ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 16 નવેમ્બર 1835 માં બનારસ (ઉત્તર પ્રદેશ)માં થયો હતો.1857ના પ્રથમ સ્વાધીનતા સંગ્રામથી પૂનામાં પેશવાનો દબદબો હતો. પરંતુ અંગ્રેજોએ બાજીરાવ પેશવાને ગાદી પરથી ઉતારી મનમાનીથી તેમના નાના ભાઈ ચિમાજીને ગાદી પર બેસાડવા ઈચ્છતા હતા,તો સ્વાભિમાની ચિમાજી પરિવાર બનારસ આવીને વસી ગયો.
લક્ષ્મીબાઈના પિતા મોરોપંત, પેશવાની ફોજમાં એક ઉચ્ચ અધિકારીના પુત્ર હતા.તે પણ ચિમાજીની સાથે બનારસ આવી ગયા હતા.લક્ષ્મીબાઈનું બાળપણનું નામ મનુબાઈ હતું.તેમની માતાનું નામ ભાગીરથીબાઈ હતું. તેમની મૃત્યુ થઈ ગઈ હતી.માતાની મૃત્યુ પછી મોરોપંત એમની પુત્રી મનુબાઈને લઈને બાજીરાવ પેશવાની પાસે બિઠૂર આવી ગયા.બિઠૂરમાં મનુબાઈનું બાળપણ બાજીરાવ પેશવાના પુત્ર નાના સાહેબની સાથે ખેલકૂદમાં વીત્યું.અહીં જ મનુબાઈએ રમત-રમતમાં હિન્દી,મરાઠી, સંસ્કૃત ભાષાઓ શીખવાની સાથે-સાથે શિકાર,તૈરાકી, શસ્ત્ર વિદ્યા, મલ્લ વિદ્યા અને ઘુડસવારી શીખી લીધી.
લક્ષ્મીબાઈનું વિવાહ ઝાંસીના મહારાજ ગંગાધર રાવની સાથે થયા.લગ્ન પછી મનુબાઈનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું.તેણીએ એક પુત્રને જન્મ આપ્યો, પરંતુ બાળક ત્રણ મહિના પછી જ મૃત્યુ પામ્યો.ગંગાધર રાવ પુત્રશોકમાં બીમાર થઈ ગયા. અસાધ્ય બીમારી જોઈને તેમણે આનંદરાવ નામક પાંચ વર્ષીય બાળકને દત્તક લઇ લીધો તથા તેનું નામ દામોદર રાવ રાખી દીધું. તેના થોડા દિવસ પછી જ ગંગાધર રાવનું અવસાન થયું.લક્ષ્મીબાઈ અઢાર વર્ષની અલ્પઆયુ માં જ વિધવા થઈ ગઈ ગયા. આ બાજુ લોર્ડ ડેલહાઉસીને અંગ્રેજી રાજ્યને આગળ વધારવા માટે એક કૂટનીતિ અપનાવી તથા મેજર એલિસને ઝાંસી મોકલી ઝાંસીના ખજાનાને સીલ કરાવી દીધો તથા ગંગાધર રાવના દત્તક પુત્રને અવૈધ ઘોષિત કરી દીધો તથા રાણી લક્ષ્મીબાઈને 5000 રૂપિયા વાર્ષિક પેન્શન આપી રાજમહેલ ખાલી કરવાનો આદેશ આપી દીધો હતો. આ પ્રકારે 1854માં ઝાંસી અંગ્રેજી રાજ્યમાં મળી ગયું. રાણી તેના પુત્રને સાથે ભાડાના મકાનમાં રહેવા લાગી.
રાણી ઝાંસી ચૂપ રહીને બેસી ન રહ્યા.અંગ્રેજી સરકારથી પત્રાચાર કર્યો તથા તેમના દાવા સિદ્ધ કરવા માટે એક બંગાળી તથા એક અંગ્રેજ વકીલ ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસે લંડન મોકલ્યા,પરંતુ જ્યારે તેનું કોઈ પરિણામ ન નીકળ્યું તો રાણી સ્તબ્ધ થઈ ગયા તથા તેમના વિશ્વાસપાત્ર સાથીઓને બોલાવી ઘોષણા કરી કે ''હું ચૂપ નહિ બેસું, પછી ભલે પ્રાણ ત્યાગવા પડે" બધાએ તેમનું સમર્થન કર્યું અને તેમણે અંગ્રેજોની વિરુદ્ધ સંઘર્ષ શરૂ કરી દીધો.જ્યારે અંગ્રેજોને આ વાતની ખબર પડી તો તેમણે રાણીની પેન્શન બંધ કરી દીધી.
