સંત ગાડગે બાબા, જેઓ પોતે ભણેલા ન હોવા છતાં, તેમના જીવનકાળમાં ઘણીબધી શાળાઓ ખોલી, જનસેવાના વ્રતને અપનાવીને સમાજમાં અંધશ્રદ્ધા નિવારણના સિદ્ધાંતો પ્રેરિત કરવા માટે અથાક મહેનત કરી અને સ્વચ્છતાને અત્યંત મહત્વ આપ્યું,. વંચિતો માટે પ્રેરણા અને બાબાસાહેબ તેમને પોતાના માર્ગદર્શક પણ કહેતા હતા.
દેબુજી ઝીંગરજી જાનોરકર (ફેબ્રુઆરી 23, 1876 - 20 ડિસેમ્બર, 1956), બાબા ગાડગે તરીકે વધુ જાણીતા, એક મહાન સંત અને સમાજ સુધારક હતા. ગાડગે મહારાજ જે કહેતા હતા કે શિક્ષણ એ ઘણી મોટી વસ્તુ છે. પૈસાની તંગી હોય તો ખાવાના વાસણો વેચી મારો,મહિલાઓ માટે સસ્તા કપડાં ખરીદો. તૂટેલા-ફૂટેલા જર્જરિત મકાનમાં રહી લો, પણ બાળકોને શિક્ષણ આપ્યા વિના રહેવું નહીં. જેમના પર આધુનિક ભારતને ગર્વ હોવો જોઈએ એવા ગણ્યાગાંઠ્યા સંતોમાં ગાડગે બાબાનું નામ પણ સામેલ છે.માનવતાના સાચા શુભચિંતક, સામાજિક સમરસતાના પ્રતીક બાબાને હાર્દિક આદરણાંજલી.. _/\_
Comments
Post a Comment