Skip to main content

પ્રખ્યાત લેખક, કવિ તેમજ નાટ્યકાર ધર્મવીર ભારતી



थके हुए हैं हम
पर घूम-घूम पहरा देते हैं
इस सूने गलियारे में
(’अंधा युग’)
હિન્દી પત્રકારત્વના બળવાખોર સ્વભાવ અને લોકશાહીના ચોથા સ્તંભના સિદ્ધાંતને મૂર્તિમંત કરનાર ડૉ. ધરમવીર ભારતીનો આજે જન્મદિવસ છે. બીજી એક વાત. એટલે કે જો તમે ડૉ. ધર્મવીર ભારતીનું નામ લેતા હોવ અને ધર્મયુગની વાત ન કરો તો હિન્દી પત્રકારત્વના આ યોદ્ધાની વાત અર્થહીન રહેશે. ઘણીવાર, જ્યારે પણ આપણે ધર્મવીર ભારતીનું નામ લઈએ છીએ, ત્યારે આપણા મનમાં ધર્મયુગ (જે લોકો ધર્મવીર ભારતી અને ધર્મયુગને જાણે છે તેમના મનમાં) ઘણીવાર આપોઆપ ઉભરીને સામે આવી જાય છે. વાસ્તવમાં, ડૉ. ધર્મવીર ભારતીનો જન્મ 25 ડિસેમ્બર, 1926ના રોજ અલ્હાબાદના અતરસુઈયા વિસ્તારમાં થયો હતો. તેમના પિતા ચિરંજીવ લાલ વર્મા અને માતા શ્રીમતી ચંદા દેવી હતા. પરિવારમાં આર્યસમાજનો પ્રારંભથી જ પ્રભાવ હતો, જેના કારણે ધર્મવીર ભારતી પર ધાર્મિકતાની ઊંડી અસર પડી હતી.
તેમનું પ્રારંભિક શિક્ષણ અલ્હાબાદની D.A.V કોલેજમાંથી અને ઉચ્ચ શિક્ષણ અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી પૂર્ણ થયું હતું.અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી જ ડૉ. ધીરેન્દ્ર વર્માના માર્ગદર્શન હેઠળ પીએચડી કર્યું. તેમના સંશોધન દરમિયાન, અલ્હાબાદ યુનિવર્સિટીના સાહિત્યિક વાતાવરણ અને દેશમાં ચાલી રહેલી વિવિધ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓની તેમના પર ખૂબ જ ઊંડી અને ક્રાંતિકારી અસર પડી હતી. તેનું એક કારણ એ પણ હતું કે બાળપણમાં જ તેમના પિતાનું અવસાન થયું હતું, જેના કારણે તેમને ઘણી આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. તેઓ માર્ક્સના સિદ્ધાંતને તેમના આર્થિક વિકાસ માટે આદર્શ માનતા હતા, પરંતુ આ પણ તેમના માટે બહુ અસરકારક સાબિત ન થયું. થોડા દિવસો સુધી તેમણે અલ્હાબાદ યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે કામ કર્યું. 1959 થી 1987 સુધી, તેમણે મુંબઈથી પ્રકાશિત થતા જાણીતા હિન્દી સાપ્તાહિક 'ધર્મયુગ'નું સંપાદન કર્યું. ડૉ. ધર્મવીર ભારતીને માત્ર બે જ પ્રકારના શોખ હતા, પ્રવાસ અને અધ્યાપન.
જીવનપર્યંત તેમણે આ બંને શોખને જીવંત રાખ્યા. વર્ષ 1972 માં, ભારત સરકારે તેમને દેશના શ્રેષ્ઠ પુરસ્કારોમાંના એક પદ્મશ્રીથી સન્માનિત કર્યા. ધર્મવીર ભારતીની રચનાઓમાં કવિતા,વાર્તા અને નાટકનો સમાવેશ થાય છે. તેમની કવિતાઓમાં રાગ તત્વના લાવણ્યની સાથે સાથે બૌદ્ધિક ઉત્કૃષ્ટતાની આભા પણ દેખાય છે. ભાષાના પ્રયોગમાં સરળતા, જીવંતતા અને આત્મીયતાનો ગજબનું સંકલન છે. જો ખરા અર્થમાં જોવામાં આવે તો ડૉ. ધર્મવીર ભારતી એક સફળ સંપાદક, કવિ,સિદ્ધહસ્ત નવલકથાકાર અને જાણીતા સાહિત્યકાર પણ હતા. સંપાદક તરીકે, તેઓ પોતે એકલા જ ગણી શકાય. ધર્મવીર ભારતીએ ધર્મયુગના સંપાદન સમયગાળા દરમિયાન માત્ર નશ્વર પ્રતિભાઓ જ સર્જી ન હતી, પરંતુ દરેક વિષયને તેમના સામયિકના ઘાટમાં પણ રાખ્યો હતો.પછી એ ધર્મ હોય, રાજકારણ હોય, સાહિત્ય હોય, ફિલ્મ હોય કે કળા હોય, કોઈપણ વિષય તેમનાથી અછૂતો નહોતો.આમ તો, ડૉ. ધર્મવીર ભારતીને 'આદિ વિદ્રોહી' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી જ તેઓ પ્રલેસ (પ્રગતિશીલ લેખકોનું સંગઠન) અને પરિમલ (સાહિત્યકારો દ્વારા રચાયેલી અન્ય બીજી સંસ્થા) માટે અસ્વીકાર્ય હતા.
