"ખેડૂતની એક આંખ હળ પર અને બીજી દિલ્હી પર હોવી જોઈએ"
"ભ્રષ્ટાચારની કોઈ સીમા નથી,જે દેશના લોકો ભ્રષ્ટ હશે,ભલે ગમે તે નેતા આવે,ભલે તમે ગમે તેટલો સારા કાર્યક્રમો ચલાવો...તે દેશ પ્રગતિ કરી શકશે નહીં."
સ્વતંત્રતા પૂર્વેના આંદોલનોમાં ભાગ લેનારા, સ્વતંત્રતા પછી ભારતીય લોકદળના નેતા, બે વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી,કેન્દ્રીય મંત્રી-ગૃહમંત્રી રહી ચૂકેલા અને ૧૯૭૯માં મોરારજી દેસાઈની સરકાર પડી ગયા પછી કોગ્રેસના સમર્થનથી થોડાક જ સમયગાળા માટે વડા પ્રધાન બનેલા કે જેમને એકપણ સંસદ સત્રમાં હાજર રહેવાની તક ન હોતી મળી એવા ચૌધરી ચરણ સિંહ એક મહાન નેતા, રાજકારણી અને સામાજિક કાર્યકર હતા.ભલે તેઓ થોડા સમય માટે જ પ્રધાનમંત્રી પદ પર રહ્યા, પરંતુ તેમણે વૈચારિક તથા ચારિત્ર્યિક સ્તર પર દ્રઢતા બતાવી.તેમની મુખ્ય ઉપલબ્ધિઓમાં લેખપાલનું સર્જન, અનાજ યોજના લાગું,ટોચ મર્યાદા અધિનિયમ ૧૯૬૦ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા વગેરે.
મહાત્મા ગાંધી, સ્વામી દયાનંદ સરસ્વતી તથા સરદાર વલ્લભભાઈ પટેલના દર્શનથી પ્રભાવિત સાદું જીવન જીવતા હતા અને આખું જીવન ગ્રામીણ તેમજ કૃષિ ક્ષેત્રો માટે સમર્પિત રહ્યા. તેથી જ આજે તેઓ સૌથી મોટા ખેડૂત નેતા તરીકે પણ ઓળખાય છે.જાતિ આધારિત વ્યવસ્થાના હંમેશા વિરોધી રહ્યા અને આંતરજાતીય વિવાહની પદ્ધતિ અપનાવવાના હિમાયતી રહ્યા. તેઓ છાત્ર રાજનીતિના પણ વિરોધી રહ્યા, જ્યારે તેઓ ૧૯૭૦માં બીજી વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારે છાત્રસંઘ ચુંટણીઓ પર રોક લગાવી દીધી હતી.
ચરણસિંહ સારા એવા લેખક પણ હતા. તેમણે ઘણા પુસ્તકો અને પેમ્ફલેટ્સ લખ્યા.
જય જવાન.. જય કિસાન..
Comments
Post a Comment