સિંગાપુરના એક દક્ષિણ ભારતીય નાગરિક ડો.સ્વામીનાથનની પુત્રી ડો. લક્ષ્મી સ્વામિનાથન મેડિકલ કોલેજથી 1937 માં એમ.બી.બી.એસ ની ઉપાધિ પ્રાપ્ત કરી. તેણીએ તેમની માતુશ્રીની પ્રેરણાથી આઝાદ હિન્દ ફોજમો સેવા કરવાનો નિર્ણય લીધો.
જેલથી છૂટ્યા પછી 21 ઓક્ટોબર 1945 ના દિવસે આઝાદ હિન્દ ફોજની સ્થાપના દિવસના અવસરે તેણીએ જનસભામાં ભાષણ આપ્યું કે આઝાદ હિન્દ ફોજ ભંગ કરવામાં આવી છે, પરંતુ તેનો ઉદ્દેશ હજી સુધી પૂરો થયો નથી.
જ્યારે દિલ્હીમાં આઝાદ દિન ફોજના સૈનિકો પર કેસ ચાલી રહ્યા હતા, ત્યારે તેણે તેનો જોરશોરથી વિરોધ કર્યો.અંગ્રેજ અધિકારીઓએ તેણીને પાછા ફરવાની નોટિસ આપી, પરંતુ તેણી દિલ્હીથી બહાર ગઈ નહિ. અંગ્રેજોએ બીજી નોટિસ આપી ત્યારે તેણીને મજબૂરીથી દિલ્હી છોડવું પડ્યું. પ્રતિબંધ સમાપ્ત થયા પછી તેણી ભારત આવ્યા તથા આઝાદ હિન્દ ફોજ ના કર્નલ સહગલ થી તેમણે વિવાહ કરી લીધા તથા તેણી ડો. લક્ષ્મી સહગલ બની ગયા.
વિવાહ પછી તેમણે કાનપુરમાં મેડિકલ પ્રેક્ટિસ શરૂ કરી. 1952 માં તેણીએ ડો. સુનંદાબાઈ સાથે ગામડામાં જઈને કામ કર્યું. 1971 માં બાંગ્લાદેશ યુદ્ધમાં તેણીએ કલકત્તામાં 'પીપલ્સ રીલીફ કમિટી' માં સામેલ થઈ કામ કર્યું. 2002 માં લક્ષ્મી સહગલ રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા.પછી 'જનવાદી મહિલા સમિતિ' સાથે જોડાયા.
પદ્મ ભૂષણ પુરસ્કૃત, કેપ્ટન લક્ષ્મી સહગલ ઇતિહાસની સૌથી આકર્ષક મહિલાઓમાંની એક છે. આજે આપણે એ હિંમતવાન સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કરીએ છીએ જેમણે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યું હતું. આઝાદ હિંદ ફોજની ઝાંસી રેજિમેન્ટની રાણીની આગેવાની હેઠળ કેપ્ટન લક્ષ્મી સહગલ દ્વારા કરેલી સેવાઓ માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.
Comments
Post a Comment