પ્રલેસમાં જામેલા રહેવાના કારણો એકવાર ફિરાક ગોરખપુરીએ ધર્મવીર ભારતીને એક મહત્વપૂર્ણ સૂચન આપતાં કહ્યું કે, તેમના વલણ અને પંક્તિઓ વાળું એકાદ ગીત લખી નાંખો, તેમના સેમિનારમાં તેમને તે જ સંભળાવતા રહો અને પછી તમારા પ્રેમ અને રોમાંસ વિશે ઘણા ગીતો લખતા રહો.પરંતુ, ધર્મવીર ભારતી તેમના આગ્રહને વળગી રહ્યા, કારણ કે તેમને કોઈ મુખોટું પસંદ નહોતું. પોતાના આ જ સ્વભાવથી હારીને આખરે તેમણે અલ્હાબાદ છોડવું પડ્યું. સાથે તેમણે અધ્યાપન પણ છોડવું પડ્યું,જેમાં અન્ય વિભાગોના બાળકોના ટોળા માત્ર તેમને સાંભળવા માટે ભેગા થતા. આ તે સમય હતો જ્યારે મુંબઈ અને 'ધર્મયુગ' તેમના જીવનમાં સમાઈ ગયા હતા. ધર્મવીર ભારતીએ ધર્મયુગમાં ઘરેલું મહિલાઓ અને બાળકોનો પણ ઘણો સમાવેશ કર્યો હતો. મતલબ કે ધર્મયુગમાં તે સમયે પરિવારના દરેક સભ્ય માટે કંઈક ને કંઈક સંમિલિત રહેતું હતું. એકંદરે, તે એક સંપૂર્ણ અને ગુણવત્તાયુક્ત સામયિક હતું, જે તે સમયે વધુ પ્રચલિત સંયુક્ત પરિવારોમાં ખૂબ જ લોકપ્રિય હતું. તે ડૉ. ધરમવીર ભારતીના પ્રયત્નોનું પરિણામ છે કે તેને ખૂબ જ ખ્યાતિ મળી અને તેમના સમયગાળા દરમિયાન તેનો ફેલાવો થોડા હજારથી લાખો સુધી પહોંચ્યો.
કાર્ટૂન જેવી દુર્લભ શૈલીને પણ તેમણે એટલું માન આપ્યું કે 25 વર્ષ સુધી ધર્મયુગમાં સતત પ્રકાશિત થયા પછી આબિદ સુરતીએ રચેલું કાર્ટૂન 'ઢબ્બુ જી' અમર થઈ ગયું. તદુપરાંત, આબિદ સુરતીની ખ્યાતિ કાર્ટૂનિસ્ટ તરીકે પણ ચાલી નિકળી, જ્યારે કે તેઓ વ્યંગકાર, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર હતા. આ ઉદાહરણ બતાવે છે કે કેવી રીતે તે સમયે ધર્મયુગ સાહિત્યના પ્રકારો તેમજ સર્જકોની સ્થાપના કરી રહ્યું હતું. ડૉ. ધર્મવીર ભારતીએ તેમના જીવનકાળ દરમિયાન માત્ર હિન્દી પત્રકારત્વને જ સમૃદ્ધ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી ન હતી, પરંતુ તે જ રીતે તેમણે હિન્દી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં પણ સમય આપ્યો હતો.
'कनुप्रिया', 'गुनाहों का देवता', 'ठंडा लोहा', 'अंधायुग', 'सात गीत वर्ष', 'सूरज का सातवां घोड़ा', 'मानस मूल्य', 'साहित्य', 'नदी प्यासी', 'कहनी- अनकहनी', 'ठेले पर हिमालय', 'परयान्ति' और 'देशांतर' તેમની ઉત્તમ કૃતિઓમાંની એક છે. આ રચનાઓમાં 'सूरज का सातवां घोड़ा' એ તેમની સદાબહાર રચના તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે,તો 'गुनाहों का देवता' એક અનોખો પ્રયોગ માનવામાં આવે છે. જોકે પ્રખ્યાત ફિલ્મ સર્જક શ્યામ બેનેગલે પણ તેમના આ સર્જન પર ફિલ્મ બનાવી છે. તેમના જોમનું ઉદાહરણ આપતાં એવું કહેવાય છે કે 1990ના દાયકામાં ત્રણ ગંભીર હાર્ટ એટેક આવ્યા બાદ તેમના હૃદયને પુનર્જીવિત કરવા માટે તેમને 700 વોલ્ટના શોક આપવામાં આવ્યા હતા. તેનાથી તેમનો જીવ બચી ગયો, પરંતુ તેમના હૃદયને ખરાબ રીતે નુકસાન થયું. આ સ્થિતિમાં તેમણે તેમના જીવનના વધુ ત્રણ-ચાર વર્ષ વિતાવ્યા અને 4 સપ્ટેમ્બર, 1997ના રોજ તેમનું અવસાન થયું.
ડૉ. ધર્મવીર ભારતીને 1972 : પદ્મશ્રી, 1984 : શ્રેષ્ઠ પત્રકારત્વ પુરસ્કાર, 1988 : શ્રેષ્ઠ નાટ્યકાર પુરસ્કાર, 1989 : સંગીત નાટક અકાદમી, 1989 : રાજેન્દ્ર પ્રસાદ સન્માન, 1989 : ભારત ભારતી સન્માન, 1994 : મહારાષ્ટ્ર ગૌરવ, 1994 : કૌડિય ન્યાસ, 1994 : વ્યાસ સન્માન જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા...
સૌજન્ય : પ્રભાત ખબર

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...