Skip to main content

અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટે યુનિવર્સિટી શિક્ષણ લેવા પર અનિશ્ચિત મુદતનો પ્રતિબંધ


તાલિબાને અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટે યુનિવર્સિટી શિક્ષણ લેવા પર અનિશ્ચિત મુદતનો પ્રતિબંધ મૂક્યો.ભયાનક સમાચાર. આ મહિલાઓ વિરૂદ્ધ ઘૃણાસ્પદ અપરાધ છે અને તે સંપૂર્ણપણે ગેર-ઇસ્લામિક છે.

2021 માં શાસન હસ્તગત કરતાં શરૂઆતમાં જ તાલિબાને દાવો કર્યો હતો કે તેઓ "ઇસ્લામની મર્યાદાઓ હેઠળ" મહિલાઓના અધિકારોની ખાતરી આપશે. પરંતુ હકીકતમાં તેઓએ અફઘાનિસ્તાનમાં મહિલાઓના જીવનને નર્ક બનાવી દીધું છે.તેમને યુનિવર્સિટી શિક્ષણ પ્રાપ્ત કરવા પર પ્રતિબંધ સૌથી તાજેતરનો અત્યાચાર છે.ત્યાં રહેતી એક મુસ્લિમ મહિલાઓ માટે આ અત્યાચારો અને તે પણ ઈસ્લામના નામે ! શું હાલ હશે મહિલાઓના ! ઇસ્લામ મહિલાઓ માટે જે ગેરંટી આપે છે એ વાતથી તાલિબાન અજાણ હોય એ માન્યામાં નથી આવતું.આવા કહેવાતા ઇસ્લામના રક્ષકોને ઇસ્લામ ખરેખર શું શીખામણ આપે છે તેની જ જાણ-સમજ નથી.!
1400 વર્ષ પહેલાં પયગમ્બરે જાહેર કર્યું હતું કે "શિક્ષણ દરેક મુસ્લિમ મહિલા અને પુરુષ પર ફરજિયાત છે." શિક્ષણ માત્ર મારો અધિકાર નથી, મારી ફરજ છે. પયગંબરના પત્ની હઝરત આયશા(રદિ.) એક તેજસ્વી વિદ્વાન અને ન્યાયશાસ્ત્રી હતા. તેમના કારણે આપણી પાસે ઘણી ઇસ્લામિક વિદ્વત્તા છે.તદુપરાંત, આફ્રિકન મુસ્લિમ મહિલા રાણી, ફાતિમા અલ-ફિહરીએ વિશ્વની સૌથી જૂની અને સૌથી લાંબા સમયથી ચાલી આવતી યુનિવર્સિટીની સ્થાપના કરી? હાર્વર્ડ અથવા ઓક્સફોર્ડથી સદીઓ પહેલાં, તેણીએ મોરોક્કોમાં અલ-ક્વેરીયુનની સ્થાપના કરી.તો બીજી બાજુ યુવાન મલાલાને તેણીના શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને રુચિને તાલિબાને 'પાપ' ગણી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.અલ ક્વારિયુન એ એવી યુનિવર્સિટી છે જ્યાં મુસ્લિમ અને બિન-મુસ્લિમ વિદ્વાનો જેમ કે ઇબ્ન રુશ્દ, યહૂદી ફિલસૂફ મેમોનાઇડ્સ અને પોપ સિલ્વેસ્ટર બીજાએ અભ્યાસ કર્યો હતો.
ત્યારબાદ સમગ્ર ઇસ્લામિક ઇતિહાસમાં શિક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મુસ્લિમ મહિલાઓની લાંબી યાદી છે. દા. ત.: બગદાદના અમાત-અલ-વાહિદ સુતૈતા અલ-મહામલી (D. 987) એ અરબી સાહિત્ય, હદીસ અને ન્યાયશાસ્ત્ર સહિતના ઘણા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. 9મી અને 10મી સદીમાં બગદાદ વિશ્વમાં જ્ઞાનનું કેન્દ્ર હતું અને મુસ્લિમ મહિલાઓ આ જગ્યાએ અગ્રેસર હતી.વિજ્ઞાનમાં તેણીના જ્ઞાન અને કુશળતા માટે કોર્ડોબા (10મી સદી)ની લુબ્નાને કોણ ભૂલી શકે.! ખાસ કરીને જટિલ ભૌમિતિક અને બીજગણિતીય સમસ્યાઓના ઉકેલ માટે તેઓ જાણીતા હતા.
