Skip to main content

Posts

જળ એ જ જીવન

ભારત ખેતીપ્રધાન દેશ છે એ તો આપણે સહું સારી રીતે જાણીએ જ છીએ પરંતુ આ ખેતી અને પશુપાલન થકી જે સમૃદ્ધી છે એના પાછળનું મુખ્ય કારણ માત્ર અને માત્ર પાણી છે.પશુઓ જે ઘાસચારો ખાય છે ...

'શિક્ષણ' ભૂલી જાઓ

ગરીબો,શોષિતો,ખેડૂતો અને મધ્યમ વર્ગ પોતાના બાળકો માટે 'શિક્ષણ' ભૂલી જાઓ : એકબાજુ કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નિતી લાવવાનું વિચારી રહી છે ને બીજી બાજુ આપણી રાજ્ય સરકાર પ્રાથમિ...

આદિવાસીઓના જનનાયક બિરસા મુંડા

આદિવાસીઓના જનનાયક બિરસા મુંડાએ પોતાના મુંડા સમાજની જમીન ઉપર થતી પેશકદમીથી કંટાળી અંગ્રેજોની સામે બંડ પોકારી અંગ્રેજોને હંફાવ્યા હતા.નાનપણથી જ મુંડા સમાજ અન્યાય સામે લડવા બિરસાની વાતોને આદેશની જેમ માનતા.જળ,જંગલ,જમીનની લડાઈમાં બિરસાની સાથે યુવાનોની મોટી ફોજ જોડાયેલી હતી.બિરસા મુંડા પોતાના વિસ્તારમાં એમની જ ઈચ્છાઓ સ્વતંત્ર જીવન બધા જીવી શકે એવુ ઈચ્છતા હતા. છોટા નાગપુર પાસેની સેલરકાવ પહાડીઓમાં બિરસા મુંડાએ અંગ્રેજોની સેનાને હરાવી દીધી હતી. તીરકામઠાથી સજજ ગોરિલા યુદ્ધમાં માહીર બિરસાના સૈનિકોએ અંગ્રેજોને તગેડી મુક્યા અને કેટલાય અંગ્રેજી સૈનિકોને ખતમ કરી દીધા.અંગ્રેજ સરકાર બિરસાને શોધવા રીતસરની ગાંડી થયેલ. બિરસાની માહિતી આપનારને એ વખતના ૫૦૦ રૂપિયા લાખોમાં કહી શકાય અત્યારના ઇનામની અંગ્રેજોએ જાહેરાત કરી દીધેલ.અંતે બિરસા ચક્રધરપુરની પહાડીઓમાંથી પકડાયેલા.રાંચીની જેલમાં માત્ર ૨૫ વર્ષની વયે આ ક્રાંતિકારી મૃત્યુ પામેલા. બિરસા મુંડાની જળ,જમીન,જંગલની લડાઈ પરથી પ્રેરણા મેળવી આજના આદિવાસી અને અન્ય ઘણા યુવાનો પોતાના હક્ક અને અધિકારની લડાઇ લડી રહ્યા છે લાખો સલામ બિરસા મુંડાને _/\_

ન્યાય નહીં, શક્તિ

ગુનાહિત ટ્રિપલ તલાક ફોજદારી ન્યાયશાસ્ત્રના પ્રથમ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે, તે પ્રતિરૂપકારક હશે ટ્રિપલ તલાક બિલ (ટીટીબી) વિશે ઘણી ચર્ચા થઇ આખરે સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું. કેન્દ્રીય કાયદા પ્રધાને તેને લિંગ ન્યાયના મુદ્દા તરીકે ન્યાયી ઠેરવી અને સ્વીકાર્યું કે છેલ્લાં બે વર્ષમાં ટ્રિપલ તલાકના ફક્ત 473 કેસ નોંધાયા છે. આ રજૂઆત બે બાબતોને સાબિત કરે છે: એક-ટ્રીપલ તલાકની ઘટના નજીવી છે અને રાજકીય કારણોસર આ મુદ્દાને પ્રમાણસર ઉડાવી દેવામાં આવ્યો હતો અને નંબર બે-વટહુકમમાં દંડની જોગવાઈનો કોઈ નિવારણ અસરકારક ન હતું . મુસ્લિમ દેશો પણ ટ્રીપલ તલાકના કિસ્સામાં  દંડ આપે છે તે કાયદા માટેનું ત્રીજું સમર્થન હતું પરંતુ આ હકીકતમાં ખોટું છે - કોઈ કૃત્યને “અમાન્ય” જાહેર કરવામાં આવે છે અને તેને “ગુનો” બનાવવામાં આવે છે તે વચ્ચે તફાવત છે. સુપ્રીમ કોર્ટે ટ્રિપલ છૂટાછેડાને અમાન્ય જાહેર કરી દીધો હતો અને સરકારને દંડપાત્ર ગુનો બનાવવા માટે કહ્યું જ ન હતું. હકીકતમાં, જે દિવસે લોકસભાએ આ પ્રતિરોધક કાયદો પસાર કર્યો તે દિવસે અખબારોએ એવો અહેવાલ આપ્યો છે કે ભૂતપૂર્વ મલેશિયાના રાજા, જેમણે તાજેતરમાં રાજગ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...

ફીફા વર્લ્ડકપ દરમિયાન સાયબર હુમલાની શક્યતા

લખ્યા તારીખ : ૧૪ જુન ૨૦૧૮ ફિફા (FIFA) વર્લ્ડ કપ 2018 દરમિયાન મજબુત સાયબર હુમલાઓની શક્યતા : ફોર્ટિનેટએ સંકલિત અને સ્વયંચાલિત સાયબર સિક્યુરિટી સોલ્યુશન્સ, ભારતમાં ઉત્સાહી ફૂટબોલ ચ...

સાયબર હુમલાઓ

લખ્યા તારીખ : ૧૪ જુન ૨૦૧૮ દિવસે દિવસે સાયબર ગુનાઓનું પ્રમાણ એટલુ બધુ વધી રહ્યું છે કે સમય રહેતાં જો એના માટે ઠોસ પગલાં નહી લેવામાં આવે તો આવનાર સમયમાં આપણા દેશની પ્રજાને ગં...