अफसाना लिख रही हूं
दिल-ए-बेक़रार का ..
आंखों में रंग भर के तेरे इंतज़ार का ..
ટુન ટુન એક ભારતીય પ્લેબેક સિંગર અને કોમેડિયન હતા. તેમનું સાચું નામ ઉમા દેવી ખત્રી હતું. તેણીને હિન્દી સિનેમાની પ્રથમ કોમેડી અભિનેત્રી પણ કહેવામાં આવે છે. ઉમા દેવીને તેમનું ઉપનામ ટુન ટુન પ્રખ્યાત ફિલ્મી કલાકાર દિલીપ કુમાર દ્વારા આપવામાં આવ્યું હતું.
એક દિવસ તેમની એક સહેલી તેમના ગામ આવી, જે મુંબઈમાં ઘણા ફિલ્મ સર્જકોને ઓળખતી હતી. ટુનટુન તેની સાથે મુંબઈ રહેવા ચાલી ગઈ. મુંબઈ આવીને તેણીએ સંગીતકાર નૌશાદનો દરવાજો ખખડાવ્યો. તેણીએ નૌશાદની સામે આગ્રહ કર્યો કે જો તેણીને ગાવાની તક નહીં મળે તો તે તેના બંગલા સામેના દરિયામાં કૂદી પડશે.
નૌશાદ સાહેબે ટુનટુનનું નાનકડું ઓડિશન લીધું અને તેના અવાજથી પ્રભાવિત થઈને તરત જ તેણીને કામ સોંપ્યું. દિલ્હીમાં કોઈએ તેમને ડિરેક્ટર નીતિન બોઝના આસિસ્ટન્ટ જવાદ હુસૈનનું સરનામું આપ્યું. તે મુંબઈ આવીને તેને મળી અને તેણે જ ટુનટુનને આશ્રય આપ્યો. વર્ષ 1947માં તેમને પહેલીવાર ગાવાનો મોકો મળ્યો. ટુન ટુનનું પહેલું ગીત 'દર્દ' ફિલ્મમાં 'અફસાના લખતા રહી હૂં' હતું. આ ગીત સુપરહિટ થયું અને ટુન ટનનું નસીબ ચમક્યું.
એક પાકિસ્તાની અખ્તર અબ્બાસ કાઝીને ટુન ટુનનું આ ગીત એટલું ગમી ગયું કે તેણે પોતાનો દેશ છોડીને ભારત આવીને ટુન ટુન સાથે લગ્ન કર્યા. અખ્તર ટુન ટુનના જૂના જાણકાર હતા. આ પછી ટુન ટુને સતત 45 ગીતો ગાયા. પરંતુ પ્રેગ્નન્સી અને કેટલીક ઘરેલું જવાબદારીઓને કારણે તેણીએ ફિલ્મોમાંથી બ્રેક લેવો પડ્યો હતો. ટુન ટુનના પતિ અખ્તર નોકરી કરતા હતા પરંતુ જેમ જેમ પરિવાર વધતો ગયો તેમ તેમ પગાર ઓછો પડવા લાગ્યો.
બાળક થયા બાદ ટુન ટુનનું વજન સતત વધી રહ્યું હતું. પરંતુ નૌશાદે તેમની અભિનય પ્રતિભાને ઓળખી અને તેણીને ફિલ્મ 'બાબુલ'માં કામ કરવાની તક આપી. ટુન ટુનનું પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યું અને ટૂંક સમયમાં જ તે કોમેડી અભિનેત્રી બની ગઈ. પાંચ દાયકાની તેમની કારકિર્દીમાં ટુનટુને લગભગ 200 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 90ના દાયકામાં પતિના અવસાન બાદ તેણીએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી હતી. તેમની પ્રખ્યાત ફિલ્મોમાં 'આરપાર', 'પ્યાસા', 'મિસ્ટર એન્ડ મિસિસ ફિફ્ટી ફાઈવ' અને 'મોમ કી ગુડિયા'નો સમાવેશ થાય છે.
જણાવી દઈએ કે જમીનના વિવાદમાં ટુનટુનના માતા-પિતા અને ભાઈની હત્યા કરવામાં આવી હતી. ટુનટુનના નિધનના બે દિવસ પહેલા તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'મને ખબર નથી કે મારા માતા-પિતા કેવા દેખાતા હતા કારણ કે જ્યારે હું અઢી વર્ષની હતી ત્યારે તેઓ ગુજરી ગયા હતા. મારો એક આઠ-નવ વર્ષનો હરિ નામનો ભાઈ હતો. મને યાદ છે કે અમે અલીપોરમાં રહેતા હતા. એક દિવસ મારા ભાઈની પણ હત્યા થઈ, ત્યારે હું ચાર-પાંચ વર્ષની હોઈશ ત્યારે કદાચ.
Comments
Post a Comment