Skip to main content

મહાત્મા ગાંધીના પ્રાણ રક્ષક બતક મિયાં અન્સારી.



૧૯૧૭નું વર્ષ
----------------
મહાત્મા ગાંધી ૧૫ એપ્રિલ સાંજે ત્રણ વાગ્યાની આસપાસ બિહાર રાજ્યના મુજફ્ફરપુરથી રેલવેમાં ચંપારણ જિલ્લા કેન્દ્ર મોતીહાર રેલવે સ્ટેશન પહોંચ્યા. અલગ-અલગ ગામડાઓમાંથી આવેલા ગળીનું વાવેતર કરતા ખેડૂતોએ તેમનું સાદર સ્વાગત કર્યું.સદીથી લઈને ગળીનું વાવેતર કરનારાઓ માટે આ પાકથી વાદળી રંગ તૈયાર કરનારા કારખાનાઓ માટે ચંપારણ મશહુર હતું. લગભગ વાદળી રંગ બનાવનારા કારખાનાઓના,ગળીના ખેતરોના માલિક અંગ્રેજો હતા.ભારતીય ખેડૂતો લઘુ તેમજ મધ્યમ સ્થરના ખેડૂતો હતા. અંગ્રેજી શાસનમાં અંગ્રેજ માલિકોનું જ ચાલતું હતું.ભારતીય ખેડૂતોમાં લગભગ પટ્ટાદાર અને ભાગીદાર હતા.જમીન તેમજ કારખાના પોતાને આધીન રહેવાને કારણે ગળીનું વાવેતર અને વાદળી રંગ તૈયારીથી લાભાન્વિત હોવા માટે ગોરા માલિકો ચંપારણ ખેડૂતોના હિતો વિરુદ્ધ આચરણ કરવા લાગ્યા.મુખ્યત્વે 'તીન કથીયા' કરાર એમના પર લાદતાં તાવાન, જિરાતી, અબવાબ જેવા વિવિધ પ્રકારના કરો જબરદસ્તીથી વસૂલ કરવા લાગ્યા. બળજબરી, જમીનદારી પદ્ધતિ મુજબ ખેડૂતોના શ્રમનું શોષણ કરી તેમને બળજબરીથી ગુલામીનો શિકાર બનાવવા લાગ્યા.
ગોરા માલિકોના અનૈતિક આચરણનો વિરોધ કરવા પર પણ, સાહસની સાથે ઇનકાર કરવા પર પણ, ગોરા માલિકોના કર્મચારીઓની કરકશતાનો શિકાર ખેડૂત પરિવારોને થવું પડતું હતું. બહિષ્કારનો શિકાર થવું પડતું હતું.સરકારી કાર્યાલયમાં અંગ્રેજોની વાત જ ચાલવાને કારણે ખેડૂતોની નિ:સહાય રહેતા હતા.ગોરા માલિકોનું આધિપત્ય, ઝુલમની કોઈ સીમા ન રહેવાને કારણે સહન ખોઈ રહેલા ખેડૂતો ક્યારેક-ક્યારેક વિરોધ કરી આંદોલન કરવા પર પણ અંગ્રેજ અધિકારીઓના સહારે આંદોલનનું દમન કરતા હતા.આંદોલન કરનારા ખેડૂતોનું કષ્ટ ભોગવવાનો ક્રમ ચાલતો હતો.
આ વિકટ પરિસ્થિતિઓથી આક્રાંત ખેડૂતોને સહારો આપવા માટે ચંપારણ પ્રાંતના રાજકુમાર (૧૮૭૫-૧૯૧૯), પીર મુહમ્મદ મુનીશ અન્સારી (૧૮૮૨ - ૧૯૪૯) ના અનુરોધ ઉપર મહાત્મા ગાંધી મોતીહારી આવી ગયા.મહાત્મા ગાંધી મોતીહારી આવવાના બીજા દિવસથી જ કાર્યાચરણ આરંભ થયો.મોટી સંખ્યામાં ચંપારણના ખેડૂતો એમની પાસે આવી ગળીનું વાવેતર, વાદળી રંગના કારખાનાઓના માલિકોના દુષ્કૃત્યોની વાતો સંભળાવવા લાગ્યા.
