Skip to main content

બ્રિગેડિયર મુહમ્મદ ઉસ્માન "નૌશેરાનો રક્ષક"...


મુહમ્મદ ઉસ્માનનો જન્મ 15 જુલાઈ 1912ના રોજ આઝમગઢમાં થયો હતો અને તેઓ બ્રિટનમાં તાલીમ મેળવનાર ભારતીય સૈન્ય અધિકારીઓની પ્રથમ બેચમાંના એક હતા. બીજા વિશ્વયુદ્ધમાં તેમના નેતૃત્વ માટે વખાણાયેલા, બ્રિગેડિયર ઉસ્માન 50 પેરા બ્રિગેડના કમાન્ડર હતા, જેમણે નૌશેરામાં વિજય મેળવ્યો હતો. ભારતની આઝાદીના 11 મહિના પછી જ મુહમ્મદ ઉસ્માન પાકિસ્તાની ઘૂસણખોરો સામે લડતાં શહીદ થયા હતા. ઉલ્લેખનીય છે કે જુલાઈ 1948માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને તેમના મંત્રીમંડળના સાથીઓએ તેમના રાજ્યકક્ષાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.

તે ભારતમાંથી પસંદ કરાયેલા 10 કેડેટ્સમાંથી એક હતા. બ્રિટનથી ભણેલા મુહમ્મદ ઉસ્માનની ઉંમર 23 વર્ષ હતી. બલોચ રેજિમેન્ટમાં નોકરી મળી. અહીં ભારત અને પાકિસ્તાનનું વિભાજન થઈ રહ્યું હતું. પાકિસ્તાની નેતાઓ મુહમ્મદ અલી ઝીણા અને લિયાકત અલી ખાને આહ્વાન કર્યું. પાકિસ્તાની આર્મીમાં જોડાઓ, લાલચ - નિયમો તોડીને (આઉટ ઓફ ટર્ન) પાકિસ્તાની આર્મી ચીફ બનાવવામાં આવશે. પરંતુ, વતનપરસ્ત ઉસ્માને આ ઓફર ઠુકરાવી દીધી. બલૂચ રેજિમેન્ટ ભાગલામાં પાકિસ્તાન આર્મીના હિસ્સામાં ગઈ હતી. ઉસ્માન ડોગરા રેજિમેન્ટમાં જોડાયા.
25 ડિસેમ્બર, 1947ના રોજ પાકિસ્તાની સેનાએ ઝાંગર પર કબજો કર્યો. લેફ્ટનન્ટ જનરલ કે. એમ. કરિયપ્પા ત્યારે પશ્ચિમી આર્મી કમાન્ડર હતા. તેમણે જમ્મુને પોતાની કમાન્ડનું મુખ્ય મથક બનાવ્યું. ધ્યેય હતું- ઝાંગર અને પૂંછને કબજે કરવાનો અને માર્ચ 1948માં, બ્રિગેડિયર ઉસ્માનની બહાદુરી, નેતૃત્વ અને શક્તિને કારણે ઝાંગર ભારતના કબજામાં આવ્યું. તેમને નૌશેરાના સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ પાકિસ્તાનની સેનાના હજારો સૈનિકો માર્યા ગયા અને એટલા જ ઘાયલ થયા, જ્યારે ભારતના 102 ઘાયલ થયા અને 36 સૈનિકો શહીદ થયા.
'નૌશેરાના સિંહ' મુહમ્મદ ઉસ્માનની કબરને નુકસાન થયું હતું,તે દરમિયાન ભારતીય સેનાએ એને વ્યવસ્થિત કરી ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યા હતો.
થોડાક વર્ષો પહેલાં બ્રિગેડિયર ઉસ્માનની કબર ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. આ મકબરો જે કબ્રસ્તાનમાં સ્થિત છે, તે દક્ષિણ દિલ્હીમાં જામિયા મિલિયા ઈસ્લામિયાના અધિકારક્ષેત્રમાં આવે છે.
દેશ આઝાદ થયો હતો અને તિરંગામાં લપેટાયેલી સોનેરી સવારને જોઈ રહ્યો હતો કે આઝાદીના થોડા જ દિવસોમાં બ્રિગેડિયર ઉસ્માનને કાશ્મીરના ઝાંગર ખાતે તૈનાત 50 પેરાશૂટ બ્રિગેડની કમાન સોંપવામાં આવી.
