
સંત કબીર સાહેબનો જન્મ વિક્રમ સંવત્ ૧૪૫૬ માનવામાં આવે છે.દંતકથા અનુસાર નીરુ વણકર જ્યારે તેમની પત્નીને પરણીને પહેલીવાર ઘરે વળતા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને કાશી પાસે લહરતારા તળાવ પર એક નવજાત બાળક પડેલું દેખાયું, તેને ઉઠાવી તેઓ પોતાના ઘરે લઈ ગયા.આજ બાળક મોટો થઈ કબીરના નામે પ્રસિદ્ધ થયા.મુસલમાન વણકર પરિવારમાં તેમનું પાલન પોષણ થયું.સ્વામી રામાનંદે કબીરને તેમના ગુરુ સ્વીકાર કર્યા - "કાશી મેં હમ પ્રગટ ભયે હૈ, રામાનંદ ચેતાયે." મુસલમાન કબીરપંથી માને છે કે કબીરે સૂફી ફકીર શેખ તકી પાસેથી ગુરુદક્ષિણા લીધી હતી.કબીરે તેમનો પૈતૃક વ્યવસાય છોડ્યો જ નહીં,પરંતુ નિર્ગુણ નિરાકારનો તાનોબાનો વણતા રહ્યા,શબ્દ અને સાખીની રચના કરતા રહ્યા.પોતાની મહેનતની જ કમાણીનું ખાધું જ નહીં,પરંતુ અન્ય સાધુ-સંતોને ખવડાવ્યું,એમની દરેક રીતે સેવા કરવી તેમના કર્મવાદને રેખાંકિત કરે છે. કબીર સાથે ઘણી ચમત્કારપૂર્ણ ઘટનાઓ જોડાયેલી છે.એનાથી એ વખતની સામાજિક વ્યવસ્થાના મઠાધીશોની ક્રૂરતા,તેમને અનેક યાતનાઓ આપી, તોપણ કબીરે હિંદુ - મુસલમાન અને સંપ્રદાયોની ઘણી બધી અંધવિશ્વાસપૂર્ણ રૂઢિવાદી ધારણાઓની સદા આલોચના કરી અને નિર્ગુણ નિરાકારના તેમના વિચારો પર અડગ રહ્યા.
એ પ્રસિદ્ધ છે કે કાશીમાં પ્રાણ ત્યાગ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને મગહરમાં મૃત્યુ થવા પર નરક મળે છે.કબીર કેમકે તીર્થો વગેરેના પણ વિરોધી હતા, તેથી કાશી છોડી મગહર ચાલ્યા ગયા પરંતુ એ કાર્યથી પણ તેમને પીડા થઈ.
કહેવાય છે કે તેમના શવને લઈને તેમના હિન્દુ અને મુસલમાન શિષ્યોમાં ઝઘડો થઈ ગયો.હિન્દુ તેમના હિન્દુ રીતથી દાહ સંસ્કાર કરવા ઇચ્છતા હતા તો મુસલમાન દફનાવા ઇચ્છતા હતા. કફન ઉઠાવી જોયું તો ત્યાં ફુલ પડેલા હતા. બંને સંપ્રદાયના શિષ્યોએ અડધા અડધા ફૂલો વહેંચી લીધા.તેમનો સત્ય પ્રયાણ વિક્રમ સંવત ૧૫૭૫ માનવામાં આવે છે.તેમની વાણી બીજક ગ્રંથમાં સંગ્રહિત છે.
સૌજન્ય : ડો. બલદેવ વંશી (દોહાકોશ પુસ્તક)
तिनका कबहुं ना निन्दिये, जो पांवन तर होय,
कबहुं उड़ी आंखि न पड़े, तो पीर घनेरी होय।
ऐसी वाणी बोलिए, मन का आपा खोये।
औरन को शीतल करे, आपहुं शीतल होए।।
ક્રાંતિકારી મહાન સંત કબીર દાસજીને જાતિ ભેદભાવ, દંભ અને સાંપ્રદાયિકતા સામેના તેમના લખાણો માટે તેમની જન્મજયંતિ પર આદરણાંજલી.
સંત કબીર દાસ હિન્દી સાહિત્યના ભક્તિ કાળના એકમાત્ર એવા કવિ છે, જેમણે જીવનભર સમાજ અને લોકોમાં પ્રવર્તતી આડંબરો પર કુઠારાઘાત કરતા રહ્યા. તેઓ કર્મપ્રધાન સમાજના હિમાયતી રહ્યા હતા અને તેની ઝલક તેમની રચનાઓમાં સ્પષ્ટપણે જોવા મળે છે. જાણે તેમનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે જ હતું. , કબીરની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમની પ્રતિભામાં અવિરત ગતિ અને અદમ્ય પ્રખરતા અને દંભ-પાખંડ વિરુદ્ધ સ્પષ્ટ દ્રષ્ટિ હતી.નાગરિક સમાજમાં કબીરને જાગરણ યુગના અગ્રદૂત કહેવામાં આવે છે. કબીરે એવા યુગમાં સમાજને ધર્મના દુષણો સામે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો જ્યારે સમાજ સંપૂર્ણ રીતે આત્યંતિક ધાર્મિક અંધશ્રદ્ધાઓ અને દેખાડાથી બંધાયેલો હતો. આજે પણ કબીર એટલા જ સુસંગત છે.ડૉ.હઝારી પ્રસાદ દ્વિવેદીએ લખ્યું છે કે, આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રમાં તેઓ યુગ-યુગોના ગુરુ હતા, તેમણે સંત કાવ્યનો માર્ગ બતાવીને સાહિત્ય ક્ષેત્રે નવું સર્જન કર્યું હતું.
Comments
Post a Comment