રાણી લક્ષ્મીબાઈએ તેમના સાથીઓની સાથે ઝાંસી પર આક્રમણ કર્યું તથા કિલ્લા પર તેમનો કબજો કરી લીધો. પ્રજાએ તેમણે રાણી ઘોષિત કરી દીધા હતા અને તેમણે ગાદી પર બેસાવી દીધા.રાણીએ સર્વપ્રથમ તેમના સૈનિકો માટે અસ્ત્ર-શસ્ત્રોની સુદ્રઢ વ્યવસ્થા કરી.આ બધા વચ્ચે ગંગાધર રાવના એક સંબંધીએ ઝાંસી પર પોતાનો દાવો જતાવવા ઝાંસી ઉપર આક્રમણ કરી દીધો. પરંતુ રાણીએ તેમને ઝડબાતોડ જવાબ આપ્યો અને તેમને પરાસ્ત કરી દીધા.તેના પછી ઓરછાના દિવાન નથ્થે ખાં એ ઝાંસી ઉપર આક્રમણ કરી દીધો.રાણી લક્ષ્મીબાઈએ તેમને પણ પરાસ્ત કરી દીધા.પરાજિત નથ્થે ખાં એ અંગ્રજોની શરણ લીધી. આ બાજુ અંગ્રેજોએ રાણીથી પોતાનો પરાજયનો બદલો લેવા ઈચ્છા રાખી અને જનરલ હ્યુરોઝને ઝાંસી પર અધિકાર મેળવવા માટે મોકલી દીધા.રાણીને જ્યારે એની ખબર પડી તો એ યુદ્ધની તૈયારીમાં લાગી ગઈ. તેમણે ઝાંસીની આજુબાજુના વિસ્તારોને વેરાન કરાવી દીધા.જેથી અંગ્રેજી સેનાને અન્ન,પાણી ન મળી શકે.પરંતુ ગ્વાલિયર તથા ટીકમગઢના મહારાજાઓએ અંગ્રેજ સેનાની મદદ કરી.
અંગ્રેજી સેના ઝાંસી પહોંચી ગઈ.યુદ્ધ છેડાઈ ગયો. 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું.ઝાંસીની તોપો આગ ઝરતી હતી. પ્રવેશ દ્વાર પર ખુદાબક્ષ તથા તોપખાનાના અધિકારી ગૌસ ખાં એ મોરચો સંભાળી રાખ્યો હતો.જીત-હારનો ફેસલો ન થવાને કારણે અંગ્રેજોએ ઝાંસી નગરમાં ઘૂસીને લૂંટ ફાટ તેમજ આગજની શરૂ કરી દીધી.રાણી આ ઘટનાથી પરેશાન થઈ ગયા તેમણે તાત્યા ટોપેને પત્ર મોકલી મદદ માગી. તાત્યા ટોપેએ સેના મોકલી, પરંતુ અંગ્રેજોએ સેના ને વચમાં જ રોકી દીધી.
બીજી બાજુ અંગ્રેજોએ રાણીના એક વિશ્વાસપાત્ર દુલાજીને લાલચ આપ્યું તથા તેમના બારૂદખાનાની જગ્યાની ભાળ મેળવી.પછી શું હતું ? બારૂદખાના પર અંગ્રેજી તોપો વરસવા લાગી તથા જોતાં જોતાં ખુદાબક્ષ અને ગૌસ ખાં માર્યા ગયા.અંગ્રેજો કિલ્લામાં ઘૂસી ગયા. હવે રાણીને કિલ્લાથી બહાર નીકળ્યા સિવાય કોઈ રસ્તો ન રહ્યો.તેથી તેમણે એમના પુત્રને પોતાની પીઠ પર બાંધી તથા ઘોડાની લગામ મોઢામાં દબાવી બંને હાથથી તલવાર ચલાવતા કિલ્લાથી બહાર નીકળી ગયા અને તેમના સૈનીકોને કહ્યું "તમે લોકો પોતાની રક્ષા માટે જઈ શકો છો. હું મારી ઝાંસી જીવતા જીવ નહીં છોડું",પરંતુ રાણીના વફાદાર સૈનિકોએ તેણીનું જીવન અનમોલ માનતા તેમની સહાયતા કરી તથા તેમના સાથે કાલપીની તરફ આગળ વધવા લાગ્યા.પરંતુ લેફ્ટિનેન્ટ વાકર તેમના 12 સૈનિકોની સાથે રાણીને ઘેરવા માટે આવી પહોંચ્યા. રાણીએ એક જ વારમાં વાકરને મારી પાડી દીધા. તેના સૈનિકો ભાગતા નજરે આવ્યા.