જમીલન બીબી અને ફારૂકનો દીકરો ઉસ્માન જ્યારે બનારસની હરિશ્ચંદ્ર ઈન્ટર કોલેજમાં ભણવા માટે જતો ત્યારે વિસ્તારની સુંદર છોકરીઓ તેના રસ્તે ઊભી રહેતી.
પરંતુ શું મજાલ કે ઉસ્માન તેની આંખો ઉંચી કરે, કહેવાય છે કે જ્યારે બ્રિગેડિયર ઉસ્માનની આંખો ઊંચી થતી હતી ત્યારે દુશ્મનની આંખો કાયમ માટે બંધ થઈ જતી હતી.
સુંદર આંખો, નિર્દોષ ચહેરો અને લોખંડ જેવું કાળજું. ઉસ્માન માટે દેશ જ બધું હતું, તેનો પરિવાર, તેનું ઘર, તેની દુનિયા.તેણે આ વાત વારંવાર સાબિત કરી, પરંતુ તે ત્યારે બન્યું જ્યારે મઉના બીબીપુર ગામમાં જન્મેલા ઉસ્માને એક દિવસ કાશ્મીર મેળવવા અને ભારત માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા.
ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે જ્યારે આખા દેશમાં રમખાણો ભડકી રહ્યા હતા, સેનાનું પણ વિભાજન થઈ રહ્યું હતું, ત્યારે 10મી બલોચ રેજિમેન્ટના અધિકારી ઉસ્માને ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું. જ્યારે તેના તમામ મુસ્લિમ સાથી પાકિસ્તાન જઈ રહ્યા હતા.
ત્યારબાદ પાકિસ્તાની શાસકો લિયાકત હુસૈન અને મુહમ્મદ અલી ઝીણાએ બ્રિગેડિયર ઉસ્માનને ધર્મની દુહાઈ હેઠળ અપીલ કરી અને બ્રિગેડિયર ઉસ્માનને આઉટ-ઓફ-ટર્ન આર્મીના વડા બનાવવાની ઓફર પણ કરી પરંતુ તેમણે ના પાડી.
આ દેશ પ્રત્યેનો પ્રેમ છે, જે અંગ્રેજોની માફી માંગી જેલમાંથી છૂટનારા અને આઝાદીના દિવાનાઓ વિરુદ્ધ ખોટી જુબાની આપનારાઓનો વંશજો ક્યારેય નહીં કરી શકે.
ખૈર,
ભારત-પાકિસ્તાનના ભાગલામાં બલૂચ રેજિમેન્ટ પાકિસ્તાનના ભાગમાં ગઈ, પછી બ્રિગેડિયર ઉસ્માન ડોગરા રેજિમેન્ટમાં ચાલ્યા ગયા.એ ન ભૂલવું જોઈએ કે આ એ જ રેજિમેન્ટ છે જેના બેઝ પર તાજેતરમાં ઉરીમાં પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.
ખૈર,
બ્રિગેડિયર ઉસ્માન કાશ્મીરના ઝાંગાર પહોંચે તે પહેલાં આશ્ચર્યજનક રીતે પાકિસ્તાની સેના ચોકીની તૈનાતીથી ગભરાઈ ગઈ હતી અને લગભગ 6 હજાર સૈનિકો સાથેની પાકિસ્તાની સેનાએ ઝાંગરનો કબજો કરી લીધો હતો.
તેની બાજુમાં નૌશેરા સેક્ટર હતું, ઉસ્માને નૌશેરાને દુશ્મનોથી બચાવવા માટે એક જબરદસ્ત વ્યૂહરચના બનાવી, તેણે સૌથી પહેલા ઉત્તર દિશામાં સ્થિત કોટ ટેકરીને પાકિસ્તાનીઓના કબજામાંથી મુક્ત કરાવી. આ એ ટેકરી હતી જ્યાંથી આખું નૌશેરા પર નજર રાખી શકાતી હતી.
1 ફેબ્રુઆરી 1948 ના રોજ, બ્રિગેડિયર ઉસ્માનના સફળ નેતૃત્વ હેઠળ, ભારતીય સેનાએ કોટ અને નૌશેરાની આસપાસના વિસ્તાર પર હુમલો કર્યો અને સવાર સુધીમાં સમગ્ર નૌશેરા પર કબજો કરી લીધો.
