૧૯૮૧માં દિલીપ કુમારની ફિલ્મ 'ક્રાંતિ' રિલીઝ થાય છે જે યશપાલ શર્માને ખુબ ગમતી હોય છે અને વારંવાર આ ફિલ્મ નિહાળતા.. ત્યારે સંદીપ પાટીલ યશપાલને પૂછે છે કે 'ક્રાંતિ' ફિલ્મ આટલી કેમ પસંદ છે? યશપાલ શર્માનો જવાબ હોય છે કે આની પાછળ પણ એક કિસ્સો છે. તેઓની પસંદગી ક્રિકેટમાં થવા પાછળ દિલીપકુમાર કારણભૂત છે.તેમણે જ ક્રિકેટમાં મારી કારકિર્દી બનાવી છે.તેઓ દિલીપકુમારને યુસુફભાઈ કરીને બોલાવતા. સંદીપ પાટીલે પૂછ્યું કે એવું કેવી રીતે? તો યશપાલે જવાબ આપ્યો કે જ્યારે રણજી ટ્રોફી રમતો હતો ત્યારે એક વખત એક મેદાન પર મેચ રમી રહ્યો હતો તે મેદાનના ડાયરેક્ટર દિલીપકુમાર હતા. એ મેદાન પર જ્યારે તેઓ રણજી મેચ રમી રહ્યા હતા અને પોતે 80 રનના સ્કોર પર હતા ત્યારે અચાનક ત્રણ-ચાર વીઆઈપી ગાડીઓ આવે છે,એક ગાડીમાંથી દિલીપકુમાર ઉતરે છે અને મેચ નિહાળે છે.એ દરમિયાન યશપાલ સેન્ચ્યુરી મારે છે.દિલીપકુમાર એમને તાળીઓથી વધાવી ઉત્સાહ પુરો પાડે છે. મેચ પછી તેમને ઓફીસમાં બોલાવવામાં આવે છે અને સામે દિલીપ કુમાર ઊભા હોય છે.. અભિનંદન આપી હાથ મિલાવે છે અને કહે છે કે તારામાં દમ છે.તારા વિશે આગળ વાત કરશે.દિલીપકુમાર રાજસિંહ ડુંગરપુરને વાત કરે છે કે પંજાબનો એક છોકરો છે અને મે એની બેટીંગ જોઈ છે. રાજસિંહ ડુંગરપુર બીસીસીઆઇને વાત કરે છે ને આવી રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગમન થાય છે શર્માજીનો.. આ વાત પાછળથી રાજસિંહ ડુંગરપુર પોતે યશપાલ શર્માને કહે છે કે દિલીપકુમારની સિફારિશ પર એમનું ચયન થયું હતું. પછી તો યશપાલ શર્મા એક પછી એક બહેતરીન પારીઓ ખેલી..1983 નો વર્લ્ડ કપ અપાવવામાં પણ એમનો અહમ ફાળો રહ્યો.. જીવનપર્યંત યશપાલ શર્મા દિલીપકુમારનો એહસાન માનતા રહ્યા અને જ્યારે પણ યુસુફભાઈની તબિયત ખરાબના સમાચાર જ્યારે પણ મળતા ત્યારે પોતે અંદરથી ખુબ દુખી અને પરેશાન થઈ જતા. આ વાત ખુદ યશપાલ શર્માએ ઘણી જગ્યાએ કહી હતી...
Comments
Post a Comment