કાલપીના કિલ્લામાં નાનાસાહેબના ભાઈ રાવ સાહેબ હતા. કિલ્લો ખૂબ જ મજબૂત હતો. સેના તેમજ યુદ્ધ સામગ્રીની કમી ન હતી, પરંતુ ત્યાં લક્ષ્મીબાઈ જેવા કુશળ સંગઠનકર્તા ન હતા.જો રાવસાહેબે એ સમયે કાલપીમાં યુદ્ધ સંચાલનની જવાબદારી લક્ષ્મીબાઈને સોંપી દીધી હોત તો વિજય તેમનો જ થતો.પરંતુ તેમણે એક સ્ત્રીને નેતૃત્વ કરવું તેમના અપમાન સમાન સમજ્યા અને સ્વયં નેતૃત્વ કરવાનો નિર્ણય લીધો.આ બાજુ જનરલ હ્યુરોઝ તેમની સેના સહિત કાલપી તરફ આગળ વધી રહ્યા હતા,પરંતુ તેને કાલપી કિલ્લામાં પહોંચતા પહેલા જ રોકી લીધા.કોંચમાં યુદ્ધ શરૂ થઈ ગયું.
રાવ સાહેબે રાણી લક્ષ્મીબાઈને 250 સૈનિકો સાથે એક બાજુની રક્ષા પંક્તિ આપી દીધી,પરંતુ અંગ્રેજોએ થોડા જ સમયમાં રાવ સાહેબને ઉખાડી દીધા.રાણીને પણ કિલ્લાનો જ સહારો લેવો પડયો. ચારેબાજુથી ઘેરાયા પછી લક્ષ્મીબાઈ બંને હાથથી તલવાર ચલાવતા કાલપીના કિલ્લાથી બહાર નીકળી પડ્યા.રાવ સાહેબની સાથે લક્ષ્મીબાઈ આગળ વધતા રહ્યા તથા ગ્વાલિયરથી 46 મીલ દૂર ગોપાલપુર ડેરો નાંખ્યો. તેમણે ગ્વાલિયરના મહારાજા સિંધિયા તથા બાંદાના નવાબ પાસે સહાયતા માંગી,પરંતુ તેઓ માન્ય નહીં.અંગ્રેજોથી લડતા ગ્વાલિયરના કિલ્લાનો અધિકાર લેવો જરૂરી હતો,તેથી રાણી લક્ષ્મીબાઈ સિંધિયાના તોપખાના પર તૂટી પડ્યા. બીજી બાજુ તાત્યા ટોપેએ પણ આક્રમણ કરી દીધો. સિંધિયાની સેના હારી ગઈ તથા મહારાજા સિંધિયા ભાગી ગયા.નાના સાહેબ પેશવા બન્યા તથા રાવસાહેબ તેમના પ્રતિનિધિ બન્યા. જીતની ખુશીમાં રાવસાહેબની સેના રસ-રંગમાં ડૂબી ગઈ.રાણી લક્ષ્મીબાઈ સજાગ હતા. તેમણે વારંવાર ખતરાની ચેતવણી આપી,પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહીં.એ સુધી કે તાત્યા ટોપે જેવા પણ આ રસ-રંગ ને રોકી શક્યા ન હતા. સામે સંકટ જોઈ રાણી લક્ષ્મીબાઈએ સ્વયં પ્રબંધ કર્યો. ગ્વાલિયરના બધા માર્ગો પર મોર્ચાબંધી કરી તથા તેમની બે સહેલીઓની સાથે મર્દાના વેશમાં થોડાક અંગરક્ષકોની સાથે પૂર્વી દ્વાર પર સ્વયં તૈનાત થઈ ગયા.
