Skip to main content

Posts

સાયબર સિક્યુરિટીમાં મહિલાઓની ભાગીદારી જરૂરી છે

8 મી માર્ચે મહિલાઓની સામાજિક , આર્થિક , સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી માટે વિશ્વભરમાં ઇવેન્ટ્સ યોજાયા. સમાનતા હજી અહીં નથી , તેમ છતાં , આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો મોટો ભાગ લિંગ-સંતુલિત વિશ્વ અને કાર્યસ્થળની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરશે એવી આશા છે. એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં સાયબર સિક્યુરિટીમાં ઝડપથી આગળ વધી રહેલ દુનિયા કરતાં વધારે જરૂર હોય. જો કે સાયબર સિક્યુરિટીમાં કામ કરતી મહિલાઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે , આ ક્ષેત્રમાં કામ કરતા કુલમાંથી માત્ર 20% જ મહિલાઓ છે. ન્યુ યોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે , 2018 માં , " અંદાજે ૩.૫   મિલિયન સાયબર સિક્યુરિટી જોબ્સ 2021 સુધીમાં ભર્યા વગરની ઉપલબ્ધ હશે , તેથી કોઈપણ લિંગ-જાતિના લાયક લોકોની આવશ્યકતા સ્પષ્ટ છે અને , આ ઉણપને પહોંચી ત્યારે જ વળી શકાશે જયારે ઉદ્યોગનો હેતુ "આગામી દાયકામાં સાયબરમાં 50 ટકા મહિલાઓને રોજગારી આપવા પર વિચારશે" કુશળતાની કમીને કારણે સાયબર સિક્યુરિટી નોકરીઓ ભીખ માંગી રહી છે: સાયબર સિક્યુરિટી એ તેજીનો ઉદ્યોગ છે અને આંકડા સૂચવે છે કે આ ક્ષેત્રનો વિકાસ લગભગ કોઈપણ અન્...

બાળકોના પ્રિય : તૃપ્તિબેન આચાર્ય

22 નવેમ્બર 1959 એ જન્મેલા વઢવાણ (સુરેન્દ્રનગર) ખાતે રહી સેવાયજ્ઞમાં જોધાયેલા તૃપ્તિબેન આચાર્યના નાનપણથી જ વારસામાં સેવા કરવાના સંસ્કારો મળેલા છે. જેમનું વર્તમાનમાં મુળ કામ ઘરશાળાના બાળકો સાથે સમય પસાર કરવામાં આનંદ મેળવી રહ્યા છે. એમના બાપુજીએ કહેલ કે જેને કામ પડે એને મદદ કરવી એટલે જનપથ.. બસ સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરી એ જ કામ સાથે વળગેલા રહ્યા છે. જીવનમાં દરેક કામ ફરજ અને નિષ્ઠા સમજી કર્યા છે.વાંચન એમનો પ્રિય શોખ. એમની સેવાકીય પ્રવૃત્તિઓ અગણિત છે જેમકે કચ્છમાં આવેલા 2001ના ધરતીકંપ બાદ રાહત કાર્યમાં જોડાયા.શ્રમિક વિકાસ ટ્રસ્ટની સહાયથી વિવિધ આજીવિકા આવશ્યકતાઓનું વિતરણ,મહિલા જાગૃતિ ટ્રસ્ટ અને જનપથના સહયોગથી  વિવિધ પછાત અને જરૂરીયાત મંદ વિસ્તારોમાં 100 તબીબી શિબિરો અને પશુપાલન શિબિરોનું આયોજન. વઢવાણ, મૂળી, હળવદ અને ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં  ગરીબ અને પછાત બહેનો માટે સ્વ રોજગાર અને સક્ષમ બનાવવા માટે કોમ્પ્યુટર, સીવણ અને બ્યુટી પાર્લર માટેના તાલીમ વર્ગોનું આયોજન અને સુરેન્દ્રનગર જિલ્લાની પીએચડી અને આર્કિટેકટ કોલેજના વિવિધ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.  બેનની અસ...

ચંદ્રિકાબેન સોલંકી - શોષિતો,વંચિતોનો અવાજ

ગુજરાતમાં લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે એમાંય 2016 થી 2017 દરમિયાન પાટીદાર, ઠાકોર, દલિત સમાજના અને ફિકસ પગારદારોના પુરુષોના નેતૃત્વ ધરાવતા આંદોલન સાથે એક મહિલા ચંદ્રિકાબેન સોલંકીએ પણ આશાવર્કર અને આંગણવાડી વર્કર ના આંદોલન દ્વારા સરકારની ઉંઘ હરામ કરી દીધી હતી. એક મહિલા હોવાના કારણે ચંદ્રિકાબેન સોલંકીએ ખુબ તકલીફો વેઠી છે એટલે મહિલાઓની સમસ્યાઓથી સારી રીતે વાકેફ છે. ભણતર ચાલુ હતુ એ દરમિયાન લગ્ન થઇ જતા સાસરીમાં રહી પરિવારના વિરોધ વચ્ચે એમ.એ.બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે. સંખેડા તાલુકાના કોટાલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા સામાજીક પ્રવૃત્તિમાં રસ લેવાનુ શરૂ કર્યું લગભગ 2004 થી વડોદરા જીલ્લામાં સામાજીક અને મહિલાઓના મુદ્દે લડત આપી રહ્યા હતાં પરંતુ એમની પ્રસ્થાપિત આશાવર્કરના 2017 માં ચલાવેલ આંદોલન થી થઈ. ઓગસ્ટ 2016 માં એક કાર્યક્રમ દરમિયાન ચંદ્રિકાબેન સોલંકી ની મુલાકાત ફિક્સ પગારદારો અને આશાવર્કર માટે આંદોલન ચલાવી રહેલ રજનીકાંત ભારતીય સાથે થઇ જે આશાવર્કર આંદોલન માટે એક મહિલા ચહેરાની શોધમાં હતા એમણે ચંદ્રિકાબેનને આશાવર્કર આંદોલનની આગેવાની કરવા નિમંત્રણ આપ્યું. જે સ્વ...