ગોરા માલિકોને સપનામાં પણ ખ્યાલ ન હતો કે દુઃખી ખેડૂતો નીડર બની ગોરા માલિકોના દુષ્કૃત્યોને જાહેર કરશે.આ પ્રતિકૂળ પરિસ્થિતિઓને જોતાં ગોરા માલિક મહાત્મા ગાંધીના આંદોલનના કાર્યાચરણને રોકવા માંગતા હતા.અંગ્રેજ સરકારી અધિકારીઓને,અદાલતોને ઉશ્કેરવામાં આવી હતી.મહાત્મા ગાંધીના શાંતિપૂર્વક સત્યાગ્રહના આંદોલનને પોલીસ અને અદાલત રોકી શકી નહીં. અંગ્રેજ અધિકારીઓના દંડના ભયની પરવા ન કરતાં ગોરા માલિકોની ક્રૂરતાનું,બર્બરતાનું, આર્થિક શોષણનું ખુલીને આધાર પુરાવાઓ સાથે ખેડૂતોના જાહેર કરવા પર ગોરા માલિકોમાં હડબડી મચી ગઈ.
આનાથી ડરીને મહાત્મા ગાંધીને ચંપારણથી હટાવવા માટે માલિકોએ નિર્ણય કર્યો. ગોરા માલિકોમાં દુષ્ટના રૂપમાં વિખ્યાત ઈર્વીને આ મામલામાં દખલગીરી કરી કાવતરું કર્યું.આ કાવતરા અનુસાર મહાત્મા ગાંધીને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપી વિષાહારથી તેમનું અંત લાવવા માંગતો હતો.અમારી આંખો સામે જ અમારી આંગળીઓથી જ ઠુસાવી તેનું ષડયંત્ર પુરું કરવાની યોજના બનાવવામાં આવી.તેના ઘરના રસોયા બતક મિયાં અન્સારી (૧૮૬૭-૧૯૫૭)ને યોજનામાં સામેલ કરવામાં આવ્યા.તેમને બોલાવી પોતાના ઘરે જમવા આવનારા મહાત્મા ગાંધીજીને દૂધમાં ઝેર મિલાવી આપવાનો આદેશ આપવામાં આવ્યો.આ આજ્ઞાનું પાલન કરવામાં સંકોચ અનુભવતા બતક મિયાંને મોટા ઇનામથી માલામાલ કરવાનું, પગાર વધારવાનું,જમીન હસ્તગત કરવાના પ્રલોભન ઈર્વીને આપ્યા.તેણે આજ્ઞાનું ઉલ્લંઘનના ખરાબ અને ભયાનક પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી.અત્યંત ક્રુરતાના રૂપમાં વિખ્યાત ગોરા માલિકોને દુષ્ટતા તેમજ ક્રોધથી અવગત બતક મિયાં અન્સારી કોઈપણ પ્રકારનો જવાબ આપ્યા વિના ચુપ રહ્યા.
આ ષડયંત્ર મુજબ મહાત્મા અને તેમના અનુયાયીઓને પોતાના ઘરે નિમંત્રણ આપવામાં આવ્યું.તે ગોરાના ષડયંત્રથી અજાણ મહાત્મા ગાંધી પોતાના સહકાર્યકરો વકીલ બાબુ રાજેન્દ્ર પ્રસાદની સાથે જમવા માટે ઉપસ્થિત થયા.તે જમણવાર દરમિયાન બતક મિયાં અન્સારી સીધા મહાત્માની પાસે જઈ તેમના માલિક ઈર્વિનના ષડયંત્રનું રહસ્ય ખુલ્લુ પાડ્યું અને જાણ કરી કે દૂધમાં ઝેર ભેળવવામાં આવ્યું છે એ વાતથી ગાંધીજીને વાકેફ કર્યા.બતક મિયાં અન્સારીની દિલેરીના કારણે ઇર્વિનના જાનલેવા ષડયંત્રથી મહાત્મા બચી ગયા.