બીજી બાજુ જનરલ હ્યુરોઝ આવી પહોંચ્યો.રાણી લક્ષ્મીબાઈએ નિર્ણાયક યુદ્ધ માટે વ્યુહરચના કરી. બે દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું. ધરતી રક્તથી લાલ થઈ ગઈ.બીજી બાજુ અંગ્રેજોએ લક્ષ્મીબાઈને છોડીને રાવ સાહેબની તરફ આક્રમણ કરી દીધો.રાવ સાહેબ સંભાળી ન શક્યા અને તેમનો મોરચો તૂટવા લાગ્યો.રાણી લક્ષ્મીબાઈ આગળ વધી. મોરચો સંભાળ્યો, પરંતુ અંગ્રેજી સેનાએ તેમને ઘેરી લીધા. લગભગ સૈનિકો માર્યા ગયા. ઘોડા ઘાયલ થઈને પડી ગયા. રાણી લક્ષ્મીબાઈએ સ્ફૂર્તિથી ઘોડા બદલ્યા અને 10-12 સાથીઓની સાથે બંને હાથથી તલવાર ચલાવતા નીકળી ભાગ્યા.કર્નલ સ્મિથે સૈનિક ટુકડીની સાથે રાણી લક્ષ્મીબાઈનો પીછો કર્યો.બંને તરફથી ગોળીઓ ચાલી રહી હતી. એક ગોળી લક્ષ્મીબાઈના પગ પર આવીને લાગી, પરંતુ તેમના પુત્ર દામોદર રાવને પીઠ પર બાંધેલો આગળ વધતા રહ્યા. આ બાજુ એમની સાથે હવે કેવળ ચાર-પાંચ સાથી વધ્યા હતા તથા ઘોડા પણ ઘાયલ થઈ ચૂક્યા હતા.સામે એક નાળું હતું તેમને ઘોડો ત્યાં જ ઊભો રહી ગયો.પાછળથી શત્રુ તેમની પાસે આવી ગયા.બચેલા સાથીઓએ અંગ્રેજી સેનાથી થોડી વાર યુદ્ધ કર્યો, પરંતુ પાછળથી એક અંગ્રેજે લક્ષ્મીબાઈના માથા પર તલવારથી વાર કર્યો તથા બીજો વાર સામેથી તેમના છાતી પર કર્યો.તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. તેમની આંખ બહાર કપાઈને પડી ગઇ.તો પણ તેમણે પાછળ ફરીને અંગ્રેજી ઘુડ સવારને પાડી દીધો જેણે તેમના પર વાર કર્યો હતો.આ અંતિમ વારની સાથે તેઓ ઘોડા પરથી પડી ગયા. લક્ષ્મીબાઈનો આદેશ હતો ''મરવા પર પણ તેમનો શબ શત્રુઓના હાથમાં ન લાગે".તેથી તેમના વિશ્વાસપાત્રો તેમના શબને એક ઝુંપડામાં રાખી તેમનો દાહસંસ્કાર કર્યો.અંગ્રેજ જ્યાં સુધી ત્યાં પહોંચતા ત્યાં સુધી બધું સમાપ્ત થઈ ચૂક્યું હતું.આ પ્રકારે તેમની અંતિમ ઈચ્છા પૂરી થઈ અને 17 જુન 1857 ના દિવસે તેમની શાનદાર મૃત્યુ થઈ. તેમની બહાદુરી આપણને યુગો-યુગો સુધી પ્રેરણા આપતી રહેશે.
રાણી લક્ષ્મીબાઈના અંતિમ દર્શન કરનારાઓમાં જનરલ હ્યુરોજ પણ હતા.તેમની વીરતાને જોઈને તેમણે તેમની ટોપી ઉતારી લીધી તથા મૌન રહી રાણીને જોતા રહ્યા અને એક ઊંડો શ્વાસ લઈ અને તેમણે કહ્યું "વિદ્રોહીઓની વચ્ચે આ મહિલા એકમાત્ર મર્દ હતી".
"ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી" સુભદ્રાકુમારી ચૌહાણની આ પંક્તિઓ રાણીને અમર બનાવે છે તથા દરેક બાળકના જબાન પર છે.સ્વતંત્રતા આંદોલનમાં રાણી લક્ષ્મીબાઈનું યોગદાન અમર છે. દેશવાસીઓ તેમણે સદૈવ યાદ કરતા રહેશે.
સૌજન્ય : માધવાનંદ સારસ્વત (ભારતીય ગૌરવશાલી મહિલાએ પુસ્તક)

Comments
Post a Comment