સૌથી જબરદસ્ત સફળતા ત્યારે મળી જ્યારે ફેબ્રુઆરી 1948ના છેલ્લા સપ્તાહમાં બ્રિગેડિયર ઉસ્માને લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરિઅપ્પાના નેતૃત્વમાં બનાવવામાં આવેલી યોજનાના સફળ અમલીકરણ દ્વારા ઝાંગર પર પોતાનું નિયંત્રણ મેળવ્યું.
બ્રિગેડિયર ઉસ્માનની બહાદુરીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમને સમગ્ર કાશ્મીરમાં ‘નૌશેરાનો સિંહ’ કહેવામાં આવતો હતો.
ઝાંગર પર ભારતના કબજા પછી, પાકિસ્તાને વારંવાર કબજે કરવાની યોજના બનાવી. મે 1948માં, પાકિસ્તાને ઝાંગર પાસે તેની નિયમિત સેના તૈનાત કરી.
3 જુલાઈ 1948 ના રોજ, ઝાંગર ખાતે ભીષણ યુદ્ધ થયું જેમાં એક હજાર જેવા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને લગભગ એટલા જ ઘાયલ થયા, જ્યારે બ્રિગેડિયર ઉસ્માનની આગેવાની હેઠળની 50 પેરાશૂટ બ્રિગેડના ફક્ત 33 સૈનિકો શહીદ થયા અને 102 ઘાયલ થયા. એ જ યુદ્ધ દરમિયાન 25 પાઉન્ડનો શેલ મેજર ઉસ્માન પર જઈને પડ્યો અને ભારત માતાના આ પુત્ર શહીદ થયા.
બ્રિગેડિયર ઉસ્માનના છેલ્લા શબ્દો હતા:- "હું મરી રહ્યો છું પણ આપણો પ્રદેશ આપણો જ છે, દુશ્મનોના ખાતમા સુધી લડીશું".
તત્કાલિન ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, શેખ અબ્દુલ્લા અને નેહરુના પ્રથમ મંત્રીમંડળના તમામ લોકોએ શહીદ બ્રિગેડિયર ઉસ્માનના જનાજા અને દફનવિધિમાં હાજરી આપી હતી અને જામિયા મિલિયા ઈસ્લામિયા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
બ્રિગેડિયર ઉસ્માનની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાકિસ્તાનીએ તેના માથા પર 50 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું હતું અને એ વખતે લિયાકત હુસૈને કહ્યું હતું કે,
"જો અમારી પાસે પણ એક બ્રિગેડિયર ઉસ્માન હોત"
જો બ્રિગેડિયર ઉસ્માન હજુ 12 દિવસ જીવિત હોત તો તેઓ પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહ્યા હોત, પરંતુ 3 જુલાઈ, 1948ના રોજ નૌશેરાના આ અપરિણીત સિંહે નૌશેરાના 148 અનાથ બાળકોને લાવારીસ છોડીને આ દુનિયા છોડી દીધી, જે બાળકોનું શિક્ષણ અને ઉછેર તે તેમના પગારમાંથી કરતા હતા.
વિચાર આવે છે કે આજે દેશના મુસ્લિમોને પાકિસ્તાનમાં ચાલ્યા જવાની જાહેરાત પર બ્રિગેડિયર ઉસ્માનની આત્મા શું મહેસૂસ કરતી હશે?
રેહબર જૌનપુરીએ સરસ કહ્યું છે કે,
हमने कब हिंद के ख्वाबों की तिजारत की है।
हमने कब मुल्क के ख्वाबों से बगावत की है।।
हमने कब साज़िशी लोगों की हिमायत की है।
हमने हर हाल में दस्तूर की इज़्ज़त की है।।
हम ज़माने की निगाहों में ख़तावार नहीं।
फिर भी हमसे ये गिला है कि वफादार नहीं।।
हिंद के सर की लगाई नहीं हमने बोली।
बेच कर राज़ नहीं हमनें भरी है झोली।।
हमने खेली नहीं इंदिरा के लहू से होली।
हमने बापू पे चलाई नहीं हर्गिज़ गोली।।
हम जफाकश है जफाकेशो जफाकार नहीं।
फिर भी हमसे ये गिला है कि वफादार नहीं।।
: મુહમ્મદ જાહિદ
સૌજન્ય : હેરિટેજ ટાઇમ્સ

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...