મહાત્મા ગાંધીનો અંત કરવાનું ષડયંત્ર વિફળ થવા પર પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા પોતાના જ ઘરના રસોયા ષડયંત્રનો બહિષ્કાર કરવાથી ઇર્વિન ક્રોધિત થઈ ઊઠ્યા.એ જ ગુસ્સાને કારણે બતક મિયાં અન્સારીને ભૌતિક-હિંસાના શિકાર થવું પડ્યું.તેમને પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યા. તેમની સંપત્તિ જપ્ત કરી હડપી લીધી.તેમના ઘરની હરાજી કરી દીધી. અંગ્રેજ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી.એટલા સુધી કે અંસારી પરિવારને તેમના ગામ સિસ્વાઅજગરી થી પણ નિષ્કાસિત કરવામાં આવ્યા.અંગ્રેજોના શોષણથી ખેડૂતોને વિમુક્ત કરવા માટે ચંપારણ આવેલા મહાત્મા ગાંધીને અંગ્રેજોના પ્રાણઘાતક ષડયંત્રના શિકાર થવાથી બચવાની ખુશીમાં બતક મિયાં અન્સારી ઘણા કષ્ટો સહન કરતા રહ્યા અને પોતાનું ગામ છોડી પરિવાર સહિત બીજે ક્યાંક ચાલ્યા ગયા.
અંગ્રેજો રાજનું અંત કરવા માટે આઝાદી આંદોલનમાં પ્રમુખ યોગદાન આપનારા મોહનદાસ કરમચંદ ગાંધી અંગ્રેજોના વિષાહારના ષડયંત્રથી બતક મિયાં અન્સારીની નિર્ભયતા તેમજ સાહસના કારણે ૧૯૧૭માં મહાત્મા ગાંધી બચી શક્યા.ગોરા માલિકોના મૃત્યુ કેહરથી ગાંધીજીને બચાવનારા સાહસી બતક મિયાં અન્સારી ચંપારણની ભીડભાડથી દૂર ચાલ્યા ગયા.
*****
1950 નું વર્ષ
------------------
તે બિહાર રાજ્યના પૂર્વ ચંપારણ પ્રાંતમાં મોતીહાર જિલ્લા કેન્દ્રમાં મોતીહાર રેલવે સ્ટેશન હતું.ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બિહારના લાડીલા ડો.બાબુ રાજેન્દ્ર પ્રસાદના આગમનના ઉપલક્ષ્યમાં આયોજીત સભા કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ડો.રાજેન્દ્ર બાબુ ભાષણ આપી રહ્યા હતા.તે જ સમયે સભામાં એક ખૂણામાં હલચલ સંભળાય છે.એક વયોવૃદ્ધ બાબુ રાજેન્દ્ર પ્રસાદથી મળવા માગી રહ્યા હતા.તેમને પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા છતાં વિનંતી કરી રહ્યા હતા.તે તરફ ભારતના રાષ્ટ્રપતિની અચાનક દ્રષ્ટિ જાય છે. અચરજની પામી ગયા.તે તો ૧૯૧૭માં વિષાહારથી મહાત્મા ગાંધીના પ્રાણોને બચાવનારા બતક મિયાં અંસારી હતા.સાચે જ તે તો બતક મિયાં અસારી જ છે. હાં, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્વયંએ બતક મિયાં અન્સારીનું સભાના મંચ પર સ્વાગત કર્યું.તેમણે પ્રેમથી ગળે લગાવી તેમણે પોતાના બાજુના આસન પર બતક મિયાં અન્સારીને સાદર બેસાડ્યા. આ અકલ્પનિય દૃશ્યને જોતાં જ પ્રેક્ષકો ચક થઈ ગયા.તે કોણ છે ? એ કોણ છે ? જેવા પ્રશ્નો પ્રેક્ષકોના દિમાગમાં ઊઠી રહ્યા હતા.
