન આપવાને કારણે એ ઘર પણ મકાન માલિકે તેમની પાસેથી ખાલી કરાવી લીધું હતું. તેના પછી બાકીનું જીવન તેઓ અમદાવાદમાં તેમની દીકરીની પાસે જેમ તેમ કરીને વિતાવતા રહ્યા.
અજીબ વાત એ રહી કે નંદા પછી કોઈને કાર્યકારી પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા નહીં. ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તો અફવાઓ ઉડવા લાગી કે પ્રણવ મુખર્જી કાર્યકારી પ્રધાનમંત્રી બનાવવામાં આવશે. પ્રણવ એ સમયે કેન્દ્રીય નાણામંત્રી હતા અને કોંગ્રેસમાં ઇન્દિરા પછી તેમનો જ નંબર માનવામાં આવતો હતો, પરંતુ પ્રણવને કાર્યકારી પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા નહીં. બલ્કે, તેમના રાજનીતિ કેરિયર પર આ અફવાના ખાસાં નકારાત્મક પ્રભાવ પડ્યા.
15 જાન્યુઆરી 1998 ના દિવસે 99 વર્ષની ઉંમરમાં નંદાનું નિધન થઈ ગયું. બીજી અને ત્રીજી નહેરુ કેબિનેટમાં તેઓ એકમાત્ર સદસ્ય બચ્યા હતા. 19મી સદીમાં જન્મ લેનારા તેમના સમકાલીન બધા નેતાગણ પણ ત્યાં સુધી દિવગંત થઈ ચૂક્યા હતા.
સૌજન્ય : ભારત કે પ્રધાનમંત્રી પુસ્તક, રશીદ કિદવઈ
Comments
Post a Comment