Skip to main content

૨૫ જુન ૧૯૭૫ (ઈમરજન્સી લાગુ દિવસ)


તે ૨૫ જુન ૧૯૭૫ ની અડધી રાત હતી, ત્યારે ટેલિફોનની ઘંટડીએ મને જગાડી દીધો. ફોન કરનારે કહ્યું કે તે ભોપાલથી બોલી રહ્યો છે. ત્યાંની સડકો પોલીસવાળાઓથી ભરેલી પડી છે. શું હું જણાવી શકું છું કે આવું કેમ છે? તેણે મને પૂછ્યું.મેં ઊંઘમાં જ જવાબ આપ્યો કે હા જણાવું છું,કહું છું, તો પણ તેને ફોન કાપ્યો નહીં, પરંતુ જેવો જ મેં ફોન મુક્યો કે ફરીથી ફોનની વાગી ઉઠ્યો.આ વખતે જલંધરથી એક અખબારથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે કહ્યું કે પોલીસે પ્રેસ પર કબજો કરી દીધો છે અને તે દિવસની અખબારની બધી કોપીઓ જપ્ત કરી દીધી છે. તેના પછી મારી ઓફિસથી ફોન આવ્યો 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અને કહ્યું કે નવી દિલ્હીના બહાદુર શાહ ઝફર માર્ગ સ્થિત તમામ અખબારોના દફતરોની વીજળી કાપી દેવામાં આવી છે અને અનઅધિકારીત સૂત્રો કહી રહ્યા છે કે નિકટ ભવિષ્યમાં તેના ચાલુ થવાની કોઈ સંભાવના નથી.
સાચે કહું તો મને આ ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ દેખાયો નહીં.મને લાગ્યું કે નોકરશાહો ફરીથી પોતાની હરકતો પર ઉતરી આવ્યા છે.ઘણા મહિના પહેલાં દિલ્હીના અખબારોની વીજળી કાપી દેવામાં આવી હતી. ત્યારે બસ ડ્રાઈવરો હડતાળ ઉપર હતા.તેના દસ કલાક પછી વિજળી ફરીથી ચાલુ કરવામાં આવી હતી.આ વખતે કદાચ સરકાર ઈચ્છતી ન હતી કે અખબારોમાં ૨૫ જૂને થયેલ જનતા પાર્ટીની રેલીની ખબર છપાય જેમાં નારાયણે સત્યાગ્રહનું આહ્વાન કર્યું હતું.
પછી ઈરફાન ખાનનો ફોન આવ્યો,જે તે વખતે 'એવરીમેન' નામના સાપ્તાહિકમાં કામ કરતા હતા.જેને જે.પી.એ શરૂ કર્યું હતું.તેમણે જણાવ્યું કે તેમને ઘણી મોટી સંખ્યામાં નેતાઓને ધરપકડ કરવાના સમાચારો મળ્યા છે, જેમાં જે. પી.,મોરારજી અને ચંદ્રશેખર સામેલ હતા.થોડા કલાકો બાદ ઈમરજન્સી અને સેન્સરશીપની જાહેરાત થઈ. એક દેશને બાંધી દેવામાં આવ્યો હતો અને તેનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું.
એક સંવાદદાતા માટે એનાથી વિશેષ નિરાશ કરનારી અને કંઈ પણ ન કરી શકવાની તે આવી ખબર મેળવે,જેને તે જાણે છે કે છાપી શકાતું નથી.ઝડપથી એ સાફ થઈ ગયું કે ઇમરજન્સી ઓપરેશન કામયાબ થઈ ગયું હતું અને લોકતંત્ર માટે એક અંતહીન રાતની શરૂઆત થતી દેખાઈ રહી હતી,પરંતુ આશાનું કિરણ ચાહે કેટલુંય ધૂંધળુ કેમ ન હોય,પરંતુ નોટ્સ બનાવતા રહેવા અને કોઈ દિવસ એક પુસ્તક લખવાની વાતો મારા દિમાગમાં ત્યારે આવી. જ્યારે હું ઇમર્જન્સીના કારણો પર રિસર્ચ કરી રહ્યો હતો,સૂચનાઓ મેળવવી પણ ખૂબ કઠિન હતું. પરિસ્થિતિ એટલી ભયાનક હતી કે ગણ્યાગાંઠ્યા લોકો જ મોઢું ખોલવા તૈયાર હતા.મને થોડીક જાણકારી મળી ગઈ ,પરંતુ ૨૬ જુલાઈએ મારી ધરપકડ કરવામાં આવી. સાત અઠવાડિયા પછી મને છડ્યા પછી હું ફરીથી છુટેલા કામને આગળ ધપાવી શક્યો.