પ્રેક્ષકોની ઉત્સુકતાના સમાધાનરૂપે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે ૧૯૧૭માં બનેલી ઘટનાઓને યાદ કરી.એ ઘટનાઓમાં મહાત્મા ગાંધી પર કરવામાં આવેલ હત્યાના પ્રયત્નને નાકામ કરવામાં બતક મિયાં અન્સારી દ્વારા પ્રદર્શિત થયેલ ધૈર્ય - સાહસની ઘટના યાદ આવી.આ કોણ છે ? ચકિત થઇ રહ્યા છો શું? કહેતા લોકોને પ્રશ્ન કરતાં એ દિવસની ઘટનાનો તેમણે સંપૂર્ણ રીતે ઉલ્લેખ કર્યો.અંગ્રેજ ઈર્વીને મહાત્માના પ્રાણહરણનું કાવતરું કર્યું હતું.એ કાવતરાને તોડીને ગાંધીજીના પ્રાણ બચાવનારા મહાશય આ જ છે, આ વાત કહેતાં સભાને સાક્ષી બનાવી તેમણે ખુલાસો કર્યો.મહાત્મા ગાંધી ઉપર કરવામાં આવેલ હત્યાનો પ્રયાસને નાકામ કરનારા બતક મિયાં અન્સારીની દિલેરી-દાસ્તાન ત્યાં સુધી જગજાહેર થઈ નહોતી.
તે દિવસોમાં ગોરા માલિકો ઇર્વિનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાને કારણે અને એમનું પરિવાર કેવી દારુણ ગરીબી અને પરિસ્થિતિઓનો શિકાર થયો,એ વ્યથા-કથાથી બતક મિયા અંસારીએ બાબુ પ્રસાદને અવગત કરાવ્યા. બાળ-બચ્ચાંની સાથે ગામડામાંથી ભગાવી દીધા. બતક મિયાં અંગ્રેજોના દુષ્કૃત્યોના શિકાર થયેલી પરિસ્થિતિઓ વિશે સાંભળી રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ વિચલિત થયા. બતક મિયાં અન્સારી તેમના ત્રણ દીકરા શેર મુહમ્મદ અંસારી, મુહમ્મદ રસીદ અન્સારી,મુહમ્મદ જમાલ અન્સારી પરિવારની જીવિકા માટે ૩૬ વીઘા(૫૦/૨૫/૨૪/ એકર વીઘાના રૂપમાં અલગ અલગ ઉલ્લેખિત છે.) ખેતી યોગ્ય જમીન સોંપવા માટે રાષ્ટ્રપતિએ જિલ્લાધીશને સ્વયં આદેશ કર્યો.
રાષ્ટ્રપતિ સ્વયં સભામંચથી બતક મિયાં અન્સારી પરિવારને કૃષિ યોગ્ય જમીન સંક્રમિત કરવા માટે જિલ્લા અધિકારીઓને આદેશ પ્રસ્તુત કરવા પર ત્યાં સુધી તીવ્ર અભાવગ્રસ્ત જીવન વ્યાપન કરનારા પરિવારને સારા દિવસો આવવાની ઉમ્મીદ રાખતાં અન્સારી ખુશ થયા હતા.આ ખુશી ઘણા દિવસ સુધી ટકી શકી નહીં.પ્રથમ રાષ્ટ્રપતિના આદેશોને લાગુ કરવા સાત વર્ષ નિરંતર સરકારી કાર્યાલયોની આજુબાજુ પ્રદક્ષિણા કરવા પર પણ ફાયદો થયો નહીં.છેલ્લે બતક મિયાં અન્સારી ૧૯૫૭માં અલ્લાહને પ્યારા થઇ ગયા.
૩ ડિસેમ્બર ૧૯૫૭ રાષ્ટ્રપતિના વધારાના અંગત સચિવ વિદ્યાનાથ વર્મા તરફથી રાષ્ટ્રપતિના આદેશોને પ્રમાણિત કરતો પત્ર પણ આવ્યો.તેના ઉપરાંત ૩ ડિસેમ્બર ૧૯૫૮ બતક મિયાં અંસારીના સંતાનને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે દિલ્હી આવવા નિમંત્રણ આપ્યું.અંસારીના ત્યાગનું સ્મરણ કરતાં તેમના પરિવારની સાથે ભેગા ફોટા ખેંચવામાં આવ્યા.આ છાયા ચિત્રોને ઘણા દિવસો સુધી અંસારીના પુત્રો લોકોને તેમજ અધિકારીઓને બતાવા રહ્યા.
