બિધાન ચંદ્ર રોય,M.R.C.P., F.R.C.S.
(1 જુલાઈ 1882 - 1 જુલાઈ 1962)
પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી હતા.
તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે 14 વર્ષ સુધી તેમના પદ પર રહ્યા,(1948 થી 1962 સુધી મૃત્યુપર્યંત) .
તેઓ અત્યંત પ્રતિષ્ઠિત ચિકિત્સક અને પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની હતા.બિધાન રોયને પશ્ચિમ બંગાળના મહાન આર્કિટેક્ટ માનવામાં આવે છે. પાંચ જાણીતા શહેરો, દુર્ગાપુર, કલ્યાણી,બિધાનનગર,અશોકનગર, હાવરા શોધવાનો શ્રેય એમને જાય છે. .
તેઓ કલકત્તા યુનિવર્સિટીની મેડિકલ કોલેજ કલકત્તાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા.
તેઓ એવા થોડા લોકોમાંના એક છે જેમણે બંને F.R.C.S. અને M.R.C.P. એક સાથે માત્ર બે વર્ષ અને ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરી.
તેમણે સામાન્ય લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી. તેમણે કલકત્તામાં કેટલીક અગ્રણી તબીબી સંસ્થાઓની સ્થાપના કરી.જેઓ માત્ર એક મહાન ચિકિત્સક જ નહીં પરંતુ પરોપકારી, શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પણ હતા.સામાન્ય લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો વ્યાપક શ્રેય એમને જાય છે, ડૉ. બિધાનચંદ્ર રોયે ભારતમાં બે પ્રતિષ્ઠિત તબીબી સંસ્થાઓની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી - ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ધ મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા. ડૉ. રોયે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ, ચેપી રોગ હૉસ્પિટલ અને કોલકાતાની પહેલી પીજી મેડિકલ કૉલેજ શરૂ કરવામાં પણ મદદ કરી.
ભારતમાં, આરોગ્ય ક્ષેત્રમાં તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે, ડો. બિધાનચંદ્ર રોયના સન્માનમાં, 01 જુલાઈ 1991 ના રોજ રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારથી ભારતમાં, દર વર્ષે 1 જુલાઈએ તેમના જન્મ (અને મૃત્યુ) દિવસને રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
તેમને 4 ફેબ્રુઆરી 1961ના રોજ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
Comments
Post a Comment