૧૮ જાન્યુઆરીએ ચૂંટણીની જાહેરાત પછી, ઇમર્જન્સીમાં થોડી ઢીલ આપ્યા પછી પણ થોડાક જ લોકો મારાથી વાત કરવા રાજી થયા,પરંતુ ચૂંટણી પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ અને હું ,સંજય ગાંધી ,આર.કે ધવન, એચ. આર.ગોખલે, ચંદ્રજીત યાદવ, રુકસાના સુલતાના,શ્રીમતી ફખરૂદ્દીન અલી અહમદ અને પોલીસ તેમજ અન્ય વિભાગોના પ્રમુખ અધિકારીઓથી વાતચીત કરી શક્યો.આ લોકો નહોતા ઇચ્છતા કે કઈ પણ એમના હવાલાથી લખાય અને મેં મારો વાયદો નિભાવ્યો. પરંતુ તેમણે ખુલીને વાત કરી અને ઇમરજન્સીની લગભગ વાતો જેને મેં ફરીથી વણી. તેમના નિવેદનો પર આધારિત છે. મેં કમ સે કમ છ વખત શ્રીમતી ગાંધીનો ઇન્ટરવ્યૂ લેવા માટે સંપર્ક કર્યો, પરંતુ તેમણે મારા આગ્રહનો સ્વીકાર કર્યો નહીં.
મેં ઈમરજન્સી દરમિયાન બે વખત પુરા દેશનું ભ્રમણ કર્યું. એક વખત ઓક્ટોબર નવેમ્બર ૧૯૭૫ માં અને પછી ૧૯૭૬ના મધ્યમાં.આ દરમિયાન હું તમામ લોકોથી મળ્યો અને ઘણી બધી જાણકારી એકઠી કરી. મને થોડીક ભૂમિગત રૂપથી પ્રકાશિત સામગ્રી પણ મળી.જે ૧૯ મહિનાના આતંક દરમિયાન સામે આવી હતી.
હું એવો દાવો નથી કરતો કે ઇમર્જન્સીની બધી જ ઘટનાઓ આ પુસ્તકમાં છે. એક કારણ એ છે કે તેની કહાણી એટલી લાંબી છે કે થોડાક હજાર શબ્દોમાં તેને સમાવવી સંભવ નથી. બીજું એ કે મેં અનેક આરોપો અને અફવાઓની પુષ્ટિ કરી શક્યો નહીં જે ઇમર્જન્સી ઉઠાવ્યા પછીની હતી યા ઇમરજન્સી દરમિયાન કરવામાં આવેલા અત્યાચારોનો પર્દાફાશ કરનારી હતી. તોપણ જે પણ આ પુસ્તકમાં છે તેની પુષ્ટિ અને ફરીથી પુષ્ટિ કરવામાં આવી છે.
હું જાણું છું કે થોડીક વાતો જે મેં સામે મૂકી છે, તે ઘણા લોકોને સારી નહીં લાગે અને થઈ શકે છે કે તે લોકો તેનું ખંડન પણ કરે.હું તેમનાથી વાદવિવાદ નથી કરવા ઈચ્છતો. મેં માત્ર ઘટનાઓનું સાચું રિપોર્ટિંગ કર્યું છે અને પોતાનું કામ કર્યું છે.આમાં કોઈના પ્રત્યે દ્વેષની ભાવના નથી. હું પોતાના પૂરા સામર્થ્ય અનુસાર હું નિષ્પક્ષ રહ્યો છું.
પોતાના પ્રવાસો અને સાક્ષાત્કારો દરમિયાન મેં એક વાત પર ધ્યાન આપ્યું છે કે ચાહે બધા કેટલા ડબ્બુ કેમ ન રહ્યા હોય, થોડાક લોકોએજ નિરંકુશ આસનને સ્વીકાર કર્યો હતો. ભય અને આજ્ઞાકારીતા હતી, પરંતુ સ્વીકાર્યતા નહોતી. આખરે કોણ લોકો હતા જેમણે ડરાવ્યા અને સરકારમાં બીજે ક્યાંય પણ કોઈએ પણ તેના વિરુદ્ધ સંઘર્ષ કેમ ન કર્યો? આ પ્રશ્નો પર એક ખુલ્લી ચર્ચા થવી જોઈએ.
- કુલદીપ નૈયર ('ઈમરજન્સી કી ઈનસાઈડ સ્ટોરી' પુસ્તક)

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...