રાષ્ટ્રપતિના આદેશોને લાગુ કરવા આચરણમાં લાવવા માટે માંગ કરતાં અધિકારીઓને ત્યાં આંટાફેરા મારવા પર ૧૯૫૮માં બતક મિયાં અન્સારી પરિવારનું નિવાસ્થાન 'સિસવાઅજગરી' ગામની જગ્યાએ ગામથી લગભગ સો મીલ દૂર 'એક્વાપરસાની' ગામમાં સો એકર જમીનની સરકારે ફાળવણી કરી.બતક મિયાં પરિવાર માટે જીવિકા માટે કોઈ ઉપાય ન રહેવાને કારણે સરકાર દ્વારા પ્રદત્ત છોડી જમીનમાં ખેતી કરીને જીવન નિર્વાહ કરવા માટે ૧૯૬૦ માં 'એક્વાપરસાની' ગામ ચાલ્યા ગયા.એ જમીન પર પણ વનવિભાગે વાંધો ઊઠાવતાં વર્ષો પછી જ અંસારીના દીકરાઓને હસ્તગત થઈ.તે જમીન પણ નદી પરીસર પ્રાંતમાં રહેવાને કારણે ખેતી યોગ્ય ન હતી. ત્યારથી બતક મિયાંના વારસ પ્રથમ રાષ્ટ્રપતિ આદેશોને પૂર્ણ રૂપથી લાગુ કરવાની માંગણી સાથે રાજ્ય સરકારના અધિનેતાઓને અનુરોધ કરવા પર પણ તેમના પ્રત્યે કોઈએ પણ ધ્યાન આપ્યું નહીં.
૧૯૯૦ માં પ્રથમ રાષ્ટ્રપતિ આદેશોને યાદ અપાવતાં બિહાર રાજ્ય અલ્પસંખ્યક આયોગ દ્વારા બતક મિયાં અન્સારી પરિવાર પ્રતિ થઈ રહેલા અન્યાયને રાજ્ય સરકારની દ્રષ્ટિમાં લાવવામાં આવ્યું. એ સમયે ફરી એક વાર રાષ્ટ્રપતિ આદેશનું અમલ કરવા બતક મિયાં અન્સારી પરિવાર વિશે બિહાર રાજ્ય વિધાનસભા, વિધાન પરિષદમાં ચર્ચા થઈ.પ્રચાર માધ્યમોની દ્રષ્ટિ પણ આ બાબત પર ગઈ.એ જ કારણ બતક મિયાં અન્સારીના ત્યાગ,સાહસ વિશે જનતા અવગત થઈ. ફળસ્વરૂપે બતક મિયાં અંસારીના સ્વગ્રામે તેમની સમાધિ બનાવવામાં આવી.જિલ્લા કાર્યાલયમાં બતક મિયાં અંસારીના નામ પર સંગ્રહાલયનો પ્રબંધ પણ કરવામાં આવ્યો.
ત્યારબાદ બતક મિયાં અન્સારીની સાહસગાથાને,તેમના પરિવાર તરફ થયેલા અન્યાયને પ્રસ્તુત કરતા અસરફ ખાદરી(૧૯૯૦) સૈયદ ઈબ્રાહીમ ફિક્રી (૧૯૯૯) એ તેમની રચનાઓ દ્વારા ઉલ્લેખ કર્યો.સૈયદ ઈબ્રાહીમ ફિક્રી દ્વારા લખેલ તેમના પુસ્તક 'હિન્દુસ્તાની મુસલમાનોં કા જંગ-એ-આઝાદી મેં હિસ્સા' ભારત સરકાર માનવ સંસાધન વિકાસ મંત્રાલય શિક્ષણ વિભાગના આર્થિક અનુદાનથી પ્રકાશિત થયું.આ ગ્રંથમાં રાષ્ટ્રપતિનો લેખ અધિસૂચનાઓથી સંબંધિત વિવરણ છે.લોકો, પ્રમુખ લોકો ,લેખકો જેટલા પણ બરાડા પાડે,સરકાર પર કોઈ અસર ન પડ્યો.