આવા જ મરિયમ અલ-ઇજલિયા (D. 967) ઉત્તરી સીરિયામાં એસ્ટ્રોલેબ (સમય અને સૂર્યની સ્થિતિને માપવા માટેનું એક પ્રાચીન ઉપકરણ) નિર્માતા જેની નવીન ડિઝાઇનને એ વખતના શહેરના શાસક દ્વારા માન્યતા આપવામાં આવી હતી.અને પછી અફઘાનિસ્તાનની પોતાની રાબિયા બલ્ખી (9મી સદી), જેમને આધુનિક પર્શિયનમાં કવિતાઓ લખનાર પ્રથમ મહિલા માનવામાં આવે છે અને તે તેણીના સુંદર છંદો માટે જાણીતા હતા.14મી સદીની મહિલા કવયિત્રી મેહરી હેરાવીના નામ પરથી કેટલીક અફઘાન પ્રાથમિક અને ઉચ્ચ શાળાઓનું નામ આપવામાં આવ્યું છે. એ જ રીતે એ જ યુગની રાણી અને રાજકીય વ્યક્તિ ગવર્શાદ બેગમ કે જેમણે મહિલાઓને તેમની વિદ્વતા માટે માન્યતા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અને પછી રાણી સોરાયા તરઝી, અફઘાનિસ્તાનની સૌથી પ્રભાવશાળી શાહી વ્યક્તિઓમાંના એક. પોતે એક ઉચ્ચ શિક્ષિત મહિલા અને મહિલાઓના અધિકારો તથા છોકરીઓને શિક્ષણ મળી રહે તે માટે ઉગ્ર હિમાયતી. તેણીએ છોકરીઓ માટે પ્રથમ શાળા ખોલી, અને મહિલાઓ માટે પ્રથમ સામયિક ઇર્શાદ-ઇ-નિસ્વાનની સ્થાપના કરી.તે માત્ર ઈતિહાસમાં જ નહીં, અફઘાન મહિલાઓની તાકાત સૌથી અમાનવીય કટોકટી દરમિયાન પણ ચમકતી રહી છે,જે આ સમયે પેઢીગત બની ગઈ છે.
નાદિયા અંજુમન જે આજે 43 વર્ષની થઈ ગઈ હોત, જો તેણીના તાલિબાન-પ્રેરિત-પતિએ કવિતા લખવાના ગુના માટે તેણીની હત્યા ન કરી હોત. જ્યારે તાલિબાનોએ હેરાત પર કબજો કર્યો, ત્યારે નાદિયાએ મહિલાઓ માટે ભૂગર્ભ સિલાઈ અને સાહિત્યિક ક્લબ શરુ કર્યું અને મહિલાઓને જોડી. તાલિબાનોની હકાલપટ્ટી થતાં જ, નાદિયાએ હેરાત યુનિવર્સિટીમાં તેણીનું ઔપચારિક શિક્ષણ શરૂ કર્યું અને એક પ્રશંસનીય કવિ બન્યા અને તેણીની કવિતાઓનું પુસ્તક, ગુલ-એ-દુદી (ડાર્ક ફ્લાવર) પ્રકાશિત કર્યું. મહિલા અધિકારો વિશેની તેણીની કવિતાઓ લોકપ્રિય સંગીતકારો દ્વારા વ્યાપકપણે ગવાય છે.
લેફ્ટનન્ટ કર્નલ મલાલાઈ કાકર કે જેઓ કંદહારના મહિલા વિરુદ્ધ અપરાધ વિભાગના વડા હતા. રૂઢિચુસ્ત સમુદાયમાં કામ કરતા, તેણી ઘણી સ્ત્રીઓ માટે ટ્રેલબ્લેઝર હતા. 2008માં કામ પર જતાં મલાલાઈની એક તાલિબાન બંદૂકધારીએ હત્યા કરી હતી.
અફઘાન છોકરીઓ વિશે વિચારવાનું બંધ કરી શકાતું નથી.રોબોટિક ટીમ અફઘાન ડ્રીમર્સ તરીકે ઓળખાય છે. ન્યૂનતમ સંસાધનો ધરાવતી છોકરીઓ ઓછા ખર્ચે વેન્ટિલેટર ડિઝાઇન બનાવવામાં સક્ષમ હતી અને કોવિડ કટોકટી દરમિયાન તેમની કુશળતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અફઘાન ડ્રીમર્સના સભ્ય રોયાને અફઘાન હાઈસ્કૂલોમાં ઈન્ટરનેટ ક્લાસરૂમ બનાવવાના કામ માટે ટાઈમના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
ઘણી બધી વાતો અને ઘણા સપના છે. પરંતુ યુનિવર્સિટી શિક્ષણ પરના આ તાજેતરના પ્રતિબંધથી, સપના ચકનાચૂર થઈ જશે અને વાર્તાઓ અકથિત રહેશે.
તે એટલું શરમજનક છે કે દરેક મુસ્લિમ પુરુષ અને મહિલા માટે સમાન રીતે જ્ઞાન મેળવવાનું ફરજિયાત હોવા અંગે પયગંબર મુહમ્મદ (સ.અ.વ) ની સ્પષ્ટ વાતની તાલિબાન પર સ્પષ્ટપણે કોઈ અસર દેખાતી નથી.
- આયેશા નુર

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...