49 વર્ષની વય,અમદાવાદના વતની,ઇકોનોમિકસ સાથે ગ્રેજ્યુએટ અનેડીપ્લોમા ઇન જર્નાલીઝમનો અભ્યાસ કરેલ સાગરભાઈ હરજીવનભાઈ રબારી બાળપણથી જ ગાંધી વિચારોથી પ્રભાવિત અભ્યાસકાળ દરમિયાન જ સામાજિક કાર્યો સાથે જોડાયા.ગુજરાત લોકસમિતિ માં કાર્ય કરતા મુખ્યત્વે ગુજરાતમાં વિવિધ ઉદ્યોગો માટે સરકાર દ્વારા થઇ રહેલા જમીન સંપાદનમાં ખેડૂતોને પક્ષે રહી કામ કર્યું.જેમાં મુખ્યત્વે ... વડોદરા ઝાલા : ગામના ગૌચરની ૬૫૦ એકર જમીન L& T કપનીને સરકારે ફાળવી તેના વિરોધમાં ગુજરાત લોકસમિતિનીઆગેવાનીમાં ગામ સાથે રહી સફળ લડત ચલાવી.માપણી માટે પોલીસ સાથે આવેલા તંત્રને અહિંસક રીતે રોકતાં પોલીસે અટકાયત કરી.લોકજાગૃતિ અને પ્રચંડ વિરોધને કારણે એલ.એન્ડ.ટી એ પોતાનો પ્રોજેક્ટ પડતો મુક્યો.ગામનું ગૌચર બચી ગયું. મહુવા: ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકારે જમીન સમઢીયાળા બંધારાની જમીન ફાળવી હતી.અને કુલ ૯ ગામોની ૨૭૦૦૦ એકર જમીનમાં નીરમા સિમેન્ટ કંપનીને લાઈમ સ્ટોન માઈનીંગ માટે સૈદ્ધાંતિક મંજુરી આપી હતી.સ્થાનિક લોકોના વિરોધને કારણે ગુજરાત લોકસમિતિના સક્રિય કાર્યકર તરીકે સાગર રબારી આંદોલનમાં જોડા...