બતક મિયાં અંસારીના પરિવારને ન્યાય ન મળ્યો.છેલ્લે ૨૦૦૪માં બિહાર વિધાનસભામાં પણ બિહારના લાડલા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના આદેશો વિશે, એ આદેશનું દસકોથી લાગુ ન થવા વિશે બતક મિયાં અન્સારી પરિવાર પ્રત્યે થયેલા અન્યાય પર ચર્ચાઓ થઈ,પરંતુ આચરણમાં તો ન્યાય ન થયો.થોડાક દિવસો સુધી આ મામલો જનતામાં ચર્ચાનો વિષય બનીને ધીમે ધીમે જનસમૂહના ભુલના સાગરમાં ગાયબ થઇ ગયો.
એક દશક પછી મહાત્માના પ્રાણ રક્ષકના પરિવારની ભયાનક,દુઃખદ સ્થિતિ(Family of Mahatmas Saviour in dire straits) શીર્ષક હેઠળ ૨૨ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ મહાત્માના પ્રાણ રક્ષક બતક મિયાં અંસારી પરિવારની દયનીય પરિસ્થિતિને જાહેર કરતા 'હિન્દુસ્તાન ટાઇમ્સ' દૈનિક સમાચાર પત્રમાં લેખ પ્રકાશિત થયો.આ પ્રકાશિત સમાચાર પ્રત્યે તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલના કાર્યાલયે પ્રતિક્રિયા વ્યક્ત કરી.રાષ્ટ્રપતિના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી અર્ચના દત્તે આ મામલામાં પૂર્વ,પશ્ચિમ ચંપારણ જિલ્લાધીશોને પત્ર લખી પ્રથમ રાષ્ટ્રપતિના આદેશોનું તુરંત જ અનુપાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો.આ આદેશોની પ્રાપ્તિને લઈને જિલ્લાધીશ,છેલ્લે મુખ્યમંત્રી નીતીશકુમારજીએ પણ અનુમોદન કરતાં આ આદેશોને તુરંત જ નિપટાવવાની ઘોષણા કરવા પર આ જાહેરાતના રુપમાં રહી ગઈ.
બતક મિયાં અન્સારીની ત્રીજી પેઢીના વારસોએ આજ સુધી રાષ્ટ્રપતિના આદેશ,એ આદેશોને પ્રમાણિત તેમજ અનુમોદન કરાવવા વિવિધ સરકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ પત્ર,ફાઈલો પકડીને અધિકારીઓ પાસે, કાર્યાલયો,પ્રજાના પ્રતિનિધિઓના ઘરોની પાસે કેટલીય વાર આંટાફેરા લગાવવા પર પણ સમસ્યાના નિવારણમાં કોઈ પ્રગતિ થઈ નહીં.ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના આદેશ પૂર્ણ રૂપથી નિપટાવવા મહાત્મા ગાંધીના પ્રાણ રક્ષક સાહસી બતક મિયાં અન્સારી પરિવાર માટે આખરી આશાની સમાન છે. એ દિવસની ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી બનીને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના ઓહદામાં ડો. બાબુ રાજેન્દ્ર પ્રસાદ સાર્વજનિક રુપથી અંસારીના સાહસ તેમજ ત્યાગને સ્વિકાર કરી બતક મિયાં અન્સારી પરિવારને સહારો આપવાના સત સંકલ્પથી ખેતી યોગ્ય જમીન સંક્રમિત કરવાના આદેશને જનતાંત્રિક મશીનરીઓમાં ઉપેક્ષિત પડી રહેવું, સાત દશકો પછી પણ પૂર્ણરુપથી લાગૂ ન થવું અત્યંત ખેદજનક વાત છે..
સૌજન્ય : સેવીયર ઓફ ગાંધીજી - બતક મિયાં અન્સારી પુસ્તક (સૈયદ નસીર અહમદ)

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...